નેહા એ વકીલ ને સામે એક બોર્ડ બતાવ્યુ. એ બોર્ડ ને જોઈ ને વકીલ ના ચહેરા ઉપર પણ એક હાસ્ય આવી ગયુ.
એ બોલ્યો કે આજે તો ભગવાન પણ મારી સાથે જ છે.
ત્યાં જ મનોમન નેહા બોલી, આજે ભગવાન તારા જેવા શેતાન સાથે નહિ પણ મારી સાથે છે.
ત્યાં સામે એક બોર્ડ હતુ. ફાર્મહાઉસ રેન્ટ ઉપર આપવામાં આવતુ. તમારે એક દિવસ માટે જોઈએ તો પણ મળતુ.
વકીલ અને નેહા એ બોર્ડ ઉપર જે તરફ નો એરો દોરેલો હતો એ તરફ બંને ગયા. બંને ફાર્મહાઉસ ના ગેટ ઉપર પહોંચ્યા... ત્યાં સોનિયા એ પહેલે થી જ એક છોકરી ને તૈયાર રાખી હતી રૂપિયા આપી ને... એન્ટ્રીબુક સાથે...
(અહીં દરેક વાત અંગ્રેજી માં થાય છે વકીલ અને એ છોકરી વચ્ચે પણ આપણે અહીં ગુજરાતી માં જ વાંચશુ.. જેથી વાચક મિત્રો ને ખલેલ ના પડે વાંચવામાં.)
હેલો, ગુડ ઈવનઈંગ... હુ તમારી શુ મદદ કરી શકું છુ સર? સામે બેઠેલી છોકરી એ પૂછ્યુ.
જી અમારે આ ફાર્મહાઉસ એક દિવસ માટે ભાડે જોઈએ છે. વકીલ બોલ્યો.
પેલી છોકરી એ નેહા સામે જોયુ. પછી બોલી.. સ્યોર સર.. પણ એના તમારે પેમેન્ટ પહેલા કરવુ પડશે અને તમારા આઈડી પ્રુફ મને અહીં સ્કેન કરવા આપવા પડશે. હુ તમારુ આઈડી સ્કેન કરી ને પાછુ આપી દઈશ.
હા સ્યોર.. પણ અહીં ક્યાંય કેમેરા તો નથી ને? વકીલ એ પૂછ્યુ.
ના સર, બિલકુલ નહિ.. આ જગ્યા ઉપર મોસ્ટલી કપ્લસ જ આવે છે. તો અમે કોઈ પણ જગ્યા એ ક્યાય પણ કેમેરા નથી લગાવ્યા.. સિવાય મારી આ કેબિન માં.. કહેતા એને કેબીન ના કેમેરા તરફ ઈશારો કર્યો.
પેલી છોકરી નેહા તરફ જોઈ ને બોલી, મેમ તમે અંદર જઈ ને રેસ્ટ કરો.. સર પેમેન્ટ કરી ને આવી જશે.. એ છોકરી એ ખુબ જ માન થી કહ્યુ.
નેહા એ પણ વકીલ સામે જોઈ ને સ્મિત કર્યુ અને બોલી, જલ્દી આવજે.. હુ અંદર રાહ જોઉ છુ. કહી ને નેહા પણ અંદર જવા નીકળી..
વકીલ એ પણ એના હાથ ઉપર કિસ કરી અને બોલ્યો, બસ આ પેમેન્ટ કરી ને અંદર જ આવુ છુ.
નેહા અંદર તરફ જવા નીકળી અને આ તરફ વકીલ પેલી છોકરી સાથે ફોર્માલિટી માં એનુ નામ એડ્રેસ લખાવા માં પડ્યો.. એટલા માં જ નેહા બીજી તરફ વળી ને પાછળ ના ગેટ થી અંદર જતી રહી જ્યાં પહેલે થી જ મલય અને સોનિયા હાજર હતા.
નેહા મલય ને વળગી પડી. મલય એ પણ એને કસી ને ગળે લગાવી લીધી.
આ તરફ વકીલ પણ અંદર રૂમ માં જવા નીકળ્યો.. અને તરત જ રાજ જે કેબિન માં અંદર ની બાજુ ટેબલ નીચે છુપાયેલો હતો એ બહાર આવ્યો અને એને પેલી છોકરી ને પૈસા આપી ત્યાં થી વિદાય કરી ને પોતે પણ કોઈ જોઈ ના જાય એમ મલય નેહા અને સોનિયા હતા ત્યાં પહોંચ્યો.
વકીલ અંદર ઘર માં પ્રવેશયો... એને જોયુ અંધારુ હતુ.. એ બોલ્યો, નેહા.. મારી જાન... ક્યાં છે તુ? કેહતા કહેતા વકીલ અંદર આવ્યો.. રૂમ નો દરવાજો બંધ થઇ ગયો ઓટોમેટિક.. વકીલ થોડો વિચાર માં પડ્યો પછી બોલ્યો, નેહા? નેહા... ક્યાં છે તુ? વકીલ એ પૂછ્યુ.
ત્યાં જ રૂમ ની ત્રણ ચાર સળંગ લાઇટો એક પછી એક પછી ટપ ટપ ચાલુ થઇ ગઈ. વકીલ એ પાછળ ફરી ને જોયુ તો એ સ્તબ્ધ થઇ ગયો
વકીલ નુ મોઢુ ખુલ્લુ જ રહી ગયુ.
સામે સોફા ઉપર એક ૬ ફૂટ ની હાઈટ વાળો વ્યક્તિ બેઠો હતો. એ ઉભો થયો અને વકીલ ના ખભા ઉપર હાથ મૂકી ને બોલ્યો, કેમ છે મિત્ર અનુરાગ? એની આંખો માં અનુરાગ ને ગુસ્સો સાફ દેખાતો હતો.
રોની? રોની.. તુ.. તુ.. અહીં... અહીં.. અનુરાગ ની જીભ થોથવાતી હતી.
કેમ? શુ વાત છે આજે વકીલ ની જીભ અટવાય છે બોલવામાં.. એટલે જરૂર ગડબડ છે. રોની કટાક્ષ માં બોલ્યો.
ના.. ના.. રોની એવું કઈ નહિ. અચાનક તને અહીં જોઈ ને.. હું તો નેહા ને.. અનુરાગ બોલતા બોલ્યો પછી ચૂપ થઇ ગયો.
નેહા.. ઓહ્હ ... નેહા.. નેહા કે પછી રાધા? હમ્મ?? રોની એ અનુરાગ સામે જોઈ ને પૂછ્યુ.
એ.. એ.. હુ તને કહેવાનો જ હતો.. પણ.. અનુરાગ બોલ્યો હતો ત્યાં જ,...
પણ શું? રોની એ પોતાની ગન કાઢી ને અનુરાગ ના માથા ઉપર ટેકવી દીધી.
હવે જોઈએ કે રોની અનુરાગ ને મારે છે કે એના શું હાલ કરે છે?
નેહા નો શુ પ્લાન છે આગળ?
જાણવા માટે વાંચતા રહો બલિદાન પ્રેમ નું અને હા મને ફોલો કરો તો આપ ને નેક્સટ પાર્ટ ની અપડેટ જલ્દી મળશે.
આપ નો એક અભિપ્રાય આપી જણાવજો કે સ્ટોરી કેકેવી લાગી?
ધન્યવાદ 🙏
-DC