Prem ke Dosti? - 12 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 12

Featured Books
Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 12

કોનો વાંક ?મારો ?તારો ?કે સમય નો ??

અંતે રવિએ કહ્યું એમ જ થયું,પ્રતિકના ફોન કે મેસેજ ના આવ્યા કે ના તે રાજકોટ આવ્યો.રાત્રે સ્વીચ ઓફ થયેલો ફોન સવારે રવિની સોળ રીંગ અને બાવીસ જેટલા મેસેજ બતાવતો હતો પરંતુ ફોન ઉપાડે એ બીજા.

બધા લોકો તૈયાર થઇ ડાઇનિંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ માટે ભેગા થયા,પ્રિયા હજી સુધી નાઈટ ડ્રેસમાંજ હતી.પ્રિયા ના છુંટા વાળ,અને વાળ માં કાળા રંગની જાડા પટ્ટા વાળી હેર બેલ્ટ, એ ગુલાબી રંગ ની કેપ્રી અને સફેદ ટી-શર્ટએ બે ઘડી માટે રવિને એકી ટશે જોવા મજબૂર કરી દીધો હતો.

નાસ્તા માં રાજકોટના સ્પેશિયલ દાળ પકવાન હતા.

“સો યંગ મેન ,કેટલું કમાઈ લો છો મહિના નું ?નાસ્તો કરતા કરતા અનુરાગ દેસાઈ એ સીધો જ પ્રશ્ન રવિને તેની આવક વિષે પૂછ્યો.

અને રવી દાળ પકવાન ખાતા અટકયો અને બોલ્યો

પાંચ લાખ ..રવિ આગળ કઈ બોલે એ પહેલા અનુરાગ દેસાઈએ તેની વાત કાપતા કહ્યું

“બસ,આટલી મોટી કંપની અને વર્ષ ખાલી પાંચ લાખ જ કમાવો છો.?

ના અંકલ પાંચ લાખ રૂપિયા મહિના ના. બે લાખ તો હું મારા કર્મચારીઓને પગાર આપું છું.કંપની માં કર્મચારીઓ ઓછા છે પણ કંપની સારી ચાલે છે.રવિએ ખુબજ સરળતાથી કહ્યું.

મારી દીકરીને સુખી કરશો ને.?દેસાઈ બોલ્યા

એની સાથે રહીને તો હું સુખી થયો છું,મારી પાસે બધુજ છે સિવાય કોઈ સાથ દેવા વાળું વ્યક્તિ.આ વખતે રવિ થોડો ભાવુક થઈને બોલ્યો.

અને પરિવાર માં કોણ કોણ છે??

મમ્મી પપ્પા તો કોરોના માં સ્વર્ગ વાસે ચાલ્યા ગયા,બાકી ના સગા અમેરિકા ને લંડન માં રહે છે,પણ મારો પરિવાર આ મારા ખાસ મિત્રો છે,જે મારા દરેક સુખ દુ :ખ માં મારી સાથે હોય છે.અને હા એકક બીજો મિત્ર છે જે આજે અહી આવી શક્યો નથી. રવિએ જવાબ આપ્યો.

માની લો હું લગ્નની ના પાડું તો ??અનુરાગ દેસાઈ બોલ્યા અને આ બાજુ પ્રિયા ની આંખોમાં આંસુઓ હતા અને હવે બીજા બધા લોકો એ ચમચી નીચે મૂકી નાસ્તો કરવાનું બંધ કરી અનુરાગ દેસાઈ ની સામે જોયું.

મને ખાતરી છે તમે અમારા લગ્ન માટે ના નહિ પાડો. હું જાણું છું કે ભૂતકાળ માં તમને કોઈ ખરાબ અનુભવ થયો છે પણ બધાય છોકરા એવા નથી હોતા.હું તમને ખાતરી થી કહું છું તમે તમારા પરિવાર માં ગર્વ થી કહી શકશો કે આ મારો જમાઈ છે અને પ્રિયા ખુબ જ સુખી છે.અને હું એ પણ જાણું છું તમે પ્રિયાને ખુબજ પ્રેમ કરો છો અને તેને તમે ખુબજ લાડ થી ઉછેરી છે.પણ હું તેના પર ક્યારેય સેજ પણ આંચ નહિ આવવા દઉં.રવિએ કહ્યું.

બે મિનીટ સુધી અનુરાગ દેસાઈ કંઈ બોલ્યા નહિ કે ત્યાં હાજર રહેલી કોઈ વ્યક્તિ કંઈ બોલી નહિ.પણ છેલ્લે ખુશી થી રહેવાયું નહિ અને તે બોલી,”માની જાઓ ને અંકલ રવિ ભાઈ અને પ્રિયા એકબીજાને ખુબજ પ્રેમ કરે છે અને પ્રિયાને કંઈ પણ તકલીફ નહિ પડે.”

અનુરાગ દેસાઈએ પ્રિયાના મમ્મી સામે પ્રશ્નાર્થના ભાવથી જોયું અને તેના મમ્મીએ આંખો ની પાપડ બંધ કરી હકારમાં જવાબ આપ્યો.

“બપોરે જમવામાં લાપસી બનાવજો,અને અત્યારે બધાને મોઢું મીઠું કરાવો”,અનુરાગ દેસાઈ એ પ્રિયાના મમ્મીને કહ્યું.અને હસ્યા અને પ્રિયાને કહ્યું હવે તો રોવાનું બંધ કર.

પપ્પા હવે તો આ હરખ ના આંસુ છે એટલું કહીને પ્રિયા તેના પપ્પાને ભેટી પડી.રવિ પણ ઉભો થઈને પ્રિયાના મમ્મી પપ્પાને પગે લાગ્યો.આ એ સમય હતો જયારે દરેક વ્યકતી ખુશ હતી અને દરેકની આંખોમાં ખુશીના આંસુઓ હતા.અને આ ક્ષણોને દર્શેન પોતાના ફોનમાં કેદ કર્યા.

હું પ્રતિકને આ ગૂડ નુઝ આપી દઉ છું ,રવિએ કહ્યું. અને તેને પ્રતિકને વિડીઓ કોલ કર્યો.એકજ રીંગ માં તેને રવિનો ફોન ઉપાડી લીધો.રવિએ પૂછ્યું કે હજી સુધી કેમ ના આવ્યો ? હવે એ વાત જવા દે પ્રિયાના પપ્પા માની ગયા છે અમારા લગ્ન માટે જો બધા અહીજ ઉભા છીએ.

વાહ સરસ કોન્ગ્રેટ્સ કોન્ગ્રેટસ,પ્રતિકે કહ્યું.

જો આ પ્રિયાના મમ્મી અને પપ્પા બિચારો રવિ પ્રતિકને પ્રિયાના મમ્મી પપ્પા સાથે વાત કરાવવા જાય છે.

અને પ્રતિક દ્વારા વિડીઓ કોલ કટ કરી દેવામાં આવે છે.અને બીજી જ સેકંડે તેનો સાદો કોલ આવે છે અને કહે છે, “નેટવર્ક આવતું ન હતું,એટલે ફોન કટ થયો,ખૂબ ખૂબ અભિનંદન અને પ્રિયાના મમ્મી પપ્પાને મારા જય શ્રી કૃષ્ણ કહેજે.ચલ પછી વાત કરું મીટીંગ માં છું.કહીને પ્રતિકે ફોન કાપ્યો.

એ મીટીંગ માં હતો એટલે વધારે વાત ના થઇ એને તમને જય શ્રી કૃષ્ણ કીધા છે.રવિએ કહ્યું.

બધા એ નાસ્તો કરી લીધો હોય તો આપણે આગળની વાત ડ્રોઈંગ રૂમ માં કરીએ,અનુરાગ દેસાઈ એ કહ્યું.

બધા લોકો ડ્રોઈંગ રૂમ માં બેસે છે અને પ્રિયાના મમ્મી બધા ને પેંડા ખવડાવે છે,અને રવિને કહે છે તને ખબર હતી કે પ્રિયાના પપ્પા માની જશે એટલે તું પહેલાથીજ પેંડા લઈને આવ્યો.

જી આંટી,મને ખાતરી હતી અને મારા મમ્મી કહેતા કે કોઈ પણ સારું કામ કરવા કોઈના ઘરે જતા હોય તો પેંડા લઈને જવા.રવિએ કહ્યું.

હવે આંટી નહિ પણ મમ્મી કે,દર્શને રવિની મજાક કરતા કહ્યું અને બધા હસવા લાગ્યા.

કંઈ રીતે લગ્ન કરવા છે તમારે?ધામ ધૂમ થી કે સાદાઈ થી?અનુરાગ દેસાઈ એ પ્રિયા અને રવિને પૂછ્યું.

તમે જેમ કહો એમ પપ્પા પ્રિયા એ કહ્યું.

અને તારું શું કહેવું છે રવિ ?

બહુ સાદાઈ થી પણ નહિ બહુ ધામધૂમ પણ નહિ બધી વિધિ અને ઇવેન્ટ કરવાની પણ માર્યાદિત લોકો સાથે.મારા પરિવાર માં તો માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો છે અને થોડા મિત્રો છે.પણ તમે જેમ કહેશો એમ કરીશું.રવિએ કહ્યું.

પહેલા મારી ઈચ્છા પ્રિયાના લગ્ન ખુબજ ધામધૂમ થી કરવાની હતી.પણ હવે વિચારું છું કે સાવ નજીકના સગા અને થોડા મિત્રોને જ લગ્ન માં બોલાવું, અને વિચાર્યું કે એટલો મોટો જમણવાર,બંને પક્ષને ખોટા ખર્ચા અને બીજા લોકોની થોડા દિવસની વાહ વાહ સાંભળી બધા બીલ તો તમારેજ ભરવાના ને.એના કરતા એ રૂપિયાને ક્યાંક ધંધામાં લગાડો,કંઇક પ્રોપર્ટી ખરીદ્યો જેનો આગળ જતા ફાયદો તમનેજ થવાનો છે.સાચી વાતને ??

હા અંકલ સાચું કહ્યું,મારે પણ આવુજ થયું હતું લગ્ન માં ખોટો ખર્ચો કરાયજ નહિ પ્રગ્નેશે કહ્યું.

તો ડેસ્ટીનેશન વેડિંગ ,જયપુર ,ઉદયપુર ??દર્શને સુજાવ આપ્યો.

અરે ભાઈ એતો એનું એજ થયુંને અહી ધામધુમ થી કરોને ત્યાં ડેસ્ટીનેશન વેડિંગ કરો ખર્ચો સરખોજ થાય.રવિએ કહ્યું.

હવે તો પછી છેલ્લે એકજ રસ્તો પ્રગ્નેશે પોતાનો મત રાખતા કહ્યું.

શું રસ્તો ?બધાએ સાથે કહ્યું .

પ્રતિક..

પ્રતિકનું નામ સામે આવતા પ્રિયાના પપ્પાના ચહેરા પર થોડો અણગમો વ્યક્ત થયો જે બીજા કોઈ નહિ પણ પ્રિયાએ અનુભવ્યું.

પતકો પહેલા ઇવેન્ટ મેનેજર હતો અને હજી પણ તેના ઘણા સારા કોન્ટેકટ અમદાવાદ માં છે એ બધું સરખી રીતે મેનેજ કરી દેશે.પ્રગ્નેશ બોલ્યો.

હા અંકલ અમારો એક ફ્રેન્ડ છે,એ ખુબજ સારું વેડિંગ પ્લાન કરી દે છે,ફોટો ગ્રાફી,કેટરિંગ,દાંડિયા,સંગીત,મહેંદી વગેરે..રવિએ પ્રતિકના વખાણ કરતા કહ્યું.

હા કરીજ દેને એના ખાસ ભાઈબંધ ના લગ્ન છે,અને આમેય તે અત્યારે સાવ નવરો છે,નોકરી પર ક્યાં જાય છે હજી.દર્શને વચ્ચે મમરો મુક્યો.પ્રિયાના મમ્મી પપ્પા પ્રિયાની સામું જોવા લાગ્યા.અને એ રવિ જોઈ ગયો એને લાગ્યું કે એમને નહિ ગમ્યું હોય કે કોઈ લગ્ન ને બીજું કોઈ મેનેજ કરે.

અંકલ ભરોશો કરો એ મારા ભાઈ જેવો છે.તે બધું કરી લેશે.આપડે લગ્ન તો અમદાવાદ માં જ કરશુંને તમે તમારા પરિવારને લઇ ત્યાં આવી શકશો ??જેથી કરી બંને પક્ષ ની વિધિ અને બધી ઇવેન્ટ સાથે થાય.

આવી તો શકાય પણ એ સારું લાગશે?પ્રિયાના મમ્મી એ કહ્યું.

અરે માસી હવે જમાનો એવો નથી રહ્યો કે કોઈને સારું લાગે કે ના લાગે આપણને અનુકુળ આવે એમ કરવાનું .લોકો તો જમીને જતા રહે પછી કોઈ કઈ નથી કહેવાનું. ખુશી બોલી.

ખુશી ભાભીની વાત સાચી છે મમ્મી.પ્રિયાએ પણ પોતાનો પક્ષ રાખ્યો.

તો ફાઈનલ અમે લોકો અમદાવાદ લગ્ન માટે આવશું,પણ બેટા ખર્ચો બધો હું આપીશ અનુરાગ દેસાઈએ રવિને કહ્યું.

પપ્પા ખર્ચો ફક્ત કેટરિંગનોજ થશે,બાકીનું તો પતકો ફ્રી માં કરી લેશે.રવિએ કહ્યું.

રવિનું પપ્પા થી સંબોધને બધાના ચહેરા પર અલગ જ સ્મિત લાવી દીધું હતું અને તે પોતે પણ શરમાઈ ગયો.

હા તો પણ ખર્ચો.....

એ બધું જોઈ લેશું.તમે તમ તારે તારીખ નક્કી કરાવો.રવિની હવે ખુબજ ઉત્સાહ ને આત્મવિશ્વાસ થી કહેતો હતો.

ઠીક છે બ્રાહ્મણ પાસે મુહરત જોવડાવી લઈશું.બને તો એક બે મહિના માં લગ્ન કરી નાખી અને સગાઇ ત્યારે અગલા દીવસે રાખી દેશું જેથી સમય ના બગડે.

પ્રિયા ને વિશ્વાસ ન હતો કે તેના પપ્પા કઈ રીતે આટલું જલ્દી માની જશે..અને તે બધા સાથે હવે પહેલાની જેમજ બોલતા હતા. ઘણા દિવસો પછી આજે તેમને પ્રિયાએ હસતા જોયા હતા.

ચાલો તો હું હવે જમવાની તૈયારી કરું ,બપોરે તમારે પાછું જવાનું છે ને? હવે તો કેટલાય કામ કરવાના છે સમય ક્યાં જ છે હવે લગ્નને આડે. પ્રિયાના મમ્મી બોલ્યા અને બધા સાથે હસવા લાગ્યા.

ખુશી અને પ્રિયા પણ તેના મમ્મી સાથે રસોડા માં તેમની મદદ માટે ગયા.બાકીના લોકો ત્યાં જ બેસી રહ્યા.

અચાનક દર્શેનની નઝર ટેબલ ના ખાના પર પડેલી બે ચોપડી પર પડી.અને તે બે ચોપડી પ્રતિકની લખેલી વાર્તાઓની હતી.

પ્રતિકની ચોપડીઓ અહી? આ ચોપડી કોની છે અંકલ.?દર્શેને પૂછ્યું

ઓહો! આ ચોપડી પુસ્તક મેળા માંથી અમુક પુસ્તકની ખરીદી પર મફત મળી હતી.અને તરતજ અનુરાગ દેસાઈ એ પુસ્તક લઇ તેને પોતના બેડ રૂમ માં મૂકી આવ્યા. પુસ્તક ના પહેલા પન્ના પર લખ્યું હતું,”મારી પ્રિય પ્રિયાને” અને નીચે પ્રતિક ની સહી હતી.કોઈ જોવે એ પહેલા એમને પહેલું પાનનું ફાડી નાખ્યું અને બહાર આવ્યા.

એ પુસ્તકો અમારા મિત્ર પ્રતિકે લખેલા છે? તમે વાંચ્યાં છે.

ના મેં હજી નથી વાંચ્યા.તમે લોકો બેસો હું બહાર જઈને આવું છું.અનુરાગ દેસાઈએ દર્શેનની વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

બે-ત્રણ કલાક આમ તેમ કરીને બધાએ વિતાવી અને જમવાનું પતાવ્યું.

બધા લોકો એ ફોટા પાડ્યા અને દર્શને બધાએ ટેગ કરી તરતજ સોસીયલ મીડિયા માં શેર કરી નાખ્યા.

રવિ તમને કંઈ વાંધો ના હોય તો હું થોડા દિવસ અહી રોકાઈ જવું?પ્રિયાએ રવિને પૂછ્યું.

એમાં રવિને અત્યારથી શું વાંધો હોય ,પ્રિયાના મમ્મી બોલ્યા.

અરે એમ નહિ મારી ઓફીસ પડે ને,પ્રિયા એ હસતા કહ્યું અને એમનું ટીફીન.

અરે તમે તો ઓફીસ ના હવે નવા માલિક છો કહેવાનું ના હોય ઓર્ડર કરવાનો હોય .. દર્શને ફરી બધાને હસાવ્યા

હા રોકાઈ જા રવિએ હસતા જવાબ આપ્યો.

પ્રિયાના પપ્પા બાકીના બધાને તેમની કાર માં બસ સ્ટેડ સુધી મુકવા ગયા.

રવિએ બસમાં બેસીને પ્રતિકને મેસેજ કર્યો કે ,અમે રીટર્ન થઇ છી, પ્રિયા રોકાઈ છે,શક્ય હોય તો રાતે જમવાનું જોડે રાખજે અને આજે મારા ઘરે જ સુજે.ઘણી બધી વાતો કરવી છે.

સામે થી ફક્ત ઓકે નો મેસેજ આવ્યો.

બધા લોકો આજે ખુશ હતા...કોઈ એક સિવાય

પ્રતિકે બોલું છું.તારે મારું એક કામ કરવાનું છે,”પ્રતિકે કોઈ છોકરીને ફોન કરીને કહ્યું