The Circle - 9 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 9

Featured Books
Categories
Share

ધ સર્કલ - 9

‘અને પ્રલય તું રશીયન પ્રીમીયરના મૃત્યુથી લાવવા માગે છે.’

‘હા. અને હવે, કાર્ટર, જો તુ આ પ્લેનને બચાવવા માગતો હોય તો મને જવા દે’

છુટકો નહોતો. 

‘ઓકે, જા.' 

તે હાથમાં પીસ્તોલ સાથે મારી આગળ થઈને બારણા તરફ ગયો.

‘જલ્દી રૂબીનીયન,' મેં કહયું.

તેણે ઝડપ વધારી.

પછી મે કંઇક જોયું જે રૂબીનીયન જોઈ શકે તેમ નહોતો.

આના ચુપકીદીપૂર્વક તેની પાછળ જતી હતી. 

સેકંડો વીતી.

રૂબીનીયન કેબીનના બારણે પહોંચ્યો પીસ્તોલ મારી તરફ તાકી રાખી તે બારણા તરફ ફર્યાં. 

અને આનાએ રૂબીનીયનની ગરદન ઉપર જોરદિર કરાટે ચોપ માર્યા તેા તે આગળ ગબડી પડયો, તેના હાથમાંથી પીસ્તોલ પડી ગઇ. હું કોકપીટમાં ધસ્યો.

પાપલોટની પાછળ એક કાળો શખ્સ ઉભો હતો. હું અંદર ધસી ગયો તે મારી તરફ ફર્યાં. તે ચમકયો. તેણે ગેરટના છેડાઓ ઉપર હાથ ભીડયા અને તાર ખેચ્યો. પાયલોટે ગુંગળામણભરી બુમ પાડી. મેં કાળીયાના માથામ ગોળી મારી તે પાયલોટ ઉપર પડયો તેા પાયલેાટે કંટ્રોલ પર કાબુ ખોયો. વિમાન નમ્યું,

પેસેન્જરોમાં ચીસાચીસ મચી.

બુમરાણ...

શોરબકોર...

મેં પાયલોટના ગળામાંથી તાર ખોલી નાખ્યો અને

લાશને દુર ધકેલી.

‘વિમાન અધ્ધર લે !'

પાયલોટે દાંડો પડયો.

એક સેકંડ ...

બે...

ત્રણ...

ચાર...

અને વિમાન અઘ્ધર ચડી સમતોલ થયું. ફકત એક જ મીનીટ લાગી.

‘તુ ઠીક છે ને ?’ મે પાયલેટને પૂછ્યું.

‘હા.’ 

‘સલામત ઉતરાણ કરીશ ?'

‘હા થોડીક જ મીનીટોમાં. મારે કંટ્રોલ ટાવરનો સંપર્ક સાધવો પડશે.'

મેં તેનો ખભો થાબડ્યો.

‘ગુડ મેન !'

હું કેબીન છેાડી બહાર આવ્યેા.

હું કણસ્યો.

આના અને સ્ટુવરડેસ વીલા મેાંએ મારી પાસે આવી.

રૂબીનીયન જતો રહયો હતો.

‘કારટર,’ આના બોલી. ‘મને મારી જાત પર શરમ આવે છે. એ મારા હાથમાંથી છટકી ગયો.’

‘શું થયું ?’ તેણે નિસાસો નાખ્યો. 

‘મેં એને કરાટે ચોપ મારી નીચે પાડયો,’ આનાએ મને કહ્યું .

‘એ તો મેં જોયુ’. પણ હું કોકપીટમાં ગયો પછી શું થયું હતું ?’

‘મે એને સીધો કર્યો કે જેથી તેના નાક ઉપર મુકકો મારી તેને ગુંગળાવી નાખું અથવા તો છાતીના પાંસળા તોડી શકું… પછી મે એના ચહેરો જોયો હું હેબતાઇ ગઈ. એને તાકી રહી. પછી તેણે મને કરાટે ચોપ માર્યો અને...'

‘વેલ, વાંધો નહિ.’

હું કોકપીટમાં પછો ગયો અને પાયલોટના રેડીયેા પર કંટ્રોલ ટાવરને આરઝોન રૂબીનીયનને પકડવા પોલીસને સાબદી કરવા કહ્યુ',

પાંચ મીનીટ પછી વિમાન સલામત નીચે ઉતર્યુ. બિલ્કુલ સહીસલામત. 

ફરી ધમાલ... 

પૂછપરછ...

બે કલાક પછી પોલીસે મને અને આનાને મુકત કર્યા મધરાત થઈ હતી. અમે થાકી ગયા હતા. અમે સ્ટ્રેન્ડ પાસે એક નાની લકઝરી હેાટલમાં ઉતર્યાં.

આના બોલી ‘નીક ?'

‘હા ?’

‘હું જઉં છું. તને એક ભેટ લાવી આપીશ,’ તે હસતા હસતા બોલી.

‘તારે મને ભેટ જ આપવી હોય તેા પાંચ છ કલાકની

ઉંધની ભેટ આપ.' મેં કહ્યું. 

‘ના, હમણાં નહિ. હું તને એક લવ્લી ભેટ આપીશ પહેલાં એ કહે, આ લેાકેા રૂમ સરવીસ આપે છે હું ખુબ ભુખી છું.'

‘હા. ફોન ઉપાડ હું તો...' 

અને હું ઊંઘી ગયો. પણ ખાસ નહિ. મારી ઉધ બેચેનીભરી હતી.

જાગ્યો તો.

‘માય ગોડ ' મે કહયુ .

‘ગમી ?’ 

‘ખૂબ.’

આના મારી સામે નગ્ન ઉભી હતી. તેના બે સ્તન પૃથ્વીના ગોળા જેવા વિશાળ હતા. ગુલાબી ડીંટડીઓ ટટાર ઉભી હતી. તેના નિતંબોવા વળાક જબરદસ્ત હતા.

હું તેને તાકી રહયો.

તે મારા કપડાં ઉતારવા લાગી. પહેલાં શર્ટ, પછી પેંટ પછી

હું ઊંઘ ભુલી ગયો.

ઉંધની કોને જરૂર હતી ?

અને તે મારી ઉપર આવી.

તે હુંફાળી હતી, ગરમાગરમ, સેક્ષી.

મારાથી ન રહેવાયું.

અમે એકબીજામાં સમાયા.

અમારાં શરીર લયબધ્ધ ગતિમાં એકરૂપ થઇ ગયા હતા.  પછી–

ધડાકો....

રોકેટ...

બોંબ...

અને અમે બંને ઢીલાઢફ થઈ ગયા અને હાંફવા લાગ્યા હતા. અમે બંને એકમેકને ગુંદરની જેમ ચેાંટીને પાથારીમાં પડયા રહયા.

‘મજા આવી ?’ આનાએ પછ્યું.

‘હા.’

‘મને પણ.’

હું ઊંઘી ગયો.

જાગ્યો ત્યારે સવાર પડી હતી. આના મને વળગીને સૂતી હતી.

મેં તેના નિતંબો પર થપાટો મારી. તે ઉંહકાર ભરવા માંડી.

‘ઉંહ!’

‘ઉભી થા।'

તેણે આંખો ખોલી. તેની આંખોમાં હજી પણ નશો હતો.

‘કેટલા વાગ્યા ?’

‘આઠ, આપણે એક વ્યકિતને મળવાનું છે.’ મેં હોકે આ પેલો કાગળ કાઢ્યો. ‘લોર્ડ આલ્બર્ટ હફલી સ્મીધી કેગને.’

‘કેવું બેવકુફ નામ છે ?’ 

‘હા, પણ તે વિશ્વનો સૌથી અગ્રગણ્ય પરદેશી સંપ્રદાય ધરાવે છે’

અમે બંને તૈયાર થયા.

દરમ્યાન મેં લંડન પોલીસને ફોન કર્યો અને રૂબીનીયનની પુછપરછ કરી. 

આરઝોન રૂબીનીયન હજી પકડાયો નહોતો કમબખ્ત છટકી ગયો.

અમે નવ વાગે બ્રીટીશ મ્યુઝીયમ આવી પહોંચ્યા. તે વિશાળ હતું નમૂનાઓ અસંખ્ય હતા લાયબ્રેરી પણ વિશાળ હતી. 

‘કેવું છે?' મેં પુછ્યું.

‘લુબ્પાન્કાની જેલ જેવું,' આના બોલી

હું હસ્યો.

‘સ્મીધી ક્રેગ ?’ આનાએ પૂછ્યું.

‘અંદર જઈએ.’

અમે તેને મળ્યા.

તે ઠીંગણો, ટાલીયો, ૩૫ વર્ષનો, જાડા ચશ્મા પહેરતો શખ્સ હતો. તેણે રૂઢિચુસ્તો પહેરે છે એવો ટવીડ શુટ પહેર્યો હતો. 

તેણે કહ્યું, ‘મને હફ કહેશો તો ચાલશે.' 

‘હા તેા હાફ, હવે હું મારી ઓળખ આપુ. હું છું યુ.એસ.ડીપાર્ટમેન્ટ ઓફ કસ્ટમ્સ એન્ડ ઈમીગ્રેશનનો રીચાર્ડ નીકલ્સ' મેં બેજ અને ફોટો કાર્ડ કાઢી તેની સામે ધર્યું. તેણે એ જોયું. ‘અને આ છે . મારી આસીસ્ટન્ટ આના.’

‘તને મળી ખુશ થયો, નીકલ્સ,' હફે ઉમળકાભેર કહ્યું .

‘થેંકયું. પણ અમે તને સ્ટેટસમાં ઉભા થયેલા એ ખાસ પ્રશ્ન વિશે મળવા આવ્યા છીએ.’ 

‘બોલ.’

‘અમારે ત્યાં હમણાં હમણાં હશીશની દાણચોરી ખૂબ વધી ગઈ છે. સાથે ગેરકાનુની પરદેશીઓ પણ વધી ગયા છે. તેઓ હશીશનુ સેવન કરે છે અને પછી તેના નશામાં ચૂર બની હત્યાઓ કરે છે.'

‘ઘણું ખરાબ.’

‘આવા પરદેશીઓને પકડયા પછી પુછપરછથી અમે લોકો એ નિર્ણય પર આવ્યા છીએ કે તેઓ અમુક ખાસ પંથના છે.’

‘એમ ?’

‘હા. હવે તું વિશ્વના જુદા જુદા પથોનો જાણકાર છે.'

‘તે ?’

‘આ શબ્દોનો શો અર્થ છે ?' હું મહામાતા હે મૃત્યુમયી માતા, પૃથ્વી પર તારો સેવક છે. ગિરિરાજ. આ બધું શેની સાથે સંકલિત છે.’ 

તે વિચારમાં પડ્યો.

'હં,’ તેણે કહ્યું. ‘હે મહામાતા મૃત્યુમયી માતા એ શબ્દો બે માતાઓ સુચવે છે. એકતો ભારતીયોની એટલે કે હિંદુઓની તે કાલીમાતા છે. તે મૃત્યુ પણ સૂચવે છે. આ કાલીમાતાના પુજકો માનવભોગ પણ આપતા હતા.'

‘બીજી માતા ?’

‘લેટીનમાં મેગ્ના મેટર એટલે મહામાતા. તે રોમન સામ્રાજયથી પ્રચકિત છે. આ પંથના અનુયાયીઓ સંભોગથી વિધિ કરે છે. તેમાં સામૂહિક સંભોગ અજમાવવામાં આવે છે. સાથે સાથે માનવભોગ પણ અપાય છે.’

‘તે આજનો આ પંથ કાલીમાતા અને મેગ્નામેટરનો સમન્વય હોઇ શકે ?' મેં પૂછ્યું .

‘હા.’

‘ગિરિરાજ વિશે ?’

‘ગિરિરાજ એ અગીયારમી સદીના આસ્બ મુખી સાથે સંદર્ભ ધરાવતો હતો. તે પરશીયા અને સીરીયા પર પરશીયાના વેરાન વિસ્તારમાં આવેલા એક પહાડ પર બાંધેલા કિલ્લા પરથી રાજ ચલાવતો હતો. તે આજુબાજુના શહેરોના શીસકો પાસેથી ધન પડાવતો હતો. અમેરિકનો જેને :રક્ષણ કૌભાંડ કહે છે એ રીતે. રક્ષણના બલમાં રકમની ચૂકવણી.’

‘રક્ષણ કૌભાંડ ?’

‘હા. એ તેમને ધમકી આપતો કે જો તેઓ એને દરદાગીના, જરઝવેરાત, ગુલામો ઢોર ઢાંખરો નહિ આપે તેા તેમની હત્યા થઈ જશે. જયારે જયારે આ બધું ન મળે ત્યારે તે ખૂન કરાવતા પણ અચકાતો નહિ. અને શાસક ગમે તેટલો સુરક્ષિત હોય, ગિરિરાજના ખૂની મારાઓ તેની હત્યા કરીને જ ઝંપતા.’ 

‘કેવી રીતે ?'

‘તેની એક ખાસ પઘ્ધતિ હતી. તેણે એના માટે મરી ફીટ એવા ધર્મ ઝનુનીઓનું એક લશ્કર તૈયાર રાખ્યું હતું. તે ૨૦,૫૦,૧૦૦ જેટલા આવા ઝનુની ખુની મોકલતો દેખીતી રીતે તેઓ હત્યા કરવામાં સફળ રહેતા.’ 

‘પણ તેઓ ગિરિરાજ માટે શા માટે મરી ફીટવા તૈયાર રહેતા હતા ?'

‘તેની પાસે કરામત હતી.’

‘કઈ?’

‘હશીશ.’

‘હશીશ ?’

હફે ડોકું હલાવ્યું.

‘તે એના અનુયાયીઓને હશીશના નશામાં ચૂર રાખતો. પછી એક સુંદર બગીચામાં લઈ જતો જયાં સુંદર સ્ત્રીઓ, ખાણાપીણી ગુલામેા તેમની સેવામાં હાજર થઇ જતા. તે એમને કહેતો કે મૃત્યુ બાદ સ્વગૅ માં આવું સુખ મળશે. અલબત્ત જો તેઓ ગિરિરાજની સેવા કરે તો ભુખ્યા, ગરીબ માણસે આ તર્કને અપનાવી લેતા.’