Gumraah - 58 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 58

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 58

ગતાંકથી...

"હું 'લોક સેવક' ન્યૂઝ પેપર નો પ્રતિનિધિ છું."

"એમ ?તમારા ન્યુઝ પેપર નો માલિક પૃથ્વી કરીને કોઈ છે કે?"
તે હું જ છું ,ડોક્ટર સાહેબ. મેં એકરારમાં મારુ. મારા ન્યુઝ પેપરનું અને બીજા નામો મેં સાંભળ્યા છે-"
"ત્યારે તો આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે."ડૉક્ટરે કહ્યું.

હવે આગળ...

"ત્યારે આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે." એમ કહીને ડોક્ટરે પૃથ્વીના હાથમાં તે 'પેડ' મૂકી. પૃથ્વીએ લખાણ વાંચવા માંડ્યું: 'હું કેકાનાથ રાયચુરા , વકીલ : પ્રતિજ્ઞા પૂર્વક આ ઉપરથી લખાવું છું કે : પોલીસ અધિકારીઓએ નીચેની બાબતો ધ્યાનમાં લેવી: 'લોકસેવક'ના હેડ પ્રિન્ટર હરેશને ઉઠાવી જનાર લાલચરણ છે. તેને સાન્તાક્રુઝના કુવામાં રાખવામાં આવેલો. ધોડું નામના એક બદમાશ ઘાટીને તેનું ખૂન કરવાનું કામ સોંપાયેલું .એ ધોડુંને તે બદલ રૂપિયા દસલાખની રકમ આપવાની એવું નક્કી કરવામાં આવેલું. તેમાંથી અડધા અગાઉથી આપ્યા હતા. ધોડુંએ આખી રકમની માંગણી કરેલી અને તે ન મળે ત્યાં સુધી ખૂન કરવું મોકુફ રાખેલું.આ વાત હું જાણતો હતો, તેથી જ્યારે ડોક્ટરએ મને નેકી અને સત્કર્મ ની બધી ની વાત સમજાવી ત્યારે મેં 'લોક સેવક'ના રિપોર્ટરને બોલાવીને સાંતાક્રુઝના કુવામાં હરેશને રાખેલા છે;એ ખબર આપી. તે રિપોર્ટર ગયો ને બે મિનિટ બાદ લાલચરણ મારી પાસે આવેલો . તેણે રિપોર્ટરને મારી ચાલીમાંથી નીકળતો જોયો હતો તેથી મને તેણે ખૂબ દબડાવ્યો અને પોલીસને સોંપી દેવા ધમકીઓ આપી. હું માંદો માણસ શું કરું ?એ કબુલ કર્યું કે, મેં તેને ખબર આપેલી છે. તેણે જવાબ દીધો : 'મને વહેમ હતો જ કે તું દગો દેશો એટલે તમારા નામથી બનાવટી ચિઠ્ઠી ધોડું પર લખીને મેં હરેશને ક્યારનોયે બીજી જગ્યાએ દૂર કરાવેલો છે. પણ હવે ત્યાં જઈ પહોંચીશ.હું ધોડું ને તેની પૂરેપૂરી રકમ આપી તેનું ખૂન કરાવીશ .પણ તમે તે આ દગો કર્યો તો હવે આખી રકમ પાંચ લાખ એ બદલ તમે આપશો.'
મેં ના પાડી. તે મારા પૈસા રાખવાની જગ્યાથી વાકેફ હતો. મને માંદા માણસ ને તેણે દોરડા થઈ બાંધ્યો અને તે પછી મારા પાંચ લાખ રૂપિયા પરાણે લઈને તેણે મને ધમકી આપી: હવેથી હું કોઈ પણ પળે તમારી પાસે આવી ઉભો રહીશ અને જો કોઈ જ પ્રકારની ચાલાકી કરી કે દગો રમ્યા છો એમ માલુમ પડશે તો જાનથી મારી નાખીશ ."આ ભયંકર ધમકી આપીને તે ચાલ્યો ગયેલો. તે વારંવાર ગમે ત્યારે આવતો જ હતો. અત્યારે પણ તે તે જ રીતે આવેલો. મારી છેલ્લી ઘડીઓ ગણાઇ રહેલી હોવાથી અંત સમયે હું આ એકરાર કરું છું કે હરેશનું ખૂન થયું હોય તો તે માટે લાલચરણ જ જવાબદાર છે.

હું વધુ એક એકરાર કરું છું કે પૃથ્વીની તમામ મિલકત ઓહિયો કરી જનારને તેને દગો -ફટકો આપનાર પણ લાલચરણ જ છે .તેના મદદગાર વકીલ તરીકે મને તેણે ઘણી સારી રકમની લાંચ આપી હતી. પૈસા ની લાલચમાં મેં તેને મદદ કરવાનું મૂર્ખ પગલું ભર્યું હતું, કદાચ એટલે જ ઈશ્વરે મને આ સજા આપી છે."
આ એકરારની વિગત જાણીને પૃથ્વીએ ડોક્ટરને કહ્યું : "આ એકરાર પોલીસખાતાને ઘણો જ ઉપયોગી થઇ પડશે -ખાસ કરીને ઇન્સ્પેક્ટર ખાનને કે જે અત્યારે એક જુદી જ જગ્યાએ આ જ બદમાશોની ટોળીની તપાસમાં ગુંથાયેલા છે. ડોક્ટર સાહેબ, હવે આપને જે કરવાનું છે તે એ જ કે કોઈ પણ ભોગે પોલીસખાતાને એકરાર તરત જ પહોંચાડવો."

" બેશક." ડોક્ટરે કહ્યું: હું તેમ જ કરુ છું. આ મૃત્યુ સાધારણ સંજોગોનું નહિ હોવાથી પોલીસ તો બોલાવી જ પડશે; એટલે છે પોલીસ-અધિકારી અહીં આવશે તેમને હસ્તક હું આ એકરાર અને ઝેરી ચકકર સોંપી દઈશ."

"ઘણો સારો વિચાર છે." એમ કહી પૃથ્વીએ પોતાના ઘડિયાળમાં જોયું, પોણા નવ વાગ્યા હતા. તેણે પોતાનું કાર્ડ ડૉક્ટરને આપીને કહ્યું :" સાહેબ, મારે નવ વાગે જરૂરી કામે જવાનું હોવાથી હું રજા લઉં છું. મારી જરૂર પડે તો મને તરત જ જાણ કરજો, હું તરત જ હાજર થઈ જઈશ."

તે ત્યાંથી પોતાની ઓફિસે જવા નીકળ્યો. ટેક્સી પકડી તે તેમાં ગોઠવાયો અને ડૉક્ટર ફોનથી પોલીસ અધિકારીને ખબર આપીને વકીલ રાયચૂરાના મરણ પછીની વ્યવસ્થામાં રોકાયા. .પૃથ્વી પોતાની ઓફિસ સુધી પહોંચતામાં ફક્ત ત્રણ નામ તે પોતાના મનમાં ને મનમાં ગણગણતો રહ્યો. સિક્કાવાળો , રોહન ખુરાના અને લાલચરણ.

લગભગ નવ વાગ્યે તે પોતાની ઓફિસે આવી પહોંચ્યો અને બુટ પોલીસવાળાને મળવાની રાહ જોવા ઓફિસના આગલા ભાગમાં બેસી રહ્યો
બરાબર નવ ના ટકોરા પડ્યા કે બુટ પોલીસવાળાએ દેખાડો દીધો.

સાહેબજી, શેઠ!" તેણે કહ્યું.

પૃથ્વી એ જોયું કે તે એવો જ હસતો, ખુશ્મીજાજી અને રમતિયાળ હતો કે જેવો તેણે તેણે ઘાટકોપરમાં જોયો હતો.

"અરે! આવ, આવ દોસ્ત, તું તો બરોબર સમયસર આવ્યો." પૃથ્વી એ કહ્યું.

"અમે બુટ -પોલીસવાળાઓ બધું જાણતા હોઈએ એટલે અણીનો વખત ન ચૂકીએ."

"એમ?" પૃથ્વીએ પૂછ્યું અને પછી અમુક હેતુથી તેણે તેને અમુક પ્રકારના પ્રશ્નો પૂછવા શરૂ કર્યા :
"દોસ્ત, તું કહે છે કે તું બધું જાણે છે. કહે જોઈએ, તમારા ઘાટકોપર વાળા શેઠ રોહન ખુરાના ક્યાં ગયા છે?"

"કહુ શેઠ ! ખોટું ન લગાડશો .તમે એક છોકરી સાથે જે ટ્રેનમાં ભાગી ગયા તે જ ટ્રેનમાં તેઓ તમારી પાછળ ગયા છે."

આ એક એનો આબાદ ઉડાવ જવાબ હતો કે જે એક સાધારણ બૂટ -પોલીસવાળો કદી આપી શકે નહિ .પૃથ્વીની શંકા દ્રઢ થઈ. આ છોકરાના જવાબ અર્થયુક્ત છે ,બુદ્ધિ યુક્ત છે. તેથી તે ચોક્કસ મિસ.શાલીની જ છે.

"છોકરા ,તું ક્યાં સુધી ભણ્યો છે?" પૃથ્વી એ પૂછ્યું.

"ગ્રેજ્યુએટ સુધી શેઠ."
"અને છતાં આ ધંધો કરે છે?"

"સ્વતંત્રતા છે તેમાં! કોઈની ગુલામગીરી નહિ. કોઈનું કાંઈ ઉધાર નહિ .બસ; ફાવે તેટલાં બૂટ ઘસીએ ને પૈસા આવે તે ખિસ્સામાં મેલીએ !"

"તું ખૂબ ચાલાક લાગે છે!"

"આજનો ?સોળ વર્ષથી તેઓ જ છું, મહેરબાન."
"પણ દોસ્ત, એક ગંભીર વાત કહીને તું મશ્કરી કરે છે ઠીક નહિ. સાચું કહે રોહન ખુરાના ક્યાં છે ?"
"શેઠ ,વિચાર તો કરો કે, વહેલી સવારના ચાર વાગે તમને જે માણસ કારમાં લાવે, તે કદી આગલી રાતે ઊપડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં દૂર દેશાવર ગયો હોય ખરું કે?"

"બરાબર ત્યારે તો તેઓ અહીં જ હશે અને છાપામાં ખોટું લખાણ પ્રગટ કર્યું છે, અને મિસ શાલીની?"
"એક જ શરતે એમના સંબંધમાં હું તમને તમામ સાચી હકીકત કહું.*

"કઈ શરત?"

"તમારા ન્યુઝ પેપર માં છાપવી નહિ."

"ઓહહહ! પૃથ્વી બોલી ઉઠ્યો : "અમો ન્યૂઝ પેપરવાળાઓ ઉપર પ્રજા તરફથી પણ 144 મી કલમ જ્યાં ને ત્યાં લાગુ પાડવામાં આવે છે !જેટલા મને મળ્યા તે એટલા બધાએ 'છાપશો' ન' છાપશો' કહે છે! ત્યારે શું છાપા અમારે કોરા રાખવા?"
શેઠ શું કરવા અકળાઓ છો? આ શરત પાળવી કે કેમ તે હું તમારી ઈચ્છા પર છોડું છું."

"ઇન્સ્પેક્ટર ખાને કહેલા જ શબ્દો !"પૃથ્વી સ્વગત બબડ્યો.
બુટ -પોલીસવાળાએ પૂછ્યું :"મારા એક પ્રશ્નનો જવાબ આપો. તમે મિસ શાલીની વિશે શા માટે પૂછપરછ કરો છો?"

કેવળ એક નિર્દોષ હેતુથી કે તેને મેં એક સીધી, સાદી અને ભલી લેડી તરીકે ઓળખી છે." પૃથ્વી એ જવાબ દીધો." એક વાર તે રાજી ખુશીથી મિલકત છોડી ગઈ એમ મેં જાણ્યું અને બીજી વાર તેનો ખૂનમાં હાથ છે,એમ મેં વાંચ્યું.મારું દિલ એની સહી સલામતી માટે બળે છે અને તેથી જ તેની હાલત હું જાણવા માગું છું."

શું બુટ -પોલીસવાળો મિસ. શાલીની વિશે ખબર આપી શકશે?
શું પૃથ્વીના પ્રશ્નોના જવાબ તેમને મળી રહેશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ.....
ક્રમશઃ..........