Agnisanskar - 7 in Gujarati Thriller by Nilesh Rajput books and stories PDF | અગ્નિસંસ્કાર - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અગ્નિસંસ્કાર - 7


બલરાજ પોતાના નાના ભાઈ જિતેન્દ્રના ઘરે પહોંચે એ પહેલા જ લક્ષ્મી એ બે જુડવા બાળકોને જન્મ આપી દીધો હતો.

" જો તો લક્ષ્મી આપણે કેટલા નસીબ વાળા છીએ કે ભગવાને આપણને બે બે દીકરા આપ્યા છે..." બાળકોને હાથમાં લઈ જિતેન્દ્ર બોલ્યો. લક્ષ્મી હજુ પથારીમાં આરામ કરી રહી હતી. ત્યાં જ દરવાજે ટકોર કરતા બલરાજ અને એના આદમીઓ આવી પહોંચ્યા.

પોતાના મોટા ભાઈને જોઈને જીતેન્દ્ર બોલ્યો. " ભાઈ જોવો ભગવાનની કૃપાથી અમારે જુડવા બાળકો થયા છે..." જીતેન્દ્રનો ચેહરો ખુશીથી છલકાઈ રહ્યો હતો.

ત્યાં જ બલરાજે મનમાં નક્કી કરી લેતા કહ્યું. " બાબાની ભવિષ્યવાણી તો સાચી પડી! લક્ષ્મીને બે જુડવા બાળકો થયા છે! મારે બાબાની વાત માનીને એક બાળકની બલી ચડાવી જ પડશે..."

થોડાક દિવસોના વિરામ બાદ જીતેન્દ્ર મજૂરી માટે બીજા ગામ જવા નીકળ્યો.

" લક્ષ્મી, હું જાવ છું, સાંજ સુધીમાં તો હું આવી જઈશ... પોતાનુ અને બાળકોનું ધ્યાન રાખજે ઠીક છે.." બાળકોના માથા પર પ્રેમભર્યું ચુંબન કરીને જિતેન્દ્ર જતો રહ્યો.

ઘરમાં એકલી લક્ષ્મી પોતાના બન્ને બાળકોને સાચવી રહી હતી. દિવસ ખૂબ સરસ રીતે પસાર થયો પરંતુ સાંજ પડતા પડતા અચાનક વરસાદે વરસવાનું શરૂ કર્યું. ધોધમાર વરસાદ સાથે ગામમાં પાણી ભરાઈ આવ્યું. લોકો પોતાના બચાવ માટે ચીજવસ્તુઓ ભેગી કરવા લાગ્યા. જીતેન્દ્ર હજુ પણ બહાર ગામમાં ફસાયેલો હતો અને લક્ષ્મી પોતાના બાળકોને હાથમાં લઈ પ્રાથના કરી રહી હતી.

આવા જ મોકાનો ફાયદો ઉઠાવતા બલરાજ અને એના આદમીઓ ઘર તરફ આવી પહોંચ્યા.

બલરાજને અચાનક ચાલુ વરસાદે આવતા જોઈ લક્ષ્મી ગભરાઈ ઉઠી. પોતાના બન્ને બાળકોને હાથમાં મજબૂતાઈથી પકડી રાખ્યા.

" ભાભી જી કેમ છો?...અરે મારા ભાઈ નથી આવ્યા વરસાદમાં બિચારા ફસાઈ ગયા હશે..."

પોતાના આદમીઓને જોઈને કહ્યું. " ઉભા છો શું? ફ્રૂટ જે લાવ્યા છો એ આપો ભાભીને..." ફ્રૂટની થેલી લક્ષ્મીની પાસે મૂકી.

" ભાભી...હું આ બાળકને હાથમાં લઈ શકું?" આદરપૂર્વક બલરાજે વિનંતી કરતા કહ્યું.

લક્ષ્મી ના ન પાડી શકી અને એક બાળક બલરાજના હાથોમાં સોંપ્યું. બાળકને જોતા જ બલરાજે બનાવટી હાસ્ય આપ્યું. થોડોક સમય બાળકને રમાડ્યા બાદ બલરાજ બોલ્યો.

" ભાભી, મારી વાતનું ખોટું ન લગાડતા તો હું એક વાત કહું..."

" શું વાત છે બોલો?"

" તમારી પરિસ્થિતિ પહેલેથી જ ગરીબ છે અને એમાં પણ તમારે જુડવા બાળકો થઈ ગયા. હવે આનું ભરણ પોષણ અને શિક્ષણ કઈ રીતે પૂરું પાડશો? આવી મોંઘવારીમાં તમારી પાસે બીજી કોઈ આવક પણ નથી ને!"

" એની ચિંતા તમે ન કરો એ અમારી સમસ્યા છે અમે એનો સામનો કરી લઈશું, મારું બાળક મને આપો..." બાળક જોરજોરથી રડવા લાગ્યું.

" ભાભી તમે સમજ્યા નહી, તમે એક જ બાળકની આશા રાખી હતી બરોબર અને આવ્યા કેટલા બે બાળક...! હવે એમાંથી કોઈ એક બાળક મરી જાય તો શું ફરક પડે બરોબર ને?"

લક્ષ્મી બલરાજનો ઇરાદો સમજી ગઈ હતી.

" મને મારું બાળક પાછું આપો..." લક્ષ્મી બાળકને ચીનવાની કોશિશ કરવા લાગી. પરંતુ બલરાજે બાળક પોતાનાં આદમીઓના હાથમાં સોંપ્યું અને કહ્યું. " જાઓ અને આ બાળકને નદીમાં ફેંકી આવો...જો જો બાળક જીવતું ન બચે..."

" જેવો તમારો હુકુમ..." બાળકને લઈને બે આદમીઓ ચાલુ વરસાદમાં નીકળી ગયા.

લક્ષ્મી પોતાના એક બાળકને પથારીમાં સુવડાવી બીજા બાળકને બચાવવા દોડી ગઈ પરંતુ બલરાજ વચ્ચમાં આવીને ઊભો રહી ગયો.

" મને મારું બાળક પાછું આપો!!! હું તમારા આગળ ભીખ માંગુ છું..." બલરાજના કદમોમાં પડી લક્ષ્મી રડવા લાગી.

લક્ષ્મીના રડવાનો અવાજ આસપાસના ઘરોમાં પણ સંભળાતો હતો. પરંતુ કોઈની હિંમત તક ન થઈ કે એ બલરાજ સામે આવીને એમને રોકી શકે.

" ભાભી તમે મને ગલત સમજો છો, હું આ બધું શોકના કારણે નથી કરી રહ્યો, આ બાળકની બલીથી આપણી બધી સમસ્યાનો હલ નીકળી જશે અને તમે જોજો આ ચૂંટણીમાં જીત મારી જ થશે અને પછી તમે પણ પોતાના બાળકના બલિદાન પર ગર્વ કરશો..." બલરાજે કહ્યું.

લક્ષ્મી ઊભી થઈને એક જોરદાર તમાચો બલરાજના ગાલ પર ઝીંકી દીધો અને કહ્યું. " નરાધમ, તારું મોત તો મારા બાળકના હાથે જ થશે, તું તડપી તડપીને મરીશ..."

લક્ષ્મીના શબ્દો બલરાજને જાણે શ્રાપ સમાન લાગ્યા.

ક્રમશઃ