Chhappar Pagi - 46 in Gujarati Women Focused by Rajesh Kariya books and stories PDF | છપ્પર પગી - 46

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

છપ્પર પગી - 46

છપ્પરપગી
——————————

‘ઓહ… ઓહ.. તો આ ડિલ અંગે વાત કદાચ પલે તો લિક નહીં કરી હોય ને…?’ પ્રવિણે કહ્યુ.
‘શક્ય છે પ્રવિણ, કેમકે તે દિવસે ઓનલાઈન મિટીંગ પુરી કરીને પલ જબરદસ્ત કોન્ફિડન્સથી રાકેશને કહેતી ગઈ હતી કે ચાચુ ડિલ કન્ફર્મ થઈ જ જશે.. સ્ટાફમાં બધાને કહેજો કે કોઈ પોતાના શેર વેંચે નહી..! અને એ વાત લંચ વખતે ઘણા એ સાંભળી હતી, પણ જે થયુ તે સારુ જ થયુ છે ને..!’
‘સારું હિતેનભાઈ…’ એમ કહીને પ્રવિણે ફોન પૂરો કર્યો અને પલ સામે જોઈને કહે છે, ‘આટલો બધો કોન્ફિડ્ન્સ હતો તને દીકરી..!’
‘ શાનો પપ્પા…?’
‘તારી ગ્લોબલ એક્સપોર્ટ કંપની જોડે ડીલ માટે..!’
‘હાંઆઆઆ… કેમ નહી.! આપણી કંપની નાની છે પણ બિઝનેશ એથિક્સ, ક્વોલિટી અને ટ્રાન્સપરન્સી વિગેરે કેટલીએ બાબતો છે, જેની ટક્કરે બીજી કોઈ કંપની નથી આવતી…અને મે તો માત્ર બિઝનેશ એથિક્સની જ વાત પર ભાર મૂક્યો હતો.’
‘યસસસ… બેટા એ ડીલ કન્ફર્મ થઈ ગઈ છે… પણ આ વાત બધે જ પહેલાથી લિક થઈ ગઈ હોય તેવું લાગે છે..! તે કરી હતી..?’
‘હા… કેમ કે મને વિશ્વાસ હતો કે આપણી ડીલ થઈ જશે અને આપણે એમ્પ્લોઈસને આપેલ શેર્સ એ વેચે નહી તો એમને ફાયદો જ થાય ને…!’
‘હા.. બિલકુલ ફાયદો થાય પણ મોટેભાગે એ લોકો તો કોઈ વેચવા તૈયાર જ નથી હોતા..! તો પછી આ ડીલ થઈ જશે એટલે વેલ્યુએશન વધી જ જશે એવું સ્પેશિયલ્લી બિફોર હેંડ ડિક્લેર કરવા પાછળ નો ઈન્ટેન્શન ન સમજાયો..’ પ્રવિણે કહ્યું.
‘યસ… પપ્પા યુ આર એબ્સોલ્યટલી રાઈટ.. મારો ઈરાદો તો આ વાત ડિક્લેર કરવાનો જ હતો.. લંડન ભણતી તો મારા ઘણા બધા ક્લાસમેટ્સના પેરેન્ટ કંપનીઓ માલિક કે સીઈઓ વિગેરે હતા અને હવે બધા આવી જ સ્ટ્રેટેજી અપનાવે છે..આ તો હ્યુમન સાયકોલોજી જ છે અને એનો એડવાન્ટેજ બધા લેતા હોય છે..’ પલે પોતાની વાત જસ્ટીફાય કરવા માટે કહ્યુ.
પ્રવિણે કહ્યું, ‘શું આ રોંગ પ્રેક્ટીસ નથી..! આપણી કંપની જેન્યુઈન છે, સામે જે ટાઈઅપ કર્યું તે કંપની પરફેક્ટ છે એટલે બરોબર પણ ઘણી વખત લીધેલ નિર્ણય ખોટો સાબિત થાય તો શેર હોલ્ડર્સ ભરાઈ જાય ને..!’
‘પપ્પા.. એવું નથી.. અત્યારે જે લોકો શેર ખરીદે કે વેચે તે ઓપોર્ચ્યનિસ્ટ છે… મારો ઈન્ટેન્શન એ નથી કે…!’
પ્રવિણે પલને અટકાવતા કહ્યું, ‘ સારુ બેટા એ વાત ફરી કોઈ વખતે પણ અત્યારે તો સ્વામીજી આપણી રાહ જોઈ રહ્યા છે.. એટલે આપણે અંદર જઈએ.’
બધા હવે અંદર કુટીરમા જઈને બેસે છે.. એટલે સ્વામીજી જાતે જે મેસુબ પ્રસાદ માટે બનાવેલ હતો તે બધાને પ્રેમથી ખવડાવે છે અને પછી પુછે છે,’ બોલો બેટા લક્ષ્મીજી… શુ તકલીફ થઈ છે પલ થી તમને લોકોને ..?’
લક્ષ્મીએ કહ્યુ, ‘સ્વામીજી પ્રશ્ન એ છે કે હુ અને પ્રવિણ બન્ને રિટાયરમેંટ લેવા ઈચ્છીએ છીએ…અને હિતેનભાઈ અને તેજલબેન પણ જોડે જ રિટાયર્ડ થવાનું નક્કી કર્યુ છે.હવે વાનપ્રસ્થ સ્વીકારીએ અને જાતે જે સમાજસેવા અને રાષ્ટ્રસેવા કરીએ, હરીએ-ફરીએ અને દેવદર્શન કરીએ અને આત્માના કલ્યાણ માટે કાંઈ કરીએ…!’
આટલું બોલી લક્ષ્મી અટકી ગઈ.
સ્વામીજીએ એ બન્ને સામે સૂચક નજરે જોયુ પણ કંઈ જ બોલ્યા કે પૂછ્યું નહીં… પ્રવિણ અને લક્ષ્મી બન્ને જાણતા હતા કે સ્વામીજી બહુ જ સારા ધૈર્યવાન શ્રોતા છે.. એમને એવુ લાગ્યું કે પ્રશ્ન આટલો જ નથી કંઈ વધારે બાબતે છે એટલે એ રાહ જોઈ રહ્યા હતા… પ્રવિણ સમજી ગયો એટલે એમણે જ આ વાત આગળ વધારી.
‘સ્વામીજી અમે ઈચ્છીએ છીએ કે પલ લગ્ન માટે સિન્સીઅર બની જાય અને બધો જ બિઝનેશ સંભાળી લે તો અમે ચારેય નિશ્ચિંત બની જઈએ.’
‘શું તમે એમને બધુ સોંપી દેશો તો નિશ્ચિંત બની શકશો..! એની એનાં પરીવારની, બિઝનેશ વિગરે ની કોઈ જ ચિંતા ક્યારેય નહીં થાય …? સ્વામીજીએ પુછ્યુ.
‘સાવ નિશ્ચિંત બની જઈએ એવુ તો મા બાપ તરીકે શક્ય નથી લાગતું પણ થોડા મુક્ત ચોક્કસ બની જઈએ.’ લક્ષ્મીએ સ્વામીજીનો ગર્ભિત પ્રશ્ન સમજી લીધો એટલે પોતાની મર્યાદા સ્વીકારી અને જવાબ આપ્યો.
‘સારું…. પલનો પ્રશ્ન શું છે.?’ સ્વામીજીએ પલ સામે જોઈને પૂછ્યું.
પલે બહુ જ કોન્ફિડેન્ટલી કહ્યુ… ‘ મારે તો કોઈ પ્રશ્ન છે જ નહીં સ્વામીજી.. આ તો મા બાપુ મારી વાત નથી માનતા એટલે એમને પ્રશ્ન જેવું લાગ્યું.’ એમ જણાવી ને હસી પડી.
‘બહુ સારુ…’ એમ બોલી લક્ષ્મીએ છણકો કર્યો.
‘જુઓ સ્વામીજી પહેલી વાત કે મારે લગ્ન હમણાં નથી જ કરવા.. કદાચ ભવિષ્યમાં કરીશ કે નહીં એ હાલ ન કહી શકું… મારે લાઈફ મા કંઈ એચિવ કરવું છે, જે મેં વિચાર્યું છે.. અને એ માટે મને પુરતી મોકળાશ જોઈએ છે, જે હાલ લગ્ન કરવાથી નથી મળે તેમ. મને ઈન ફ્યુચર કંઈ જરુરિયાત લાગશે તો ચોક્કસ એ બાબતે વિચારીશ.’
સ્વામીજીએ ફરી બધા સામે જોયું અને શાંતિથી હજી સાંભળવાની કોશિશ કરી રહ્યા હતા, કેમકે એ જાણતા હતા કે હજી મૂળ પ્રશ્ન આ નથી… એ કંઈ જ ન બોલ્યા એટલે પ્રવિણે કહ્યુ, ‘સ્વામીજી માત્ર આ વાત નથી, એટલી જ વાત હોત તો પલ ની ઈચ્છા મુજબ જે કહે તેમ કરી આપીએ..’
‘તો..શું છે..?’
‘ પલ એવું ઈચ્છે છે કે એ પોતાનો નવો બિઝનેશ શરૂ કરે..! એ પણ ભલે કરે, પણ એનુ કહેવું એવું છે કે એને પોતાનાં હિસ્સાની જે શેર છે, કે એની જે રકમ આવે તેનાથી જ કોઈ નવી શરૂઆત કરે અને અત્યારનો જે અમારો વેલ ડેવલપ્ડ બિઝનેશ છે તે નહી… એ વધારાના કોઈ જ રૂપિયા, સવલત, ગુડવીલ કે અન્ય કંઈ જ મદદ લેવા તૈયાર નથી..! આટલું મોટું સામ્રાજ્ય ઉભુ કર્યુ એ પલ પોતે જ લેવા તૈયાર ન થાય તો પછી કોના માટે..!’
આટલી વાત કરી તો પછી પ્રવિણનુ હૈયુ ભરાઈ આવ્યું અને એ વાત કરતો બંધ થયો.. એટલે સ્વામીજીએ પલને પુછ્યુ કે , ‘તું શું ઈચ્છે છે..કે તારા મા બાપુ આ બિઝનેશ કન્ટીન્યુ જ કરે … રિટાયરમેંટ ન લે..? આ ચિંતામાંથી મુક્ત થઈ ને પોતાની ઈચ્છીત જિંદગી ન માણે ? બિઝનેશ આટોપી લે કે કોઈને હેન્ડઓવર કરે તો પછી શું ? પૈસાનું શું કરે ..?’
પલે કહ્યુ, ‘એ લોકો પોતાના પૈસા જેમ ઈચ્છે તેમ વાપરે, ચેરિટી કરે, પણ મારી સિકિયોરીટી માટે છેવટ સુધી માત્ર પૈસા માટે ચિંતા કરે એવું હું નથી ઈચ્છતી… એટલી સિક્યોરીટીતો છે જ કે મને આજીવન કોઈ મુશ્કેલી નથી પડવાની.. મારો નવો બિઝનેશ સફળ થશે જ પણ તેમ છતાં હું નિષ્ફળ જઈશ તો મારું સર્વસ્વ નહીં ગુમાવી દઉં, હું ફરી પ્રયત્ન કરીશ.. એવું તો બિલકુલ નથી કે નિષ્ફળ જઈશ તો ભૂખ્યા મરવાનો વારો આવે..! આપણો આશ્રમ તો છે જ ને..!’
લક્ષ્મીએ કહ્યુ, ‘પણ… સ્વામીજી અમારા પૈસા ન લેવા અને અને નવેસરથી એકડો ઘૂંટવો એ કેમ મગજમાં બેસે..? હવે બિઝનેશ કોઈ બિજા ને સોંપીએ તો કે પુરતુ ધ્યાન ન આપે તો.. આ બિઝનેશ પડી ભાંગે, કંઈ ફ્રોડ થઈ શકે, પ્રતિષ્ઠા નબળી પડે એવુ કંઈ થઈ શકે ને..’
પલે કહ્યુ, ‘તમારે તમારો બિઝનેશ કંટ્રોલ કરવા પોતે જ સતત રહેવું જરૂરી નથી, જ્યાં હોય ત્યાંથી, મિનીમમ સમય ફાળવીને પણ મેનેજ કરી શકાય છે.. મુકેશભાઈ શુ પોતાની દરેક કંપનીમાં, દરેક ઓફિસમાં જાતે જ જઈને બેસે છે..! છતાં હજારો કરોડનો બિઝનેશ કરે જ છે અને સતત ગ્રોથ કરતાં જ રહે છે.. હવે ટ્રેડિશનલી બિઝનેશ કરવાનો જમાનો નથી..’
પછી લગભગ ચાર પાંચ મિનીટ્સ કોઈ જ ન બોલ્યું અને પછી સ્વામીજીએ પુછ્યુ, ‘હવે કોઈને કંઈ કહેવું છે..?’
પણ લગભગ બધાએ નકારમાં માથું ધુણાવ્યુ પણ લક્ષ્મીએ કહ્યું, ‘સ્વામીજી તમે હવે આનું કંઈ નિરાકરણ લાવો..! અમને સૌને તમારા પર પુરો ભરોસો છે કે બધાને અનુકૂળ હોય તેવો રસ્તો તમે સૂચવશો… બરોબર ને પલ..?’
પલે પણ કહ્યું, ‘હા સ્વામીજી તમે જ કંઈ રસ્તો બતાવો..!’

( ક્રમશઃ)
લેખકઃ રાજેશ કારિયા