Dhup-Chhanv - 124 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 124

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 124

ચાર થી પાંચ વખત અપેક્ષાએ ધીમંત શેઠનો મોબાઈલ ફોન લગાવ્યો હતો..
પરંતુ તે સ્વીચ ઓફ જ હતો..
લાલજી અપેક્ષાને ચિંતા નહીં કરવા અને જમવાનું જમી લેવા સમજાવી રહ્યો હતો..
પરંતુ ચિંતામાં મુકાઈ ગયેલી અપેક્ષાના ગળે એકપણ કોળિયો ઉતરે તેમ નહોતો..
લાલજીભાઈને જમવાનું કહીને પોતે જમ્યા વગર જ કંટાળીને પોતાના બેડરૂમમાં ચાલી ગઈ..
અને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરવા લાગી...
હવે આગળ....
એ રાત્રે ધીમંત શેઠ દોઢ વાગ્યે ઘરે આવ્યા..
લાલજીભાઈએ જ ઘરનો દરવાજો ખોલ્યો અને ધીમંત શેઠને જણાવ્યું પણ ખરું કે અપેક્ષા મેડમ તમારી રાહ જોઈને જમવાનું જમ્યા વગર જ સૂઈ ગયા છે.
ધીમંત શેઠ પણ થાકેલા પાકેલા અપેક્ષાની બાજુમાં જઈને સૂઈ ગયા.
સવારે અપેક્ષા થોડી વહેલી જ ઉઠી ગઈ હતી...
લાલજીએ તેને જણાવ્યું કે શેઠ સાહેબ રાત્રે દોઢ વાગ્યે ઘરે આવ્યા હતા.
અપેક્ષા નાહી ધોઈને તૈયાર થઈ અને ધીમંત શેઠને જગાડવા માટેનો પ્રયત્ન કરવા લાગી.
ધીમંત શેઠનો રાતનો થાક હજી ઉતર્યો નહોતો...
અપેક્ષા તેમની નજીક ગઈ અને પોતાના ધીમંતને વળગી પડી... અને રાત્રે જાણે પોતે તેમને ખૂબ મીસ કર્યા હોય તેમ તેમને કિસ કરવા લાગી...
થોડું થોડું પાણી નીતરતાં તેના સિલ્કી વાળ ધીમંત શેઠને ઠંડકનો અહેસાસ કરાવી રહ્યા હતા અને તેના શરીરમાંથી આવતી ખૂશ્બુ ધીમંત શેઠના મનને લલચાવી રહી હતી વળી તેમણે આંખો ખોલીને જોયું તો ખાલી અપેક્ષાના વાળ નહીં પરંતુ ભરપૂર માત્રામાં તેનું યૌવન પણ નીતરી રહ્યું હતું...
અને તે ખૂબજ આકર્ષક લાગી રહી હતી...
ધીમંત શેઠે તેને પોતાની બાહોમાં કેદ કરી લીધી....
"એય મિસ્ટર, આજે ઉઠવાનો ઈરાદો નથી કે શું?" અપેક્ષાએ ધીમા દબાયેલા અવાજે પોતાના ધીમંતના કાનમાં કહ્યું.
તેના હોઠ ધીમંત શેઠના કાનને સ્પર્શી રહ્યા હતા અને તેનાથી તેમને જાણે એક અનેરો રોમાંચ થઈ રહ્યો હતો...
"ના, આજે તો બસ તને આમ વળગીને સૂઈ જ રહેવું છે."
"તો પછી ઓફિસ કોણ જશે? આજે તો મિ. સુધીર પરીખ સાથે મિટિંગ છે યાદ છે ને તમને?"
"હા બાબા, બધું જ યાદ છે પણ આજે તું રોમેન્ટિક એટલી બધી લાગી રહી છે કે તને છોડવાનું મન જ નથી થતું.."
"સાંભળોને ઉઠો ને યાર જલ્દીથી ભૂખ બહુ જ લાગી છે રાતનું કંઈ ખાધું નથી."
"હા યાર, ભૂખ તો મને પણ લાગી છે."
અને ધીમંતે અપેક્ષાને બરાબર કસોકસ ખેંચીને એક જોરદાર કિસ કરી લીધી અને પછી પોતાના બેડમાંથી ઉભા થયા અને બ્રશ હાથમાં લઈને બ્રશ કરવા લાગ્યા.
અપેક્ષા પોતાના વાળ ઓળી રહી હતી અને ધીમંતને પૂછી રહી હતી કે,
"કાલે કેમ આટલું બધું લેઈટ થયું હતું અને તમારો ફોન પણ સ્વીચ ઓફ હતો."
અપેક્ષાએ પોતાની નારાજગી વ્યક્ત કરી.
"અરે યાર, ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો અને ચાર્જર પણ સાથે નહોતું અને મને ખબર જ નહોતી કે આટલું બધું લેઈટ થઈ જશે. કાલે મિટિંગમાં બધું નક્કી થઈ ગયું અને આપણી બ્રાન્ચ હવે યુ એસ એ માં પણ ખુલી જશે અને એ કામ તારે સંભાળવાનું છે."
"યુ એસ એ માં આપણી બ્રાન્ચ?"
"હા કેમ, સામેથી ઓફર મળી છે તો જતી થોડી કરાય."
"અચ્છા એવું છે?" અપેક્ષાએ સ્વાભાવિકપણે જ પૂછી લીધું.
"હા મને થયું તું ત્યાં રહેલી છે તો ત્યાંનું બધું જ કામ તું સંભાળી લઈશ અને તું અક્ષતના ઘરે પણ જઈ શકીશ અને કંઈ પ્રોબ્લેમ થાય તો અક્ષત તને હેલ્પ પણ કરી શકે ને?? બરાબર ને માય ડિયર??"
"હા હા બરાબર. પણ આપણે બધે પહોંચી વળીશું?"
"હા હા કેમ નહીં, તું પહેલા મારી સાથે ઓફિસમાં નહોતી તો હું એકલે હાથે ઓફિસ નહોતો સંભાળી લેતો તો તું હવે યુએસએ નું બધું કામ સંભાળજે, ત્યાં જવું પડે તો પણ જઈ આવજે અને હું અહીંનું બધું કામ સંભાળી લઈશ."
"ઓકે, એઝ યુ લાઈક."
અને બંનેનો આ સંવાદ પૂરો થયો અને ધીમંત શેઠ પણ નાહી ધોઈને તૈયાર થયા અને બંને જણાં ડાઈનીંગ ટેબલ ઉપર ગરમાગરમ આલુ પરોઠા અને સાથે ચા પીવા માટે ગોઠવાઈ ગયા.
પછીથી બંને સાથે જ ઓફિસે જવા માટે નીકળી ગયા..
રસ્તામાં આવતા શિવજી મંદિરમાં દર્શન કર્યા અને શિવજીને જળ ચઢાવ્યું અને ઓફિસમાં પહોંચ્યા.
જતાં જતાં રસ્તામાં અપેક્ષા વિચારી રહી હતી કે, ફરીથી મારે યુએસએ જવાનું શું કામ આવ્યું હશે..??
મારું તકદીર પણ મને ક્યાં ખેંચી જાય છે..??
હું ઈશાનને સેટલ કરીને આવી છું અને હવે તેનાથી દૂર રહેવા ઈચ્છું છું અને મારું તકદીર મને તેની પાસે..તેની નજીક શું કામ લઈ જાય છે??
હે ભગવાન...!!
અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો...
પછી તેને થયું કે....
આ ડીલ જ હું કેન્સલ કરાવી દઉં તો..??
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
10 /1/24