૧૫
અમે ગ્રાઉન્ડ ફલેાર પર આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર એકદમ નિર્જન હતો. માણસ તો શું કોઈ ચકલુય નજરે પડતું નહોતું. જોકે ત્યાં કેટલાક સમય પહેલા માણસો હાજર હતા એના સંકેતો એક નજરે જ દેખાઈ આવતા હતા. થોડીક મીનીટો પહેલા મઠ માણસોથી ધમધમતો હતો એમાં કોઈ શંકા નહોતી પણ હવે એ મઠ ખાલી થઈ ગયો હતો.
અમે સાવધાનીપૂર્વક મેદાન ઓળંગ્યું. પરોઢ થવા આવ્યું હોવા છતાં પણ વરસાદ હજીય ચાલુ હતો. મેં મેઈન બીલ્ડીંગનુ બારણું હળવેકથી ખોલ્યુ. અમે થોડીક મીનીટો સુધી અંદર કોઈ છેકે નહી એનો અંદાજ લગાવવા એમ જ તાબૂત બનીને ઉભા રહ્યા. મેં આંખ અને કાન સરવા કર્યાં પણ અંદર કોઈ હોય એમ લાગ્યું નહી એટલે અમે મકાનમાં ગયા.
મકાનમાં કોઈ નહોતું. અમે આગળ વધ્યા અને થોડીક મીનીટો પછી અમે ડાઈનીંગરૂમમાં આવ્યા.
એ પણ ખાલી હતો.
ચારે તરફ નિરવ શાંતિ ફેલાયેલી હતી.
‘લાગે છે પડાવ ખાલી થઈ ગયો છે.' હફે આસપાસ નજર દોડાવતા કહ્યું.
‘હા.’ મેં એની તરફ જોયા વિના જ જવાબ આપ્યો.
હું હોલમાં ગયો અને જે કબાટમાં પેલા બેભાન ગાર્ડને પુર્યો હતો તે ખોલ્યું.
હું સ્તબ્ધ થઇ ગયો. એ ગાર્ડ ગાયબ હતો.
એની જગ્યાએ કબાટમાં અબાબને પૂરેલો હતો. એ હજી પણ નગ્નાવસ્થામાં જ હતો. એની છાતી અને પેટમાં ગોળીઓ વાગવાથી કાણાં પડી ગયા હતા. તેની આંખો ખુલ્લી હતી. રાયગર મોરટીસ બેસવાથી તેનો મૃતદેહ અકકડ બની ગયો હતો. એ અક્કડ મૃતદેહ ભયાવહ લાગતો હતો. મેં એની આંખેામાં ધારીને જોયુ. એ પણ મૃતદેહ જેવી જ નિર્જીવ અને ભયંકર લાગતી હતી.
એ આંખોને કંઈક ખોફનાક કરવામાં આવ્યું હતું.
હું સમજી ગયો એ આનાએ કર્યું હતું. આના દેખાવમાં પરી જેવી સુંદર લાગતી હતી પણ જયારે વાત ક્રુરતાની આવે તો એ નાજુક લાગતી પરી દુષ્ટ ડાકણને પણ આંબે એવી હતી. એ ગુસ્સામાં જાનવર બની જાય એ પછી પશુતાની દરેક હદો વટાવી જતી હતી.
અમે ડ્રોબ્રીજ વટાવી બહાર આવ્યા.
અમે નસીબદાર હતા. ઉતાવળમાં મહામાતાપંથીઓ બે કાર પાછળ છેાડી ગયા હતા. એ બેમાંથી એક ફીયેસ્ટા હતી જે ખખડેલી લાગતી હતી. બીજી ગાડી થોડીક મજબુત અને સારી કંડીશનમાં હતી. એ પણ ફોર્ડ જ હતી. અમે એ બીજા નંબરની ફોર્ડ માં ગોઠવાયા. હું ડ્રાયવર સીટ પર બેઠો અને કાર હંકારી મુકી.
કેટલીક મીનીટો પછી અમે એકઝીટર બહાર એક રાત્રે ખુલ્લા રહેતા કાફે આગળ પહેાંચ્યા. એ નાનકડું કાફે હતું. લગભગ ત્યાં રાતે ફરતા આવારા છોકરા છોકરી જ નજરે પડતા હતા. શહેરમાં એવા ઘણા કાફે હતા જે આવા આવારા યુવકોના લીધે જ ચાલતા હતા. રાતે સેક્સની મજા માણ્યા પછી પીણાંની મજા માણવા નીકળતા કોલેજીયન યુવક યુવતીઓ આવા કાફેના મુખ્ય ઘરાકો હતા.
કાફેમાં હફ ફોન કરવા ગયો. મેં પેટ્રોલને ગેસ સ્ટેશન તરફ લીધી અને કારમાં પેટ્રોલ પુરાવ્યું.
હું ફયુલ ટેંક ભરાવી આવ્યો ત્યાંર પછી હફ બહાર આવ્યેા.
‘ડેન્લી એટલે ડેન્લી.’ એણે આવતાની સાથે જ કહ્યું.
‘બોટ તેા છે ને એની પાસે?’ મેં અધીરા થઈને પૂછ્યું.
‘હા.’
‘સરસ.’ મને એનો જવાબ સાંભળી રાહત થઇ હતી.
‘પણ તેણે કહ્યું ચેનલમાં આજે હવામાન ઘણું ખરાબ છે.'
‘છતાં જઈશું.’ મેં નિર્ણય કરી લીધો હતો.
‘ઓ.કે.’ એણે કહ્યું, ‘જેવી તારી મરજી.’
‘બોટ ક્યાં છે?' મેં પુછતાછ શરુ કરી.
‘પોર્ટ સમાઉથ.’ એણે ફિક્કા અવાજે જવાબ આપ્યો એ જોતા મને લાગ્યું કે રાતના એ તોફાની સમયે એનું મન સાગર ખેડવાનું નહોતું પણ અત્યારે એનું મન રાખવાનો સમય નહોતો. અમારી મુસાફરી તાકીદની હતી. એમાં તુફાની વાતાવરણ ઓસરવાની રાહ જોવાનો સમય નહોતો.
મેં વધુ કશું કહ્યા વિના પોર્ટ સ્માઉથ તરફ ફોર્ડ મારી મુકી.
હફ મુસાફરીના કેટલાક કિલોમીટર કાપાયા એ સાથે જ ઝોકા ખાવા લાગ્યો અને થોડાક વધી કિલોમીટર પછી ઉંઘી ગયો.
હું પણ બેફીકર થઈને ગાડી ચલાવતો રહ્યો. કદાચ એટલે મને અમારો પીછો થઈ રહયો હતો તેની ખબર દોઢ કલાક પછી પડી હતી.
હું બેધ્યાન રહ્યો એ મારી મૂર્ખતા હતી કેમકે એક નહિ... બે નહિ... પણ ત્રણ ત્રણ કાર અમારો પીછો કરતી હતી.
પોર્ટસમાઉથ આવ્યું.
અચાનક ત્રણેય કાર અદૃશ્ય થઈ ગઈ.
મને નવાઈ લાગી.
મેં ખભા ઉલાળ્યા અને હફને કોણી મારીને જગાડયો.
અમે લાકડાના ડકકા પર ચાલ્યા તો વરસાદ પહેલાં કરતાં પણ ધોધમાર પડી રહયો હતો. ડકકાના છેડે એક શખ્સે હફને હાથ હુલાવ્યો.
‘ડેન્લી ?’
‘હા.'
અમે બોટ આગળ આવ્યા.
હફે કહ્યું, ‘લકઝરી બોટ તો નથી, પણ–'
તે ખંડીયેર જેવી થઈ ગયેલી જીર્ણશીર્ણ બોટ હતી. એકે એક પાટીયું કિચુડાતું હતું. તેનું નામ હતું.
જેક બી નીમ્બલ.
કાઠા પર ચીતરેલાએ અક્ષરો એટલા બધા ઝાંખા પડી ગયા હતા કે વાંચતા પણ નહોતા.
અમે ડેન્લી પાસે પહોંચ્યા.
હફ ઉમળકાભેર બોલ્યો. ‘કેમ છે તુ ?’
‘ઠીક છું.'
‘ધણાં વર્ષે મળ્યા નહિ ?’
‘હા.’
‘જેક, આ છે મારો મિત્ર રીચાર્ડ નીકલ્સ નીકલ્સ જેક ડેન્લી.’
અમે હસ્તધુનન કર્યું.
‘જેક બી નીમ્બલાનો જેક ?' મેં પુછ્યુ.
‘હા’
‘ઉપડીશું’ ?’
‘એકવાત કહી દઉં. આ સફર સહેલી નહિં રહે.'
‘મેં ધારેલું જ.'
‘છ છ સાત સાત ફુટ ઉંચા મેાજા ઉછળી રહ્યા છે. હવામાન ખતરનાક છે.' જેકે કહ્યું,
‘વાંધો નહિ.’
અમે તુતક પર આવ્યા.
‘બે કલાક પછી ભરતી ધટે એટલે જઈશું.’ જેકે કહ્યું.
‘ઓ. કે.’
હું કેબીનમાં ગયો અને કોટ ઉતાર્યા વગર જ એક ખાટલામાં પડયો. કોટમાં મશીન પીસ્તોલ હોઈ હું કોટ ઉતારી શકું તેમ નહેાતો. હું પડતાંની સાથે ઉંઘી ગયો.
એન્જીનોની ધણધણાટી સાંભળતાં હું જાગ્યો. તેને ધણધણાટી નહિ પણ ધડાકા કહુ તે વધુ યોગ્ય લેખાશે. સામા ખાટલા ઉપર હફ ઉંધતો પડયો હતો. તેની ચામડી જાંબલી થઈ ગઈ હતી.
તે પણ જાગ્યો.
‘મને જરા દરિયાઈ સફરની એલર્જી છે,' તેણે કહ્યું. મેં તેનો ખભો થાબડયો અને ગેંગવે પર થઇને તુતક પર ગયો.
પવનના સુસવાટા...
વરસાદની થપોટો...
માજા નો ધુધવાટ...
ડોક ઉપર ફક્ત અમારી જ બોટ પડી હતી કોઈ મુરખ જ આવા ખતરનાક હવામાનમાં દરિયાઈ સફર ખેડવા તૈયાર થાય.
પણ અમારી સફર તાકીદની હતી.
ડેન્લી વ્હીલ પકડી ઉભો હતો. તે મકકમ અને સ્થિર હતો. તેના કપાળ પરથી વરસાદના ટીપાં ટપકતા હતાં.
હાર્બમાંથી થોડી મીનીટોમાં જ બહાર નીકળી જઈશું. તેણે મોટેથી કહ્યું. ‘સઢ ખોલવા તૈયાર રહે.’
‘આ હવામાનમાં તું સઢ વાપરીશ ?’
‘છુટકો નથી. એન્જીન તો હાર્બરમાંથી બહાર નીકળવા પૂરતું જ ઉપયોગી છે.’
રેલને વળગી હું બો તરફ આગળ વધ્યેા. થોડી મીનીટો પછી અમે બારૂં છોડી ચેનલમાં પ્રવેશ્યાં.
‘જીબ ખોલ !'
મેં જીબ ખોલી. સઢ ફેલાતાં જ તેણે એન્જીનો બંધ કર્યાં. બોટ ઉંચીનીચી થવા માંડી.
‘સ્પીડ પૂરતી નથી,’ હફ બોલ્યો.
મેં કુવાથંભો તરફ જોયું. તે વધુ જોરથી કિચુડાટ બોલાવતા હતા.
‘આ કુવાથંભો તુટી જશે.' મેં મોટેથી હફને કહ્યું..
તે કતરાયેા.
‘કદી ના તુટે ?’
હું ધુરકયો.
જોખમ હતું પણ બીજો છુટકોય નહોતો.
મેં સઢ ચઢાવ્યો. એ જ વેળા તુતક ઉપર એક વિકરાળ મેાજુ ધસી આવતાં હું નીચે ઘુમરી લેતા. પાણીમાં પડયો.
વમળો...
મોજાં...
ધુમરીઓ...
જેમ તેમ કરી હું ઉપર આવ્યો અને કેબીનમાં ગયો. હફે પણ કરાંગી રહયો હતો અને ઉંહકારા ભરતો હતો.
પછી કંઈક એવુ બન્યું કે જેનાથી હું બધું જ ભુલી ગયો.
બોટ,
દરીયો,
તોફાન.
અવાજ પહેલાં તેા ઓછો સાંભળાયો. પછી નજીક આવતાં ધરેરાટી સ્પષ્ટ બની.
તે હેલીકોપ્ટર હતું.
ગુમનામ.
મને ખાતરી હતી કે એ અમને બચાવવા આવ્યું નહોતું.