સેમ્યુઅલ રોપવોકર
રજૂઆત
રોમા રાવત
૧
મેં એકસીલરેટર પરથી પગ સહેજ ઊઠાવ્યેા, મારી ભાડુતી બી.એમ.ડબ્લ્યુ. કારને તેના બે પૈડા પર જમણી બાજુએ વાળી પછી ફરી એક વાર એકસીલરેટર દાબ્યું. કોઈ ખાસ ફરક ન પડ્યો. જો કે હું પણ ઉતાવળમાં નહોતો. પણ એનાથી મને જરા ઠીક લાગ્યુ. વધુ નહિ, પણ થોડું. નેવાડાની એ ઠંડીગાર સવારે ત્રણ વાગે હું વેરાન ઊજજડ હાઈવે પર કાર હંકારતો જઈ રહયો હતો.
હાઈવે વૃક્ષોથી ઘેરાયેલો હતેા. કયાંક કયાંક એકલદોકલ સસલું કે શિયાળ નજરે પડતા હતા. ઠંડીમાં હું ધ્રુજતો હતો અને એથીય વધુ ખરાબ તો એ હતું કે હું એકલો હતો અડધો કલાક પહેલાં હું.
મેં ગળે થુંક ઉતાયુઁ એકસીલરેટર પર પગ દાબ્યો અને ધુરકયો અડધા કલાક પહેલાં હું લેક ટેહોની સૌથી ઉત્તમ હેટલની સુંવાળી અને વિશાળ સેજમાં મોજમાણી રહયો હતો. મારા પડખે પડી હતી એક સ્ત્રી. નામ હતું એનું ચુ–ચુ ચુ ચુ નામ તમને જરા વિચિત્ર લાગશે પણ ચુ ચુ એટલે ચુ ચુ બીજુ કંઈ નહિ. લાસ વેગાસમાં એના જેવી સ્ત્રી શેાધ્યે જડે એમ નહોતી તેનામાં બીજી આવડતો પણ ધણી હતી એ આવડતો વિશે હું જુગારના ટેબલ ઉપર ૨૦૦૦૦ ડોલર જીત્યો અને તેણે જે માલુ સ્મિત ફરકાવ્યું ત્યારે મેં જાણેલું. ડીનર વેળા એણે જે બારીક, મુલાયમ પારદર્શક પોશાક પહેર્યાં હતો એ જોઈને અમે એકબીજાની વધુ નિકટ આવ્યા અને થોડા કલાક પછી અમે લેક ટેહોના કિનારા પર પડતા મારી હોટલના શ્યુટમાં હતા.
એ યાદ મધુર હતી. સ્ટીયરીંગ વ્હીલ ઉપર મારા હાથ વધુ ભીડાયા. મને યાદ આવ્યા ચુ ચુ ના એ લાંબા લાલ વાળ જે છેક તેના નિતંબો સુધી પહોંચતા હતા. યાદ આવ્યો એની ચામડીનેા એ સ્વાદ જે મેં તેની ડોક પરથી ચુંબન લેતાં લેતાં મારી જીભ તેની પીઠ ઉપરથી આગળ ખસેડી હતી ત્યારે લીધો હતો. મારી જીભ તેના ગાલ અને પછી ઉરપ્રદેશને સ્પર્શી તેા તેની ડીંટડીઓ ગુલાબી અને કડક થઈ ઉઠી હતી.
તે કલસી હતી અને પગ મારા શરીર ફરતે ભીડાવ્યા હતા તેના નખ મારી પીઠમાં ભોંકાયા હતા.
એ પછી બદન સાથે બદન મળેલાં. જિસ્મની આગ જિસ્મથી ઠરેલી.
લયબધ્ધ હિલચાલ શરૂ થયેલી. એકબીજામાં એકમેક થયેલા... અંગો થાકેલા ને ફેફસાં હાંફવા લાગેલા ત્યાં સુધી બને મદમસ્ત બનીને એકબીજામાં સમાતા ગયેલા...
હોઠથી હોઠ મળેલા અને જીભથી જીભ મળેલી- એ પછી...
એ મિલન જાણે કે કલાકો દિવસો અઠવાડિંયાઓનું હતું છતાં અમારી ભુખ હજી ભાંગતી નહોતી. આખરે અમે શરીરથી અળગા થયા હતા. ડ્રીંક લઈ એકબીજાને પસવારતા હતા અને ફરી સંભોગ માટે કટિબધ્ધ થવાની તૈયારી કરતા હતા.
ચુ ચુ બોલેલી ‘નીક તારો જવાબ નથી. નીક, તું.’ અને ફોન રણકયો.
જો હું ડોમ્સ કે જો હું ડોકસ હોત તેા મેં ફોન ઉપાડયેા ન હોત. પણ હું જો ડોકસ નથી. હું નીક કાર્ટર છું. એ એ.એક્સ.ઈ. નો સીક્રેટ એજન્ટ... એ.એકસ.ઈ. એ યુ.એસ. સરકારની ગુપ્ત જાસુસી સંસ્થા છે અને ડોકટરોને જેમ ગમે ત્યારે બોલાવવામાં આવે છે એમ એ.એકસ.ઈ.ના એજન્ટોને પણ ગમે ત્યારે બોલાવવામાં આવે છે.
મેં ફોન ઉપાડ્યો અવાજ સાંભળતાં જ મને ખ્યાલ આવી ગયો કે મારૂં વેકેશન પુરૂ થઈ ગયું હતું. એક ખાસ કામ પુરૂં કર્યાં પછી મને એ વેકેશન સાંપડયું હતું. અને...ખેર, એક્સ બોલાવે ત્યારે કાર્ટર જવાબ આપે જ. એમાંય મિ. હોકનો ફોન હોય તો કાર્ટર જલ્દી જવાબ આપે છે.
‘યસ સર,’ મેં કહયું. ‘અલબત્ત સર પણ શા માટે? યસ સર... યસ સર. પણ સર બીજા કોઇને–? યસ સર તરત જ સર.’
વાતચીત પૂરી.
ચુ ચુ સાથે મજા પૂરી.
અને નેવાડાથી રેનો તરફની એ કંટાળાભરી સફરનીશ શરૂઆત.
એક કાનુની વેશ્યાધામની મુલાકાતની શરૂઆત. મુશ્કેલીની શરૂઆત.
‘નીક દિલગીર છું,’ હોક ફોન લાઇન સ્ક્રેમ્બલર પર મુકાયાની ખાત્રી થયા બાદ કહેલું આ રીતે તારા વેકેશનમાં ખલેલ પાડી રહયો છું. પણ અહીં કંઈક એવું ઊભું થયું છે કે...’
શાંતિ પછી.
‘નીક વેલ વાત એમ છે કે–’
મને નવાઈ લાગી હોક આ રીતે લોચા વાળે? પછી.
‘ નીક, તને ગીલ પોશારટન યાદ છે?’ હોકે મને સીધો પ્રશ્ન કર્યો.
ગીલી પોશારટન. ન્યુ ઓરલીયન્સની ગીલી પેાશારટન વકાસીયેા નામના સીન્ડીકેટના ગુંડાની તે ભૂમિકા બની હતી. કારણકે ઘણી ગરીબ હતી. પૈસાની જરૂર હતી. ખૂબજ જરૂર હતી. અને વકાસીયો પાસે પૈસા હતા.
પુષ્કળ તે અને સીન્ડીકેટ છાપેલી જાણીનેાટોથી યુ. એસ. ડોલર કટોકટીની સ્થિતિમાં પહેાંચી ગયો હતો. વકાસીયોનું પગેરૂ પકડતાં મને ત્રણ મહિના લાગ્યા હતા અને તે તે દરમ્યાન ગીલી સાથે મારેા ભેટો થયો હતો. તેણે મને વકાસીયો અને સીન્ડીકેટ બંનેને તથા જાલીનેાટો છાપવાની એ કામગીરીને છિન્નભિન્ન કરવામાં મદદ કરી હતી. પછી તે એએક્ષઈની જાણભેદુ બની ગઇ હતી.
હોકે આગળ ચલાવ્યુ, ‘આ ગીલી પાસે તે કહે છે એ પ્રમાણે ઘણી અગત્યની બાતમી આવી છે. તેણે એ એકસાઇનો સંપર્ક સાધ્યો અને એ એસાઇમેંટમાં તને જે સાંકેતિક નામ આપવામાં આવેલું તેનો ઉલ્લેખ કર્યો–’
મને એક નવાઇ લાગી. બાતમી બદલ પૈસા મળતા હોય તો જ ગીલી બાતમી આપે. તો એવી બાતમી કઈ હશે કે હોક પણ ચિંતામાં પડી ગયો હશે અને મને વાત કરી હશે?
હોકે એ પણ કહયું.
“તે ગભરાઈ ગઈ છે," તેણે કહયું. “ખુબ જ ગભરાઈ ગઈ છે. કિસ્સો તેના કોઈ વિકૃત જાતીય વાસના ધરાવતા ગ્રાહકનો છે. તેણે કેટલાંક નામ કહયા તેમાં એક ખાસ છે.”
શાંતિ.
મેં રાહ જોઈ.
‘નીશોવેવ,’ હોકે કહયું. ‘રશીયાના પ્રીમીયર.’
‘તો?’
‘તેની યુ.એસ.ની મુલાકાત પરમ દિવસથી શરૂ થાય છે. ગીલી પોશારટન એ મુલાકાત દરમ્યાન નીશોવેવના જાનના જોખમની વાત કરે છે. નીક, જો બોરીસ નીશોવેવને કંઈ થઈ જાય તો–'
મને લાગ્યું ગીલી બીજું કોઈ છટકું ગોઠવવા માટે તો નીશોવેવનો આશરો નથી લઈ રહીને !
“નીશોવેવ,” હોકે કહયું. “એના માટે આપણે કોઈ જોખમ ઉઠાવી શકીએ નહી. અને ગીલી ફકત તારી સાથે જ વાત કરવા માગે છે, એટલે તારે જ જવું પડશે.”
મેં શ્વાસ ફુંકયો. તેણે મને કયાં જવાનું હતું તે કહયું. એમાંય તેણે મને તાત્કાલિક રેનો ઉપાડવાની સુચના આપી ત્યારે તો મારે માંડ માંડ જીભ ઉપર કાબુ રાખવો પડયો.
‘નીક?’
‘હા?’
‘વેકેશન ભંગ બદલ દિલગીર છું. પણ મને ખાત્રી છે ચુ–ચુ સાથે તારી ફરી મુલાકાત જરૂર થશે.’
એ એક્ષ ઈ એ અદની જાસુસી સંસ્થા છે. તેનું કારણ એ છે કે તેના સીક્રેટ એજન્ટો વફાદાર, સંનિષ્ઠ અને અંગતે ત્યાગ કરનારા છે.
મેં કાર રેનોમાં વાળી અને કાસીનેા, બાર, રેસ્ટોરંટ કે મોટેલ-કયાંક ઉભી રાખી નહિ. ગામમાં થઇ ફરી હું હાઈવે પર આવ્યો. હોકની સુચના સ્પષ્ટ હતી. ગામની બહાર ૬ માઈલ દુર, રૂટ ૧૬ પર જમણી બાજુ વળી બે મીનીટ પછી લંડન રોડ ઉપર ડાબી બાજુએ વળો મેં કાર લંડન રોડ પર વાળી.
૫૦૦ વાર દુર રસ્તાની એક બાજુએ ચાર પેટ્રોલ કાર ઉભી હતી હું પસાર થયો તો તેમાંની એક મારી પાછળ આવી.
મેં સ્પીડોમીટર સામે જોયું. મારી સ્પીડ મર્યાદાની અંદર હતી. મર્યાદિતથી પણ ઓછી.
પેટ્રોલ કારે મારે પીછો ચાલુ રાખ્યો. તેની છાપરાની લાઈટ બંધ હતી તેણે છેક વેશ્યાધામ સુધી મારો પીછો કર્યો, પછી પાછી વળી અને જતી રહી.
હું બેચેન બન્યો. આ એક કાનુની વેશ્યાધામ હતું. તેા પછી સ્ટેટ ટુપરોએ શા માટે મારો પીછો કર્યો ? મને ધરાક જાણીને ? કારણ કે અહીં ફકત આ એકજ મકાન હતું.
મેં ખભા ઉછાલ્યા.
બે કલાક પછી ખખર પડી કે આ મારી પહેલી ભુલ હતી. અને છેલ્લી
મેં હોર્ન વગાડવુ કારની બારી ખોલી અને બહાર ડોકિયું કર્યું .
“એય !” મેં ઝાંપે ઉભેલા શખ્સને બુમ પાડી.
“દરવાજો ખેાલે અને મને અંદર જવા દે.”
ઉંચા પાતળા, ચઠાવાળા ચહેરા અને સોનેરી વાળવાળો માણસ કાર પાસે આવ્યો. તેની કમરે ૩૮ લટકતી હતી.
“નીચે ઉતર,” તેણે કહયું. “તારી પાસે હથીયાર નથી તેની ખાત્રી કરવી છે.''
“હું કંઈ છોકરીઓને શુટ કરવા નથી આવ્યો. હું તો–”
“બહાર નીકળ.”
હું બહાર નીકળ્યો.
તેણે જડતી લીધી.
“ઓકે, મજા કર.”
મેં કાર અંદર ડ્રાઇવમાં હુંકારી અને મકાનના આગલા ભાગમાં આવેલી વર્તુળાકાર જગ્યામાં ઉભી રાખી. મકાન લાંબુ, નીચુ અને એક માળનું હતું. રંગ ભૂખરો હતો. બારાઓએ પડદા હતા. બારણા પર લાકડાનું પાટીયું હતું.