Gumraah - 56 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 56

Featured Books
Categories
Share

ગુમરાહ - ભાગ 56



ગતાંકથી...

એના એ બે શક સાચા છે કે ખોટા તેની સાબિતીઓ અત્યારે તેની પાસે ન હતી ;પણ તેના દિલમાંથી બે વ્યક્તિઓ દૂર ખસી નહિં. કેવી રીતે બે જણ ત્યાં આવ્યા અને ઇન્સ્પેકટર ખાનને પૃથ્વી પોતે કોઈ જુદા જ રસ્તે ગુન્હાની શોધમાં ગૂંથાયેલ જોતો હતો. છતાં જાણે તે બધી બાબતથી વાકેફગાર હોય અને સાચા બદમાશોને જ પકડવાની તૈયારીમાં હોય ;એવા સંજોગો ક્યાં બન્યા હતા એની ગૂંચ પૃથ્વી ઉકેલી શક્યો નહિ.

હવે આગળ....

બરોબર નવ ના ટકોરે પૃથ્વી તેની ઓફિસે બુટ-પોલીસવાળા છોકરાને મળવાનો છે.એના દ્વારા પૃથ્વી ની શંકા ઓ સાચી પડશે?ગમે તેમ ;પણ તે છોકરાને માટે ઓફિસે રોકાવું, એ તો ચોક્કસ .આમ વિચારી પૃથ્વીએ ઘડિયાળમાં જોયું .સવારના આઠ વાગ્યા હતા.હજી એકાદ કલાક નો સમય કાઢવાનો હતો. એટલો સમય શું કરવું ?એનું મગજ નવરું બેસવા ના પાડતું હતું.તેના હાથ ગુનેગારોને પકડવા સળવળી રહ્યા હતા. તેના દિલમાં બે ગુન્હેગારોને પકડવા સળવળી રહ્યા હતા.તેના દિલમાં બે ગુન્હેગાર વ્યક્તિ ઓ તરવરી રહી:લાલચરણ અને વકીલ રાયચુરા.આ બે માંથી એક કલાકના સમયમાં કોની પાછળની મહેનત સફળ નીવડે; એ પ્રશ્ન ઉપર તેણે વિચાર કરી જોયો. તેને વકીલ રાયચુરા પાસે જવાનું મન થયું. સાન્તાક્રુઝ ની ટોળી સંબંધમાં બધો શું ગોટાળો હતો; એ તે માંદા માણસ પાસેથી વધારે સહેલાઈથી જાણી શકાશે. બસ એ જ નિર્ણય .તે વકીલ રાયચુરાના ઘર તરફ જવા ઊપડ્યો.

વકીલ રાયચુરાની ખોલી વિશે પૂછપરછ કરતો કરતો તે તેમાં પ્રવેશ્યો .તેણે જોયું કે વકીલ રાયચુરાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. આડોશી પાડોશીઓ માંદા માણસના પથારી આસપાસ બેઠેલાં હતાં અને તેમાં એની અજાયબી વચ્ચે તેણે પોતાની એક પરિચિત વ્યક્તિને બેઠેલી જોઈ .તે વ્યક્તિ કોણ? લાલ ચરણ! તે રાયચુરાના પલંગ પર તેના પગ પાસે બેઠો હતો અને જાણે બીમારની કેવી મોટી સેવા કરતો હોય તેમ તેના પગ દબાવતો હતો!

રૂમમાં ચૂપચાપ બેઠેલા બધાંઓમાં લાલચરણ અને પૃથ્વીની નજર એક થઈ. લાલ ચરણના મોં ઉપર કાંઈક ભાવ જણાયા નહિં .પૃથ્વીની આંખમાંથી ક્રોધના અંગારા ઝરવા લાગ્યા; અને તેનું દિલ એકનો એક સવાલ કરતું રહ્યું કે :"આ લુચ્ચો ક્યાંથી ક્યાં આવી ચઢ્યો છે !"માંદા માણસના રૂમમાં કોઈ જાતનું ધાંધલ ધમાલ કરી શકાય નહિં એટલે પૃથ્વી ક્રોધની લાગણી દબાવીને ચૂપ રહ્યો, પણ જો તેનું ચાલતું હોય તો તે જરૂર લાલચરણને તે રૂમમાંથી બહાર કાઢત !

વકીલ રાયચુરા હાંફતો હતો; હાથ પગ પછાડી રહ્યો હતો; ઉંહકારા કરતો હતો અને ખૂબ આકળવિકળ વિકટ થઈ જતો હતો, એમ પૃથ્વી એ જોયું.

થોડીક વાર સુધી પૃથ્વી બેઠો હશે એટલામાં ડોક્ટર આવી પહોંચ્યા. તેણે રાયચુરાની નાડી તપાસી અને બીજી સારવાર માં તે ગૂંથાયેલો હતો. તેવામાં વકીલ રાયચુરા બોલ્યો : "ડૉક્ટર! ડાક્ટર.....રદ! હું ખાનગીમાં.... તમુને.... કાંઈ... કહેવા માગું....ચ "

ડોક્ટરે હાથથી તેને આશ્વાસન આપનારો ઈશારો કર્યો અને રૂમમાં બેઠેલા તમામને કહ્યું: " મહેરબાની કરીને તમો બધા બહાર જશો?"

બીજાંઓ તમામ ઊભા થયા પણ લાલચરણે કહ્યું: " મને રહેવા દેશો?હું તેમનો ખાસ મિત્ર છું."

"તમે... એકલા જ ડાક્ટર... એકલા જ...." રાયચુરાએ કહ્યું.

લાલચરણ બાજી ખાલી ગઈ.પૃથ્વી અંદરથી ખુશ થયો. રૂમમાંથી બધા બહાર ગયાં .લાલ ચરણે જોયું કે, વકીલ ડોક્ટરને કંઈક લખાવે છે. પૃથ્વી એ પણ તેમ જોયું. બારણું ખુલ્લું રાખી બધા બારણા બહાર ઊભા.

લખાણમાં કાંઈ શબ્દ સમજાય અને તેમાંથી કંઈ નવું જાણવાનું મળે, એ ઈરાદાથી પૃથ્વી સૌથી આગળ ઊભો રહ્યો જે છૂટક છૂટક શબ્દ તેણે વકીલના લખાણ દરમિયાન સંભળાય તેમાં ધોડું, લાલચરણ, હરેશ વગરે નામો આવતા હતા. પૃથ્વીને પોતાના આસપાસ ઉભેલોઓમાં જોયું કે લાલ ચરણ ઉપર એ નામોની થી કાંઈ અસર થાય છે કે નહિં પણ તેણે એ બધાઓમાં તેને જોયો જ નહિં !બે ત્રણ વખત ફરી ફરીને તમામ લોકોના ચહેરા તે જોઈ વળ્યો .લાલચરણ તેઓમાં ન હતો. શું તેને બહાર કાઢ્યો તેથી તે ગુસ્સે ચઢ્યો હશે? અને તેને પરિણામે શું એ જતો રહ્યો હશે? આ પ્રશ્ન તેના મનમાં આવ્યા. એવામાં તો વકીલના મોંમાંથી પૃથ્વીને પોતાનું નામ બોલાતું સાંભળ્યું .તેના દિલમાં ખાતરી થઈ ચૂકી કે વકીલનો આ છેવટ નો એકરાર લાગે છે. સાન્તાક્રુઝની ટોળી વિશે અને મારી સામેના
લાલચરણના કાવતરાં વિશે રાયચુરા રિપોર્ટ કરી દેતો હોવો જોઈએ. ક્યારે એનું લખવાનું પૂરું થાય અને ક્યારે પોતાની તે વાંચવાની તક મળે એની આતુરતા પૃથ્વીને થઈ રહી.
એવામાં ડોક્ટર લખી રહેલા દેખાયા. એક 'લેટરપેડ'માં તેણે વકીલનું લખાણ લખ્યું હતું. તેમાંનાં કાગળિયા ફાડીને તે જ્યાં વકીલ રાયચુરાની સહી કરાવવા માટે તત્પર થતો હતો કે, પલંગની પાછળ બંધ બારી અવાજ સાથે ખૂલી ગઈ. બહારના ભાગમાંથી તે બારીમાંથી એક મવાલી જેવા માણસ અંદર કૂદી આવ્યો .ડોક્ટર તરફ રિવોલ્વર ધરીને તેને ડોક્ટરના હાથમાંનાં કાગળિયાં પર એક હાથથી તરાપ મારી તે લઈ લીધા. પછી તેને વકીલનો હાથ પોતાના હાથથી દબાવ્યો. પૃથ્વીથી આ જોઈ રહેવાયું નહિ પોતાની સાથે બારણાં બહાર ઉભેલા પાડોશીઓ તરફ વળીને તેણે કહ્યું : "જુઓ છો શું ?અંદર આવો?એને પકડીએ." પણ તેઓ સૌ અંદર જાય તે પહેલા તો જે બારીમાંથી બદમાશ આવ્યો હતો તે બારીમાંથી તે ચાલતો થઈ ગયો. પૃથ્વી બારી આગળ ગયો. તેણે જોયું કે, ચાલીની પાછલી ગેલેરીમાં એ બારી પડતી હતી તે પણ બારી કુદાવી ગેલેરીમાં આવ્યો .તેને જોયું કે પાછળ ની એક ગોળ સીડીમાંથી બદમાશ ઉતરી ગયો છે અને એક કાર સીડીની નજદીક જ ઉભેલી હતી તેમાં બેસી ભાગી જાય છે.એની પાછળ જવું કે કેમ,એ વિચાર તે કરતો હતો તેવામાં વકીલની ઓરડીમાંથી " ખૂન! ખૂન !" એવા શબ્દો નીકળતા તેના કાન પર પડ્યા. પાછો આવીને તે જુએ છે તો, વકીલ રાયચુરા મૃત્યુ પામેલો છે .અને ડોક્ટર સૌને કહી રહ્યો છે કે "એ મવાલીએ કોઈ ભેદીવસ્તુથી રહસ્યમય રીતે મિ. રાયચુરાનું ખૂન કર્યુ છે."

" શું ખૂન ?"

"હા.બેશક ખૂન જ!"ડોક્ટરે કહ્યું .

પૃથ્વી ડોક્ટર પાસે ગયો અને બોલ્યો : " એ મવાલી મરનારના હાથને અડક્યો હતો. મહેરબાની કરીને મરનારનો હાથ તપાસશો?"

ડોક્ટરે મરનારનો હાથ જોયો. હાથના પંજામાં કાગળના પૂંઠાનું રૂપિયાના કદનું ગોળ ચકરડું તેના જોવામાં આવ્યું. "આ શું ?"તે ગભરાયેલા ચહેરે પૂછવા લાગ્યો! 'ભેદી ચક્કર' જોતા જ ખૂની કોણ છે એ પૃથ્વી સમજી ગયો. તેણે ડોક્ટરને કહ્યું : "સાહેબ ,આપ ડોક્ટર છો ;એટલે તરત સમજી શકશો. એક બદમાશ ટોળી આવા ઝેરી ચક્કર નો ઉપયોગ કરીને શહેરીજનોને મારી નાંખે છે."
"એ ચક્કર ઝેરી હોઈ શકે."
"તે આપના કબજામાં લઈ લ્યો અને કૃપા કરીને મને કહેશો કે જે એકરાર મારનારે આપની આગળ કર્યો અને જેનો કાગળ બદમાશ ઊઠાવી ગયો તેમાંથી થોડુંક પણ આપને યાદ છે?"

"થોડુંક શા માટે ?તે એકરારની આખીયે નકલ મોજુદ જ છે એટલે...."

"નકલ મોજુદ છે?"

ડોક્ટરે જે 'પેડ' માંથી કાગળિયાં ફાડ્યાં હતાં તે હાથમાં લીધી અને પૃથ્વી તરફ ધરીને કહ્યું : જુઓ, કાર્બન પેપર કાગળ નીચે હોવાથી તેની નકલ બીજા કાગળમાં મોજુદ જ છે. પણ પહેલા મને કહો, તમે કોણ છો? અને અહીં શા માટે આવ્યા છો?"

"હું 'લોક સેવક' ન્યૂઝ પેપર નો પ્રતિનિધિ છું."

"એમ ?તમારા ન્યુઝ પેપર નો માલિક પૃથ્વી કરીને કોઈ છે કે?"
તે હું જ છું ,ડોક્ટર સાહેબ. મેં એકરારમાં મારુ. મારા ન્યુઝ પેપરનું અને બીજા નામો મેં સાંભળ્યા છે-"
"ત્યારે તો આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે."ડૉક્ટરે કહ્યું.

શું હશે આ નકલમાં?
ખરેખર પૃથ્વી ને ઉપયોગી કંઈ લખ્યું હશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ...