Gumraah - 60 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 60

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ 60

ગતાંકથી...

એ વાત તમને કહેવાનો મેં નિર્ણય કર્યો છે .તે બદમાશે મને કહેલું કે : " સર આકાશ ખુરાના અમારી ટોળીના સરદાર હતા. તું તેમની પુત્રી છે અમારી પાસે સર આકાશ ખુરાના નાં ભયંકર કાવતરાં ના કેટલાંક એવાં કાગળિયાં છે કે જે અમે 'લોકસતા'ના ન્યુઝ પેપરમાં છપાવીશું તો જે કીર્તિ આકાશ ખુરાનાએ મેળવી છે તેના પર પાણી ફરી વળશે, સમાજ તેમને હંમેશા ગાળો દેશે અને એવા બદમાશ ની તું પુત્રી હોવાથી કોઈ જ તારા તરફ જોશે નહિં , સમાજ તને જીવવા નહિ દે માટે ચૂપચાપ બેસી રહેજે અને કશું દોઢ ડહાપણ પણ કરતી નહિ. તેમ જ પોલીસને કંઈ ખબર આપવા પ્રયત્ન કરતી નહિ જો તેવો પ્રયત્ન કરીશ તો તારું મૃત્યુ આકાશ ખુરાનાની માફક જ રહસ્યમય રીતે થઈ જશે."

હવે આગળ...

શાલીનીએ કહેલી આ ખાનગી વાતથી પૃથ્વી આશ્ચર્ય સાથે વિચારોમાં ગરકાવ થઈ ગયો. તે ગણગણ્યો : "એ.. નહિ નહિ.. એમ કદી હોય જ નહિ .સર આકાશખુરાનાની કીર્તિ પર કાળો ડાઘ લગાવાની આ બદમાશોની ખોટી ચાલ જ હશે."

શાલીની બોલી : " ઈશ્વર કરેને તમારું કેહેવું સાચું હોય; પણ હજી સુધી એ બાબતમાં સત્ય શું ને અસત્ય શું તેની સાબિતી શકાય નથી."

સત્ય આખરે ખુલી ને જ રહેશે એમાં શંકા ને સ્થાન નથી." પૃથ્વી એ કહ્યું: "હવે તમારી વિતક આગળ ચલાવો."

"બદમાશે મને આ 'ખાનગી વાત 'તમે ભોંયરામાં ગયા તે પહેલાં કહી હતી." સાલીનીએ કહ્યું : "અને એ સર આકાશખુરાનાના કુટુંબની બદનામી ની વાત હોવાથી તમને મેં કહી નહોતી, રોહન ખુરાના તરીકે જાહેર થવાનું તેણે જ્યારે દબાણ કર્યું ત્યારે એ વાતમાં તેણે થોડુંક ઉમેરણ કર્યું અને મને કહ્યું : "તારા પપ્પા આકાશ ખુરાના ની વધુ બદનામીની તને ખબર નથી. જે 'ભેદી ચક્કર' તારા પર આવ્યું હતું તે બનાવનાર તારો કહેવાતો બાપ સાયન્ટીસ્ટ આકાશપુરા ના જ હતો."

પૃથ્વીથી એકદમ જ આ વખતે બોલી જવાયું : "શું 'ભેદી ચક્કરો 'બનાવનાર સર આકાશ ખુરાના !! ના ન હોઈ શકે."

શાલીની રોવા જેવી થઈ ગઈ અને તે ગળગળા અવાજે બોલી : "એ સત્ય હોય કે અસત્ય; પણ મને તો એ ખબરથી એ બદમાશે તદ્દન ચૂપ કરી દીધી. તેને મને ખબર આપી કે હજી આકાશ ખુરાના ના બનાવેલા જથ્થાબંધ ચક્કરો અમારા કબજામાં છે અને જેટજેટલાં માણસો અમારા માર્ગમાં વચ્ચે આવશે તે તમામ એ ચક્કરો વડે જ સાફ થઈ જશે! તું એકવાર તો એનાથી બચી ગઈ છે પણ યાદ રાખજે જો તું મારી ઈચ્છાને તાબે નહિ થાય ત્યાં સુધી હરેક ક્ષણે એ ચકરડું તારા માથા પર ભમતું રહેશે અને કોઈ પણ ક્ષણે તારો જીવ તેના વડે જશે. પૃથ્વી આ ધમકી અને આ વાતો પછી મારી સ્થિતિ કેવી થઈ ગઈ હશે તેનો ખ્યાલ તમે કરી શકશો. ટૂંકમાં એ કહેવું બસ થઈ પડશે કે બદમાશની ઈચ્છા ને એ કારણે જ હું તાબે થઈ. બીજે દિવસે બાર વાગ્યે મેં વકીલ સાહેબને ફરીથી બોલાવ્યા અને રોહન ખુરાના તરીકે તે બદમાશને ઓળખાવ્યો-"

"કેવી ભયંકર સંકડામણ ! પૃથ્વી બોલી ઊઠ્યો :"મિસ.શાલીની! એ પછી તમે વાલકેશ્વર ને બંગલે રહેવા ગયાં?"

"હા, એક રાત હું ત્યાં સૂતી. પણ પ્રાતઃકાળના પાંચ વાગે એક નવી મુશ્કેલી આવી-"

"બદમાશ પ્રાત:કાળના ચારને પાંચ વચ્ચેનો જ સમય પસંદ કરતો રહે છે ! કેવું વિચિત્ર !"પૃથ્વી ગણગણ્યો.
હું બંગલામાં સૂતી હતી તે વખતે મને જગાડવામાં આવી. મેં જોયું તો તે બદમાશ મારી સામે ઊભેલો હતો. તેણે કહ્યું : "શાલીની! તું સર આકાશ ખુરાનાની ખૂની છે !"

પૃથ્વી ડોળા ફાડીને શાલીની સામે જોઈ રહ્યો.

શાલીનીએ કહ્યું :" મારી પાસે સાબિતીઓ છે. સર આકાશ ખુરાનાની ખાનગી ડાયરી મને મળી આવી છે, જેમાં તેમનું ખૂન કરવાની તજવીજ કરતી હોવાનું લખેલું છે. તેણે ડાયરી પોતાના ખિસ્સામાંથી કાઢી તેમાંનું લખાણ મને વંચાવ્યુ. પૃથ્વી ! એ આકાશખુરાના ના હાથે જ લખાયેલું લખાણ હતું. વીલ મારા નામ ઉપરથી રદ્ કરીને રોહન ખુરાનાના નામે કવરમાં ગોઠવેલું હતું-"

"એ ડાયરી મને પણ બતાવવામાં આવી છે." પૃથ્વી એ કહ્યું.
એ વાત તમને બચાવનાર ભૈયાએ મને કહી છે, કારણ કે તમને ડરાવી ધમકાવી દેવાય ત્યારે બદમાશો ભેગો તે પણ હતો." શાલીનીએ કહ્યું.

"શું કહો છો ! મિસ. શાલીની ! હવે કૃપા કરીને તમારી વાત પૂરી કરો. તમારી આફતોને બદલે તમારા બચાવની વાત જાણવા હું તલસી રહ્યો છું."
થોડી નિરાંત રાખો એ વાત પણ થોડીવારમાં આવશે." શાલીનીએ કહ્યું : "મને ડાયરીમાંનું લખાણ બતાવીને બદમાશ બોલ્યો : "તું એક લેડી છે અને મરનાર હવે સ્વગેૅથી પાછા આવે તેમ નથી, તેમ જ આ લખાણથી તારી પાસે એક કોડી પણ રહી શકે તેમ નથી એટલે હું તને જવા દઉં છું. વાઘ ના મોંમાંથી દાંત કાઢી લીધા પછી અમને તેનો ભય નથી. તને ફાવે ત્યાં ચાલી જા. મારે તેમ
કર્યા વિના છૂટકો નહોતો. હું તરત જ તે બંગલામાંથી સાડા પાંચ વાગ્યાના આસપાસ બહાર નીકળી .પૃથ્વી! તમને હું એક વાતનું સ્મરણ કરાવું છું. મને ઘાટકોપર ના બંગલામાં તમે બચાવી તે બાદ મેં તમને કહ્યું હતું કે 'હું મારી ભૂલ સુધારીશ.' મેં અમુક નિશ્ચય કર્યો છે ."

"હા. એ શબ્દો મને યાદ છે." પૃથ્વી એ કહ્યું.

મેં સર આકાશ ખુરાનાની મિલકત ધર્માદામાં આપી દેવા અને ત્યારબાદ મારું જીવન 'સેવા સદન' આશ્રમમાં કે એકાદ સ્ત્રી હિતકારી સંસ્થામાં જોડાય સેવામાં વિતાવવાનો નિર્ણય કર્યો હતો.

બધા મને લાચારા હાલતમાં કાઢી મુકી એટલે મેં 'સેવાસદન'માં જેવા પગલાં લંબાવ્યા. હું વાલકેશ્વર નો બંગલો છોડીને જરાક બહાર નીકળી કે તરત જ થોડી દુર ઊભેલી એક કારમાંથી કાળા કપડાંવાળા છ સાત ની સંખ્યામાં બહાર આવ્યા અને મારે મોઢે ડૂચો દઈ મને કારમાં નાખી તેઓએ કાર હંકારી દીધી-"

પૃથ્વી હાથ મસળવા લાગ્યો; હોઠ કરડવા લાગ્યો પગ પછાડવા લાગ્યો અને ગણગણ્યો : "દુષ્ટ બદમાશ! હું છોડીશ નહિ !-"

" નકામો ક્રોધ ન કરશો, પ્રિય મિત્ર! " શાલીની બોલી: " એ બદમાશો મને ઘાટકોપર ને બંગલે લઈ ગયા અને ત્યાં મને બંધ બારીબારણાંવાળા એક રૂમમાં પૂરી એક લખાણ મારા સામે ધરી તેઓએ મને કહ્યું કે :આ લખાણ મુજબ મિલકતની ફારગતી લખી આપી, 'તું રાજી ખુશીથી ચાલી ગઈ છે' એમ લખી આપ."

"આકાશ ખુરાના ની ખાનગી ડાયરી નું લખાણ જુઠ્ઠુ હતું તેમ આ ઉપરથી પુરવાર થાય છે." પૃથ્વી એ કહ્યું : " જો તે સાચું હોત તો મિલકતની ફારગતી તમારી પાસેથી લખાવી લેવડાવત નહિ. તેમજ તમને ફરીથી પકડવામાં આવત નહિ."

"તે ચાહે તેમ હો." શાલીનીએ કહ્યું : " પણ ચારે બાજુ રિવોલ્વરો સાથે તેઓ ઊભા રહેલા એ કાળાં કપડાંવાળાઓની શયતાની જાળમાં સપડાયેલી આ અબળાથી એ સમયે કંઈ પણ
આનાકાની થઈ શકી નહિ. મેં તેઓને તેને કહ્યું તે મુજબ લખી આપ્યું. તે બાદ તેઓનો વડો કે જે રોહન ખુરાના તરીકે જાહેર થયો છે તે ત્યાં આવી પહોંચ્યો. તેના સાથીઓએ મારી ફારગતીની ચિઠ્ઠી તેને વંચાવી તે ખુશ થઈ ગયો અને ખૂબ નીચો નમી મને સલામ કરતો બોલ્યો: વાહ!વાહ! તે તો આજે મને ઘણો જ ખુશ કર્યો છે , આ સ્થળે આ બંધ હાલતમાં હવે તને કશી જ સતામણી નહિ કરવાની હું ખાતરી આપું છું." તે તેના સાથીદારો સાથે એ પછી ત્યાંથી જતો રહ્યો . લગભગ પોણો કલાક સુધી એ એકાંત સ્થાનમાં હું ખૂબ જ રડી-"

" અરેરે!"પૃથ્વી ગુસ્સાથી બોલ્યો: "એ સમયે તમારો બચાવ કરવાની તક મને કેમ ન મળી?"

શાલીની કેવી રીતે બચી હશે???
જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ...