૮
મેં તેના ખભા ઉપર હાથ મૂકયા અને મોં તેના ચહેરા આગળ લાવ્યો.
‘સાંભળ,' મે કહ્યું. ‘આ વિમાનમાં ભયંકર બનાવો બન્યા છે. હજી વધુ બને તેમ છે. પણ આપણે બનવા દેવા નથી. ઈમરજન્સી સ્વસ્થ રહેવાની તને તાલીમ આપવામાં આવી છે કે નહિ ?'
શાંતિ. પછી–
'હા.'
'તો તૈયાર થા.’
‘પ્રયત્ન કરીશ.’
મેં તેનો ખભો દાબ્યો.
‘સરસ હવે મને તારી આંખોમાં સ્વસ્થતા દેખાઈ મેં કહ્યું. ‘હું કહું છું એમ કર. એઇલમાં પાછી જા. હમણાં બુમેા પાડતી હતી તે સોનેરી વાળવાળી છોકરી પાસે જા. હું જેની પાસે બેઠો હતો ને એ ’
‘હા.’
‘એને કહે કે જો તે ખોટી ધમાલ કરશે. તો તેને તાત્કાલિક ગેલીમાં લઈ જવામાં આવશે. ઓકે ?
‘હા.’
‘પછી એનો હાથ પકડી અહીં લઈ આવ તે હાથ છોડાવવા મથામણ કરશે પણ આવશે જરૂર. અને આમ ગભરાયેલી ન દેખા.’
‘એક.’
‘સરસ હવે જા.'
તે ગઇ.
હું હતો ત્યાંજ ઉભો રહયો અને યોગ્ય તકની રાહ જોવા લાગ્યો.
મને ખાત્રી હતી કે આના આવશે જ. મારા અંતરાત્મા કહેતો હતો.
મે રાહ જોઇ.
બોલાચાલી...
જીભાજોડી...
દલીલબાજી...
અવાજ નજીક આવતો ગયો.
પછી આના દેખાઈ. મારી પાસે આવી અને બે લાશો જોઈ તો સહેજ ખમચાઇ, બાકી તેના મોંના હાવભાવમાં કોઈ ફેરફાર ન થયો.
‘તકલીફ ?’ તેણે પુછ્યુ.
‘હા, પણ તને શી રીતે ખબર પડી કે–’
તેણે ખભા ઉછાળ્યા.
‘તું ટોયલેટમાં ચેક કરવા ગયો ત્યારે મેં કેબીન ચેક કરવાનું નકકી કર્યું . કોઈ પેસેન્જર તેા હશીશ નહોતો પીતેાને? બે જણ હશીશ પીતા મળ્યા. હું તેની પાસે બેઠી. પહેલાં મે એનો નિકાલ કરવાનું નકકી કર્યું. એની કરોડરજ્જુ પર ઘા માર્યો. તે બે કલાક સુધી બેભાન રહેશે. પછી હુ બીજા હશીશ પીનારા પાસે ગઈ. પણ તે જાગૃત હતો. પછી હું કીચન તરફ આવી. તેથી–’
‘વાર !’
‘હવે તું મને તારી કામગીરી કહે,' તેણે મને શાંતિથી કહ્યું.
મેં તેને ટુંકામાં બધું કહ્યું .
મેં ઉપસંહારમાં કહ્યું, ‘મુશ્કેલી એ છે કે તેઓ ફર્સ્ટ કલાસમાં કેટલા છે તેની મને ખબર નથી. અને ટુરીસ્ટ સેકશનમાં પણ કેટલા છે એ જાણતા નથી.’
‘ટુરીસ્ટ સેકશનમાં હજી બે હશીશ પીનારા છે,’ આનાએ કહ્યું
‘હં,’ મેં કહ્યું. ‘જો આપણે ચુપકીદીપૂર્વક તેમને ઢાળી દઈએ તો–’
‘હું એમનો નિકાલ કરીશ,' તે બોલી. હું પાછલા ભાગમાં જઉ છું તું આગલા ભાગમાં જા.
હું હસ્યો.
‘ઓકે, પણ બીજા પેસેન્જરોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખજે.’
‘ખલેલ ?' તે બોલી. ‘આમલેટ બનાવવી હોય તો ઈંડુ તોડયા વગર ન ચાલે.'
અને તે ગલીમાંથી સપાટો મારતી બહાર નીકળી
હું પણ નીકળ્યો.
અને એ જ ક્ષણે લાઉડસ્પીકરમાંથી અવાજ આવ્યો–
‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, પાંચ મીનીટમાં આપણે લંડનના હીથરો એરપોર્ટ ઉપર ઉતરીશું . પણ આ ઉતરાણ અગાઉના તમે કરેલા ઉતરાણોથી જુદુ હશે. સીટ બેલ બાંધવાની કોઈ જરૂર નથી. જેમ કરવું હોય તેમ કરવાની તમને છુટ છે. યાદ રહે, તમે લોકો સલામત હાથોમાં છો કારણ કે ત. મહામાતાના હાથોમાં છે.
ગચણાટ.
બડબડાટ.
મેં પેસેન્જરોના પત્યાધાતો સાંભળ્યા.
‘આ તે શી મજાક ?'
‘સીટ બેલ્ટ વગર ?’
‘આ વળી કેવો પાયલોટ?'
‘આ બધું શું છે ?'
હું આના તરફ ફર્યો.
અમારી નજરો મળી.
‘ચાલો જઈએ,' મેં કહ્યું.
‘હા.’
અમે ગલીમાંથી બહાર ધસ્યા.
તંગદીલી જામી હતી.
ભણાવ ફેલાયો હતો.
કટોકટી હતી.
ટુરીસ્ટ સેકસનમાં અપહરણકારો કયા હતાં તે વિશે મને શંકા હતી પણ ફર્સ્ટ કલાસ સેકશનમાં અપહરણકારો વિશે મને કોઇ શંકા ન રહી. આખાય સેકશનમાં ફક્ત પાંચ પેસેન્જરો હતા. બે જણ તેા કોકપીટના બારણાની આગળના ભાગમાં જ ઉભા હતા. બારણું બંધ હતું. લોક જ હશે. ઓછામાં ઓછા એક અપહરણકાર પાયલોટ અને કોપાયલોટ સાથે હશે.
હું એઈલની અધવચ્ચે થોભ્યો. બંને અપહરણકારો મારી સામે જોઈ મલકાતા હતા. એકના હાથમાં ગેરટગળાટુંપેા હતેા. તે એને વાપરવાની આતુરતામાં મરડયે જતો હતો. બીજાની પાસે પીસ્તોલ હતી.
મારી ફરતે બીજા ત્રણ પેસેન્જરો મુઢ બનીને ઉભા રહ્યા હતા અને અપહરણકારોને તાકી રહ્યા હતા. ત્રણમાની એક સ્ત્રી હતી અને તે ડુસકા ભરતી હતી.એક જણ મણકાની માળા ફેરવતો પ્રાર્થના ગણગણતો હતો. ત્રીજો માણસ ધ્રુજતો ધ્રુજતો તેમને તાકી રહ્યો હતો.
‘આવ, બહાર આવ,' બેમાંના એક અપહરણકારે મને કહ્યું.
તેણે ગેટર લંબાવ્યુ અને ફરી હસ્યો, જાણે મને પડકારી ન રહ્યો હોય !
હું આગળ કદયો.
મારા જમણા હાથમાં હયુગેાની બુલેટની ગતિએ શખ્સ ઉપર ફેંકયુ. બીજી ક્ષણે હું બંને અપહરણકારોની સામે પડયો. મે હયુગેાનો હાથો પીસ્તોલધારી શખ્શની ગળામાંથી બહાર ઉપસેલો જોયો. પીસ્તોલધારી વેદનાભરી ચીસ સાથે ગબડયો.
એક ક્ષણ પછી ગેટવાળા મારી ઉપર ઝળું બ્યો, તેના કાતિલ તાર મારા ગળા ફરતે ભરાયો. હું આડો પાડ્યો હોઇ તાર ભરાવવા તેને મારી ઉપર નમવું પડ્યું. મેં ઢીચણો વાળ્યા અને બુલેટોની જેમ તેની છાતી ઉપર માર્યાં. તે કેબીનમાં દુર ઉછળીને પડયો.
ગેરટ તેના હાથમાંથી ફંગોળાઈને દુર પડ્યું. મેં વીજળીવેગે વીલ્હેલ્મીના કાઢી. પણ અપહરણકાર ખુરશી સાથે અથડાયો હોઇ તેની કરોડરજજુ ભાગી ગઈ. તેનો પડધો આખી કેબીનમાં સંભળાયો. તેણે ચીસ પાડી.
એક સેકંન્ડ પછી હું તેની છાતી પર પગ મુકી ઉભો રહયો. તેની આંખોમાં ભયંકર વેદના હતી. છતાં મોં પર સ્મિત હતુ.
‘મૃત્યુ' તે બોલ્યોયેા. ‘ધણું જલ્દી આવ્યું છતાં તે પુરતુ છે. મને મારી નાખ. હમણાં જ મહામાતાના નામે મને મારી નાખ.'
‘ના,' મે કહ્યું. ‘હું તને નહિ મારૂ. હું તને પીડા સહેવા જીવતો રાખીશ. તારી જ ચીસો તને બહેરો ન કરી નાખે ત્યાં સુધી હું તને જીવતો રાખીશ. સિવાય કે તું અને તારા સાથીઓ હીથરો ઉતરી શું કરવાના છો તે કહે.’
‘વાંધો નહિ. તું મને મારી નાખે તેા થોડી મીનીટોમાં આ વિમાનમાં છે એટલા બધાની સાથે હું મરી જઈશ. મારા સાથીઓ પાયલેટ અને કોપાયલાટને શુટ કરી નાખશે અને વિમાન મેઈન પેસેન્જર ટરમીનલમાં તુટી પડશે ત્યારે હું મરી જઈશ. મહામાતાની ઉજવણીના માનમાં એ કત્લેઆમ થશે. આગામી પ્રલયન વિજયનું એ પ્રતીક બનશે.'
હું ફર્યો.
તે ધમકી નહોતી.
હું દોડ્યો. મારા મગજમાં એક પ્લાન આકાર લઈ રહયો હતો. પણ તેને અમલમાં મુકતાં પહેલાં મારે કોકપીટનું બારણું ખોલવું જ રહયું.
કેવી રીતે ?
હું બારણાથી પાંચ ફુટ દુર થોભ્યો અને તાળા ઉપર વીલ્હેલ્મીના તાકી.
અને એજ ક્ષણે બારણું ઉધડયું.
મારૂં જડબું આશ્ચયૅથી લબડી પડ્યું. બારણામાં ઉભા રહી એ માણસે મારી સામે પીસ્તોલ તાકી એટલે નહિ. પણ એ માણસના ચહેરાના લીધે.
તે એક અમાનવીય નકાબી ચહેરો હતો કોઈ ખવીશનો ચહેરો!
ભયાનક!
ફાટ જેવું મોં, નાકની જગ્યાએ ગોળ કાણું, બાકોરાં જેવી આંખો, ચહેરા પર ચામડી પડ રૂપે લટકતી હતી.
એવો ચહેરો ધરાવતો ફક્ત એક જ માણસ હતો આરઝોન રૂબીનીયન ખતરનાક ગુન્હેગાર. ફીલીપીન્સથી મળેલા હેવાલ પ્રમાણે તે થોડા મહિના પહેલા મનીલાની જેલમાંથી નાસી છુટયો હતો. આગને લીધે તેનો ચહેરો બેડોળ થઈ
ગયો હતો. તેના લીધે એનુ તેજસ્વી ગુન્હાખોર મગજ હવે વિકૃત તેજસ્વી ગુન્હાખોર મગજ બની ગયું હતું. મહામાતાનો પંથ!
રૂબીનીયનનો જ હોઈ શકે !
‘હેલો રૂબીનીયન,' મેં કહ્યું. ‘ધણી ખુશી થઈ તને મળીને’
‘મને પણ, કાટૅર,’ કહી તે હસ્યો. એ હાસ્ય કાંતિલ હતુ.
એ હસવાનું ખાસ કારણ હતું. તે પેરાસ્યુટમાં સજજ હતો. દેખીતી રીતે તે વિમાની દુર્ધટનામાંથી બચવા માગતો હતો. ‘રૂબીનીયન, હું તને પેરાશ્યુટ વાપરવા નહિ દઉ,’ મેં કહ્યું
‘હું વાપરીશ, કાર્ટર તું મને શુટ કરીશ પણ હુંય તને શુટ કરીશ આપણે બંને મરી જઈશું. પછી કોકપીટમાં ઉભેલો મારો માણસ પાયલેાટને શુટ કરી નાખરશે. તેણે કોપાયલોટને તેા ક્યારનોય મારી નાખ્યો છે. વિમાન તૂટી પડશે.
મારા હોઠ ભીડાયા
‘તું બચી જઇશ,' મેં કહ્યુ. ‘પણ તારો પ્લાન તો જમીનદોસ્ત થશે.’
તેણે ખભા ઉછળ્યા.
‘વાંધો નાહી આખા યુરોપમાં બીજાં હવાઈમથકોએ આ જ રીતે વિમાનો તૂટી પડશે. હજારોની સંખ્યામાં મુત્યુ નોંધાશે પ્રલયનો દિવસ નજીક આવતો જાય છે. તું નહિ. રોકી શકે.'