૧૩
મેદાનમાં કાવકીચડના થર જામ્યા હતા. વરસાદ એટલો ભારે પડતો હતો કે મેદાન વટાવી અમે મઠે પહોચ્યા ત્યાં સુધીમાં તેા કાદવથી ખરડાઇ ગયા હતા. અમારા દિદાર જોવા જેવા થઈ ગયા હતા.
આના કમર સુધી સાવ ઉધાડી હતી. તેના સુંદર, ઉન્મત સ્તનો ખુલ્લા થઈ ગયા હતા.
તે કંઇ ન બોલી.
શાંતિ.
અમે લાકડાના વિશાળ બારણા આગળ ગયા. એક નાની, પ્રકાશિત બારીમાંથી એક ચહેરો અમને જોઈ રહ્યો હતેા. જોકે વરસાદ એટલો બધો ધેધમાર પડતો હતો કે તે અમારા ચહેરા સ્પષ્ટ જોઈ શકે તેમ નહોતો.
મેં બારણું ખખડાખ્યું
બારીમાં શખ્સ ડોકિયુ કર્યું.
‘શુ છે ?’
‘હું છું.'
’કોણ ?'
‘બર્ટ.’
‘બર્ટ ?’
‘હા. રીલીફ ગાર્ડ.’
‘રીલીફ ગાર્ડ ?’
‘હા, રીલીફ ગાર્ડ !' મેં મોટેથી કહ્યું. ‘હું રશીયનો બીજો જથ્થો અને વિધિ માટે ભોગ લાવ્યો છું. ’
મેં આનાને આગળ ધકેલી કે જેથી તે એનો ચહેરો જોઈ શકે. બારીમાંથી તેને ચહેરાથી નીચેનો ભાગ દેખાય તેમ નહોતો.
'પણ–'
‘તેમણે મને અત્યારે આ ભોગ લાવવાનું કહેલું. મેં કહ્યું.’ મને જલ્દી અંદર આવવા દે ! અહીં વરસાદથી સખત પલળી ગયો છું. ‘આ કાદવ ચોંટી ગયો છે.'
તે ખચકાયો.
મારો શ્વાસ થંભ્યો.
ધીમેથી બારી બંધ થઈ.
બારણું ખુલ્યું. અંદર બે જણ ઉભા હતા. બંનેની પાસે એટામેટીક વેપન હતું–સોવિયેત બનાવટની મશીન પીસ્તોલ.
હું ખચકાયો નહિ. મેં મશીન પીસ્તોલને અવગણી અને આનાને જોરથી ધકકો માર્યાં તો તે આગળ ગડથોલુ ખાઈ ગઈ. હું તેની પાછળ અંદર સર્યો.
પાછળ બારણું બંધ થયું.
તાળાનો ખટાકો.
હવે બહાર નીકળવું મુશ્કેલ હતું. અમે પાંજરામાં પુરાયા હતા.
ગાર્ડો પણ.
‘મહારાતાની કૃપાથી તમે બે જણા તો અહીં ગરમીમાં મજા કરી રહ્યા છો. હુ તો બહાર વરસાદમાં પલળી ગયો.
મેં ઉંચે જોયું.
બંને જણા આનાના સ્તનેા તાકી રહ્યા હતા. આના પણ તેમને પ્રદર્શનનો પુરો લાભ આપી રહી હતી. મેં કહ્યું,
‘મહામાતા માટે આ પ્રસાદી ફાંકડી છે, નહિ ?’
મે આગળ વધી હથેળીમાં આનાનો સ્તન પકડ્યો. ગાર્ડો તાકી રહ્યા. એક જણ આગળ આવ્યેા. હું પાછો ખસ્યો. તેણે આનાનો સ્તન દબાવ્યો.
આતાએ પીડાથી ચીસ પાડી. તેની આંખમાંથી આંસુ સરી પડ્યું.
બંને ગાર્ડ હસી પડયા.
‘આનાને હું રાખીજ,' પહેલા ગાર્ડે કહ્યું. તેણે આનાની જાંધો પર હાથ ફેરવ્યો અને જીભ હોઠ પર ફેરવી.
બીજો ગાર્ડ સમિત રહ્યો.
‘ના,’ તેણે કહ્યું'.
‘કેમ ?'
‘તે ફક્ત પુજારી માટે છે,' પેલા ગાર્ડે ઠપકો આપતા કહ્યું.
‘ઓકે,' મેં કહ્યું. ‘એને પુજારી પાસે લઇ જાઓ ત્યારે આ હશીશ પણ લઈ જજો. એમણે જ મંગાવ્યું છે.’
મેં ખીસામાંથી નાની નાની થેલીએ કાઢી, બંને ગાર્ડ નજીક આવ્યા. એકે હશીશ લીધું અને મસળીને સુંધી જોયુ.
‘હજી વધુ છે,' મેં બીજા ખીસ્સામાં હાથ નાખ્યો. ગાર્ડ તે લીધું.
બીજો ગાર્ડ હજી આનાને તાકી રહ્યો હતો.
મેં તકનો લાભ લઈ વીજળીવેગે હાથ પરથી હ્યુગો ખંજર કાઢયું અને સપાટાભેર ગાર્ડની છાતીમાં ભોંકી દીધું.
ગાર્ડની આંખો પહેાળી થઇ ગઇ. તે તત્કાળ મૃત્યુ પામ્યો હતો. મે તેને પડતો ઝીલી લીધો અને તેને બીજા ગાર્ડ અને મારી વચ્ચે ઢાલ તરીકે રાખ્યો.
મરેલા ગાર્ડના હાથમાંથી મશીન પીસ્તોલ પડી ગઈ અને બીજા હાથમાંથી હશીશ પડી ગયું. બીજો ગાર્ડ તેને મુંઝાઈને જોઈ રહ્યો.
પછી તેને ખબર પડી.
તેણે મશીન પીસ્તોલ ઉંચી કરી અને ખુન્નસથી મારી સામે તાકી.
મેં વીજળીની ઝડપે ગાર્ડની લાશ તેની ઉપર ફેંકી અને પછી તરત જ—
મશિન પીસ્તોલ ધડુકી.
ધડધડધડ...ધડધડધડ...
પડધા...
કાન ફાડી નાખતો અવાજ...
ગોળીઓની રમઝટ...
ગાર્ડ નું શરીર ચાળણી થઈ ઢળી પડ્યું.
મેં વીલ્હેલ્મીના કાઢી અને એજ વેળા આનાએ જીવિત ગાર્ડના પેડુ ઉપર જોરથી લાત મારી ગાર્ડે સમતેાલન ગુમાવ્યું.
મેં વીલ્હેલ્મીનાનું ટ્રીગર દાબ્યું.
ગોળી છુટી...
ગાર્ડના હાથમાંથી મશીન પીસ્તોલ નીચે પડી ગઇ.
તે પણ ઢળી પડયો.
આના અને હું એક મેકને તાકી રહયા.
શાંતિ.
મેં કહ્યું ‘જો ભેાંયરામાં કાઈએ આ ગાળીબાર સાંભળ્યો હશે,’
‘હા,’ આના બોલી.
મે હયુગો કાઢી ગાર્ડના કપડે લુછ્યું.
‘તું સીરીયનને સાચેજ મારી નાખવા માગે છે, આના ?' મેં પુછ્યું.
‘હા.’
હું નીચે નમ્યો અને મશીનપીસ્તોલ ઉઠાવી તેને આપી. તેણે મરેલા ગાર્ડના ખીસામાંથી એમ્યુનીશન કાઢી એમાં ભર્યું.
‘આ એમ્યુનીશન કયાંથી આવે છે તે હું જાણું છું.' તે બોલી.
‘સીરીયન પાસેથી ?’
‘હા’
બારણું ખોલી હું બહાર ગયો અને હાફને ઈશારો કર્યો. હફ વરસાદમાં દોડતો દોડતો અંદર આવ્યો. મેં બારણું બંધ કર્યું. આના મારી પાછળ ઊભી રહી અને સીડીના બારણે મશીન પીસ્તોલ તાકી રહી.
‘તમે લેાકો ખરા છે !' હફ બોલ્યો.
‘ધંધો એટલે ધંધો.'
‘હા.’
‘હવે નીચે જઈએ.
હું આગળ ચાલ્યો. અમે સાંકડી સીડી ઉતરી નીચે ગયા. આ વેળા દિવાલો અને છત પથ્થરની જોવા મળી અમે લગભગ ત્રીસ ફુટ નીચે આવ્યા.
તળીયે લોખંડનુ બારણું હતું.
કોઈ ગાર્ડ હાજર નહોતો.
ઉપર ગાર્ડ હતા એટલે અહીં કોઇને ચોકી કરવા નહિ રાખ્યો હોય ?
કે પછી અહીં ઉભેલા ગાર્ડ ઉપર ગોળીબાર સાંભળીને બીજા ગાર્ડોને બોલાવવા ગયા હશે ?
મેં બારણાનું હેન્ડલ ફેરવ્યું.
આના અને હફ મારી પાછળ દિવાલ સરસા ચંપાઈ ગયા.
મેં લાત મારી.
બારણું ઉઘડ્યું.
હું મશીન પીસ્તોલ તૈયાર રાખી અંદર ગયો. શાંતિ હતી.
કંઇ ન થયું.
કોરીડોર મંદપ્રકાશિત હતો. ખાલી હતો, કહેવાટ અને ગટરની ગંદી વાસ આવતી હતી. ઉંદરોની ખણખોતર સંભળાતી હતી
હું હજી આગળ ખસ્યો.
અમે સળીયાવાળા લેાખંડના બારણા આગળથી પસાર થયા.
ખાલી.
પછી એક પછી એક બારણે આવતા ગયા.
બીજુ...
ત્રીજુ...
ચોથું…
પાંચમુ...
બધા ખાલી.
‘કિલ્લાના માલિકની ખફગી વહોરનારાઓને પુરવા માટેની આ ખોલીઓ છે,' હફે કહ્યું.
કોરીડેારના છેડે એક બંધ બારણું હતું. મેં કાન સરવા કર્યાં. કંઈ ન સંભળાયું. મેં લાત મારી બારણુ ખોલ્યું.
અમે થોભ્યા.
શાંતિ.
‘દારૂનો સ્ટારરૂમ,' હફ બોલ્યો.
‘હા.'
ઘોડા ઓ ઉપર દારૂની બોટલો જ ખડકેલી દેખાતી હતી. મેં દિવાલો તપાસી છુપું બારણું કયાંય ન મળ્યું.
અમે ત્રણે એક મેકને તાકી રહયા.
પછી મને ઝબકારો થયો.
‘ટ્રેનમાંથી જોઈ હતી તે બીજી બત્તી ઉપલા માળે હતી,' મેં કહયું.
‘ઓહ!' હફે કહયુ .
અમે સીડી ચડી ઉપર ગયા. ગ્રાઉન્ડ ફલેાર પરથી બીજી ચડી અમે ઉપલા માળ તરફ દોડયા.
હજી મઠમાં કોઈ અવાજ આવતો નહોતો મને નવાઈ લાગી કે હજી સુધી ગેળીબાર કોઈએ કેમ નહી સાંભળ્યો હોય!
પહેલો માળ...
ખાલી.
બીજો...
ત્રીજો...
ખાલી.
પછી હશીશની વાસ આવી. એ વાસ ધણુ તીવ્ર મીઠી હતી.
‘આના ’
‘હા.’
‘બલ્બો તોડતી આવ.'
આના બલ્બો તોડતી અમારી પાછળ આવવા લાગી હવે હશીશની વાસ તીવ્ર થતી જતી હતી.
ચોથો માળ...
અંધારૂ હતું.
અમે થોભ્યા અને કાન સરવા કર્યાં પણ કંઈ સાંભળાયું નહિ.
શાંતિ.
મેં પડદો ખસેડયા તે જાણે સીસાનો ન હોય એટલે
ભારે હતા.
હજી અંધારૂ.
મેં હાથ ખસેડયો.
બીજો પડદો આવ્યો.
મેં ખસેડયો. તે પણ પહેલા જેટલો જ ભારે હતો. હું અંદર પ્રવેશ્યો.
પછી મેં અવાજ સાંભળ્યેઃ
ગીત...
લયબધ્ધ ...
વિચિત્ર...
બિહામણું.
એ માળે લાઇટ પણ હતું.
અમે સીડી ચડી છેક ઉપલા માળે ગયા. અવાજ ઓછો જ આવતો હતો.
અમે ટોચે પહોંચ્યા.
રૂમ આખો પડદાઓથી છવાયેલો હતો. તે અવાજને શોષી લેવા માટે લટકાવવામાં આવ્યા હોય તેમ લાગતું હતું.
અવાજ હવે વધતો હતો...
હશીશની વાસ પણ તીવ્રને તીવ્ર થતી જતી હતી. મારી પાછળ આના અને હફ સાવધાની પુર્વક આવી રહયા હતા.
મેં પડદો ખસેડયો. તે એક બીજો રૂમ હતો.
મેં રૂમના છેડે ઝભ્ભા પહેરેલી આકૃતિઓની પીઠ જોઈ. તેમણે માથે નાકાબ પહેર્યાં હતો.
રૂમના છેડે તેઓ એકચિતે ઉભા હતા. તેઓ બધા એક લયથી ઝુમતા હતા. તેમના ગળામાંથી ધીમી પણ લયબધ્ધ એકજ ધુન નીકળી રહી હતી.—
“કાલી કાલી, જીવનમયી માતા, કાલી, કાલી, મૃત્યુમી માતા,
કાલી, કાલી,
ઓ મહાકાલી,
ઓ પાવનકારી,
જીવનમયી
મૃત્યુમી—”
પ્રાર્થન'નુ પુનરૂરચારણ થતું ગયું...
આકૃતિઓ ગાતી રહી...
ઝુલતી રહી.