Sapt-Kon? - 20 in Gujarati Classic Stories by Sheetal books and stories PDF | સપ્ત-કોણ...? - 20

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સપ્ત-કોણ...? - 20

ભાગ - ૨૦


'હવે શું? આગળ શું થયું હશે અને કોણ હશે આ ઘટના પાછળ?' એમ વિચારતા ત્રણેય એકબીજાના મોં જોવા લાગ્યા.

ઇન્સ્પેક્ટર ઉમેશે જીવાને ફરીથી બોલાવ્યો, "જો જીવા, હજી પણ સમય છે, તે સીસીટીવી કેમેરાની સાથે કોઈ ચેડા તો નથી કર્યા ને? હજી એક તક આપું છું, સાચેસાચું બકી જા નહિતર જેલની હવા ખાવા તૈયાર રહેજે."

"સાયેબ, અતાર હુધી મે જે કાય કીધું એ હાચું જ સે, હું આ ઓરડા હુધી આયો'તો પણ બારણું ન ઉઘડ્યું એટલે પાસો જતો રયો. સંતુના હમ, હું હાચું બોલુ સુ."

"શું કરવા આવ્યો હતો તું? ચોરી કરવા?"

"ના ના સાયેબ, આ હવેલીનું ને આ પરિવારનું લુણ ખાધું સે, હાડકાનો હરામ સું સાયેબ પણ નમકહરામ નથી. હું તો ખાલી જોવા આયો તો સાયેબ હઉ હરખું બંધ સે ને, મને ઈમ કે બપોરે ઘરે કોઈ નથી તો એક નજર કરી લઉં, જો મારે ચોરી જ કરવી હોત તો આટલા દહાડા રાહ થોડી જોત, ક્યારનું મારું પોત પ્રકાશીને આંયથી ભાગી ગ્યો હોત. નાની વહુના ગાયબ થયા પછી આ પરિવાર પર ખતરો હોય એવું મને લાગ્યું. હાચે જ મેં કાઈ નથી કર્યું." બે હાથ જોડી જીવો સ્વસ્થતાથી ઉભો રહ્યો.

"ઠીક છે, હવે તું જઈ શકે છે. જરૂર પડશે તો પાછો બોલાવીશ" ઇન્સ્પેક્ટરે આટલું કહ્યું એ સાથે જ જીવો ત્યાંથી જતો રહ્યો.

"કૌશલ, આ ઈશ્વાનું શું પ્રકરણ છે?" જાણવાની જિજ્ઞાસા અને બનતી સહાય કરવાની ભાવના સાથે ઇન્સ્પેક્ટરે પૂછ્યું.

"વાત જાણે એમ બની છે કે. ..." કૌશલે બનેલી ઘટનાનો ટૂંકસાર કહ્યો, "રાણાઅંકલ એમની ટીમ સાથે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે."

"ઠીક છે દોસ્ત, જરૂર પડ્યે મને બોલાવી લેજે, અડધી રાતે પણ હું તારા માટે હાજર હોઈશ અને અહીં જે બન્યું છે એની પણ તપાસ હું મારી રીતે કરી પગેરું મેળવવાની કોશિશ કરું છું, મારા બે કોન્સ્ટેબલને સિવિલ ડ્રેસમાં હવેલીની બહાર ચોકી કરવા મોકલી દઉં છું જેથી કરીને કોઈ ઓચિંતી અણધારી આફત આવી પડે તો સરળતાથી સામનો થઈ શકે." ઉષ્માથી કૌશલને ભેટી ઇન્સ્પેક્ટર ઉમેશે વિદાય રજા લીધી.

@@@@

બપોરે આરામ કર્યા પછી થોડો તડકો નમતાં વ્યોમ અને અમોલ નીચે ઉતર્યા અને હોટેલની બહાર નીકળી ચાલવા લાગ્યા. આ બે દિવસમાં તો વ્યોમનો ચહેરો સાવ નખાઈ ચુક્યો હતો. તન અને મનથી પડી ભાંગેલા વ્યોમના ચહેરાને સ્પર્શીને લહેરાતા મંદ વાયરાએ એના ચહેરાને નવી તાજગી બક્ષી દીધી જે એની આંખોની ચમકમાં જોઈ શકાતી હતી. પથરાળ કાચી કેડીએ ચાલતાં ચાલતાં બેય એક વળાંકે ઉગેલા વૃક્ષની નીચે કુદરતે ગોઠવેલી બેન્ચનુમા પથ્થર પર બેઠા અને આસપાસનું અવલોકન કરવાની સાથે વાતે વળગ્યા.

"વ્યોમ, મને એ જણાવ કે ઈશ્વાને સૌથી પ્રિય વસ્તુ કઈ અને અણગમતી વસ્તુ કઈ? એને શેનો ડર લાગતો?" અમોલે કઈંક જાણવા મળે એ હેતુએ પૂછ્યું.

"ઈશ્વાને સૌથી પ્રિય તો હું જ વળી...." વ્યોમ હસી પડ્યો.

"તું વ્યક્તિ છે વસ્તુ નહીં." અમોલ સહેજ ખસિયાણો પડી ગયો.

"હું મજાક કરું છું, એની પ્રિય વસ્તુ છે અમારા રૂમમાં રહેલો આદમકદ, ઐતિહાસિક અરીસો, નાનપણથી એને એ અરીસો અતિપ્રિય, જયારે પણ એ ઘરે આવતી ત્યારે રૂમમાં જઈ અરીસા સામે ગોઠવાઈ જતી, પોતાને નિહાળ્યા કરતી અને ક્યારેક તો એકલી એકલી વાત પણ કરતી જાણે અરીસાની પેલી બાજુએ કોઈ હોય, હું ઇન્ડિયામાં નહોતો ત્યારે પણ એ રેગ્યુલર ઘરે આવતી અને અમારા રૂમમાં અરીસા સામે બેસતી, મમ્મી અને ભાભી ક્યારેક એને એ બાબતે ટોકતા પણ અને ચીડવતા પણ... અને એની અણગમતી વસ્તુ..... એક.... એક મિનિટ.... એવો જ સેમ ટુ સેમ અરીસો આ હોટેલમાં પણ મોજુદ છે, એ જ રૂમમાં જ્યાંથી ઈશ્વા ગાયબ થઈ છે. ..ક્યાંક એ બંને વચ્ચે કોઈ જોડાણ તો નથી...?" વ્યોમની વાતે અમોલને પણ વિચાર કરતો કરી દીધો.

"એની અણગમતી વસ્તુ?" અમોલે હજી વધુ જાણવાની ઈચ્છાએ અને વ્યોમનું મન ડાયવર્ટ કરવા હેતુ વાત આગળ વધારી પણ એના મનમાં અરીસાવાળી વાત હજી ઘુમરાઈ રહી હતી.

"પુસ્તક... બુક, એની અણગમતી વસ્તુ, જેનાથી એને સખત ચીડ હતી. એ પોતે પણ એક્ઝામ વખતે નછૂટકે વાંચતી, એ હમેશા કહેતી, 'આ પુસ્તકિયા જ્ઞાન કરતાં પ્રેક્ટિકલ અને એક્સપિરિયન્સથી મેળવેલું જ્ઞાન વધુ સારું. ગોખેલા પોપટીયા જ્ઞાનથી આગળ ન વધી શકાય,' મને પણ એ બાબતે લેક્ચર આપતી રહેતી, ભૂલૅચુકેય જો એની સામે મેં બુક ખોલી તો એ મારા હાથમાંથી ઝૂંટવી લઈ બુક પાછી જગ્યાએ મુકી દેતી.

" હવે એના ડર વિશે...."

"એને સૌથી મોટો ડર હતો મને ખોવાનો, કોણ જાણે ક્યાંથી એના મનમાં એ ડર પેસી ગયો હતો કે એક દિવસ હું એનાથી દૂર જતો રહીશ. જયારે એને સમજાવતો ત્યારે થોડા દિવસ બધું બરાબર ચાલતું અને ફરી પાછું એ જ ચક્કર ચાલુ થતું, એ બાબતે અમારી વચ્ચે ચકમક પણ ઝરતી અને હવે અચાનક એ જ મારાથી દૂર જતી રહી, મને જાણ પણ ન થવા દીધી." વ્યોમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો અને અમોલે એને રડવા દીધો.

@@@@

યામિનીના ચહેરા અને આંખોમાં ખુશીની ચમક જોઈ શિમોનીએ બાબુજી માની ગયાનું અનુમાન લગાડ્યું.

"માં, આખરે બાબુજી રાજી હાલેના? માની ગયા ને?"

"હા દીકરા, હમણાં તો હા પાડી છે અને હવે એ ખેતરે જાય છે અને ગામમાં જશે એટલે કાલે એ યુવતી અને એના પરિવારને મળવા જશે. યા હાયા ભાલોરા જાન્યાઇ હાયા, જે થાય એ સારા માટે. શ્રીધર અને તારી ખુશીમાં જ અમારી ખુશી હોય ને... ચાલ હવે તું બહારનું કામ પતાવ, હું રસોઈ બનાવી લઉં. આજે તો કીછુ મિષ્ટી તૈરી કરી.."

બીજા દિવસે વહેલી સવારે હુગલી નદીના કિનારે લાંગરેલા હોડકામાં મજૂરો કપાસની ગાંસડીઓ ગોઠવી રહ્યા હતા, જે હોડકામાં ગાંસડીઓ ગોઠવાઈ જતી એના ખારવાઓ હોડકા હંકારી બંગાળની ખાડીના કિનારેથી થોડા અંતરે લાંગરેલા એન્ડ્ર્યુના મોટા જહાજો તરફ વળી જતા અને તરાપા પર ગાંસડીઓ ગોઠવી જહાજ પર રહેલા બીજા મજૂરોની મદદ વડે જહાજમાં ચડાવતા. ઘોડાપર બેઠેલો એન્ડ્ર્યુ દરેક પર નજર રાખતો અને એનો ચાંપલુસ મદદનીશ માણેકરામ ગાંસડીઓ ગણી એની નોંધ કરતો.

નદીથી ખાડી તરફ આવતા એક નાનકડી નાવના નાવિકની નજર થોડે દૂર પાણી પર તરતા એક સફેદ સુતરાઉ કાપડ પર પડી, એણે નજીકમાં ઉભા રહેલા બીજા નાવિકોને બુમ મારી બોલાવ્યા અને એમને એ તરતા કાપડ તરફ આંગળી ચીંધી,
"જલે ભાસાચે એકારા કપરા... કોઈ કપડું તરી રહ્યું છે. આપણે જઈને જોવું જોઈએ. ચલા સબાઈ."

"હા. .. હા... ચાલો," કહેતાક બીજા ત્રણ-ચાર નાવિકો તૈયાર થઈ ગયા. પોતે પહેરેલું ધોતિયું ઘૂંટણથી થોડું ઉપર ચડાવી સૌએ સાથે પાણીમાં ધુબાકો માર્યો અને દરિયાના પાણીને કાપતા સૌ એ કાપડ તરફ વધ્યા.

"અરે, એઇ કપરારા સાથે કેઉઓ આછે, આ કાપડ સાથે તો કોઈ વ્યક્તિ પણ છે," એક નાવિકે કાપડની બહાર એક હાથ નીકળેલો જોયો, ઘડીભર માટે તો સૌ ડરીને ડઘાઈ ગયા પણ એકબીજા સામે જોઈ, હૈયામાં હામ ભરી એ વ્યક્તિને ખેંચીને કિનારે લઈ આવ્યા અને રેતી પર સુવડાવી એના ચહેરા પરથી કપડું હટાવ્યું....

"હેય, વોટ્સ ગોઈંગ ઓન? ઇધર ક્યા કર રહે હો સબ? કામ કોન કરેગા તુમ્હારા બાપ?" એન્ડ્ર્યુએ માણેકરામને ઘોડો એ તરફ લઈ જવા આદેશ આપ્યો એટલે હુકમનો અમલ બજાવતો માણેકરામ ઘોડાને કિનારા તરફ દોરી ગયો.

"ઓહ માય ગોડ...." વ્યક્તિના ચહેરા પર નજર પડતાં જ એન્ડ્ર્યુનું મોં ખુલ્લું રહી ગયું, "યે ટો વોહી લડકી હાય જો કલ હમે જંગલ કે રાસ્તે મિલા થા.."

ક્રમશ: