Balidan Prem nu - 26 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 26

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 26

રાજ અને સોનિયા પણ એ લોકો સાથે બહાર તોફાન કરવા દોડ્યા.. જાણે કોલેજ નો સમય પાછો આવી ગયો એમ મસ્તીએ ચઢ્યા હતા...

એટલા માં જ નેહા ને કંઈક યાદ આવતા એ ફોન કરવા ગઈ...
આપણો પ્લાન કામ કરી ગયો... મલય ને મેં સમજાઈ દીધો છે ... સિંઘાનિયા પ્રોપર્ટી માટે તૈયાર થઇ જા... અને હા પાસપોર્ટ અને ટિકિટ રેડી રાખજે... નેહા પાછળ ફરે છે તો મલય ત્યાં જ એના સામે ઉભો હોય છે. જોડે સોનિયા અને રાજ પણ હોય છે.

નેહા ફોન મૂકી ને મલય ની સામે આવી ને ઉભી રહે છે. ચારેય જણા એકદમ સ્તબ્ધ એક બીજા ને જોયા કરે છે પછી નેહા થી રહેવાતુ નથી એટલે એકદમ થી હશે છે અને એને જોઈ ને બધા પણ હસી પડે છે.

નેહા તે વકીલ ને તો સમજાઈ દીધુ કે આપણો પ્લાન થઇ ગયો પણ આગળ શુ કરવાનુ છે? રાજ વિચારતા બોલ્યો.

અરે એને તો એવો ફસાઈસ ને હુ કે એ વકીલ એના જ હાથે મરશે જેના હાથે એને બધા ને મરાવ્યા છે. જો તો જા તુ... બસ હવે થોડા જ દિવસ... પછી એક જોરદાર ધમાકો.. બૂમ... નેહા ખુશ થતા થતા બોલી.

હા પણ મેરેજ ક્યારે કરવાના છે? આ દુલ્હો તો સુહાગ રાત ના સપના પણ જોવા મંડ્યો છે જો ને! સોનિયા એ પોતાના હાથ ની કોણી મલય ને મારતા મજાક કરી તો મલય નેહા સામે જોયું અને પછી એમ તેમ ડાફોળીયા મારવા લાગ્યો. બધા હસી પડ્યા એટલે મલય એ સોનિયા ના વાળ ખેંચ્યા અને સોનિયા એને મારવા પાછળ દોડી...

રાજ અને નેહા એ બંને ને મસ્તી કરતા જોઈ રહ્યા..

એક વાત પૂછું નેહા? રાજ એ પૂછ્યું.

હા પૂછ ને! નેહા બોલી.

તને ક્યારેય સોનિયા અને મલય ને સાથે જોઈ ને જેલસ ના થયું? રાજ ના સવાલ થી નેહા રાજ તરફ ફરી અને પછી પાછુ મલય અને સોનિયા ને જોઈ રહી જે બહાર ગાર્ડન માં એક બીજા સાથે મસ્તી કરી રહ્યા હતા. પછી બોલી,.. ના! મને ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી થયો. મારો પ્રેમ મલય માટે સાચો છે. મલય પણ મને પ્રેમ કરે છે એ વાત ની ખબર મને કોલેજ માં જ એને કહી દીધી હતી. રહી વાત સોનિયા ની તો હા પહેલા જરૂર એમ લાગ્યુ હતુ કે કદાચ સોનિયા ના મન માં મલય હોય અને હુ વચ્ચે આવી હોય તો! પણ થોડા સમય માં જ ખબર પડી કે સોનિયા ની મોમ સોનિયા ના લગ્ન મલય સાથે કરાવવા માંગતી હતી પણ સોનિયા એ ના પાડી અને કહ્યુ કે એ કોઈ બીજા ને પસંદ કરે છે. જો કે એ વખતે મને કોઈ અંદાજો જ નહતો કે સોનિયા તને પસંદ કરે છે. 😀😀

નેહા એ ફરી રાજ તરફ જોયુ અને પૂછ્યું તને જેલસ થાય છે ને! એ બંને ને આમ મસ્તી કરતા જોઈ ને!

સાચુ કહુ તો હા! જો કે જેલસ તો નહીં પણ મન ના એક ખૂણા માં હંમેશા એમ થાય કે કદાચ સોનિયા નો બેસ્ટ ફ્રેન્ડ હું જ હોત તો કેટલુ સારુ હોત! હા એઝ અ વાઈફ શી ઇસ પરફેક્ટ બટ સ્ટીલ... કહેતા કહેતા રાજ અટકી ગયો.

નેહા એના સામે જોઈ રહી... પછી રાજ ને કહ્યુ ચાલ આપણે કિચન માં જઈએ... રાજ એના પાછળ પાછળ કિચન માં આવ્યો.

નેહા એ રાજ ને ફ્રીઝ માં થી દૂધ આપવા કહ્યુ. રાજ એ નેહા ના હાથ માં દૂધ ની તપેલી આપી. એટલે નેહા જ્યુસ બનાવ્યા બનાવતા બોલી... દૂધ માં થી ચા બને કોફી બને જ્યુસ બને અને ખબર નહિ બીજી કેટલી વાનગી બને છે. પણ જરાક પણ ખટાસ અડી જાય ને એક છાંટો પણ તો એ દૂધ આખુ ફાટી જાય છે. રાજ નેહા ની સામે જોઈ રહ્યો.

હું એના પર શક નથી કરી રહ્યો નેહા! બસ... કહેતા કહેતા ફરી એક વાર રાજ ચૂપ થઇ ગયો.

ખબર છે મને. તુ સોનિયા ને ખુબ પ્રેમ કરે છે એ તારી આંખો માં જોઈ રહી છુ હુ અને સોનિયા પણ તને ખુબ પ્રેમ કરે છે. પણ મલય એનો મિત્ર નાનપણ થી છે. એટલે એમની મિત્રતા પણ ઘાઢ છે. તુ ક્યારેય સોનિયા ને તારી ઓફિસ થી આવ્યા પછી ઓફિસ માં શુ બન્યુ એ જણાવે છે? નેહા ના આ સવાલ થી રાજ વિચારવા લાગ્યો અને નકાર માં માથું હલાવ્યુ પછી બોલ્યો કે હુ એ બધા ટેન્સન એને આપવા નથી માંગતો યાર!

એ જ તો! મલય દરેક વાત સોનિયા સાથે નાનપણ થી સેયર કરે છે. એટલે સોનિયા એની દરેક વાત માં ઇંટ્રેસ્ટ લે છે. દરેક સ્ત્રી ને એટલું જ જોઈએ છે કે એનો પતિ એના સાથે બધુ સેર કરે. પછી એ દુઃખ હોય કે સુખ. નેહા એટલુ બોલી ને રાજ સામે જોયુ તો રાજ એ હકાર માં માથુ હલાવ્યુ.

બંને જ્યુસ લઇ ને બહાર આવ્યા. મલય અને સોનિયા પણ અંદર સોફા પર આવ્યા. બધા સાથે બેસી ને મુવી પ્લાન કર્યું હતું એમ મુવી ઓન કર્યું અને નાસ્તા પાણી કર્યા..

બીજે દિવસ એ સવાર માં મલય અને નેહા લગ્ન કરવાના હતા.
મલય એ પોતાના વકીલ ને ફોન લગાવ્યો.. વકીલ વાત ને સમજી ગયો અને બીજે દિવસ એ પેપર લઇ ને આવવા નીકળી ગયો.

બીજે દિવસ ની સવાર પડી નેહા નાહી ને તૈયાર થઇ રહી હતી તો આ તરફ મલય પણ નાહી ને તૈયાર થઇ રહ્યો હતો. કોઈ તૈયારી કરવાની તો હતી નહીં અને મહેમાન પણ ખાસ કોઈ હતા નહીં. રાજ પાછળ થી આવ્યો તો મલય ને જોઈ ને ચોકી ગયો.

આ શુ? કુરતો અને પાયજામો? અલ્યા પેલી તો જીન્સ પહેરવાની છે તો તુ કેમ આ ટ્રેડિશનલ પહેરે છે? રાજ ના અચાનક સવાલ થી મલય જે પોતાના હેર સરખા કરી રહ્યો હતો એ રાજ તરફ ફર્યો અને બોલ્યો.. એ જીન્સ નહિ પહેરે...

અને પહેર્યું તો? એને તો કાલે જીન્સ પહેરવાનું કહ્યુ હતુ. રાજ બોલ્યો.

તો પણ એ સાડી માં જ હશે અને એ પણ લાલ રંગ ની.જોઈ લેજે. મલય પુરા કોન્ફિડન્સ થી બોલ્યો.

રાજ બંને ખભા ઉંચા કર્યા અને પરફયુમ લગાઈ ને બહાર નીકળી ગયો.

મલય પણ હવે નીચે આવી ગયો હતો. એટલા માં જ નેહા અને સોનિયા પણ નીચે આવતા દેખાયા..

નેહા ને લાલ રંગ ની સિમ્પલ સાડી માં ગળા માં નાનો હીરા નો સેટ સાથે મેચિંગ એરિંગ્સ હાથ માં લાલ રંગ નો ચૂડો માથા માં લો બન અને મોગરાના ના રિયલ ફૂલો થી માથા માં શણગાર જોઈ ને મલય નું હૃદય જાણે એક ધડકન ચુકી ગયું.

રાજ ના પણ એ જ હાલ હતા જયારે એણે સોનિયા ને આ રીતે જોઈ... નેહા પણ પીળા કલર ની સિમ્પલ સાડી માં બેકલેસ બ્લાઉસ અને મોતી નો હાર પહેરી ને નીચે આવી ત્યારે...

નેહા મલય સામે આવી અને ચપટી વગાડી તો મલય ની તંદ્રા તૂટી અને બોલ્યો,... યુ લૂક ગોર્જ્યસ...

થેન્ક યુ.. નેહા બોલી.

રાજ પણ સોનિયા ના વખાણ કરી રહ્યો હતો.

એટલા માં જ દરવાજા ની બેલ વાગી. રામુકાકા દરવાજો ખોલવા ગયા એટલે મલય બોલ્યો વકીલ જ હશે કદાચ.

નેહા એ મલય સામે જોઈ ને હલકી સ્માઈલ આપી.

રામુકાકા વકીલ ને લઇ ને આવ્યા.. જેને જોઈ ને નેહા ની અંદર ફરી એક વાર બધા ઝખ્મ તાઝા થઇ ગયા..

મલય બોલ્યો.. આવો મિસ્ટર અનુરાગ...

અનુરાગ નેહા સામે જોઈ ને વિચિત્ર રીતે સ્માઈલ આપી રહ્યો હતો.. નેહા ના મન માં ડર આવી ગયો હતો પણ એને જાહેર ના થવા દીધો પણ મલય થી એ વાત છાની ના રહી એટલે એને નેહા નો હાથ કસ્સી ને પકડી લીધો. જેના લીધે નેહા ને હિમ્મત મળી રહી.

મલય નો આ રીતે નેહા નો હાથ પકડવો વકીલ ને ગમ્યું નહિ એમ એ બંને ને જોઈ રહ્યો પણ હાલ એ કઈ બોલી શકે એમ નહતો.

આગળ જોઈએ હવે શું થાય છે?

નેહા મલય લગ્ન કરી શકશે?

અનુરાગ તો રોની નો વકીલ હતો ને! એ જ મલય નો પણ વકીલ છે?

હવે અનુરાગ ની હાલત શુ થાય છે એ તો આગળ ના પાર્ટ માં ખબર પડશે.

આગળ જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો.

આપ નો અભિપ્રાય જરૂર થી લખજો.

-DC