વકીલ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.. આ તરફ નેહા એ ફરી થી લન્ડન કોલ લગાવ્યો અને બોલી... જય શ્રી કૃષ્ણ.. આપણુ કામ થઇ ગયુ છે. મેં મલય સાથે લગ્ન કરી લીધા છે. હા તમારી કમી ખુબ લાગી.. ખાસ કરી ને મલય ને.. પણ..
સામે છેડે થી અવાજ આવ્યો, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો નહતો. તારુ આ અહેસાન અને બલિદાન હુ ક્યારેય નહિ ભુલુ નેહા..
અરે એમાં શુ અહેસાન? મેં જે પણ કર્યું એ મારા પ્રેમ માટે કર્યું છે. તમે નિશ્ચિંન્ત થઇ જાઓ અને તૈયાર પણ હવે જંગ છેડાઈ ચુકી છે. બસ હવે લન્ડન આવુ એટલી જ વાર છે. પછી વકીલ અને એ ખૂની બંને નો ખેલ ખતમ સમજો તમે.
હા નેહા, પછી આપણે સાથે હોઈશુ. સામે છેડે થી વ્યક્તિ બોલી.
હમ્મ ચાલો હુ ફોન મુકુ છુ. મલય આવતો જ હશે.
હા જય શ્રી કૃષ્ણ. કહી ને સામે થી ફોન કટ થઇ ગયો.
આખો દિવસ મલય નેહા સોનિયા અને રાજ એ જોડે મજાક મસ્તી કરતા વિતાવ્યો.
રાત પડી એટલે રાજ અને સોનિયા બીજા રૂમ માં જઈ ને સુઈ ગયા. એમને મલય નો રૂમ આજે સુંદર ફૂલો થી શણગાર્યો હતો.
નેહા મલય ના રૂમ ની બહાર ની ગેલેરી માં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો ત્યાં ઉપર જોઈ રહી હતી. એ ચાંદ ને જોઈ રહી હતી. મલય પાછળ થી આવ્યો અને નેહા ને કમર ફરતે હાથ વીંટાળી ને ઉભો રહ્યો. પોતાના ગાલ થી નેહા ના ગાલ ને સ્પર્શ કર્યો. શુ વિચારે છે મારી જાન? મલય પૂછે છે.
એક એક પળ મેં કેવી રીતે કાઢ્યા છે તારા વગર મારુ જ મન જાણે છે મલય. નેહા બોલી રહી હતી અને એની આંખો માં થી આસું પડી ને એના ગાલ સુધી આવ્યુ,જે મલય ના ગાલ ને પણ અડ્યુ.
મલય એ નેહા ને પોતાની તરફ ફેરવી એની આંખો માં થી આસું લુછ્યા, નેહા મેં પણ તારી રાહ પળ પળ જોઈ છે. મને યકીન હતો મારા પ્રેમ ઉપર કે તું એક દિવસ જરૂર આવીશ.. હુ તારા ઘરે પણ ગયો હતો પાછો આવ્યા પછી.. મને ખબર પડી કે તારા પિતા.. પણ ત્યાં સુધી માં તમે ઘર ખાલી કરી દીધું હતુ અને નીકળી ગયા હતા. હુ જૂનાગઢ પણ ગયો હતો. પણ ત્યાં પણ તારા વિશે કોઈ જાણતુ નહતુ.
મેં તને બોવ શોધી, બોવ શોધી.. પણ.. બસ પછી મેં ફક્ત રાહ જોવાનુ જ નક્કી કર્યું... અને આજે આપણે મળ્યા, આપણા લગ્ન પણ થઇ ગયા.. હવે આપણ ને દુનિયા ની કોઈ તાકાત અલગ નહિ કરી શકે.
હા.. હવે આપણ ને ભગવાન પણ ચાહે તો અલગ નહિ કરી શકે.. કહેતા કહેતા નેહા મલય ને વળગી પડી.
મલય એ પોતાના હોટ નેહા ના હોટ ઉપર મૂકી દીધા. નેહા અને મલય માટે તો આજે વર્ષો ની તરસ છુપાઈ રહી હતી.
મલય એ નેહા ને પોતાની બાહો માં ઉંચકી અને અંદર બેડ જેને ફૂલો થી શણગારવામાં આવ્યો હતો એના ઉપર લઇ ગયો. નેહા પણ ખુશી ખુશી બેડ ઉપર આડી પડી. આજે બધી દુરી ખતમ ચુકી બંને ની... બંને એક બીજા ના પ્રેમ માં ખોવાઈ ચુક્યા હતા. આજે વર્ષો પછી મળેલો પ્રેમ, વાતો કરી ને સમય બરબાદ કરવા નહતા માંગતા.. બંને ને બસ એકબીજા નો સહવાસ માણવો હતો. બંને વચ્ચે ના આજે પરદા હટી ગયા અને હંમેશા માટે બંને એક થઇ ગયા.
સવાર પડતા જ સૂર્ય ના સોનેરી કિરણો નેહા જે મલય ની બાહો માં સુતેલી હોય છે એના ઉપર પડે છે. નેહા આંખો ખોલે છે તો એને મલય સૂકુન થી ઊંઘતો નજર આવે છે. નેહા એના ગાલ ઉપર એક હળવુ ચુંબન કરી ને નાહવા જતી રહે છે. એ તૈયાર થઇ ને નીચે આરતી કરે છે. આરતી નો અવાજ આવતા જ રાજ સોનિયા મલય બધા જ મંદિર માં પહોંચે છે. રામુકાકા પણ આરતી માં જ હોય છે.
નેહા એ આજે પેરોટ કલર ની ટ્રાન્સપરન્ટ કમર દેખાય એવી સારી સાથે બેકલેસ બ્લાઉસ પહેર્યો હોય છે. માથા માં કુમકુમ.. અને ગળા માં મલય એ આપેલી ચેન... હાથ માં લાલ રંગ નો ચૂડો... પગ માં પાતળી પાયલ... એના ભીના વાળ માં થી હજી પણ પાણી થોડુ થોડુ નીતરી રહ્યુ હતુ. નેહા એ બધા ને આરતી આપી. બધા નાસ્તો કરવા જોડે ટેબલ ઉપર ગોઠવાયા. આજે નેહા એ નાસ્તો બનાવ્યો હતો.. નેહા ના હાથ સાક્ષાત માં અન્નપૂર્ણા દેવી નો વાસ હતો. બધા ખુબ મજા આવી ગઈ.
રાજ અને સોનિયા પોતાની ઓફિસ જવા નીકળી ગયા. રામુકાકા પણ થોડા કામ થી બહાર નીકળી ગયા.
નેહા રસોડા માં જમવાની તૈયારી કરી રહી હતી. પાછળ થી મલય આવ્યો અને નેહા ને મજબૂતાઈ થી પકડી.. નેહા એ પણ એને નજીક આવા દીધો... બસ મલય નેહા ને કિસ કરી જ રહ્યો હતો કે બેલ વાગ્યો..
નેહા એ દરવાજો ખોલ્યો તો સામે વકીલ જ ઉભો હતો. નેહા એને જોઈ ને આશ્ચર્ય પામી.. વકીલ ના ચહેરા ઉપર એક કુટિલ હાસ્ય હતુ.. નેહા સમજી ગઈ કે જરૂર કંઈક ગડબડ છે.
આખરે શુ ગડબડ છે?
નેહા કોના સાથે લન્ડન માં વાત કરી રહી હતી?
નેહા કેવી રીતે ખતમ કરશે વકીલ નો ખેલ?
ખૂની આખરે છે કોણ ?
જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.
અભિપ્રાય આપી જણાવજો આપ ને આ સ્ટોરી કેવી લાગી?
આપ નેને જો પસંદ આવી હોય તો સ્ટીકર પણ આપજો મિત્રો...
ધન્યવાદ
DC