The Circle - 4 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | ધ સર્કલ - 4

Featured Books
Categories
Share

ધ સર્કલ - 4

‘ઓલ રાઈટ,' એક જણુ બોલ્યો. બંને જણ હોલમાં બહાર આવો ચાલો જઈએ! જલ્દી !' 

‘આ બધું શું છે ?’ મેં પૂછ્યું. ‘એક માણસ કાનુની

વેશ્યાધામમાં મેાજ કરવા આવે એમાં—’

‘ હવે તે કાનુની નથી.’ ત્રણમાંના સૌથી આગળ ઉભેલા પેાલીસે કહયું.

‘પણ કેમ ?’

‘આ સંસ્થાનો પરવાનો પાછો ખેચી લેવામાં આવ્યો છે.' તેણે કહયું.

‘શ માટે ?’

‘ફરિયાદો આવેલી ચાલો જલ્દી ! એય તું પણ ! જલ્દી કર !'

ગીલી ધીમેથી ખચકાતી ગભરાતી ઊભી થઈ અને રોબ પહેર્યો. મેં મગજ દોડાવ્યું હાઈવે પરની પેાલીસકારો ! 

દરોડો !

પણ મેડમ રોઝના વેશ્યાધામ વિશે કોણે ફરિયાદ કરી હેશે ?

જો કે આ લેાકો પેાલીસવાળા હતા જ! તેમના ગણવેશ પણ બરાબર હતા. તેમની કાર પણ બરાબર હતી. અને તેમનું વર્તન પણ પેાલીસવાળાઓ જેવું જ હતું. મે તેમને શંકાનો લાભ આપ્યો અને તેમની સાથે જવાનું નકકી કર્યું. જો કે મેં મારા હથીયારો પણ તૈયાર રાખ્યા.

‘એકે,' અમે હોલમાં બહાર આવ્યા તો પેલા પેાલીસ– વાળાએ કહયું. ‘અમે તમને બંનેને છોડી મુકીએ છીએ.

આ દરોડો વેશ્યાધામ ના બને તેટલા ઓછા ઘરાકો અને કામદારોને હેરાન કરવા પાડયો છે. અમે તેમને પાછલા બારણેથી લઈ જઈશું.’

તેણે મારી સામે જોયુ. 

‘અલબત્ત તું સહકાર આપે તેા જ. જો જરાય ધમાલ કરી છે. તો આસપાસના ૧૦૦ માઈલના એકે એક અખબારના રીપોર્ટરો અને ફોટોગ્રાફરોને અહીં હાજર કરી દઈશ.’ 

‘સાંભળ,’ મેં નમ્ર વિરોધ દાખવતાં કહયુ. ‘મેં કાનુન વિરોધી કોઈ કામ કર્યું નથી. હુ–’

‘તમે લોકો સાક્ષીઓને,બસ. જો સહકાર આપશો તો એક કલાકમાં છુટી જશો. અને જઈએ ?’

આગળ અને પાછળ બમ્બે પેાલીસ સાથે અમે હોલમાં કુચ કરતા બહાર જવાના બારણે ગયા. બારણા પર થયેટરમાં હોય છે એમ લાલ લાઈટે લખ્યું હતું. 

હું ફર્યો તો હોલમાં મુખ્ય રૂમ આગળ મે બીજા બે

પોલીસવાળાને જોયા. મેડમ રોઝ તેમની સાથે ધુંઆપુંઆ થતી દલીલો કરી રહી હતી. 

બીજું કોઈ દેખાતું નહેતું.

‘આ બાજુ' પોલીસવાળાએ કહયું. ‘પેટ્રોલકારના પાછલા ભાગમાં બેસી જાઓ.’

વેશ્યાધામના પાછલા ભાગમાં બે પેટ્રોલકાર ઉભી હતી. ગીલી ગભરાઈ ગઈ હતી. અમે પેટ્રોલકારમાં બેઠા કે તરત જ પેાલીસવાળા આગલાભાગમાં બેઠા. એન્જીન ધણધણ્યું અને પેટ્રોલકાર ઉપડી. બીજી કાર પણ અમારી પાછળને પાછળ જ હતી. અમે વેશ્યાધામના આગલા ભાગમાં ઊભી રાખેલી બીજી એ પેટ્રોલકાર પસાર કરી.

‘તમે લોકોએ ધાર્યુ છે શું ?’ ગીલી સ્વસ્થ થઈ તો પુછ્યું. 'જો–’

‘ચુપ મર,’ પેાલીસવાળાએ માથું ફેરવ્યા વિના જ કહયું. ‘તારો વારો આવે છે.’ 

'શું ?’

અમે મેઈન રોડ પર આવ્યા. હવે ગુંચવાનો વારો મારો આવ્યો. અને બેચેન થવાનો પણ.

અમે ખેાટી દિશામાં જઇ રહયા હતા. રેનોથી દૂર અને જે દિશામાં અમે જઇ રહયા હતા તે દિશામાં નજીકમાં નજીકનું સ્ટેટ પેલીસનું વડું મથકે તો એથીય દુર હતું.

'એય !' ગીલી ગુસ્સે થઈ બોલી. ‘આપણે રેનોનો રસ્તો નહિ, પણ રણનો રસ્તો પકડયો. આ બધું શું છે ?’

કોઈ જવાબ ન મળ્યો.

ગીલીએ થુંક ગળે ઉતાર્યું અને મારી તરફ ફરી.

‘આ લોકો આપણને કયાં લઈ જઈ રહયા છે ?’ તેણે પુછ્યુ. ‘આ બધું શું છે?'

હુ જાણતો નહોતો. મને હવે શક પડયો. હું માત્ર એક વાતથી ગીલીની જેટલો ગભરાયો નહોતો. પેાલીસ- વાળાઓએ મારી જડતી લીધી નહોતી. તેથી હું હજી શસ્ત્રત્રસજજ હતો:

વીલ્હેલ્મુના, ૯મીમી લ્યુગરથી, કે જે ધૂંટણના મ્યાનમાં હતી; 

પેન્સીલ જેવા પાતળા ખંજર હયુગોથી, કે જે મારા હાથ પર ચામડાતા કેસમાં હતુ; 

જીવલેણ મીની ગેસબોંબ પીયરીથી કે જે મારા ગુપ્તાંગની બાજુમાં સંતાડેલો હતા.

હું હરતું ફરતું હથીયારખાનુ હતો. 

અને એક મીનીટ બાદ– 

એક પોલીસવાળો આગળ નમ્યો. 

સીગરેટ લાઈટર કે દિવાસળી સળગી.

પોલીસવાળો અઢેલ્યો અને કંઈક શ્વાસમાં લીધું હોય એવું લાગ્યું .

એક ક્ષણ પછી તેણે જેનો દમ ખેંચ્યો હતો એ ડ્રાઇવીંગ કરતા પોલીસવાળાને આપ્યુ. 

એક ગાઢ, મીઠી સુગંધ કારમાં પ્રસરી.

મેં ગીલીને ફરી થુંક ગળતાં જોઇ. તેનુ મોં ખુલી ગયું હતુ.અને બીકથી ચહેરો વિકૃત થઈ ગયો હતો.

તે બોલી, ‘તે હશીશ છે. પીએ છે તે, તેઓ–’

તેને વાકય પુરું કરવાનું જરૂર નહોતી આ લોકો પેાલીસવાળાઓ નહોતા, અને તે અમને સ્ટેટ પોલીસ હેડકવાર્ટર્સમાં લઇ જતા નહોતા.

ગોલીએ ચીસ પાડી.

આગળ બેઠેલા બે જણાએ પાછળ વળીને જોવાની પણ તસ્તી લીધી નહિ. મેં ગીલીને સાંત્વના આપી. ગીલી ગરમ થઈ ગઈ હતી. દેખીતું હતું કે અમને બંનેને એકબીજાની મદદની જરૂર હતી. રણના રસ્તા ઉપર કાર ઊંચીનીચી થતી આગળ વધી રહી હતી.

ઢોર કસાઈ વાડે ન લઈ જવાતા હોય એમ એક હરતા ફરતા પાંજરામાં બંદી બની ગયા હતા.

થોડી મીનીટો પછી ગીલી શાંત પડી.

હવે તેના ચહેરા પર શાંતિને બદલે ભય ડોકાઇ રહયો હતો. તે મારી છાતીના ટેકે માથું મૂકી ડુસકાં ભરતી હતી.

આગળ બેઠેલા બંને ચુપ રહયા. તેઓ મોજથી હશીશની ચલમ વારાફરતી ફુંકી રહયા હતા. 

એ સુવાસ હતી મોતની.

હત્યાની.

ગીલી ધ્રુજી.

શાંતિ રહી.

પછી મને ખ્યાલ આવ્યો એ બે જણા શેની રાહ જોતા હતા. એક એન્જીનનો અવાજ નજીક આવતો જતો હતો. હું ફર્યો અને જોયું તો પાછળ એક બીજી કાર આવતી જોઈ.

પછી ત્રીજી. 

અને ચાથી.

તેઓ નીચે ઉતરી અમારી આગળ આવ્યા. તેમણે એક બાજુએ આર્ધવર્તુળ રચ્યું. તે અમારી કારના આગલા ભાગમાં બેઠેલા બે જણ નીચે ઉતર્યા. એકે પાછલું બારણુ ખોલ્યું અને કહ્યું. ‘બહાર ઉતરો.’ 

ગીલી ખમચાઈ.

એકે તેનો હાથ પકડી બહાર ખેંચી કાઢી. તે ધ્રુજી રહી હતી. 

પછી તેણે મને કહ્યું. ‘બહાર આવ’

હું ધીમેથી નીચે ઉતર્યાં અને મારી ફરતે અર્ધ વર્તુળાકારે ઉભેલા માણસો સામે જોયું, પછી મને ખ્યાલ આવ્યો કે તે બધાની હિલચાલો શા માટે સ્લોમેશનમાં હતી. તેમણે બધાએ હશીશનું સેવન કર્યું હતું.

હું ખચકાયો.

તેઓ હશીશના નશામાં ભલે હતા. પણ તેઓ આઠ જણ હતા. અને એ આઠની સામે હું એકલો હતો.

હું કોઈ પ્લાન બનાવું તે પહેલા છેલ્લી કારમાંથી એક માણસ નીચે ઉતર્યો અને આગળ આવ્યો. તે બધાથી પાતળેા હતેા. તે ગીલી પાસે ગયો અને તેને મારી. એ લાત કાતિલ હતી. તે પેટમાં વાગી.

‘ઉભી થા, કુતરી,’ તે બોલ્યો.

બોલીની લઢણ પરદેશી હતી એટલું હું સ્પષ્ટ સમજી શકયો. કઈ હશે ? 

ભારતીય ?

પાકિસ્તાની ?

ગીલી લથડીયું ખાઇ ઉભી થઈ. રણની ઠંડીગાર હવામાં તે ધ્રુજી રહી હતી. તેના ચહેરા પર ભયનો નકાંબ હતો.

પાતળો માણસ બોલ્યો.

‘અમે તારા પર ખુબ નાખુશ છીએ. ખુબ જ નાખુશ કારણ કે તેં કોઈને ફોન કર્યો અને અમને અગવડમાં મુકી દીધા. ટેલીફોન ઉપર તું બીજાને વાત કરે એ પહેલા તને વેસ્યાધામમાંથી ખેંચી લાવવાની અમને ફરજ પડી. અને હવે અમે યોગ્ય વિધિ વિના જ તારી સાથે નિપટી લઈશુ. બીજી બધી વેશ્યાઓ સાથે તો અમે વિધિ કરી પણ તારા માટે અમારી પાસે સમય પણ નથી અને અમારી પાસે તૈયારી પણ નથી. વળતર એટલું જ કે―’

તે મારી તરફ કર્યો.

‘એક વધુ મોત થશે. એક વેશ્યા સાથે મોજ માણવા આવેલા એક અજનબીનું મોત આખરે મોત છે. અને હવે–’

તે હસ્યો. 

‘આખરી વિધિ.’ 

એ બધા સળવળ્યા.

‘પ્લીઝ, ગીલી આજીજી કરી રહી. તેના અવાજ માં કાકલુદી હતી.

તે ભુલ હતી. 

બધાનું ધ્યાન એની ઉપર કેન્દ્રિત થયું. તેઓ બધા અમારી તરફ ખસ્યા. મેં મારી પીઠમાં છરીની અણી ભોંકાતી અનુભવી. એ વેળા તેમના આગેવાને ખીસામાંથી કાંઈક કાઢ્યું. પછી તે ગીલી પાછળ ગયો. ‘મહામાતાના નામે!’ તે બોલ્યો. 

‘મહામાતાના નામે,’ બધાએ એકી અવાજે સામુહિક પુનરૂચ્ચાર કર્યો.

‘મહામાતા કે જે મૃત્યુ છે !’ નેતા બોલ્યો. 

‘મહામાતા કે જે મૃત્યુ છે !' બધા બોલ્યા. 

છરીની અણી મારી પીઠમાં લેાહી કાઢી રહી હતી. એ છરી પકડનારનો ગંધાતો શ્વાસ હું મારા કાન આગળ લઈ રહ્યો હતો.

‘હે માતાના સેવક, ગિરિદેવના પુત્રો !’ નેતા બોલ્યો.

‘હે માતાના સેવક ગિરદેવના પુત્રો !' બીજાઓએ સર પુરાવ્યો.

આછી ચાંદનીમાં કંઈક ઝબકાર થયો. જે મેં જોયો

ગીલીના ગળા ફરતે તાર વીંટાયેા. એ તારના બે છેડે લાકડાના હાથા હતા અને એ હાથા નેતાએ પકડ્યા હતા. ગીલી ડુસકાં ભરતી હતી. તાર ખેચાયો. તેને શ્વાસ તરત જ કપાઈ ગયો. તેની આંખો ફુલી. 

ટોળાએ ગર્જના કરી.

તે કોઈ શબ્દ હતો ?

શ્લોકની શરૂઆત?

એ શોધવાની મેં રાહ ન જોઈ. હું ગુલાંટ ખાઈ ગીલીની પાસે કુદયેા. એ સાથે જ વીલ્હેલ્મીના મારા જમણા હાથમાં હતી. તેમાંથી બુલેટ વધુટી કે છરીવાળા શખ્સની ખોપરીના ચુરેચુરા થતા હાડકાંની કરચો ઉડી અને લેાહીના છાંટા ઉંડયા. ગીલીના ગળા ફરતે નેતા ગેરટ ખેંચી રહયો હતો. ગીલીનો ચહેરો વાદળી થઈ ગયો હતો. તેની કુલેલી આંખો મને કહી રહી હતી.

મને બચાવ ! 

મે તરત નિર્ણય લઈ લીધો.