પ્રેમ સમાધિ
પ્રકરણ-41
કલરવ કાવ્યા સાથે મીઠી ગોષ્ટી કરતાં કરતાં પાછી ભૂતકાળની ભૂતાવળમાં જતો રહેતો હતો.. કાવ્યાએ ફરીથી અટકાવ્યો... “એય કલરવ કાં તુ આપણી મીઠી વાતો યાદ કર અથવા ભૂતકાળને તાજો કરી લે.. આમ તારી વિતક ક્યાં સુધી વાગોળ્યો કરીશ ?”
કલરવે કહ્યું "કાવ્યા તું મારાં જીવનમાં નવી આશા લઇને આવી હતી મારી કઠોર કલ્પનાઓમાં સંવેદનાનાં શમણાં સજાવી રહી હતી.... સખ્ત અને કઠોર જીવનમાં નવો વળાંક આવેલો મેં સારું જીવવાનું શરૂ કરેલું....”
“પણ.... સાચું કહું કાવ્યા ? મારાં જીવનમાં જ્યારે મને સાચુ ભાન આવ્યું હું સાચી રીતે પુખ્ત થયો.. હજી થયો ના થયો અને દુઃખનાં ડુંગરા તૂટી પડેલાં.. એક સાંધતા તેર તૂટે એવી સ્થિતિ હતી. માંબાપનાં ઓછાયામાં.. માંનાં પ્રેમ લાડમાં ક્યાં હું મોટો થઇ ગયેલો એની ખબરજ નહોતી રહી..”
“તું આપણી મીઠી વાતો યાદ કરવા કહે છે એ મને ખૂબ ગમે છે આખાં જીવનમાં તારી પ્રથમ મુલાકાતથી જીવનનો અંતિમ શ્વાસ..... એની વચ્ચેનો ગાળો સોનેરી અવસર હતો સમય હતો એમાંય આપણો પ્રેમ સોનેપે સુહાગા જેવો... હું કેમ ભૂલું ? પણ મેં અકાળે મારી માં ખોઇ મારી નાનકી વ્હાલી બહેન ખોઇ એ ખટકો એ ખોટ ક્યારેય ભૂલી ના શકું મને વારે વારે એવું થાય છે કે મેં એવાં ક્યા પાપ કર્યા હશે કે મને આવો વરવો સમય જોવાનો આવેલો ?”
“જેમ તું મારું જીવન છે એમ એ મારાં જીવનનો ભાગ હતાં. આજે "ભાગ" શબ્દ વાપરું છું ત્યારે એજ જીવન હતાં મારાં કિશોરવસ્થામાં કેવાં કેવાં સ્વપ્ન જોયેલાં હું ખૂબ ભણીશ ભણવા માટે મોટા શહેરમાં જઇશ... ખૂબ ભણીશ હું એવો તૈયાર થઇશ કે મારાં માંબાપ મારી બહેનને સોનાનાં હીંડોળે ઝૂલાવીશ એમને જોઇને હું આનંદીત થઇશ...”
કાવ્યાએ કહ્યું “જે નિયતિએ નક્કી કર્યું હોય એજ થાય હું કે તું બદલી ના શકીએ મારાં કલરવ હવે એ બધી અવસ્થા વીતી ગયેલી વાતોને હૈયેથી દૂર કર એને સ્વીકારી લઇશ તો દુઃખી નહીં થાય.”
“હું તને વારે વારે એટલેજ આપણી મીઠી વાતો એ સોનેરી સમય યાદ કરવા કહું છું આપણને પણ ક્યાં ઓછા અંતરાય આવ્યાં છે ? આપણે પણ આપણાં પ્રેમ માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો... પણ મિલનનું સુખ પણ ખૂબ મળ્યું. મારાં પિતાએ પણ આપણો કેટલાં ઉમળકાથી સ્વીકાર કરેલો એ સમય.. પૃથ્વી પર સ્વર્ગ અનુભવેલું..”.
“મને એવું લાગે કલરવ કે તારે તારો ભૂતકાળ યાદ કરી જેટલી ક્ષણો તેં એકલાએ બધુ સહ્યું દુઃખ વેઠ્યું બધુજ ક્ષણ ક્ષણનું આજે મને કહી દે.. તારાં દીલમાંથી બધી વાત નીકળી જશે પછી તને શાંતિ થશે.. પછી આપણે ફરીથી આપણાં પ્રેમદરિયામાં ડૂબી જઇશું..”
“સાચું કહું કલરવ... તારી આ બધી દુઃખથી ભરેલી વિતક કથા તારાં માટે દુઃખદ છે તેં કેટલી અસહ્ય વેદનાઓ વેઠી છે.. સાંભળતાં રૂવાંડા ઉભા થઇ જાય છે આંખમાં આંસુ ધસી આવે છે તો તે કેવી રીતે પસાર કર્યા હશે એ 6 મહિના... એ એક એક ક્ષણ કેવી કારમી યાતનાં ભોગવી હશે આજે કહીદે બધુંજ મને... કહી દે મારાં કલરવ....”
કલરવ કાવ્યાની સામેજ જોઇ રહેલો. આજે શીતળ ચાંદની રાત હતી પ્રેમ દેવતાએ વરદાન આપી પુષ્ટ કરેલાં બંન્ને જીવ.. બંન્ને એકબીજાનાં સ્પર્શનો એહસાસ એ એક અનોખી હૂંફમાં વળગીને બેઠાં હતાં અને કલરવે કહ્યું "હાં કાવ્યા એકવાર હું "તને બધુંજ કહી દઊં મારું દીલ તારી પાસે ખાલી કરી દઊં પછી આપણી મીઠી ક્ષણોજ એની પાછળ પાછળ આવશે.”
કાવ્યાએ પૂછ્યું "એ કાળો તારા પાસે હતો તું કહેતો કહેતો અટકેલો કે એ રાતે.. અડધી રાતે.. શું ? શું થયેલું ? કલરવે કહ્યું.. "કાવ્યા એ વિકૃત હતો તામસી, નશાખોર અને જાતિય વિકૃતી ધરાવનાર રાક્ષસે અડધી રાત્રે ખૂબ દારૂ પીધેલો મારી પાસે આવેલો....”
“એ નરાધમ મારી પાસે આવી મારાં પગ ઉપર હાથ ફેરવી રહેલો. એનો ચહેરો બરાબર મારાં ચહેરાં સામે લાવી મને ચૂમવા ગયો અને મારી આંખ ખૂલી ગઇ એની નશેડી લાલ લાલ આંખો એનું વિકરાળ તામસી વાસનામય સ્વરૂપ મારી સામે હતું મેં એને ધક્કો માર્યો ઉભો થઇ ગયો મેં દરવાજા તરફ જોયું એ બંધ હતો... કાવ્યા... એ પિશાચ મારી સામે ક્રોધ અને વાસનાભર્યા ચહેરે મારી સામે જોઇ રહેલો... એણે કહ્યું તૂ કહી નહી જા સકતા.. તૂ આજકી રાત મેરે સાથ સો જા.. કલ મૈં તેરે બાપ સે મિલા દૂંગા... મેરા પ્રોમિસ હૈ, તૂ ઇતના બડા હો ગયા ફીરભી સમજતા નહીં હૈ ? મેં કીધું એય શેતાન મૈં ઐસા વૈસા લડકા નહીં હૂં મુઝે જાને દે... મુઝે મેરે બાપ સે મિલના નહીં હૈ, મૈં જા રહા હૂં મૈં દેખતા હૂં તું ક્યા કરતા હૈ ?”
“પેલો હરામી હસ્યો એણે કહ્યું તું ભાગ નહીં સકતા.. એમ કહી એણે બાજુનાં ટેબલ પર પડેલો છૂરો ઉપાડ્યો મારાં તરફ બતાવી કહ્યું યે તેરા સગા નહી હોગા એમ કહી મારી તરફ આવ્યો...”
“હું ખૂબ ગભરાઇ ગયેલો મેં આજુબાજુ ડાફોળિયા માર્યા મને કંઇ સમજ નહોતી પડતી હું શું કરું ? મેં ત્યાં પડેલી સાયકલની ચેઇન ઉપાડી અને એની સામે થયો... એ હસવા માંડ્યો.. આ... આ... માર મુઝે.. યે છુરા પેટમેં માર દૂંગા કહીં કા નહીં રહેગા એમ બોલતાંમાં એ મારી નજીક આવી ચેઇન ખેંચી લીધી અને મારાં ગાલ પર જોરથી તમાચો મારી દીધો.”
“હું એનાં વારથી નીચે પડી ગયો.. હું જેવો નીચે પડ્યો એ મારાં ઉપર સવાર થઇ ગયો ચાકુની અણી એણે મારાં ગળા પર મૂકી કહ્યું મૈં બોલુ ઐસા કર વરના માર દૂંગા ?”
“હવે મારામાં બુધ્ધિ આવી... મેં વિચાર્યું આને બળથી નહીં કળથી મારવો પડશે.. મેં હાથ જોડીને કહ્યું આપ બોલોગે વો મેં કરુંગા મુઝે છોડ દો.. પેલાએ છરો બાજુમાં મૂકી હસવા લાગ્યો... એણે દારૂની બોટલ ઉપાડી એક સાથે પી ગયો અને મારી સામે વાસનાભરી નજરે જોઇ રહેલો એને દારૂનો નશો ચઢી રહેલો.. કાવ્યા... એણે...”
“મારાં કપડાં કાઢવા માંડ્યાં.. એ નશામાં મારાં અંગ અંગને સ્પર્શી રહેલો મને જાણે કીડા ચટકતાં હતાં મેં લાગ જોઇ એનાં બે પગ વચ્ચે જોરથી લાત મારી દીધી એ ઓહ કહીને બાજુમાં પડ્યો મેં એનો છરો ઝડપથી ઉઠાવી એની છાતીમાં ભોંકી દીધો....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-42