Agnisanskar - 18 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અગ્નિસંસ્કાર - 18



બે વર્ષ બાદ

લક્ષ્મીના ઘરની હાલત ખરાબ થવા લાગી હતી. એક એક પૈસા જે બચાવી રાખ્યા હતા એ પણ અંશના ભણતરના ખર્ચમાં વપરાઈ જતા હતા. પેટ ભરવા માટે પણ જરૂરી કામ મળવું મુશ્કેલ થઈ રહ્યું હતું. ત્યારે લક્ષ્મી એ અમરજીતના ઘરે નોકરાણી તરીકે કામ કરવાનું નક્કી કર્યું. સવાર સાંજ બે ટાઇમ ઘરની રસોઇ અને સાફ સફાઈનું કામ લક્ષ્મી કરતી હતી.

" આવી ગઈ લક્ષ્મી, ચલ જલ્દી નાસ્તો તૈયાર કરીને આપ... આજ તો ભૂખથી હાલત ખરાબ થઈ રહી છે.." કરીના આખો દિવસ આળસુ પડીને બેસી રહેતી અને જ્યારે લક્ષ્મી એ ઘરનું કામ સંભાળી લીધું હતું એ દિવસથી એ સોફા પરથી ઉભા થવાનું પણ નામ ન લેતી. હંમેશા એ પોતાની કિટ્ટી નામની બિલાડી સાથે રમ્યા કરતી.

" જી માલકીન..." લક્ષ્મી એ સાડીનો છેડો કમર પર કસ્યો અને નાસ્તો બનાવવા રસોડામાં જતી રહી.

અમરજીત બગાસું ખાતો બાથરૂમમાં ગયો અને ફ્રેશ થયો. ચહેરો ટુવાલથી સાફ કરતો જ્યારે એ બહાર આવ્યો ત્યારે એમની નજર રસોડામાં રોટલી બનાવતી લક્ષ્મી પર ગઈ. હવસની નજરે સૌ પ્રથમ એમને ઉપરથી નીચે નિહાળી અને મોંમાંથી લાળ ટપકાવી. જ્યારથી અમરજીતે લક્ષ્મીને પ્રથમ વખત જોઈ હતી ત્યારથી એનું મન લક્ષ્મીને પામવા તરફ કૂદાકૂદ કરી રહ્યું હતું. પરંતુ ભાઈના ડરના લીધે તેમણે પોતાનાં મનને કાબૂમાં રાખ્યો હતો. પણ હવે જ્યારે એનો ભાઈ જ દુનિયામાં ન રહ્યો એટલે અમરજીત વધુને વધુ લક્ષ્મી તરફ આકર્ષાઈ રહ્યો હતો.

થોડાક દિવસ આમ જ અમરજીત લક્ષ્મીને કામ કરતા જોઈ રહ્યો. મોકો મળતાં જ એ લક્ષ્મીની નજદીક જતો પરંતુ પોતાની પત્નીના ડરના લીધે એમણે આગળ કોઈ હરકત ન કરી. પરંતુ એક દિવસ અમરજીતની લક્ષ્મીને પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ પૂરી થઈ ગઈ.

રવિવારનો સમય હોવાથી અંશને સ્કૂલે રજા હતી અને તેમણે જીદ કરી કે એ પણ મમ્મી સાથે અમરજીતના ઘરે આવશે.

" અંશ દીકરા જ્યાં સુધી હું ઘરનું કામ ન પતાવી લવ ને ત્યાં સુધી તું કરીના આંટી સાથે જ રહીશ ઠીક છે? અને તોફાન તો બિલકુલ ન કરતો હો ને દીકરા..."

" હા મમ્મી...." અંશ ખૂબ ખુશ હતો કારણ કે એમને નાના એવા મકાનમાંથી મોટા મહેલ જેવા મકાનને અંદરથી જોવાનો મોકો જો મળવાનો હતો.

લક્ષ્મી ઘરનું કામકાજ કરવા રસોડામાં ગઈ અને અંશ કરીના સાથે બહાર હોલમાં બેઠયો હતો. કરીના પોતાની કિટ્ટી સાથે અંશને મળાવી રહી હતી પરંતુ અંશનું સંપૂર્ણ ધ્યાન બસ રસોડા તરફ હતું.

એક કલાક થઈ ગયો છતાં પણ મમ્મીને ન જોતા એ દોડીને રસોડા તરફ ગયો અને એની પાછળ કરીના પર દોડીને ગઈ.

" મમ્મી...!!!" અંશની સામેનું દ્ર્શ્ય એટલું ભયાનક હતું કે આજ દસ વર્ષ પછી પણ અંશ જ્યારે એ દ્ર્શ્યને યાદ કરે છે તો એનું આખું શરીર દર્દથી કાંપી ઉઠે છે.

મમ્મીની આંખો સુજેલી હતી અને મંદ મંદ રડી રહી હતી. એમની આંખોમાં એક દર્દનાક પીડા હતી જે એની મજબૂરી દર્શાવી રહી હતી. એમના આખા શરીરમાં સાપની જેમ લીપટીને પડેલો અમરજીત પોતાની વાસનાને શાંત કરી રહ્યો હતો.

આવી હાલતમાં જ્યારે માની નજર દીકરાની આંખો પર પડી ત્યારે મા સંપૂર્ણ રીતે હારી ગઈ. અંશ પણ રડવા લાગ્યો અને મા મા મા માના નામની બુમો પાડવા લાગ્યો.

" કરીના! અંશને અહીંયાથી લઇ જા...અને આ વખતે બરોબર પકડી રાખજે..."

" ચલ મારી સાથે ચાલ...હાથ છોડ્યો છે ને હવે તો બાથરૂમમાં બંધ કરી દઈશ..." હાથ પકડીને કરીના અંશને ખેંચતી હોલમાં ચાલી ગઈ. અંશની હાલત રડી રડીને ખરાબ થઈ રહી હતી. પરંતુ પેટની ભૂખ મીટાવવા માટે લક્ષ્મી એ આંખો બંધ કરીને પોતાનું દેહ વેંચી નાખ્યું. અમરજીત શિકારીની જેમ લક્ષ્મીના આખા શરીરને નીચાવવા લાગ્યો હતો.

બે કલાક પછી ઘરની સાફસફાઈ અને બાકી બચ્યું કામ પતાવીને લક્ષ્મી હોલમાં આવી ત્યારે કરીના એ કહ્યું.
" કાલ સમયસર આવી જજે કેમ કે મારા પતિને કાલે ઓફીસે જવાનું છે અને તને ખબર જ છે તારા હાથની ચા પીધા વિના એમનું કામમાં મન જ નથી લાગતું..."

લક્ષ્મી એ નજર પણ ન મિલાવી અને ન કોઈ વળતો જવાબ આપ્યો. અંશનો હાથ પકડીને એ બસ પોતાના ઘરે જવા નીકળી ગઈ અને કરીના પગ પર પગ ચડાવીને હસતી રહી.

ક્રમશઃ