Premno Sath Kya Sudhi - 61 - Last Part in Gujarati Love Stories by Mittal Shah books and stories PDF | પ્રેમનો સાથ ક્યાં સુધી… - 61 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

પ્રેમનો સાથ ક્યાં સુધી… - 61 - છેલ્લો ભાગ

ભાગ-૬૧

(સુજલ ડૉ.વિલ્સનને ફોન કરી અલિશા અહીં છે એ ઈન્ફોર્મ કરે છે. એ ખબરપડતાં ડૉ.વિલ્સન, વિલિયમ, એલિના ત્યાં આવે છે અને સુહાસના મોમ ડેડ પણ. તેઓ એકબીજા સામે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે, હવે આગળ...)

એક સાંજે ઉદેેપુુરની સીટી પેલેસ નામની હોટલમાં હું સૂૂટ બૂટમાં તૈયાર બેઠો હતો અને મિતા તૈયાર થઈ રહી હતી. ખાસ્સી વાર લાગતાં હું બોલ્યો કે,

"મિતા જલ્દી... આજે જ રિસેેપ્શન છે, નહિં કે કાલે?..."

"હા... મને ખબર છે કે તમારે જવાની ઉતાવળ છે, ત્યાં તમને ગોરી મેમો જો જોવા મળવાની છે... ચાલો હવે..."

એમ ખોટી ખોટી નારાજગી બતાવતાં કહ્યું અને હું હસતાં હસતાં અમે રિસેપ્શનના પ્લેસ પેેલેેસ પર પહોંચ્યા તો એ જગ્યાની સજાવટ તો આંખે ઉડીને વળગે એવી હતી. બંને બાજુ સાચા ફૂલોનું ડેકોરેશન ખૂબ જ ભવ્ય લાગી રહ્યું હતું. આખા પાર્ટી પ્લોટમાં જગ્યાએ જગ્યાએ સાચા ફૂલોના અલગ અલગ શેઈપ બનાવેલા, જેમાં હાર્ટ, સ્કેવર, ટ્રાયન્ગલ, રાઉન્ડ વિગેરે. અવનવું ઘણું હતું જેમાં શણગારેલી સાઈકલ, સીટીંગ ટેબલ અને ઘણા બધું. અહીં એટલું બધું સુજલ મહેરામણ હતું કે એવું લાગી રહી હતી કે જાણે અડધું ઉદેપુર ઉમટયું ના હોય.

લાઈટિંગ અને ડેકોરેશન નંબર વન આપીએ કે આટલી પબ્લિક કે એ લોકોની આવભગત, એ બધું જ કોઈ ની પણ તોલે ના આવે એવું વિચારી શકાય, પણ મારી નજરે તો સ્ટેજ પર ઊભેલા દુલ્હા દુલ્હન આ બધા કરતાં કંઈક અલગ અને એમની જોડી જ મારા માટે માયને રાખતી હતી. જો કે મારા માટે અલગ રીતે પસંદીદા જોડીઓ માંની એક જોડી હતી. પણ બીજા બધા માટે એક ફોરેનર છોકરી એક રાજસ્થાની જાટને પરણે એ જ નવાઈ હતી અને એ જોવા જ ઉમટેલા હતા આ લોકો.

અને એ આશ્ચર્ય સમાન જોડીમાં નો એ દુલ્હો હતો સુહાસ અને દુલ્હન હતી અલિશા. બંને જણાનો પોશાક એકદમ રજવાડી લુકનો હતો.

સુહાસે સુંદર વ્હાઈટ શેરવાની, એના ઉપર લાલ કલરની જરદોશી અને સોનાના તારનું વર્ક. ગળામાં સોનાની ત્રણ સેરની મગમાળા, હાથમાં સોનાની જાડી લકી જ્યારે બીજા હાથમાં સાચા સોનાના દોરીની રક્ષા પોટલી બાંધેલી. કમ્મર પર કંદોરો અને રેડ કલરનો બાંધણીવાળો ખેસ ગાંઠ મારીને બાંધેલો એમાં સોનાની મૂઠવાળી અને મ્યાનવાળી તલવાર ઉપર ભરાવેલી. પગમાં ગોલ્ડન મોજડી અને માથા પર લાલ બાંધણી કલરની પાઘડી અને એના પર સોનાની કલગી.

જ્યારે અલિશાએ પણ લાલ બાંધણી કલરની લહેંગો જેમાં સોનાનો તારનું કામ, અને તેની લહેંગા ચોલીમાં તો સુહાસની શેરવાની જેવું જ વર્ક. ઉપર ગોલ્ડન કલરનો દુપટ્ટો. માથામાં સોનાની દામણી, સોનાનો ટીકો અને ગળામાં જોઈએ તો સોનાના બે ત્રણ રજવાડી લુકના એન્ટીક સેટ અને હાથમાં તો સોનાની કંગનો થી ભરેલા હતા. કમ્મર પર રૂમઝુમ કરતો સોનાનો કંદોરો અને પગમાં સોનાની પાયલ જોઈએ એના કરતાં પણ તેના ચહેરા પરની ચમક આ બધાને ફિક્કી પાડી દેતી હતી.

સુહાસ શરીરથી એકદમ પડછંદ, પહાડી જેવો દેખાવ જાણે તેને જોઈને એવું લાગે કે રાજપૂતી જાટ કે પછી કોઈ રાજ્યનો રાજા... તે ભલે અઢાર ઓગણીસ વર્ષનો જ હતો પણ દેખાવથી પચ્ચીસેક વર્ષનો દેખાઈ રહ્યો હતો.

જ્યારે એની સામે અલિશા સાવ નાજુક, નમણી લાગે. તે ભલે પચ્ચીસની હતી પણ સાવ ઓગણીસ વીસ વર્ષની સાવ નાજુક નમણી છોકરી. જ્યારે મેં પહેલીવાર તેને જોયેલી એવી જ આજે અલિશા દેખાતી હતી. પહેલાની જેવી નાજુક નમણી ડોલ, હવે આજે જાણે કોઈ રાજ્યની રાજકુમારી બની ના ગઈ હોય તેવું લાગી રહ્યું હતું.

એ બંનેને સ્ટેજ પર જઈ અમે ગીફ્ટ આપી તો તે બોલી કે,

"ના ડૉ.અંકલ, અમારી ગીફ્ટ તમે તો પહેલા અમને આપી જ દીધેલી છે, એ પણ મારી લાઈફની એકદમ પ્રિશેયસ ગિફટ છે, તો હવે આવી કોઈ ફોર્મલાટીની જરૂર નથી. પ્લીઝ ના આપશો."

"તારી એકલા માટે નહીં, પણ મારી લાઈફ માટે પણ એટલી જ એ પ્રિશેયસ ગિફ્ટ છે, તો ખરેખર આની કોઈ જરૂર નથી. બસ તમે આશીર્વાદ આપો કે અમારો પ્રેમ આમ જન્મો જન્મ સુધી રહે અને અમારો સાથ પણ..."

સુહાસે અલિશાની હા માં હા મિલાવતો જયારે બોલ્યો.

એટલે મારે કહેવું પડ્યું કે,

"બહુ મોટા થઈ ગયા છો તમે નહીં, ભલે મોટા થયા હોય તો પણ અલિશા આજે પણ મારા માટે આજથી અઢાર વર્ષ પહેલાં આવેલી એ જ નાજુક, નમણી, હસે તો ગાલમાં ખંજન પડે અને તેની ભોળી આંખો દરેક સમયે તેની આંખો પટપટાવતી બધું જોયા કરતી જાણે કંઈક શોધતી હોય એને કેમ ભૂલી શકું. આજે એ અલિશાના જીવનના મહત્ત્વના પ્રસંગે એક ગીફ્ટ બને જ છે, અને તું ભૂલી ગઈ હોઈશ પણ હું નહીં કે તું કેવી રીતે મારી પાસેથી ચોકલેટ લેતી હતી. હવે આ ગીફ્ટ લેવાની ના પાડે છે. ચાલ હવે...."

આમ કહીને અમે પરાણે તેને ગીફ્ટ આપી અને તેમને હસીને સ્વીકારી લીધી. અમે પણ આશીર્વાદ આપી સ્ટેજ પરથી ઉતરી ડીનર લેવા ગયા.

**********************

ડીનર લેતાં લેતાં મને એ દિવસ યાદ આવી ગયો જ્યારે અલિશા, સુહાસ મારી મદદ માંગવા આવેલા અને મે તે બંનેના મોમ ડેડને મારા ઘરે બોલાવી હું, ડૉ.અગ્રવાલ અને ડૉ.વિલ્સન બધા જ અલિશા અને સુહાસના મોમ ડેડને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ આ બાજુ દલીલો દલીલો સાંભળીને અલિશા સુહાસ તો અકળાઈ ગયા અને બોલ્યા કે,

"કંઈ નહીં, તમે આમ દલીલબાજી કરો અને અમે અમારો રસ્તો શોધી લઈશું. શોધી શું લઈશું, શોધી જ લીધો છે... બસ હવે અમે બંને છૂટાં પડી જઈશું અને એકબીજાથી અને સાથે સાથે તમારાથી પણ દૂર જતા રહીશું...."

આ સાંભળીને બંનેના મોમ ડેડ અને અમે ઊભા થઈ ગયા અને મેં વાત ઠંડી પાડવાના ઈરાદે પૂછ્યું કે,

"તો તમે બંને શું કરશો?...

"સ્યુસાઈડ કે તમે વિચારો છો એવું કંઈ જ નહીં મોમ ડેડ... બસ તમારી હા ની રાહ જોઈશું, પછી ભલે આખી જીંદગી એકલા જ કેેમ ગુજારવી ના પડે."

"તો જોયા કરો.."

વિલિયમ બોલ્યો તો મેં સમજાવતાં કહ્યું કે,

"આ લોકો હા પાડે તેની રાહ જોવા તૈયાર છે, તો તમે ના પાડો તેના કરતાં બંનેના મેરેજ સુહાસ અઢારનો થાય ત્યારે કરાવી દેજો. આમ પણ એ ગમે તે ભોગે એકબીજાના જીવનસાથી બનવાના છે જ, તો તમારી મંજૂરી આપી દેશો અને સ્વીકારી લેશો તો કોઈને એમની ઉંમરનો ડિફરન્સ ખબર પણ નહીં પડે અને સમાજમાં એમના વિશે કોઈ વાત પણ નહીં કરે."

"ભલે હું એગ્રી પણ સુહાસની કેરિયર સેટ થયા બાદ જ મેરેજ થશે."

વિલિયમ બોલતાં જ મનોહર પણ,

"હું પણ તૈયાર છું... બસ આ બંને એ માટે રેડી..."

"હા... હા અમે તૈયાર છીએ. સુહાસ સેટ થઈ જશે પછી જ અમે મેરેજ માટે વિચારીશું."

અલિશા અને સુહાસે એકી અવાજે કહેતાં જ... અમે મ્હોં મીઠું કરીને છૂટાં પડયાં.

સુહાસને સ્ટડી કરતાં બિઝનેસમાં રસ હતો એટલે તેને બિઝનેસ શરૂ કરી દીધો. બિઝનેસમેનનો દીકરો હોવાથી બિઝનેસમાં પણ તેને સારી એવી સૂઝ પડતી હતી અને ઉપરથી તેના ડેડની જેમ શાર્પ નજરનો અને દીર્ઘદ્રષ્ટિ વાળો હોવાથી તે પણ તેના પપ્પાની જેમ ખૂૂબ ઝડપી પ્રગતિ કરી અને દોઢ બે વર્ષમાં પોતાની એક કંપની બનાવી દીધી.

અલિશા પણ બે વર્ષ સુધી ઇજિપ્તમાં રિસર્ચ કરવા ત્યાં ગઈ. એને પણ એ રિસર્ચ વર્કમાં મેડલ મળ્યો. બંને જણા પોતાની કેરિયરમાં ખુશ હતા. એકબીજાનો સાથ મળ્યા બાદ એમની ચહેરાની ચમક કહો કે ખુશી કદાચ હું વર્ણવી શકું એવા શબ્દો પણ મારી પાસે નહોતો. એ દેખવા તો તેને રૂબરૂ જ દેખવું કે મળવું પડે.

આજે એ બંનેના મેરેજ હતાં અને એમને હું.... બસ એમને સ્ટેજ પર તેમને લોકોની સામે તેેમનો હસતો ચહેરો જોઈ રહ્યો હતો. જીવનનો એક એવી અમૂલ્ય ભેટ મળી ગઈ હોય એવી ઉપલબ્ધિ તેમના ચહેરા પર છલકાઈ ગઈ અને મારા ચહેરા પર એ ઉપલબ્ધિ મેળવવાનો સપોર્ટ કર્યાની.

ડીનર કરતાં એમને જોવાનો મારું મન વધારે એ તરફ ખેંચાઈ રહ્યું હતું. એટલામાં જ તે બંને સ્ટેજ પરથી ઉતરી મારી પાસે આવ્યા અને મને પગે લાગી એટલું જ બોલ્યા કે,

"ડૉ.અંકલ આ મેરેજ, અમારો જન્મોજન્મનો સાથ કે પછી અમે આપેલું વચન તમારા કારણે જ પુરું થઈ શક્યું છે. તમારો અહેસાન જેટલો માનીએ એટલો ઓછો છે."

"કંઈ એવું ના વિચારશો કે મેં તમારા પર અહેસાન કર્યો. આ તો હું એક ડૉક્ટર હોવાને નાતે બાય ચાન્સ એક નિમિત્ત બની ગયો, બાકી બીજું કંઈ નથી. આમ પણ એક ડૉક્ટરની ડયુટી પેશન્ટની બિમારી દૂર કરવાની ફરજ હોય છે, તે સાજા થાય પછી જ ડૉક્ટર પેશન્ટને પ્રિસિક્રપ્શનમાં તેેમની વિઝિટ લેવાની ના લખે છે, એમ મારા માટે હતું.

પણ મેં પહેલાં પ્રિસિક્રપ્શનમાં વિઝિટ લેવાનું નહોતું લખ્યું, એટલે હવે એ હું લખી દઉં છું કે વીકના એક દિવસે રાતના નવ વાગ્યે મારે ત્યાં ચા નાસ્તાની વિઝિટ પર આવવાનું રહેશે. ડન..."

"ડન, ડૉ.અંકલ આ હોસ્પિટલની વિઝિટ લેવા અમે તૈયાર..."

આટલું બોલીને વિલિયમ, એલિના, સાન્યાલ ફેમિલી બધા જ હસી પડ્યા.

મેં અલિશા અને સુહાસને કહ્યું કે,

"આ મારા મિત્રો કરતાં હાલ તારા પૂર્વભવનો કેસ સાંભળ્યા બાદ તને મળવા આતુર છે."

એમ કહી રસેશ, મીના, નચિકેત, ઉમંગ ઓળખાણ કરાવી તો મિતા બોલી કે,

"અને મારી ઓળખ?"

"પણ તારી ઓળખાણ મારે તો આગલા જન્મમાં આપવાની છે ને?"

મેં હસતાં હસતાં કહ્યું તો અલિશા સુહાસ બંને બોલી પડ્યા.

"આન્ટી તમે તો ઓળખી જ શકીએ ને, આફ્ટર ઓલ ડૉ.અંકલની ડૉ.આન્ટી જો છો..."

"હા આન્ટી અને ડૉ.અંકલ અમને તો ફક્ત તમારા આશીર્વાદ જ જોઈએ છે કે, 'અમારો પ્રેમ આમ જન્મો જન્મ સુધી રહે અને અમારો સાથ પણ..."

*******************

બસ અહીં જ આ નવલકથા સાથેની આપણી સફર પૂરી થઈ. એક રીતે આ વાર્તા લખતા મને ખૂૂબ આનંદ આવી રહ્યો હતો કેમ કે અલિશા સાથે મારા એક એક ઇમોશન જોડાઈ ગયા હતા. તેનું પાત્ર આલેખતાં કોઈ વાર મને દુઃખ થતું તો તેને સુહાસ મળતાં હું ખુશી અનુભવી શકતી.

અલિશા અને સુહાસના મેરેજ થઈ ગયા અને એ સાથે જ અહીં એમની સાથેની આપણી પણ સફર પૂરી થઈ ગઈ.