પ્રેમ સમાધિ
પાર્ટ – 37
કાવ્યાએ કલરવને કહ્યું "કલરવ જો ને કેવી રળીયામણી પૂનમની રાત છે. આપણે "અધૂરા" જીવ પ્રેતયોનીમાં છીએ... કાશ આપણને પ્રેમદેવતા શરીર હોય એમ એમ સ્પર્શનો પ્રેમનો ..સ્પર્શે..એહસાસ થાય.. આજે મને આપણી પ્રથમ મુલાકાત પહેલી નજરનો પ્રેમનો એહસાસ યાદ આવી રહ્યો છે અને તું ભૂતકાળનાં ભુતાવળને વાગોળી રહ્યો છે. કલરવ મીઠો ટહુકો... તારાં એ પ્રેમ આનંદ યાદ કરવાં છે... કાશ મારું શરીર હોત મારી આંખોમાંથી પ્રેમાંસુ વરસી રહ્યાં હોત... કલરવ ...”
કલરવનો જીવ પ્રેમ સ્પંદન સાંભળી જાણે કાવ્યાનો સહવાસ યાદ કરવા લાગ્યો... એણે કહ્યું "પ્રેતયોનીમાં છીએ એકબીજાનાં જીવને સમજી સાંભળી તો રહ્યાં છીએ... ચાલ પ્રેમદેવતાને આજીજી કરીએ કરગરીએ આપણને સ્પર્શનાં સ્પંદનનું વરદાન આપી દે... આજે આ પૂનમની રાત છે ચંદ્રમા સોળે કળાએ ખીલી ઉઠ્યા છે તેઓ વાદળ સાથે રમી રહ્યાં છે આખું નભ પ્રકાશી રહ્યું છે એમનાં પ્રેમસાક્ષીમાં તારાઓ ખુશીઓથી ટમટમી રહ્યાં છે... ચાલ કાવ્યા ભૂતકાળની વાતો ભૂલી એકબીજામાં ખોવાઈ પ્રાર્થના કરીએ...”
કાવ્યા કલરવનાં પ્રેતજીવ એકબીજામાં પરોવાઈ ઈશ્વરને સાક્ષી રાખીને અત્યારથી પરમાત્માને વિનવી રહ્યાં.. બંનેનાં જીવ એકબીજામાં ખોવાયેલાં પંચતત્વને સાક્ષી બનાવીને બસ પ્રાર્થી રહેલાં. સમય વીતી રહેલો... અડધી રાત વિતી ગઈ... બંનેનાં જીવ હજી નમ થઇને ખોવાયેલાં...
આકાશમાં ચંદ્રનું તેજ તીવ્ર બન્યું... હળવો ઠંડો પવન ચાંદનીની શીતળતા સ્પર્શ કરાવવા વેગવંતો બન્યો... વાદળ ચઢી આવ્યાં... આકાશમાં વીજળીનાં ચમકારાં થયા જાણે પ્રેમદેવતા સાક્ષાત સાક્ષી બનીને આવ્યાં... બંન્ને પ્રેતજીવને સ્પંદન અને સ્પર્શનાં અનુભવ કરાવવાં લાગ્યાં... જોતજોતામાં ફક્ત સમાધિ... એમનાં સમાધિનાં પત્થર પાળીયા ઉપર વરસવા લાગ્યા... બંન્ને જીવને સ્પર્શનો સાનુભવ અભિભૂત થયો બંન્ને જીવ આનંદથી થનગની ઝૂમી ઉઠ્યાં...
કલરવે... કાવ્યાને કહ્યું "હેય કાવ્યા જો જો હું તારાં મીઠાં સ્પર્શનો અનુભવ કરી શકું છું રૂઠેલા દેવની કૃપા થઇ હું... હું .. હું ... તને જોઈ સ્પર્શી શકું છું... કાવ્યાં...”
કાવ્યા ખુશીથી નાચી ઉઠી... પાળીયાનાં પત્થરનાં બે ભાગ થઇ ગયાં એમાં ચીતરેલાં બે નામ એક થઇ ગયાં કાવ્યા મદહોશીમાં ઓતપ્રોત હતી એની આંખો બંધ થઇ ગઈ કલરવનાં હોઠ કાવ્યાનાં હોઠ પર મુકાયાં અને દીર્ઘ ચુંબન લીધું કાવ્યા બસ..”
“એ પ્રેમરસ ... મધુરરસ...પીતી રહી... કલરવે દીર્ઘ ચુંબન લીધાં પછી કહ્યું " દેવની કૃપા છે કાવ્યાં... અહીં વરસોથી પાળીયામાં સૂતેલાં આપણાં જીવ ઉઠી ગયાં જાણે નવો જન્મ...”
કાવ્યાએ કહ્યું "કલરવ... મારાં કલરવ... આપણાં સાચાં પ્રેમની પાત્રતાએ આ પ્રેમનું વરદાન પ્રાપ્ત થયું છે મારે બસ અનંતકાળ સુધી તારાં પ્રેમમાં બંધાઈ રહેવું છે બસ તને જોયાં કરવો છે તને પ્રેમ કરવો છે ના ભૂખ,તરસ ના કોઈ બીજી ખેવના... માત્ર તુજ જોઈએ છે. તારો આ સહવાસ સ્પર્શ મારે માણવો છે તન નથી રહ્યો પણ એનો આવો એહસાસ પણ મીઠો છે આટલું મળ્યું ઘણું છે.”
કલરવે કહ્યું "કાવ્યા ઋષિમુનીઓ વર્ષોની તપસ્યાં પછી આવું વરદાન કે સિદ્ધિ પ્રાપ્ત કરે છે આપણાં આ સાચા પ્રેમનો અર્ક આજે ચઢીયાતો સાબિત થયો છે આપણાંમાં આવેલી આ સ્પર્શ સહવાસ અનુભવવાની પ્રાપ્તિજ મોટી સિધ્ધી છે.”
આકાશમાં જાણે ચંદ્રમાં ચાંદની પ્રસરાવીને હસી રહેલાં...
પ્રેમદેવતાં જાણે પૂર્ણ રૂપે પ્રસન્ન હતાં બંન્ને પ્રેત જીવોને આજે સંવેદના પ્રદાન કરી હતી બન્નેનાં હાથ એકબીજામાં પરોવાઈ દર્શન કરતાં પગે લાગી રહેલાં ઈશ્વરનો આભાર માની રહેલાં...
કાવ્યાં અને કલરવનાં આભાસી તનની આંખોમાંથી અશ્રુઓનો વરસાદ વરસી રહેલો... બંન્ને ભીંજાય. એ આસુંની ધાર પાળીયાનાં પત્થર સુધી પહોંચી ગયેલી બંન્ને પત્થરનાં ભાગ કેસરીયા રંગે રંગાઈ ગયાં. પાળીયો સફેદમાંથી કેસરીયો થઇ ગયો...
કલરવે કહ્યું “તારાં પ્રેમની તીવ્રતાએ મને જગાડ્યો મારાં જીવાત્મામાં પ્રેમ પરોવી ઈશ્વરને કરગર્યા એમણે કૃપા વરસાવી... તું મને પ્રિયતમા તરીકે મળી મારું અહોભાગ્ય છે મારી કાવ્યા... પ્રેમ હંમેશા શિખરે હોય છે એનાં જેટલી ઊંચાઈ હિમાલયની પણ નથી..”.
કાવ્યાએ કહ્યું "મારાં પ્રિયતમ... હિમાલયમાં કૈલાસ પર્વત છે જેમાં ઉમાશીવ અર્ધનારીશ્વર સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે એમનાં જેવો પ્રેમ કરવાનો છે એજ સાચી પ્રેમની પ્રેરણામૂર્તિ છે એમની કૃપાથી જ આપણને આ વરદાન મળ્યું છે... મારાં શિવ... તું મારો શિવ હું તારી ઉમા...”
કલરવે કહ્યું “આપણી પાત્રતા એમનાં જેવી અદભુત બને આપણે કાયમ માટે અર્ધનારીશ્વર જેવા બની જઈએ. પ્રેમજ આપણો ખોરાક એજ તરસ એજ જળ... બીજું કંઈ ના ખપે... વાસનાનાં નામે પ્રેમ નહીં... પણ પ્રેમમાં પ્રચુર ક્યારેક વાસના હાવી થાય છે પણ એની તૃપ્તિમાં પણ મને સ્વર્ગીય આનંદ મળે છે. તારી સાથે મેં એ ભોગવ્યો છે માણ્યો છે અને તૃપ્ત થયો છું. અગમ્ય આનંદ માણ્યો છે.”
કાવ્યાએ કહ્યું "એય મારાં કામદેવ... તારાં એ કામનાં બાણ મને અંદર સુધી વીંધી ગયાં છે હું પણ તારાંથી સંપૂર્ણ તૃપ્ત થઈ છું પણ એ મીઠો સ્વર્ગીય આનંદ મીઠી ક્ષણો કાયમ મને વારંવાર ભોગવવાની ઈચ્છા થતી તારી પાસેથી એ બધુંજ મને મળ્યું છે પણ કલરવ...’
કલરવે એને અટકાવતાં કહ્યું “એ પ્રેમરસ દેવો જે અમીરસ પીતાં એનાંથીયે મીઠો છે ઈશ્વરે સ્ત્રી પુરુષ બનાવ્યાંજ છે એ માણવાં. તને ખબર છે સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળેલું... મંથન થયાં પછી હંમેશા અમૃતજ તૃપ્તિ આપે છે...અને તારાં થકી મને એનો ખુબ મીઠો અનુભવ મળેલ છે.” કાવ્યાએ કહ્યું “હું સંમત છું પણ..’ કલરવે પૂછ્યું “પણ ? એટલે ?” કાવ્યાએ કહ્યું “કામબાણનાં અનુભવ પછી એની તૃપ્તિ પછી એક મોટો યોગ બને છે એ પણ અમર પ્રેમ માટેજ છે એ વૈરાગ્ય યોગ... શિવજીનું એ આભૂષણ છે... તમારામાં એવી પાત્રતા આવી જાય એવો પ્રેમ ઉચ્ચશિખરે પહોંચે કે તમને વાસના માટેની જરૂર જ ના રહે... મંથન શરીરનાં નહીં આત્માનાં થાય અને પરમાત્માની પ્રાપ્તિ થાય.”
કલરવે કહ્યું "સાચું કહું કાવ્યા ? હું તારી આ વાત સાથે સંમત છું પણ પ્રેતયોનીમાં...”
વધુ આવતાં અંકે - પ્રકરણ -36