Sandhya - 44 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 44

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 44

સંધ્યાએ જીતેશની સૂરજ માટેની લાગણી જોઈને આવતીકાલે પાંચ વાગ્યે અભિમન્યુને એ મૂકી જશે અને જીતેશ ખુદ એને શીખડાવશે એમ વાત નક્કી કરી હતી. સંધ્યા ત્યાંથી એકદમ ભારી કલેજે બહાર નીકળી હતી. એને આજ ફરી ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. સૂરજની એના સ્ટુડન્ટમાં જે ચાહના હતી એ સંધ્યાને પણ સ્પર્શી ગઈ હતી. સૂરજ એમના ચાહકોનો પ્રેમ જીલી શકે એ પહેલા જ એ પ્રભુ પાસે જતો રહ્યો હતો. એજ વાતનું દુઃખ સંધ્યાને થઈ રહ્યું હતું. કદાચ આ બધી જ ખુશી સૂરજ પણ મેળવી શકત, પણ ભગવાને એ વાતની ખુશીથી એને અળગો જ રાખ્યો હતો. "મમ્મી તું આ અંકલને ઓળખે છે?" અભિમન્યુના પ્રશ્નએ સંધ્યાની તંદ્રા તોડી હતી.

"હા, બેટા! એ અંકલ તારા પપ્પા પાસેથી જ ફૂટબોલ રમતા શીખ્યા છે. ક્યારેક એ વખતે ઘરે પણ આવ્યા હતા."

દક્ષાબહેન એકદમ ચૂપ થઈ ગયા હતા. એમની સ્થિતિ પણ સંધ્યા જેવી જ થઈ ઉઠી હતી. એમનું મૌન સંધ્યા સમજી જ ગઈ હતી.

સંધ્યા હવે જ્યાં ડિઝાઇનિંગ શીખવતા હતા એ જગ્યાએ પહોંચી ચુકી હતી. એ કોર્ષ ગવર્મેન્ટનો હતો, પણ એને એક સંસ્થા શીખવી રહી હતી. આથી જરૂરિયાત વાળા બહેનો બહુજ મામૂલી ફીમાં બધું શીખીને પગભર થઈ શકે. અને બહેનો પોતાના જીવન જરૂરિયાતનો ખર્ચો કાઢી શકે. સંધ્યાએ બધી જ માહિતી લીધી હતી અને પહેલી તારીખથી એ આવશે એ વાત નક્કી કરી હતી. સંધ્યાનું આ પગલું એને એક નવી દિશા આપશે એની ખાતરી દક્ષાબહેનને થઈ ગઈ હતી. એમણે મનોમન પોતાની દીકરીને આશીર્વાદ આપ્યા હતા.

સંધ્યા બંને કામ વહેલા પતી ગયા હોય અભિમન્યુને દાદાના ઘરે થોડીવાર માટે લઈ ગઈ હતી. અભિમન્યુને જોઈને એના દાદા, દાદી ખુબ જ ખુશ થઈ ગયા હતા. સંધ્યાએ પોતાના કોર્ષ અને અભિમન્યુની એકેડમીની વાત પણ જણાવી હતી. ચંદ્રકાન્તભાઈ બંને માટે ખુબ જ ખુશ થઈ ગયા હતા. રશ્મિકાબહેને તો વાતને ફગાવી દીધી હોય એમ દક્ષાબહેનના ખબર અને સાક્ષીના સમાચાર પૂછવા લાગ્યા હતા. સંધ્યાને એમનું આ વલણ ધ્યાનમાં આવી જ ગયું હતું. આથી સંધ્યાએ ફરી આ વાત એમને ન કહી. આજ સંધ્યાએ પણ એમની હાજરીની નોંધ લીધી ન લીઘી એમ વર્તી હતી.

"સાક્ષી એના મમ્મી પપ્પા સાથે ગોવા ગઈ છે. આજ વહેલી સવારે જ એ લોકો ત્યાં જવા નીકળ્યા હતા. આવતી કાલે પંક્તિનો જન્મદિવસ છે. આથી એ લોકો એક નાની ટ્રીપ પર ગયા છે." ખુબ શાંતિથી દક્ષાબહેને જવાબ આપ્યો હતો.

સંધ્યાને એટલો બધો ડર હતો કે, જો મમ્મી હમણાં ખોલ પાડશે કે આ ટ્રિપમે ગોઠવી આપી હતી, તો જરૂર સાસુમા આજ એનું ખરું રૂપ મમ્મીને દેખાડશે! પણ સંધ્યાને જે ડર હતો એ દૂર થઈ ગયો હતો. દક્ષાબહેને ખપ પૂરતી જ વાત કરી હતી. કદાચ સંધ્યાએ પિયર આવીને જે વાત કરી હતી એ ધ્યાનમાં રાખીને જ દક્ષાબહેને અધૂરી વાત રજુ કરી હતી.

સંધ્યાએ જાતે જ સરબત બનાવ્યું હતું અને એ પી લીધા બાદ સંધ્યાએ પોતાના ઘરે જવાની રજા માંગી હતી.

પંકજભાઈ ઘરે આવી ગયા હતા. સંધ્યાએ પપ્પાને બધી વાત રજુ કરી હતી. પંકજભાઈ પણ જીતેશની વાતથી ખુબ ભાવુક થઈ ગયા હતા. એને પોતના જમાઈ માટે ખુબ ગર્વ થઈ રહ્યો હતો. એમણે સંધ્યાના માથા પર હાથ મુક્યો અને બોલ્યા, "મારી દીકરીએ હીરો પસંદ કર્યો હતો."

સંધ્યા એમને કોઈ જવાબ આપી શકી નહીં પણ આંખની ભીનાશ વાંચીને પંકજભાઈ ઘણું બધું સમજી ગયા હતા.

આ તરફ સાક્ષી દરિયાકાંઠો જોઈને ખુબ જ ગાંડી બની હતી. રેતીમાં નતનવીન ડિઝાઇન, પોતાના બધાના નામ અને રેતીના ઢગલા કરીને શિવલિંગ ને મંદિર ને એવું બનાવવામાં એ ખુબ જ ખુશ થઈ ગઈ હતી. અનેક ફોટાઓ સુનીલે પાડ્યા હતા. સાક્ષી પણ એની ફઇની જેમ જ કુદરતના ખોળે અનેક આનંદને લૂંટી રહી હતી. સુનીલને સાક્ષીના બાળપણમાં આજ સંધ્યાનું બાળપણ નજર આવી ગયું હતું. સુનીલ પંક્તિને કદાચ ન ગમે એ વિચારે ચૂપ રહ્યો પણ પંક્તિએ કીધું જ, દેખાવે જ નહીં સાક્ષી પસંદગીમાં પણ એના ફઈ જેવી જ છે. સુનીલ આ સાંભળીને બોલ્યો, "હા, સાચીવાત છે."

સુનીલે અનેક સનસેટના ફોટા પાડ્યા હતા. શક્ય એટલું કુદરતનું સાનિધ્ય એણે માણ્યું હતું. દિવસ આખો ખુબ ફરવાના લીધે સાક્ષી વહેલી ઊંઘી ગઈ હતી. સાક્ષીના ઊંઘી ગયા બાદ સુનીલ અને પંક્તિ હવે એકલા થયા હતા. બંનેએ એકબીજાના હાથમાં હાથ રાખી અનેક વાતો કરી હતી. જે ક્ષણની પંક્તિ કાયમ રાહ જોતી હતી એજ ક્ષણ આજે એણે મન ભરીને માણી હતી. એક પરણિત સ્ત્રી હંમેશા પતિ પાસેથી પ્રેમતો મેળવી શકે છે પણ શાંતિથી એકબીજાના મનની વાતો કહેવાનો સમય, સમયની વ્યસ્તતામાં લુપ્ત થઈ જાય છે. અહીં સુનીલ અને પંક્તિ પ્રેમ તો મેળવી શકતા હતા પણ મનથી થતા સંવાદોની તૃપ્તિ પામી શકતા નહોતા. સંયુક્ત પરિવારમાં રહેવાથી આવી તકલીફ મોટાભાગે દરેક દંપતીને થતી હોય છે એજ તકલીફ આ બંનેને પણ હતી. જે આજે દૂર થઈ હતી. બંનેએ અનેક પોતાના મનના ખૂણે સંઘરેલી વાતોને આજ વહેતી મૂકી હતી. બંને ખુબ જ ખુશ હતા. સમય એકબીજાની વાતોમાં કેમ વીતી ગયો એ બંને જાણતા જ નહોતા. રાત્રીના બાર વાગ્યા, સુનીલે પંક્તિને સૌથી પહેલા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પંક્તિની કમર પર પોતાના બંને હાથ વીંટળાવીને પોતાની નજીક ખેંચીને એના હોઠ પર એક પ્રગાઢ ચુંબન કર્યું હતું. બંનેના મન ખુબ ખુશ હતા આથી પ્રેમ કામુક્તાની ચરમસીમાએ પહોંચી ગયો હતો. એકબીજાના પ્રેમને મેળવી બંને ગાઢ નિંદરમાં પોઢી ગયા હતા.

સુનીલ અને પંક્તિએ આ બે ટ્રીપમાં એકબીજાના પ્રેમની સાથોસાથ મન પણ ખુબ સમજ્યા હતા. અનેક યાદોને લઈને એ લોકો પરત એમના ઘરે ફર્યા હતા. મોડી સાંજે એ લોકોના આગમન વખતે સંધ્યાએ આગલો રૂમ શણગાર્યો હતો. સંધ્યાએ જાતે કેક પણ બનાવી હતી અને પંક્તિની પસંદની રસોઈ પણ બનાવી રાખી હતી.

સાક્ષીના ઘરમાં પગ મુક્તની સાથે જ અભિમન્યુ ખુબ જ ખુશ થઈ ગયો હતો. પંક્તિને હજુ સરપ્રાઈઝ મળવાની શરૂ જ હતી. ઘરનું ડેકોરેશન, એ બાદ કેક અને ડિનર જોઈને પંક્તિ અતિ ભાવવિભોર થઈ ગઈ હતી. એના જીવનનો આ પહેલો જન્મદિવસ હતો જે અતિ ખાસ રીતે સંધ્યાએ ઉજવ્યો હતો. એ સંધ્યાને પોતાના મનની વાત દિલખોલીને કહી રહી હતી. સંધ્યા પોતાના ભાભીની ખુશીમાં ખુબ ખુશ હતી.

સાક્ષીની ગોવાની વાતો ચાલુ કર્યા બાદ બોલવનું બંધ નહોતી કરતી. કેટલું બધું એ બોલી રહી હતી. એક પછી એક અનેક વાત એ બોલ્યા કરતી હતી. પંકજભાઈ અને દક્ષાબહેન એમની બધાની વાતો સાંભળીને ખુબ જ તૃપ્ત થયા હતા. આજ ઘણા સમયબાદ ઘરમાં કલબલાટ અને ખુશીઓની ગુજ ઉઠી હતી. બધા જ એટલા ખુશ હતા કે વાતોથી બધાના પેટ ભરાય ગયા હતા. કોઈ જમવા માટે જવાનું નામ જ લેતું નહોતું.

પંક્તિએ ઘરના બધા સદ્દશ્ય માટે કપડાંની ખરીદી કરી હતી. અભિમન્યુ માટે મસ્ત ગોગલ્સ અને વોચ લીધી હતી. એ બધું જોયા બાદ હવે પંક્તિ સામેથી બોલી, મને હવે જમવું પણ છે અને કેક પણ ખાવી છે. હવે મને ખુબ ભૂખ લાગી છે. પંક્તિની વાત સાંભળીને બધાની ભૂખ જાગી ગઈ હતી અને આખો પરિવાર જમવા બેઠો હતો.

શું આવશે પંક્તિના જીવનમાં પરિવર્તન?
અભિમન્યુ પોતાની પરીક્ષામાં કેવું રિઝલ્ટ લાવશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻