Vampiyyar - 5 in Gujarati Love Stories by Secret Writer books and stories PDF | વેમ્પાય્યાર - 5

Featured Books
Categories
Share

વેમ્પાય્યાર - 5

 

 

અત્યાર સુધી....

 

વૈભવીએ ઘરમાં બંધાયેલ યુવાનને આઝાદ કર્યો અને બંને ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાં બંને એકબીજાને પોતપોતાના નામ જણાવે છે. તે યુવાનનું વેદ નામ સાંભળી વૈભવી ચોંકી જાય છે. 

 

હવે આગળ....

 

 

 

વેમ્પાય્યાર Part 5

 

 

" જા વૈભૂ જા... એ તને નહી છોડે... જતી રહે અહીથી..." સ્વપ્નમાં કોઈના દ્વારા કહેવાયેલા વાક્યો તેના કાનમાં ફરી ગુંજવા લાગ્યા. તેણે તેની પીડાને રોકવા પોતાના હાથ કાન પર મૂકી દબાવ્યા. 

 

અચાનક વૈભવીને પીડામાં ગરકાવ થતી જોઈ વેદ ગભરાઇ ગયો. તેણે તેના હાથ પર હાથ મૂકી જાદુથી મનમાં ચાલતી વાત જાણવા માટે ધ્યાન ધર્યું પણ તે નિષ્ફળ રહ્યો. અનાયસે વેદ વૈભવીને ભેટી પાડ્યો, " કોઈને કઈ નહી થાય બધું ઠીક છે." વૈભવીને આશ્વાસન આપતી વેદ બોલ્યો. થોડી વાર બાદ વૈભવી જાતે જ સ્વસ્થ થઈ અને બંને ફરી સફરમાં આગળ વધ્યા. 

 

" અમ્મ... એક સવાલ પૂછ્યું? " થોડું અચકાતા વેદ બોલ્યો." તમને ડર નથી લાગતો?... મને એક જુદા ડરાવનાં રૂપમાં જોયા છતાં તમે મને બચાવ્યો ? કેમ?..." ક્યારેથી પરેશાન કરતો સવાલ છેલ્લે તેણે પૂછી જ લીધો. 

 

" એક મિનિટ ... પહેલા તમે મને તમે કહેવાનું બંધ કરો. તમે મને તમે કરીને બોલવો છો તો જાણે એવું લાગે છે કે હું કોઈ બુઢ્ઢી ડોસી થઈ ગઈ છું. પ્લીઝ મને તમે કહીને ના બોલવો." માસૂમ ચહેરો બનાવી વિનંતી કરતી વૈભવી બોલી. તેની વાત સાંભળી વેદ હસી પડ્યો. 

 

" હા.... તો તું પણ તો મને તમે કહીને બોલાવે છે. હું પણ કઈ બુઢ્ઢો ડોસો થોડી થઈ ગયો છું હજી હું પણ તારી ઉંમરનો જ છું. " મુસ્કુરાતો વેદ મસ્તી કરતા બોલ્યો. 

 

" હા.. ઓકે હવે નહી કહું. બસ ખુશ... " વૈભવીએ સ્મિત કરતા કહ્યું. વેદે પણ હકારમાં માથું ધુણાવ્યું. 

" અને રહી વાત ડર લાગવાની તો.... તારી સાથે વાત કરીને એવું નથી લાગતું કે તું મને કોઈ નુકશાન પહોંચાડશે. એટલે એવો કઈ ડર નથી લાગતો. " સહજતાથી વૈભવી બોલી. "હવે હું કઈ પૂછું?" વૈભવીએ પૂછ્યું. પ્રતિઉત્તરમાં વેદે હકારમાં માથુ ધુણાવ્યું.  

 

"તું કોણ છે?" વૈભવીએ પૂછ્યું. 

 

"આ કેવો સવાલ છે?" મુસ્કુરાતા વેદે પૂછ્યું.

 

"એ જ કે તું કોણ છે?" ફરી વૈભવીએ ફરી એ જ સવાલ પૂછ્યો. 

 

" એક અય્યારા મારું અસલ રૂપ જોયા પછી પણ મને પૂછે છે કે હું કોણ છું?" વ્યંગ કરતો વેદ બોલ્યો. 

 

" યાર, આ અય્યારા છે શું? ક્યારનો તું મને અય્યારા કહીને કેમ બોલાવે છે? કોણ છે આ અય્યારા? " અકળાતી વૈભવી થોડા ગુસ્સા સાથે બોલી. 

 

" તું છે અય્યારા. " એકદમ શાંત અવાજે વેદ બોલ્યો. " તું એક અય્યારા છે. ચાંદવંશની વંશજ જેઓ અય્યારના નામથી જાણીતા છે. તું એમાંથી એક છે. અય્યારો જાદુઈ શક્તિઓ ધરાવે છે. ને તારી અંદર જે આ બદલાવો આવે છે. તે એક અય્યાર બનવાના લક્ષણો બતાવે છે. " વેદ વૈભવીને સમજાવતા બોલ્યો. 

 

" તું એક અય્યાર છે?" નેણ નચાવી વૈભવીએ પૂછ્યું. વેદે તેના જવાબમાં નકારમાં માથું હલાવ્યું. " તો પછી અય્યારો વિશે આટલું બધું કઈ રીતે જાણે છે?" વૈભવીએ વેદ તરફ ફરીને પૂછ્યું. 

 

"અમમ...થોડું ખાઈ લઈએ?" વૈભવીની વાત ફેરવી વેદે પૂછ્યું. 

 

" ભૂખ તો લાગી છે. પણ પહેલા તું મારા સવાલનો જવાબ આપ. " આગ્રહ કરતી વૈભવી બોલી. 

 

"પહેલા ખાઈ લઈએ પછી વાત કરીએ." વૈભવીને સમજાવતા વેદ બોલ્યો અને હાથ હલાવી જાદુ કરી વૈભવી માટે ખાવાનું હાજર કર્યું. 

 

" વેદ પહેલા કહે કે તું કોણ છે? અય્યાર કે પછી બીજું કંઈ? " વૈભવી જિદ્દ કરતા બોલી. 

 

" પહેલા આપણે ખાઈ લઈએ. " એકદમ શાંતિથી વેદ તેને સમજાવી રહ્યો અને વૈભવીને જમવા બેસાડી. થોડી વારમાં બંને જમીને ઉભા થયા. 

 

📖📖📖

 

" આઉચ..... " હાથ ધોવા જતા વૈભવીના હાથ પર કાંટાળી વનસ્પતિના કારણે હાથ પર ઊંડો ઘસરકો પડી ગયો. 

 

" શું થયું? " વૈભવીની ચિંતા કરતો વેદ તેની નજીક આવ્યો. ત્યાં આવી જોયું તો વૈભવીના ઘાવમાંથી લોહી નીકળી રહ્યું હતું. " વૈભવી જરા ધ્યાન રાખતી હોય તો? આ જો કેટલો ઊંડો ઘા પડ્યો છે." ફિકર કરતો વેદ ખોટો ગુસ્સો કરતા બોલ્યો. 

 

" તે હજી મારા સવાલનો જવાબ નથી આપ્યો." તેની વાત અવગણી વૈભવી બોલી. 

 

" હું એક વેમ્પાયર છું." આંખો બંધ કરી એકદમ શાંતિથી વેદ બોલ્યો. 

 

 

શું વૈભવી વેદને નુકશાન પહોંચાડશે? 

 

શું સંબંધ છે વેદ અને વૈભવીનો?

 

વેદ જો

વેમ્પાયર હોય તો તે

 

જાણવા માટે વાંચતા રહો 'વેમ્પાય્યાર'....