*"DICE" (પાસા)*🎲
એક યુવાન હતો, જે હંમેશા તેના ખિસ્સામાં "DICE" (પાસા) રાખતો હતો. તેને જે પણ પ્રવૃતિ કરવી હોય તે તે "DICE" (પાસા) નાખી અને પછી તે પ્રવૃત્તિ કરતો. *જો તેણે વિચારેલ અને નાખેલ "DICE" (પાસા) પ્રમાણે આંકડો આવે નહીં તો તે પ્રવૃત્તિ કરતો નહીં.*
_લોકો એ જોઈને વિચાર કરતા હતા કે તે "DICE" (પાસા)પર કેટલો નિર્ભર છે! એક વ્યક્તિએ પૂછ્યું, શા માટે તું હંમેશા "DICE" (પાસા) પર નિર્ભર રહે છે ? વ્યક્તિએ કહ્યું – હું મારા નિર્ણય લેવામાં માટે "DICE" (પાસા) નો ઉપયોગ કરું છું!_
*_વ્યક્તિએ પૂછ્યું - કેવી રીતે? યુવકે જવાબ આપ્યો – સામાન્ય રીતે, જ્યારે પણ, હું પાસા નાખું છું – મારું અર્ધજાગ્રત મન મારે જે જોઈએ છે તે માટે પ્રાર્થના કરે છે!_*
*વ્યક્તિએ કહ્યું- સિક્કો પણ આવું કરી શકે છે! શા માટે "DICE" (પાસા) નો ઉપયોગ કરવો? યુવકે કહ્યું – જો મારે 2 થી વધુ પસંદગીઓમાંથી પસંદગી કરવાની હોય તો – "DICE" (પાસા) મને મદદરૂપ બને છે!*
*મિત્રો, ૪થી ડિસેમ્બર તે રાષ્ટ્રીય "DICE"(પાસા) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. "DICE"(પાસા) છેલ્લા ૪૪00 થી વધુ વર્ષોથી લોકપ્રિયતા મેળવી છે!*
_અગાઉ "DICE"(પાસા) કાચ અને ધાતુના બનાવવામાં આવતા હતા. આજે, આપણી પાસે રમવા માટેના "DICE"(પાસા) પ્લાસ્ટિકના બનેલા હોય છે._
*આજના દિવસને યાદગાર બનાવવા માટે બોર્ડ ગેમ રમો.
વાર્તા :
*"દલીલ"*
બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને અચાનક સ્વર્ગ અને નરક વિશે દલીલ કરવા લાગ્યા. *તેમાંથી એકે કહ્યું કે સ્વર્ગ આકાશમાં છે અને નરક જમીનની નીચે છે! બીજાએ કહ્યું – ના – સ્વર્ગ જમીનની નીચે છે અને નરક આકાશમાં છે.*
ધીમે ધીમે દલીલ એટલી ગરમ થઈ ગઈ કે તેઓ એકબીજા સાથે ઝગડવા લાગ્યા! અચાનક તેઓએ એક સાધુને તેમની તરફ આવતા જોયા!
*તેઓએ તેને પૂછવાનું વિચાર્યું કે કયો વ્યક્તિ સાચો બોલે છે? તેઓ સાધુ પાસે ગયા અને પૂછ્યું - સ્વર્ગ અને નરક ક્યાં છે?*
_*સાધુને આ બન્ને ના અહંકાર અને ગુસ્સા વિશે ખ્યાલ આવી ગયો. સાધુએ પૂછ્યું – મને ખબર છે કે સ્વર્ગ અને નરક ક્યાં છે, પણ તે પહેલાં – મને કહો કે આ પ્રશ્ન કેવી રીતે ઊભો થયો? અને શું મહત્વનું છે - કોણ સાચું છે તે કે પછી સ્વર્ગ અને નરક ક્યાં છે?*_
*બંને મિત્રો વિચારવા લાગ્યા... આ વિચાર કેવી રીતે આવ્યો અને આપણે આ દલીલમાં કેવી રીતે ઉતર્યા? અને સ્વર્ગ અને નરક જ્યાં પણ છે - શું તેનાથી કોઈ ફરક પડશે?*
*મિત્રો, મોટાભાગે આપણે ક્ષુલ્લક બાબતો પર દલીલો કરીએ છીએ! તે આપણો અહંકાર છે જે આપણને સાચા હોવાનો અભિમાન કરાવે છે! વધુ મહત્વનું શું છે તે સમજવા માટે
તુચ્છ બાબતો પર દલીલ ન કરો.
વાર્તા :
ઉંમર :
*અઠ્ઠાણું વર્ષે જશવંતલાલ સુરતમાં ગરમાગરમ કચોરી આરોગી રહ્યા હતા ત્યારે કોઈએ પૂછ્યું,* *જશવંતબાપા, તમને કોઈ કહેતું નથી કે આ ઉંમરે આવું ન ખવાય?* *જશવંતબાપાએ હસતા હસતા કહ્યું, એ કહેવાવાળા બધા ગુજરી ગયા!!!!* *રમણલાલ સોનીએ ૯૭ વર્ષે સાહિત્ય રચના કરી હતી અને હમણાં જ્યારે વ્હોટસએપ યુનિવર્સિટી પર જયા બચ્ચનનો એક કહેવાતો લેખ કે જે સિનિયર સિટીઝનને બાપડા,* *લાચાર અને અસહાય દર્શાવે છે તે વાયરલ થઇ રહ્યો છે ત્યારે ૮૧ વર્ષના અમિતાભ બચ્ચન તેમના અડતાલીસ વર્ષના પુત્ર કરતાં વધુ કાર્યરત છે!!!!* *મશહૂર પત્રકાર ખુશવંત સિંહ સરદાર 87 વર્ષે ફ્રેન્ચ ભાષા શીખવા ટ્યુશન ટીચર રાખેલો અને દરેક પાર્ટી માં ગર્લ ફ્રેન્ડ શોધતા હતા*
*આજે ઈન્ટરનેશનલ સિનિયર સિટીઝન્સ ડે છે ત્યારે એક વાત ચોક્કસપણે જાણવી જરૂરી છે કે જેમણે સિટીઝન તરીકે* *જવાબદારીપૂર્વક જીવન નથી જીવ્યું તે તમામ લોકો સિનિયર સિટીઝન થઈને બાપડા, લાચાર અને અસહાય થઈ જાય છે.* *તેમના પ્રત્યે સંપૂર્ણ માન સન્માન સાથે કહેવું પડે છે કે આવા સિનિયર સિટીઝન આખી બિરાદરીનું અપમાન કરે છે. ૯૧ વર્ષે ડૉ* *મનમોહનસિંહ વ્હીલ ચેરમાં બેસીને પણ સંસદમાં હાજર રહે છે.* *અત્યાર સુધી ૧૫ સિનિયર સિટીઝન માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂક્યા છે જેમાં યુચ્યુરુ મીરા નામના જાપાનીઝે આ સિધ્ધી ૮૦ વર્ષની ઉંમરે મેળવી હતી અને હાલ ૯૧ વર્ષ તે હયાત છે* *બીટલ્સના પોલ મેક્કાર્ટનીએ બહુ સરસ કહ્યું છે કે પહેલા હું માનતો હતો કે ફાલતુ કામ કરનાર ફાલતુ છે. વર્ષો પછી ખબર પડી કે ફાલતુ કામ કરનાર ફાલતુ નથી, તેને ફાલતુ સમજનાર ફાલતુ છે!!!* *મોરારજીભાઈ દેસાઈ ૮૧ વર્ષ દેશના વડાપ્રધાન બન્યા અને મને યાદ છે ત્યાં સુધી ૮૮ વર્ષની ઉંમર સુધી તેઓ સોમનાથના તોફાની દરિયામાં સ્વિમિંગ પણ કરતા હતા!!!* *શરદ પવાર ૮૨ વર્ષે કેન્સર સર્વાઈવર તરીકે રાજનીતિમાં સક્રિય છે.* *અત્રે ઉલ્લેખનીય છે કે શરદ પવાર પોતાની યુવાની અને પ્રૌઢાવસ્થા દરમિયાન તેમની રાજકીય કારકિર્દીમાં એક સેલ્સમેન કરતાં વધુ ટ્રાવેલિંગ કર્યું છે અને તે પણ વાહનવ્યવહારના તમામ માધ્યમોમાં. ૭૩ વર્ષે સદાબહાર નરેન્દ્ર મોદીએ જીવનના ત્રણ દશકા આર.એસ.એસ.ના સ્વયંસેવક તરીકે સખત મહેનત કરી છે.*
*મારા ગુરુ સાહિત્યકાર ડૉ કુમારપાળ દેસાઈ ૮૫ વરસ ની ઉંમરે લેખન કાર્ય માં સંપૂર્ણ રીતે સક્રિય છે*
*આજે ઈન્ટરનેશનલ સિનિયર* *સિટીઝન્સ ડે ઉપર એક વાત સમજવા જેવી છે કે સિનિયર સિટીઝન એટલે લાચાર કે બાપડો નહીં પણ ઉર્જા અને અનુભવના સુખદ સમન્વય ધરાવતા નાગરિકો છે.*
💯 વિચારો.