રામ લલ્લા પધાર રહે હૈ અપને ઘર, ઉત્સવ કી તૈયારી કરો...
22 ડિસેમ્બર, 1949 એટલે લગભગ પોણી સદી જૂની આ વાત છે. અયોધ્યામાં એક ભવ્ય રામકથાની પૂર્ણાહુતિનો દિવસ હતો. એ કથાના આયોજક મહંત દિગ્વિજય નાથ હતાં. હિન્દુ મહાસભાના એ પ્રખર હિન્દુત્વવાદી સંત આમ તો યોગી આદિત્યનાથના ગુરુના ગુરુ થાય. યોગીજીના ગુરુ મહંત અવૈધનાથ, અને એમના ગુરુ એટલે મહંત દિગ્વિજય નાથ. અત્યારે આપણને યોગી આદિત્યનાથ કટ્ટર લાગે છે. પણ એમનાથી ચાર ચાસણી ચડે એવા મહંત દિગ્વિજય નાથ!
ભાવિકો ભક્તો સવારથી કથામાં બેઠા હતા. અને અચાનક ડિસેમ્બરની કાતિલ ઠંડીમાંથી ગરમાટો આખા અયોધ્યામાં અને થોડા દિવસોમાં તો આખા ઉત્તર ભારતમાં ફેકસાય જવાનો હતો એ કોઈને કલ્પના પણ નહોતી. હિન્દૂ મહાસભાના અભિરામ દાસે ચાલુ કથાએ જાણ કરી કે બાબરી મસ્જિદમાંથી રામ લલ્લાની મૂર્તિ અડધી રાતે પ્રકટ થઈ છે. અને થઈ ગયો હાહાકાર. (જો કે એ મુદ્દો વિવાદાસ્પદ જ રહ્યો. એની કોર્ટ કેસની સુનવણીની વાત પછી.) અને બાબરી મસ્જિદની બહાર તાળા લાગી ગયા.
પછી એ પણ મુદ્દો સળગતો તો રહ્યો જ. પણ જોઈએ એવું પ્રચંડ લોકબળ ભેગું કરવામાં જનસંઘ (ભાજપની પૈતૃક પાર્ટી) અને RSS નિષફળ જ રહ્યું. 1983માં ભાજપ, RSS અને VHP એ ફરી આંદોલન કરવાનું નક્કી કર્યું. સીતામાતાનું જન્મસ્થળ ગણાય છે એ બિહારના સીતામઢી ગામથી અયોધ્યા સુધીની "રામ જાનકી રથ યાત્રા" નક્કી થઈ ગઈ. અને નક્કી થયું કે અયોધ્યામાં રામની ભવ્ય પૂજા-અર્ચના કરીને દિલ્હી જઈને ઇન્દિરા ગાંધીને મંદિર નિર્માણ મુદ્દે આવેદન આપવું. એ પણ હજારો ભક્તો અને કારસેવકોની હાજરીમાં. પણ આ પ્લાન અમલમાં મુકવાનો શરૂ થયો અને ઇન્દિરા ગાંધીની 1984માં હત્યા થઈ, પ્રચંડ સહાનુભુતિની જ્વાળાઓ આ મંદિર આંદોલનને થોડા વર્ષો માટે ફિક્કું બનાવી ગઈ.
પણ ભાજપની કિસ્મતે 414 સીટો જીતેલા વડાપ્રધાન રાજીવ ગાંધી શાહબાનો કેસ મુદ્દે નબળા પડ્યા. હિન્દુઓનો આક્રોશ ફરીથી પ્રબળ થયો. અને સોને પે સુહાગાની જેમ રાજીવ સરકારે હિન્દુઓનો વિશ્વાસ જીતવા રામ મંદિરના તાળા ખોલાવ્યા. અને ભાજપ સહિતની હિન્દુત્વવાદી શકિતઓએ ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું. એ યાત્રાના કેપટન, લીડર કે વિચારબીજના રોપક...જે કહીએ તે એ હિંદુત્વવાદી વિભૂતિ એટલે લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી.
સોમનાથથી એ અયોધ્યા સુધીની એ રથયાત્રાના ગુજરાતના પ્રભારી એટલે આપણા ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. રથયાત્રા શરૂ થઈ, ખૂબ આગળ વધી. પણ બિહારમાં તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે અટકાવી દીધી. અડવાણીજીની ધરપકડ થઈ. અટલજીએ તરત જ કેન્દ્રમાંથી વી.પી સિંહની સરકાર સાથેનું ગઠબંધન તોડી નાંખ્યું. વાત હજી આટલે થી અટકે એમ ન્હોતી.
અયોધ્યામાં રથયાત્રા પહોંચવાની તૈયારી હતી ત્યારે યુપીના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે ધમકીના સુરમાં કહ્યું કે---પરિંદા ભી યહાઁ પૈર નહિ માર શકતા...રથયાત્રાના આગમન પહેલા જ થ્રિ લેયર સિક્યુરિટી ગોઠવી દીધી. પણ એક સંત જે અગાઉ ટ્રક ડ્રાયવર હતા, એમણે પોલીસની બસ પર કબજો જમાવીને પોતે ડ્રાયવિંગ કરીને બધા બેરીકોડ તોડતા ગયા બાબરી મસ્જિદ નજીક. અને એમની પાછળ હજારો કાર સેવક "જય શ્રી રામ"ના નારાઓ લગાવતા દોડ્યા. તરત જ મુલાયમસિંહે ગોળીબારનો આદેશ આપ્યો. અને લગભગ 28 કારસેવકો (સરકારી રિપોર્ટ પ્રમાણે) મૃત્યુ પામ્યા અને દોઢસો ઉપરાંત કારસેવકો સેવકો ઘાયલ થયા.
પણ પછીની ચૂંટણીમાં પહેલીવાર ભાજપે પોતાની સરકાર બનાવી. કલ્યાણસિંહ મુખ્યમંત્રી બન્યા. અને કરોળિયાની જેમ જ હાર ના માનતા 1992માં ફરીથી આંદોલન શરૂ થયું. આ વખતે સરકાર પોતાની હોવાથી રામભક્તો માટે પડકાર પ્રમાણમાં સહેલો હતો. અને 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદનો ઢાંચો તૂટી ગયો. આ ઘટના પછી તો ઠેરઠેર કેવા રમખાણો થયા, એમાંય દાઉદે 1993માં મુંબઈમાં કરાવેલા બૉમ્બ બ્લાસ્ટ તો કોણ ભૂલી શકે! પણ હિન્દુઓનું નેચરલ સેક્યુલરીઝમ જુઓ કે મંદિર આંદોલનમાં ભાજપને જીતાડનાર જનતા 1993માં માયાવતી-મુલાયમસિંહના ગઠબંધનને જીતાડી દે છે!
પછી તો 2004 અને 2009માં સતત હાર્યા પછી ભાજપે મંદિરના મુદ્દાનો સુર જ ધીમો કરી નાખ્યો. પણ 2014માં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થવાનો આગાઝ થતા જ ફરીથી 2011-12-13 થી જ રામ મંદિર નિર્માણના સુર ફરીથી શરૂ થયા, એ પણ પુરજોશમાં... કેમ કે, 2014માં આવી પ્રચંડ બહુમતી અને આટલો પાવર અગાઉ ભાજપ પાસે ક્યારેય હતો જ નહિ. દેશના કરોડો હિંદુઓ આશા રાખીને બેઠા હતા કે આજે ચુકાદો આવશે, કાલે આવશે, કદીક તો આવશે જ.
ખૈર, એ ચુકાદો આવ્યો 2019માં. જેમાં મંદિર નિર્માણને આન, બાન ઔર શાન કે સાથ લીલી ઝંડી મળી ગઈ. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ....જે લોકો મોદીને ફક્ત કટ્ટર હિંદુત્વવાદી તરીકે જ ઓળખે છે એમના માટે...2014માં સ્પષ્ટ બહુમતીની ભાજપ સરકાર બનતા જ દબાણ શરૂ થયું કે સંસદમાં જ અધ્યાદેશ લાવીને મંદિર નિર્માણનો ફેંસલો કરી નાખવો. અને મોદી માટે અધ્યાદેશ લાવવો રમત વાત હતી. એમાં તો ઉલટું વિપક્ષ માટે મંદિરની વિરુદ્ધમાં વોટ આપવો એ આપઘાત ગણાય જાત!
છતાંય નરેન્દ્ર મોદી એ એ દબાણને વશ થવાને બદલે એનો સામનો કરીને 5 વરસ રાહ જોઈ, સુપ્રીમ કોર્ટના ચુકાદાની... કાયદેસર રીતે, 5 ઓગસ્ટ, 2019 સુધી...🙏
અને હવે આજે આપણે જીવી રહ્યા છે એ વાતાવરણમાં જ્યાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22મી જાન્યુઆરીએ હોય. પણ ભારતીયોનું આખું વરસ આ ઉત્સાહમાં જીવાય જવાય જવાનું છે, એ પણ જય શ્રી રામના કાનમાં અકારણ, અર્ધજાગ્રત મનમાં ગુંજતા પ્રચંડ નારાઓથી......
તો બોલો જય શ્રીરામ...🚩🙏🇮🇳