love message in Gujarati Love Stories by Dave Rup books and stories PDF | પ્રેમ સંદેશ

Featured Books
Categories
Share

પ્રેમ સંદેશ






આ વાતૉની શરૂઆત બે અજાણ્યા લોકોની દોસ્તીથી થાય છે.




સોનાલી નામની એક છોકરી તેની થોડી સખીઓ સાથે જમ્મુ કાશ્મીરના એક ખૂબસુરત હિલ સ્ટેશન પટનીટૉપ ફરવા જાય છે.પટનીટૉપ વિશે એવું કહેવાય છે કે, "જેની પત્ની ટૉપની હોય તે જાય પટનીટૉપ."આવી એના પરની હાસ્ય કહેવત છે.

અહીં તે અને તેની સખીઓ ટ્રેકિગ કરે છે અને અચાનક સોનાલી પોતાની મોજમાં ચાલતા ચાલતા પથ્થર આવતા પડવા જાય છે, ત્યાં કોઈ તેનો હાથ પકડી તેને બચાવી લે છે તે જયારે તેને બચાવનારની સામે જૂએ છે તો એક ખૂબ હૅન્ડસમ છોકરો હોય છે સોનાલી તેનો આભાર માની ત્યાંથી ચાલી જાય છે.

બીજે દિવસે સવારે તે ફરી તે જ છોકરાને મળે છે. તેને જોઈ તે છોકરો કહે છે,

"હેલો,તમારું નામ શું છે?"

સોનાલી તેને પોતાનું નામ કહે છે અને તે છોકરો પણ તેને પોતાનું નામ રાજ છે એવું કહે છે.બંને વચ્ચે મિત્રતા બંધાય છે.પછી તે‌ બંને એકબીજાને પોતાના વિશે,તેના પરિવાર વિશે ‌ઘણી વાતચીત કરે છે.આટલી બધી વાતો કરીને બંનેની દોસ્તી થઈ જાય છે અને જોતજોતામાં તો બે અજાણી વ્યક્તિ બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે તે કંઈ કહયા વગર પણ એકબીજાની બધી વાત સમજી જાય છે. તેવી ગાઢ મિત્રતા બની જાય છે.

એક સાંજે રાજ ને સોનાલી બંને વાત કરે છે કે,હવે આ ટૂર કાલે ખતમ થઈ જશે‌ અને બંને આ વાતથી દુખી થઇ જાય છે. થોડી વાર બંને ચૂપ રહે છે પછી એકસાથે બોલે છે મેં તારા માટે કંઈક લખ્યું છે પછી રાજ કહે છે તું પહેલાં કહી દે,પછી સોનાલી એક કવિતા સંભળાવે છે,

" પ્રકૃતિ વચ્ચે
બંધાય તારી-મારી
સાચી મિત્રતા."

આ સાંભળી રાજ બહુ ખુશ થઈ જાય છે અને પછી તે પોતાની કવિતા સંભળાવે છે,


"તું સાચી દોસ્ત છે મારી.
તું બહુ ખાસ છે મારી.
તું છે મારી ગહેરી પ્રિત,
ને તું જીવનરીત છે મારી."

આ સાંભળી સોનાલી ને બહુ આશ્રયૅ થાય છે તે રાજને પૂછે છે આ બધું શું છે ? રાજ કહે છે મેં તને‌ પ્રપોઝ કર્યુ. સોનાલી કોઈપણ જવાબ આપ્યા વિના દુખી થઈ ચાલી જાય છે.

સોનાલી પૂરી રાત રડે છે અને સવારે જતી વખતે રાજ તેને મળવા આવે છે ત્યારે સોનાલી રાજને સમજાવતા કહે છે કે મેં તને ફકત બેસ્ટ ફેન્ડ માન્યો છે તું મારો સાચો મિત્ર છે એટલે તને કહું છું કે પ્રેમ હંમેશા આત્માથી કરાય છે દેહથી કે કોઈની સારી વાતોથી નહિ.

કોઈને પ્રેમ કરવો ખરાબ નથી પણ એવું માનવું કે તે પણ‌ આપણને પ્રેમ કરે તે ખરાબ છે મારા માટે તો પ્રભુ પ્રેમ સૌથી સાચો ને સારો છે જયારે હું તેની વાણી સાંભળું ને ભગવતગીતા રૂપે ત્યારે મારી આંખ સદા ભાવથી રડે છે તે જ સાચો પ્રેમ છે આમ પણ મેં કયાંક સાંભળ્યું છે કે રાધા ને કૃષ્ણ દેહથી અલગ હતા પણ આત્માથી એક હતા.

આ સાંભળી રાજ કહે છે તું સાચું કહે છે સોનાલી.તારી ‌વાત સાંભળી મારા દિલમાં તારું માન ખૂબ વધી ગયું.તે આજે મને પ્રેમનું મહત્વ સમજાવી દીધું છે તારી વાત તે કેટલી સરળ રીતે અને ભગવતગીતા દ્વારા સમજાવી છે તું ખરેખર ખૂબ જ સારી છે તારા દિલમાં જે હોય તે જ તારા મોં પર પણ હોય છે એટલે મને થયું કે મને તારા થી પ્રેમ થઈ ગયો છે એવું લાગ્યું અને પછી બંને અલગ પડે છે.




"Rup"