Marriage Love - 8 in Gujarati Short Stories by Dt. Alka Thakkar books and stories PDF | મેરેજ લવ - ભાગ 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મેરેજ લવ - ભાગ 8

( આગળના ભાગમાં આપણે જોયું કે અયાન અને તેનો પૂરો પરિવાર ઝીંગા ગેમ રમે છે. આર્યા તેમાં હારી જાય છે અને તેને ગીત ગાવાની પનિશમેન્ટ મળે છે અયાન આર્યા નું ગીત , તેનો મધુર કંઠ સાંભળી તેના અવાજ નો દિવાનો બની જાય છે હવે આગળ )

ગેમ આગળ ચાલે છે. અયાન નો વારો આવે છે. અયાન બિલ્ડીંગ માંથી બ્લોક કાઢતો હતો પણ તેની નજર આર્યા પર હતી અચાનક તેનાથી બ્લોકસ પડી જાય છે. હેએ એ એ એ...... આરવ અને આરસી તાળીઓ પાડી કૂદવા લાગે છે વાઉ મજા પડી , ચલો માય બિગ બ્રો પનીસમેન્ટ માટે રેડી થઈ જાવ...

અરે પણ મારું ધ્યાન ચૂકી ગયું હતું એટલે હાથ અડી ગયો એમાં હું હાર્યો ન કહેવાઉ

હા તો ગેમમાં ધ્યાન રાખવાની જ તો વાત હોય છે ને તમારે ધ્યાન રાખવું જોઈતું હતું, આડાઅવળા ડાફેડા ના મારીએ કેમ ભાઈ ? આરસીએ આરવ સાથે તાલી લીધી.
લુક બ્રો હવે પનીસમેન્ટ તો તમને મળવાની જ છે બહાના કાઢે નહીં ચાલે આરવ પણ ટાપસી પુરાવતા બોલ્યો.

ઠીક છે ચલો શું પનીસમેન્ટ છે ? બોલો..

વધારે કંઈ નહીં ભાઈ તમારા માટે પણ ઇઝી પનિશમેન્ટ અને એમાં પણ તમને મજા આવે એવી - તમારા જ ફાયદાની પનીશમેન્ટ , તમારે આર્યા ભાભી ને પ્રપોઝ કરવાનું છે, આરવ

અયાન ગુસ્સામાં આરવાનો કાન ખેંચતા બોલ્યો દોઢા ઉભો રહે તુ બહુ વધારે ડહાપણ કરે છે મને આ સજા મંજૂર નથી. આ રમત છે એમાં તારા ડાપણ વેડા ના ઉમેરીશ.

ઓહ યસ ભૈયા યુ આર રાઈટ આ રમત છે અને એટલે જ એમાં બધું જ ચાલે, કુલ ડાઉન ભૈયા લેટ્સ હેવ ફન કમ ઓન આરસી એ આરવ નો પક્ષ લેતા કહ્યું.

ઓકે ચલો લેટ્સ હેવ ફન પણ મને
બીજી કોઈ પનિશમેન્ટ. આપો ઠીક છે !
ઓકે ચલો તમારે જે કરવું હોય એ કરી શકો છો ગેમની મજા મરી ગઈ.
(આર્યાને ખબર હતી કે અયાન આવી વાત માટે ક્યારેય તૈયાર ન થાય અયાન આર્યાને પ્રપોઝ કરે એ પણ બધાની વચ્ચે ઇટ્સ impossible છતાં આર્યાં ને લાગી આવ્યું,)
ચલો હું હવે રૂમમાં જાઉં છું મને ઊંઘ આવે છે કહેતા કોઈ એના આંખની નમી જોઈ ન જાય એવી રીતે આર્યા ત્યાંથી નીકળી ગઈ.

આર્યા ની ઉદાસી અને આંખની નમી આરવ અને આરસી થી છાની ન રહી બંનેને થયું કે કાશ ! અયાનને આવી પનિશમેન્ટ ના આપી હોત તો આર્યા ભાભી આવી રીતે ઉદાસ ન થઈ જાત.

આર્ય ના ગયા પછી બધા થોડીવાર બેઠા થોડીવાર વાતો કરી બધા સુવા માટે પોતપોતાના રૂમમાં ગયા. અયાન રૂમમાં આવ્યો ત્યારે આર્યા સુઈ ગઈ હતી.
અયાન ની નજર આર્યા પર પડી. લાઈટ પિંક કલરના નાઈટ ડ્રેસમાં આર્યા ખૂબ જ સુંદર લાગતી હતી. એના વાળની લટ ઘડી ઘડી ઉડીને મોં પર આવતી હતી, અયાને ધીમે રહીને વાળની લટ ને સરખી કરી જેથી આર્યાની ઊંઘ ના બગડે. આજે પહેલી વાર અયાને આર્યાને ધ્યાનથી જોઈ. કેટલી સુંદર લાગે છે, ગુલાબી હોઠ હોઠ ઉપર સાઈડમાં કાળો તલ એના મુખની સુંદરતામાં વધારો કરતા હતા. માસુમિયત થી ભરેલ ચહેરો સપનામાં સરી પડેલ બંધ આંખો - એ આંખોમાં ન જાણે કેટ કેટલા સપના હતા જેને પોતે ડગલેને પગલે તોડતો હતો અને છતાં આર્યા ક્યારેય તેની સાથે ઝઘડો ન કરતી , પોતાના ગુસ્સાને પણ હસી મજાકમાં લઈ લેતી. મારું દરેક કાર્ય દિલથી કરે છે, મારી કેટલી કાળજી રાખે છે અને બદલામાં શું ઈચ્છે છે ? ફક્ત મારો પ્રેમ. અને આમ જોવા જાવ તો આમાં આર્યાનો વાંક પણ શું છે માત્ર એટલો જ ને કે એણે મને પ્રેમ કર્યો...

આર્યા પડખું ફરી એટલે અયાન નો હાથ તેની પાસે હતો તેના પર આર્યાનો હાથ આવ્યો તે ઊંઘમાં અયાન નો હાથ પકડી ને સુઈ ગઈ

અયાન તંદ્રા માંથી જાગ્યો હોય એમ હાલ બલી ગયો. અરે મને થયું છે શું ? કેમ આવા વિચાર આવે છે ? કેમ આર્યાના દુઃખની મને ચિંતા થવા લાગી ? ક્યાંક આ પ્રેમનો અહેસાસ તો નથી ? શું મને આર્યા સાથે પ્રેમ થવા લાગ્યો છે ? આવા અહેસાસને જ પ્રેમ કહેતા હશે ? અયાન પોતાના મનને જ ઠપકો આપવા લાગ્યો. શું તું પણ અયાન!

શું આર્યાની લાગણીઓ અયાનના દિલમાં પ્રેમના સ્પંદનો જગાવી રહી છે ? જાણો નેક્સ્ટ પાર્ટમાં....