પાંચ વર્ષ પછી
" શું આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી?" લક્ષ્મી એ કહ્યું.
" તું ખામાં ખા ચિંતા કરે છે લક્ષ્મી, અમરજીત મારો નાનો ભાઈ છે, હું એને નાનપણથી જાણું છું... એ બીજા ભાઈઓની જેમ નથી...તું બસ અંશનું ધ્યાન રાખજે, હું બેંગલોરથી તને પૈસા મોકલતો રહીશ...ઠીક છે...ચલ હું જાવ છું...." બેગને કંધે નાખીને જીતેન્દ્ર એ કહ્યું.
લક્ષ્મીની આંખો છલકાઇ આવી. બન્ને એકબીજાને ગળે મળ્યા અને જીતેન્દ્ર બસમાં બેસી બેંગલોર જવા માટે નીકળી ગયો. પૈસાની તંગીના કારણે મજબૂરીમાં જીતેન્દ્ર ઘર છોડીને બેંગલોર
તરફ નીકળ્યો. ફોન પર જીતેન્દ્ર એ અમરજીત સાથે બેંગલોર આવવાની વાત કરી લીધી હતી. જેથી જીતેન્દ્રને વિશ્વાસ હતો કે એમને બેંગલોરમાં અમરજીત કોઈને કોઈ કામ અવશ્ય અપાવી દેશે.
***********
અમરજીતે ચોરીછૂપે કરીના સાથે લગ્ન કરી લીધા હતા અને છેલ્લા છ મહિનાથી એક જ ઘરમાં રહેવા પણ લાગ્યા હતા. પરંતુ બે મહિનાથી કરીનાની તબિયત બગડવા લાગી હતી. તબિયત વધુ બગડવાને લીધે અમરજીત એમને મોટી હોસ્પીટલમાં લઇ ગયો અને રિપોર્ટ કઢાવ્યો.
" પેશન્ટની એક કિડની ફેલ થઈ ગઈ છે....." ડોકટરે કહ્યું. અમરજીત ઉપર મુશ્કેલીનું પહાડ તૂટી પડ્યું.
" હવે શું થશે ડોકટર? મારી પત્ની ઠીક તો થઈ જશે ને?"
" ડરવાની એવી કોઈ જરૂરિયાત નથી...પેશન્ટની માત્ર એક જ કિડની ફેલ થઈ છે બીજી એકદમ સ્વસ્થ છે..." ડોકટરે જણાવ્યું.
" પણ ડોકટર બીજી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી દઈએ તો?" અમરજીતે કહ્યું.
" ઈટ્સ યોર ચોઈસ...કિડની ડોનેટ કરી શકે એવું કોઈ મળી જાય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી નાખશું..."
" હું કોશિશ કરું છું..થેન્ક્યુ ડોક્ટર..."
આ દુઃખી સમાચાર કરીનાને કહેવાની અમરજીત હિંમત ઝૂંટાવી રહ્યો હતો. " કરીના કિડની ફેઇલ થવાની વાત સાંભળશે તો તો એ એકદમ તૂટી પડશે....નહિ હું કરીનાને દુઃખી થતાં નહિ જોઈ શકું... હું કોઈ પણ સંજોગે કિડનીની વ્યવસ્થા કરીશ..."
" અમરજીતે તો આ જ સરનામું આપ્યું હતું..." મનમાં જીતેન્દ્ર એ કહ્યું.
દરવાજો ઠપકારતા જીતેન્દ્ર બોલ્યો. " હેલો?? કોઈ છે?"
અમરજીતે દરવાજો ખોલ્યો તો સામે જીતેન્દ્રને જોઈને શોક થઈ ગયો. " ઓહ તું આટલો જલ્દી આવી ગયો?"
અમરજીતે કરીના સાથેની લગ્નની વાત બધાથી છૂપાવી રાખી હતી. કરીના રૂમની અંદર હતી એટલે અમરજીતે કહ્યું. " જીતેન્દ્ર આવ હું તને તારો રૂમ બતાવી દવ..તું આરામથી જેટલા દિવસ રહેવા ઈચ્છતો હોય રહી શકે છે...અહીંયા તને કોઈ તકલીફ નહિ પડે..."
જીતેન્દ્રને અજીબ તો લાગી આવ્યું પરંતુ પૈસાની ચિંતા એમને વધારે સતાવી રહી હતી. જીતેન્દ્ર એ નાના એવા રૂમમાં સામાન ગોઠવ્યો અને બહાર નીકળીને જૉબની શોધ કરવા લાગ્યો.
અમરજીતે કામ અપાવવાનો જે વાયદો કર્યો હતો એ તો જુઠ્ઠો સાબિત થયો હતો. આજ કાલ કરીને કરીને અમરજીતે જીતેન્દ્રના દસેક દિવસ બગાડી નાખ્યાં હતા. થોડીઘણી પૈસાની બચત પણ વપરાઈ ગઈ હતી. હવે જીતેન્દ્રને કોઈ પણ સંજોગે પૈસા એકઠા કરવા જરૂરી હતા. આવા સમયે તેમના રૂમની બાજુમાં રહેતો રાકેશ મળ્યો.
" તમે અહીંયા નવા નવા આવ્યા લાગો છો?" રાકેશે કહ્યું.
" હમમ..." ઉદાસ ચેહરે જીતેન્દ્ર એ કહ્યું.
" શું થયું? કોઈ ટેન્શન છે?"
જીતેન્દ્રને પૈસાની સખ્ત જરૂર હોવાથી તેમણે જે હકીકત હતી એ જણાવી દીધી.
" ભાઈ સાહેબ..અહીંયા કામ મળવું એટલું આસાન નથી..હું જ્યારે પ્રથમ વખત બેંગ્લોર આવ્યો હતો ત્યારે છ મહિના સુધી આમ જ ધકકા ખાધા હતા..પછી મને જોબ મળી હતી એ પણ માત્ર દસ હજારની...મારું સાચું માનો તો જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જતા રહો...અહીંયાની મોંઘવારી તમને જીવતી મારી નાખશે..."
" તમે મારી પરિસ્થિતિ નથી સમજી રહ્યા.. મારે પૈસાની અત્યારે સખ્ત જરૂર છે...હું વિના પૈસા ઘરે જઈશ તો હું મારી પત્ની સામે આંખ નહિ મિલાવી શકું! હું પૈસા કમાવા માટે ગમે તે કરવા તૈયાર છું...પ્લીઝ તમે જ મને કોઈ કામ અપાવી દો તમે જે કામ આપશો એ હું કરીશ...હાથ જોડીને વિનંતી કરું છું...પ્લીઝ મારી મદદ કરો.."
" ઠીક છે...હું કઈક બંદોબસ્ત કરું છું, જો કોઈ કામ મળે તો હું કહું છું તમને..."
" આપનો ખુબ ખુબ આભાર...." ભાવુક થતાં જીતેન્દ્ર બોલ્યો.
રાકેશે આપેલા વાયદાથી જીતેન્દ્રને થોડી ઘણી રાહત થઈ. રાકેશ સાથેની પહેલી જ મુલાકાતમાં જીતેન્દ્ર એ આંધળો વિશ્વાસ કરી લીધો હતો.
પરીવાર માટે જીતેન્દ્ર આગળ કઈ કઈ કુરબાની આપશે એ જોવું રહ્યું.
ક્રમશઃ