અનન્યા અને આકાશ કારમાં બેસી આદિત્યની ઓફીસ તરફ નીકળી ગયા. કાર જેમ જેમ આદિત્યની ઓફીસ તરફ વળી રહી હતી તેમ અનન્યાને આદિત્ય સાથેની યાદો તાજી થવા લાગી હતી. અનન્યાથી ન રહેવાતા આખરે તેણે સવાલ કરીને પૂછી જ લીધું. " આકાશ આપણે કઈ એડ એજન્સીને મળવા જઈ રહ્યા છે?"
" ખૂબ પ્રસિદ્ધ નામ છે.. એમનું એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ...આદિત્ય ખન્ના...તે એનું નામ સાંભળ્યું જ હશે...." કાર ચલાવતા આકાશે કહ્યું.
અનન્યા જાણે એક વર્ષ પહેલાંની યાદોમાં જતી રહી. આદિત્ય સાથેની પહેલી લાઇબ્રેરી વાળી મુલાકાત, ત્યાર બાદ એ બુક પર એમનું નામ અને પછી એમની જ ઓફીસમાં એમની સાથે થયેલો જઘડો. અચાનક જ એ દ્ર્શ્ય એમની સામે સાક્ષાત્ ઉભુ થઈ જતાં તે જોરથી બોલી ઉઠી.
" આકાશ ગાડી રોક...."
આકાશે તુરંત ગાડીને બ્રેક મારી. " અનન્યા આર યુ ઓકે?"
" નો આઈ મીન..." અનન્યાને શું બોલવું એ જ ખ્યાલ ન રહ્યો. તેમણે બારીની બહાર નજર કરીને જોયું તો એક શાનદાર હોટલ હતી. એણે ફરી કહ્યું. " આકાશ બે મિનિટ હું વોશરૂમ જઈને આવું છું...ઓકે?"
"ઓકે..."
અનન્યા વોશરૂમના બહાને હોટલમાં જતી રહી અને ખુદને અરીસામાં જોતી બોલી. " અનન્યા આ તને શું થઈ રહ્યું છે? કેમ તું આટલી નર્વસ થાય છે?" તેમણે એક ઊંડો શ્વાસ લીધો. "શાંત શાંત..અનન્યા...આજે તું પેલી જોબ સીકર નથી..તું મેજિક ડ્રીંકસ કંપનીની મેનેજર છે...તારું સ્થાન એમના સ્થાન જેટલું જ ઊંચું છે...તારે ડરવાની કોઈ જરૂર નથી..."
ખુદમાં આત્મવિશ્વાસ ભરતી અનન્યા એ બહાર નીકળીને ઠંડુ પાણી પીધું અને ફરીથી આકાશની કારમાં બેસી ગઈ.
" આર યુ ઓકે?"
" યસ.... લેટ્સ ગો..."
આકાશે ખાસ ધ્યાન ન આપતા પોતાનું ધ્યાન ડ્રાઇવિંગ ઉપર કેન્દ્રિત કર્યું. અનન્યા ખુદને એક અલગ વ્યક્તિત્વ બનાવવાની મનોમન કોશિશ કરવા લાગી.
થોડાક સમયમાં કાર આદિત્યની ઓફીસ નજીક ઊભી રહી.
" સર ક્લાઈન્ટ આવી ગયા છે..." આસિસ્ટન્ટ મહેન્દ્ર એ કહ્યું.
" ઓકે તું એમને મિટિંગ રૂમમાં બેસાડ હું હમણાં આવું છું..." આદિત્ય એ પોતાના આસિસ્ટન્ટને ઓર્ડર આપતા કહ્યું.
ફરી એક વખત અનન્યા આદિત્યની ઓફિસમાં પ્રવેશી. મહેન્દ્રએ તેમને મીટીંગ રૂમમાં બેસાડ્યા અને બે મિનિટ વેઇટ કરવા માટે કહ્યું. આકાશ અને અનન્યા ચારેકોર નજર નાખીને મિટિંગ રૂમને નિહાળી રહ્યા હતા. ત્યાં જ અનન્યાને જૂની એ જ મનમોહક પરફયુમની સુગંધ આવી. અનન્યાથી અનાયાસે આંખો બંધ થઈ ગઈ અને એ સુગંધને મનમૂકીને માણવા લાગી. પાછળથી બુટનો અવાજ સંભળાતા આકાશ અને અનન્યા તુરંત ઉભા થઇ ગયા. આદિત્ય પોતાના જેકેટને સરખો કરતો આકાશની આગળ આવ્યો અને ટેબલની સામેની સાઈડ ઉપર ઊભો રહીને તેમણે આકાશ સાથે હાથ મિલાવ્યો.
" હાઈ....માય નેમ ઈઝ આકાશ...એન્ડ શી ઇઝ માય કો ફાઉન્ડર અનન્યા શર્મા.."
આદિત્ય એ પોતાનો હાથ અનન્યા સામે હેન્ડ શેક માટે આગળ કર્યો. અનન્યા એ સ્માઈલ સાથે હાથ મિલાવ્યો. ત્રણેય પોતાની સીટ ઉપર બેસ્યા અને મીટીંગ શરૂ થઈ.
અનન્યાને જોઈને જાણે આદિત્યને કોઈ ફર્ક જ ન પડતો હોય એવું અનન્યા એ નોટિસ કર્યું. આદિત્ય ખૂબ નમ્રતાપૂર્વક આકાશ સાથે કંપની અને પ્રોડક્ટ રિલેટેડ ડિસ્કસ કરવા લાગ્યો. ત્યાં જ થોડીવારમાં જ્યુસના ત્રણ ગ્લાસ ટેબલ પર પહોંચી ગયા. ત્રણેયે સાથે જ્યુસનો આનંદ લીધો અને ખૂબ સરસ રીતે આગળની મીટીંગ ચાલુ રહી.
" ઇસ ક્યુઝ મી...હું કોલ અટેન્ડ કરીને આવું છું ત્યાં સુધીમાં તમે અનન્યા સાથે થોડીક ડિસ્કસ કરી લેશો..." આકાશને જરૂરી કોલ આવવાથી એ ઓફિસની બહાર જતો રહ્યો.
" તો મિસ અનન્યા શર્મા...તમે છો મેજિક ડ્રીંકસ કંપનીના કો ફાઉન્ડર એન્ડ મેનેજર, નાઇસ...."
" યસ...હું આ કંપનીની મેનેજર છું...કંપનીને મેનેજિંગ કરતા મને સારી રીતે આવડે છે..."
" ગુડ.. આજની સ્ત્રી ઘરની સાથે સાથે કંપનીને પણ મેનેજ કરવા લાગી છે...ગુડ, વેરી ગુડ..."
" તો પ્રોડક્ટની એડ વિશે ડિસ્કસ કરી લઈએ...?"
" આઈ એમ સોરી...અનન્યા જી.. બટ મારો એક રુલ્સ છે કે હું કોઈ પણ કંપની સાથેની ડીલ હંમેશા કંપનીના ફાઉન્ડર સાથે જ કરું છું..."
આદિત્યનો એ જ જૂનો અંદાજ જોઈને અનન્યાને અંદરથી ખૂબ ગુસ્સો આવ્યો. પણ અત્યારે એ કોઈ સામાન્ય અનન્યા નહોતી પરંતુ એક કંપનીની કો ફાઉન્ડર અને મેનેજર હતી. તેમણે પોતાનો ગુસ્સો મનમાં જ દબાવી રાખ્યો. ત્યાં જ આકાશ ઓફીસની અંદર પ્રવેશ્યો અને આગળની મીટીંગ શરૂ થઈ.
આકાશને આદિત્ય એ આપેલી ઑફર ખૂબ પસંદ આવી. આદિત્યે ટીવી એડની સાથે સોશિયલ મીડિયામાં ચલાવામાં આવતી એડ ફ્રીમાં આપી. અને એટલું જ નહિ જરૂરી બેનરો પણ તેમણે ખૂબ વ્યાજબી ભાવે તૈયાર કરીને આપવાની વાત કહી. આકાશને આદિત્યનો વિચાર ખૂબ પસંદ આવ્યો. જેના લીધે તેણે ત્યાં જ ડીલ ફાઇનલ કરવાનું નક્કી પણ કરી નાખ્યું.
પરંતુ અનન્યા શર્મા હાથ પર હાથ રાખીને બેસી રહે એવી નહોતી. તેણે તરત પોતાની વાત વચ્ચમાં મૂકી અને કહ્યું. " આદિત્ય સર, તમારી કંપનીની ઓફર સરસ છે એમાં કોઈ ડાઉટ નથી પરંતુ અમારું માનવું છે કે એડ એવી હોવી જોઈએ જે રિયલીસ્ટીક લાગે. પબ્લિક એડ જોવે તો પ્રોડક્ટ સાથે એકદમ કનેક્ટ થઈ જવી જોઈએ..એટલા માટે તમે એડ કઈ રીતે શૂટ કરવાના છો એ અમે જાણવા ઇચ્છીએ છીએ..જ્યારે તમારી એડ થીયરિકલી તૈયાર થઈ જાય ત્યારે અમે એ જોઈને આ ડીલ ફાઇનલ કરીશું.."
આદિત્યની સામે આ પહેલા આ પ્રકારની શરત કોઈ કંપની એ મૂકી ન હતી. અનન્યાનો આ વળતો જવાબ આદિત્યને બે ઘડી વિચાર કરવા માટે મજબૂર કરી દીધો.
" તમારી કો ફાઉન્ડર તો ખૂબ સ્માર્ટ છે...એની વે, મને આ શરત મંજૂર છે... નેક્સ્ટ વિકમાં જ્યારે તમારી એડ રેડી થઈ જશે ત્યારે અમે તમને કોલ કરીને જણાવી દઈશું.."
આની સાથે મિટિંગ પૂર્ણ થઈ અને આકાશ અને અનન્યા કારમાં બેસી નીકળી ગયા.
આકાશને અનન્યાની વાત બિલકુલ પસંદ ન આવી. તેમણે પોતાનો ગુસ્સો ઉતારતા કહ્યું. " અનન્યા...તારે આવી શરત મૂકવાની શું જરૂર હતી? તને ખબર છે આ આદિત્ય ખન્ના કોણ છે? ભારતની ટોપ ટેન એડ એજન્સી કંપની માની એક કંપનીનો માલિક છે એ...અને તે શુ કર્યું? એની સામે જ શરત મૂકી દીધી..!"
" આકાશ, એને આ શરતથી કોઈ ઈસુ નથી તો તને શું પ્રોબ્લેમ છે?"
" તું નહિ સમજી શકે..."
" ફાઈન...હું નહિ સમજી શકું...પણ એટલું યાદ રાખજે કે જો મને એડ પસંદ નહિ આવી તો હું આ ડીલ ફાઇનલ નહિ જ થવા દઉં..."
અંતે આકાશે પોતાનુ મૌન ધારણ કરી લીધું અને ગાડી વધુ તેજ ગતિએ ચલાવવા લાગ્યો. અનન્યાનું પણ મૂડ ઓફ થઈ ગયું હતું.
મિટિંગમાં જે નિર્ણય લેવાયો હતો એ જોઈને મહેન્દ્ર ને પણ આશ્ચર્ય થયું. આ પહેલા જે કોઈ કંપની કોઈ પણ પ્રકારની શરત મૂકે તો આદિત્ય સાફ શબ્દોમાં ના કહી દેતો. પરંતુ આ ડીલમાં આદિત્યે પ્રથમ વાર કોઈ કંપનીની શરત માની હતી. આદિત્યના મનમાં શું ખીચડી પાકી રહી હતી એ પોતે જ જાણતો હતો.
અનન્યા પોતાના રૂમમાં બેસીને સવારે બનેલી ઘટના વિશે વિચાર કરવા લાગી. એક તરફ આદિત્ય પર હદથી વધારે ગુસ્સો આવતો હતો તો બીજી તરફ એમની સફળતા અને એમનો આત્મવિશ્વાસ જોઈને પ્રભાવિત પણ થઈ રહી હતી.
બંને વચ્ચેનો આ સબંધ નફરતનો છે કે કોઈ દોસ્તીનો એ કહેવું જ ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યું હતું.
વાર્તા વાંચીને જરૂરી પ્રતિભાવ જરૂર આપજો. આગળ ના ભાગોમાં અન્ય નવ પાત્રો અને કેટલાક રાજ પણ ખુલતા તમને જોવા મળશે.
ક્રમશઃ