Chhappar Pagi - 45 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 45

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

છપ્પર પગી - 45

છપ્પરપગી
—————————-

આ બન્ને દંપતિઓને લાગ્યું કે આપણે બેસવું ન જોઈએ એટલે એ બન્ને દંપતિ સ્વામીજીની કુટીરમાંથી વિદાય લઈ જ રહ્યા હોય છે ત્યાં જ કુટીર ની બહારથી એક પરીવાર અંદર આવી રહ્યું છે, એમને જોઈને અભિષેકભાઈ અને રૂચાબહેન ફાટી આંખે જોઈ જ રહે છે અને પુછે છે,
‘ઓહ…. તમે લોકો ? કેમ અત્યારે અહીંયા ?’
‘હા.. અહીં આવ્યા ત્યારથી અમારે પણ રાત્રે સુતી વખતે ચર્ચાઓ થતી રહી છે…પણ પલ અને અમારી વચ્ચેની ચર્ચાનો કોઈ સુખદ નિષ્કર્ષ નથી આવતો એટલે સ્વામીજી સાથે કાલે અમારો પ્રશ્ન શેર કર્યો હતો અને સ્વામીજી અમને ત્રણેયને જોડે અહીં બોલાવ્યા છે. જોઈએ હવે સ્વામીજી આ બાબતને કેવી રીતે મદદરૂપ બની શકે.
રૂચાબહેને કહ્યુ, ‘પલ સાથે પ્રોબ્લેમ..! નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ અને એ પણ તમારે… હાર્ડ ટુ બિલીવ..’
‘હા… જુઓ ને આ છોકરી અમારી વાત જ નથી સાંભળતી.. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સથી ગ્રેજ્યુએશન કર્યું છે એટલે કોન્ફિડન્સ આસમાને છે..!સારી બાબત છે પણ મા-બાપુની ચિંતાઓ એમનાં સ્થાને હોય ને..!’ લક્ષ્મીએ કહ્યું.
‘કોઈ અન્ય પરીવાર સ્વામીજીને મળવા આવવાનું છે એવું સમજીને અમે તો પ્રાયવસી મળે એ હેતુ થી નિકળી રહ્યા હતા… પણ એ તમે જ છો એ તો હવે ખબર પડી..!’
‘તો.. ચાલો ફરી અમારી જોડે..! તમે પણ પરીવારનાં જ સભ્ય છો ને..!’
‘હા..હા.. કેમ નહી..? પલ કંઈ એકલી તારી જ દિકરી નથી હો…! અને મને ખાત્રી જ છે કે મારી દિકરીનો કોઈ વાંક નહીં હોય..’ અભિષેકભાઈએ લક્ષ્મીની સામે જોઈને કહ્યું તો પલ અભિષેકભાઈને ભેટી પડી અને બોલી,
‘ થેંક યુ મોટા પપ્પા… સારું થયુ તમે અહી જ છો અને હવે તો મારા સપોર્ટ માટે આવો જ જોડે.’
એ લોકો કુટીરમાં અંદર જાય છે અને અંદર બેસીને નિરાંતે વાત શરૂ કરવાની તૈયારીમા હોય છે એટલી વારમાં તો પ્રવિણ પર હિતેનભાઈનો ફોન આવે છે…
‘જય શ્રી કૃષ્ણ પ્રવિણ… મજામાં બધા ?’
‘અત્યારે તો હા અને ના બન્ને.. એમ બોલીને પ્રવિણ હસ્યો..’
‘અરે ભાઈ તને ત્યાં સ્વામીજીની નિશ્રા અને આશ્રયે શુ તકલીફ હોય… કંઈ નહી ચાલ તને એક બહુ જ ખુશખબર આપું… પણ પેલા પલને તુ ફોન આપ, પલ એનો ફોન કદાચ રૂમમાં ભૂલી આવી હશે.. નો રિપ્લાય થાય છે અને અહીં તેજલ ક્યારની ઉંચીનીચી થાય છે કે કાલથી મારી દિકરી જોડે વાત નથી થઈ..!’
‘કોણ… પલ..! એ તો અહીં અમારી જોડે નથી, થોડી દૂર જતી રહી હોય તેવું લાગે છે..!’ પ્રવિણે કટાક્ષભરી નજરે પલ સામે જોઈને હિતેનભાઈને જવાબ આપ્યો અને ત્યાં બધા આ જવાબ સાંભળીને મોટેથી હસ્યા.
‘ અરે…નાના હું અહીં જ છું, ક્યાંય દૂર નથી ગઈ અને કયાંય જવાની પણ નથી..!’ એવું મોટેથી બોલી એટલે હિતેનભાઈએ સાંભળીને પ્રવિણને કહ્યું.. ‘હવે બહુ ડાહ્યો ન થઈશ ને આપ મારી દિકરીને ફોન..!’
‘જય શ્રી કૃષ્ણ બેટા પલ.. કેમ છે મારી દિકરી..?’ તેજલબેને સામે છેડેથી પૂછ્યું.
‘ એ બવ હારું સે હો મન.. નાનીમા.. તમી કીમ સો હંધાય..કાઈલ નો મન ફોન નથ કઈરો.. એવુ હાલે કાંઈ..?’ એમ લક્ષ્મી સામે પલે આંખ મિચકારીને મસ્તીખોર અંદાજે તેજલબેનને જવાબ આપ્યો.
‘સોરી બેટા.. કાલે તારા માટે પૂજા રાખી હતી એટલે સમય જ ના મળ્યો..!’
‘ ઓહ મારા માટે પૂજા.. કેમ ?’
‘ કાલે ડોટર્સ ડે હતો ને..! આમ તો આપણી સંસ્કૃતિ કોઈ એક ડે ઉજવવા માટે નથી જ પણ આયોજકો પાંચેક દિવસ પહેલા મળવા આવ્યા હતા અને કહ્યું કે ડોટર્સ ડે છે તો તમે પૂજા સ્પોન્સર કરો. આપણે તો કોઈ નિમિત્ત જ જોઈએ ને, એ બહાને તો એ બહાને પણ ભગવાનને મારી દિકરી માટે પ્રાર્થના થાય ને..!’
‘સારુ નાની… અમને તો ગમે હો.. રોજ તો હોય જ પણ આ દિવસે બધા કોન્સિયસ થઈને સ્પેશિયલ પ્રવિલેજ મળે’ એવું મજાકમાં કહી પલે એના પપ્પાને ફોન આપ્યો.
‘ હલો… પ્રવિણ સાંભળ… એક ગુડ ન્યુઝ છે..’
‘ ઓહ હા… કહો કહો જલ્દી..!’
‘આપણે જે “ગ્લોબલ એક્સપોર્ટ” અમેરિકન કંપની જોડે ટાઈ અપ કરવાનો પ્રયત્ન કરતા હતા તે હવે ગઈ કાલે ડિલ ફાયનલ થઈ ગઈ છે.’
‘અરે વાહ… ઈટ્સ મિરેકલ હિતેનભાઈ.. રિયલી મિરેકલ.. આની તો બહુ જ પોઝીટીવ ઈમ્પેક્ટ થશે આપણી કંપની પર..’
‘થશે નહીં પ્રવિણ થવા લાગી…ખબર નહીં પણ આ વાત છેલ્લા એક અઠવાડિયાથી માર્કેટમાં લિક થઈ હોય તેવું લાગ્યું. આપણે બધા જ એમ્પ્લોઈસને આપણી કંપનીનાં શેર આપવાના હતા ત્યારે કંપની પબ્લિક લિમિટેડ કરવી પડી હતી…છેલ્લાં એક અઠવાડીયાથી શેરના પ્રાઈઝમાં અપર સર્કિટ લાગે છે.. પાંચ ટ્રેડિંગ ડે માં પચાસ ટકા શેરનો ભાવ વધી ગયો..’
‘ઓહ… ધેટ્સ ગ્રેટ ન્યુઝ એટલે પાંચ દિવસોમાં દોઢી વેલ્યુ..! પણ આ ડિલ તો બહુ જ ખાનગી રીતે થતી હતી.. આપણી કંપનીનાં શેર પણ બહુ બહાર નથી.. જે એમ્પ્લોઈસે થોડાઘણાં માર્કેટમાં વેચ્યા હશે તે જ ને..!’
‘હા… પણ જયાંથી લિક થયુ હોય તે પણ કંપનીને ફાયદો જ ફાયદો છે..’
પ્રવિણે કહ્યું, ‘તમે વોચ તો રાખો જ કે આપણાં કયા એમ્પ્લોઈ તરફથી આ મેટર લિક થઈ..?’
‘મેં પુરી ઈન્ક્વાઈરી કરી છે… એક પણ કર્મચારી પર ડાઈટ નથી.. આપણી ત્રણેય કંપનીમા વોચમેન, ડ્રાઈવર થી લઈને જનરલ મેનેજર સુધી.. કોઈના પર પણ સહેજે ડાઉટ નથી જતો..’
‘તો… કોણ હોઈ શકે ? વાત લિક થયા વગર માર્કેટમાં આવો કરંટ આવે જ નહી..એ કંપનીના જનરલ મેનેજિંગ ડિરેક્ટર જોડે છેલ્લી ઓનલાઈન મિટીંગ તો પલે જ કરી હતી ને…!’
‘હા.. આપણે તો આશા જ છોડી દિધી હતીને… આ તો બહેન બા નવું નવું ભણીને આવ્યા.. તમે લોકો હરીદ્વાર જવાના હતા એનાં આગલે દિવસે આ પલડી ઓફિસ આવી હતી અને મને ટેન્શનમા જોઈને પલે પુછ્યુ હતુ કે નાનુ.. શું છે..? તો મે એને આ ડિલ અંગે વાત કરી હતી તો પલે મને કહ્યું કે મને બે કલાકનો સમય આપો હું મારી રીતે પ્રેઝન્ટેશન તૈયાર કરી લઉ અને પછી મને એક ઓનલાઈન મિટીંગ ગોઠવી આપો.. તો મને એમ કે આમ પણ આ ડિલ થવાની જ નથી તો ભલે આ છોકરી શીખે.. એન્ડ શી ડિડ મિરેકલ..( થોડો ઉંડો શ્વાસ લઈને…)
કાલે સાંજે ફાયનલ કોલ આવ્યો ત્યારે પહેલા એ જ પુછ્યુ કે કોણ હતા એ એમ્પ્લોઈ જેની સાથે અમારે ફાયનલ મિટ થઈ હતી ? અમારે આગળ ટાઈઅપ પછી એમની જોડે જ વર્ક કરવાનુ છે..!’
‘ઓહ… ઓહ.. તો આ ડિલ અંગે વાત કદાચ પલે તો લિક નહીં કરી હોય ને…!!!!

(ક્રમશઃ )
લેખકઃ રાજેશ કારિયા