Balidan Prem nu - 33 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 33

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 33

અનુરાગ ના માથા ઉપર રોની એ ગન ટેકવી દીધી .. અનુરાગ ને પરસેવો વળી ગયો.

રોની.. રોની.. રોની.. મારી વાત સાંભળ.. અનુરાગ રિકવેસ્ટ કરતો હતો.

આ તરફ નેહા એ મલય પાસે થી એનો ફોન માંગ્યો અને એક વ્યક્તિ ને કોલ લગાવ્યો. મલય રાજ અને સોનિયા ત્રણેય એના સામે આશ્ચર્ય થી જોઈ રહ્યા.

હેલો, સામે છેડે થી અવાજ આવ્યો.

હેલો, જયશ્રી કૃષ્ણ.. તમે જોઈ રહ્યા છો ને? નેહા એ પૂછ્યુ.

હા હુ અહીં જ છુ. જોઈ રહી છુ એ ગુનેગાર ને.. જેને આપણી ઝીંદગી બરબાદ કરી નાખી છે. સામે કછેડે થી વ્યક્તિ બોલ્યું.

હમ્મ.. બસ હવે ફક્ત થોડો સમય.. એ સચ્ચાઈ કાબુલ કરે એટલી જ વાર છે. નેહા બોલી.

હા મારી દીકરી, ... તુ ના હોત તો ખબર નહિ શુ થાત મારુ? સામે છેડે થી વ્યક્તિ એ કહ્યું અને પોતાના આંસુ લુછ્યા.

હવે વારો રડવાનો આપણો નહિ, એ હ### નો છે. બસ હવે તમે ચિંતા છોડી દો. ફક્ત તમે તૈયાર થઇ જાઓ એને મારવા માટે. નેહા બોલી.

હમ્મ.. સામે વ્યક્તિ એ ફોન કટ કરી દીધો.

નેહા એ ફોન કટ કરી ને સામે જોયું તો મલય, રાજ અને સોનિયા એને જ જોઈ રહ્યા હતા.

બસ થોડો સમય, તમને ખબર પડી જશે કે સામે કોણ છે એ... એ વ્યક્તિ પણ આજ ફાર્મહાઉસ માં છે. નેહા બોલી.

કોણ? મલય એ પૂછ્યુ.

જેની ઉપર સૌ થી વધારે અત્યાચાર કર્યા છે આ હ### વકીલ એ.... નેહા બોલી અને એ છુપાઈ ને જોવા લાગી જ્યાં થી વકીલ અને રોની દેખાતા હતા. મલય, રાજ અને સોનિયા પણ એની પાછળ પાછળ જોવા લાગ્યા.

રોની ને રિકવેસ્ટ કરતા કરતા અચાનક વકીલ એ પોતાની ગન કાઢી અને હસવા લાગ્યો.. રોની.. રોની નહિ.. રોનીયો.. એક મવાલી, ગુંડો,.. જેને મેં કામ ઉપર રાખેલો... સાલા ટ્રક ચલાવતો હતો ને તું?

એક વખત ભૂલ માં એક એક્સીડંટ કરી ને કેસ માં ફસાયેલો ત્યારે મેં તને બહાર કાઢ્યો હતો. ત્યાર થી તુ મારા માટે કામ કરતો હતો. લોકો ને મરાવવા, એક્સીડંટ કરાવવા, કે હોસ્પિટલ માં બીમાર કરાવી ને એને મારી નાખવા... આ બધા કાળા કામ મેં તારા જોડે જ કરાવ્યા હતા.

પણ એક દિવસ પેલી અનિકા સિંઘાનિયા ના ચક્કર માં... એ અનિકા ના ચક્કર માં એના પતિ ને મરાવવો પડ્યો મારે, એને ટ્રક નીચે અડફેટ માં લઇ ને તે કુચડી નાખ્યો.. મને લાગ્યુ આપનું કામ પતી ગયુ.. પણ ના એનો મેનેજર પેલો મલ્હોત્રા,... એ બધું સાંભળી ગયો હતો.. એટલે એને પણ હોસ્પિટલ માં મરાવી નાખ્યો,એ પણ તારા હાથે..

વકીલ થોડો અટક્યો પછી બોલ્યો, એક સાથે ૨-૩ ખુન કેસ માં તું ક્યાંક ઝડપાઇ ના જાય એટલે મારે તને... શહેર ની બહાર મોકલવો પડ્યો, તારુ નાનકડું એક ધાબા જેવુ ખોલી આપ્યું કે તુ આવા કોઈ લફડામાં હતો જ નહિ એ સાબિત કરવામાં કામ લાગે મને.

પણ મારી સારી ગણો કે ખરાબ કિસ્મત.. નેહા અહીં મારા થી ભાગી ને તારા એ જ ધાબા ઉપર આવી ને અટકી,.. મને પુરા બે દિવસ લાગ્યા એને શોધવામાં.. અને ત્યાર પછી મળી એ તારા એ ધાબા ઉપર મને.. ત્યારે મને તને જણાવવું જરૂરી ના લાગ્યું કે એ મારો માલ છે. અને એ નેહા એ તને એટલી મદદ કરી કે તારુ ધાબુ રેસ્ટોરન્ટ માં બદલાઈ ગયુ.. તુ રોનિયા માં થી રોની શેઠ બની ગયો. તને એટલી પસંદ આવી ગઈ નેહા કે તે એને હંમેશા ડરાવી ધમકાવી ને જ રાખી હતી.. જેથી એ ભાગી ના જાય.. પણ આખરે એ ભાગી જ ગઈ..

વકીલ હસવા લાગ્યો, અને રોની ને વધારે ગુસ્સો આવ્યો..

આગળ વકીલ બોલ્યો, ખબર છે કેમ? કેમ કે એ તને નહિ મને પ્રેમ કરે છે. ફરી વકીલ હસવા લાગ્યો.

રોની એ જે હાથ થી ગન પકડી હતી એ હાથ મજબૂત કર્યો વકીલ સામે અને બોલ્યો, હા.. તે મને બચાવ્યો હતો એક વાર,અને ત્યાર થી હુ તારા માટે કામ કરતો હતો. સિંઘાનિયા ને મારવા માં પણ મારો જ હાથ હતો અને એના મિત્ર મલ્હોત્રા ને પણ હોસ્પિટલ માં મેં જ માર્યો હતો.

આટલુ સાંભળતા જ મલય નો ગુસ્સો વધી ગયો, એ વકીલ અને રોની ને એક સાથે જ મારી નાખવા માંગતો હતો પણ એને નેહા એ રોકી લીધો.

મલય નો ગુસ્સો આંખો માં થી આસું બની ને વહેવા લાગ્યા..

રોની અને વકીલ બંને એક બીજા સામે ગન તાકી ને ઉભા હતા.

નેહા તો મારી જ હતી અને મારી જ રહેશે. વકીલ બોલ્યો.

એ તારી હતી. પણ હવે એ મારી બની ને રહેશે.કહેતા કહેતા રોની એ વકીલ ના મોઢા ઉપર એક મુક્કો માર્યો અને બંને વચ્ચે હાથાપાઈ શરુ થઇ. વકીલ એ પોતાની ગન રોની ના માથા ઉપર મૂકી દીધી.. અને રોની એ પણ પોતાની ગન વકીલ ના પર ઉપર .. બંને ની ગન એક સાથે ચાલી.. એક જોરદાર ધડાકો થયો.. બૂમ... બધા આશ્ચર્ય થી ત્યાં જ જોઈ રહ્યા હતા.

કોને વાગી ગોળી?

કોણ મર્યું? વકીલ કે રોની?

સામે છેડે બીજું કોણ છે જે આ બધા માં નેહા ની સાથે છે?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરજો.. તો નેક્સટ પાર્ટ ની અપડેટ આપને મળી રહે વાચક મિત્રો.

આપ નો અભિપ્રાય નહિ આપો મને ? 🥺🥺🥺


ધન્યવાદ 🙏

-DC