Party ane Prem - 3 in Gujarati Love Stories by Shreyash R.M books and stories PDF | પાર્ટી અને પ્રેમ - 3

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

પાર્ટી અને પ્રેમ - 3


31st ની પાર્ટીના 6 મહિના બાદ ડિમ્પલ ની પણ સગાઈ થઈ ગઈ. હવે થી તે ક્યાંય પણ આવે તો પોતાના થનારા પતિ સાથે જ આવતી. આ બાજુ સંકેત અને પ્રિયા ને પણ એકબીજા સાથે લગાવ થવા લાગ્યો હતો.

એક વિકેન્ડ પર બધા મિત્રો એ કેન્ડેલ નાઈટ ડિનર પર જવાનું નક્કી કર્યું. સંકેત એ પ્રિયા ને આ બાબતે પૂછ્યું. પ્રિયા એ પણ સહમતી આપી દીધી.

"પ્રિયા, હું થોડો કામ માં ફસાયેલો છું. તો મારા થી તેને પીક કરવા નહિ આવી શકાય. હું તને હોટેલ નું લોકેશન મોકલું છું. તું તૈયાર થઈ ને રાત્રે એક્ઝેક્ટલી 9 વાગ્યે પહોચી જજે. બીજા બધા ત્યાં જ મળશે તને." સંકેત એ કેન્ડેલ લાઈટ ડિનર પર જવાની રાત્રે પ્રિયાને ફોન કરી ને કહ્યું.

"ઓકે સારું. હું પહોચી જઈશ. તું પણ કામ પૂરું કરી ને જલ્દી આવજે." પ્રિયા એ સામે કહ્યું.

પ્રિયા પીળા કલર નો ડ્રેસ પહેરી ને, હોઠના કલરને મળતી લિપસ્ટિક લગાવી, આંખો પર કાજલ લગાવી અને ગુલાબ ની સુગંધ વાળું અત્તર લગાવી ને 9 વાગ્યે સંકેત એ મોકલેલા એડ્રેસ પર આવેલી હોટલ એ પહોચી ગઈ. તેને અંદર જઈ ને જોયું તો હોટેલ એકદમ ખીચોખીચ ભરેલી હતી. તેને રિસેપ્શન કાઉન્ટર પર જઈ ને રિઝર્વેશન ટેબલ વિશે પૂછ્યું. મેનેજર પ્રિયા ને છત પર જ્યાં ફક્ત 5 ટેબલ રાખેલા હતા ત્યાં લઈ ગયો અને પ્રિયાને કહ્યું કે તમારા રિઝર્વેશન ટેબલ આ રહ્યા. આટલું કહી ને મેનેજર ફરી નીચે જતો રહ્યો.

પ્રકાશ કે બીજું કોઈ દેખાતું ન હતું. પ્રિયા એ વિચાર્યું કે બધા સાથે આવતા જ હશે. પ્રિયા છત પર એકદમ કિનારાના ટેબલ પર બેસી ને ઊંચી ઇમારત પરથી નીચે શહેરનો રાત નો નજારો જોતી હતી. નીચે જોવે તો શહેરમાં માણસો દ્વારા બનાવેલી લાઇટનો પ્રકાશ અને ઉપર આકાશ માં જોવે તો કુદરતે બનાવેલા ખૂબસૂરત ચાંદ ની ચાંદની નો પ્રકાશ.

15 મિનિટ જેવું થઈ ગયું હશે છતાં પણ કોઈ ન આવ્યું એટલે પ્રિયાને બેચેની થવા લાગી. તે શહેરની રોશની થી મો ફેરવી ને છત પર આવવાના દરવાજા સામે જોઈ ને બેસી રહી હતી. એટલામાં પ્રિયા ને એક ફોન આવ્યો.

"હેલો પ્રિયા, તું અત્યારે જ્યાં ઉભી છે ત્યાંથી નીચે શહેર તરફ જો. તારા માટે એક સરપ્રાઈઝ છે." આટલું કહી ને ફોન કપાઈ ગયો. ફોન કોઈ અજાણ્યા નંબર પર થી આવ્યો હતો, પરંતુ ફોન કરવા વાળા ને તે ખબર હતી કે આ નંબર કોનો છે અને પ્રિયા અત્યારે ક્યાં છે. એટલે પ્રિયા એ વિશ્વાસ કરી ને પાછળ ફરી નીચે શહેર તરફ જોયું કે શું સરપ્રાઈઝ હશે.

થોડી વાર જોયા બાદ પણ કઈ દેખાયું નહિ એટલે ફરી પાછી છત ના દરવાજા તરફ બધા ની રાહ જોવા ફરી. પાછળ ફરતા જ અચાનક એક જુવાન હાથમાં ગુલાબ નો ગુલદસ્તો પકડી ને ઉભો હતો. ગુલદસ્તો એટલો મોટો હતો કે તે યુવાન નો ચહેરો દેખાતો ન હતો. પહેલા તો પ્રિયા ડરી ગઈ પણ હિંમત જૂટવી ને કહ્યું "કોણ છો તું? અને અહી શું કરે છે?" પ્રિયા હજુ પણ ડરેલી હતી.

એટલે પેલા યુવાન એ પોતાના ચહેરા આગળ થી ગુલદસ્તો હટાવ્યો. તેનો ચહેરો જોતા જ પ્રિયા દોડી ને યુવાન ને છાતી એ ચોંટી ગઈ. "ગાંડા, વાયડા આવો મજાક હોય સાવ." પ્રિયા એ સંકેત ને કહ્યું.

"હાસ્તો વળી. જ્યારે કોઈ મોટી ખુશી આપવાની હોય ત્યારે નાનો આવો ડરામણો મજાક તો બને જ." સંકેત આટલું કહી ને ગુલાબ નો ગુલદસ્તો પ્રિયાને આપ્યો. "આટલા બધા ગુલાબ એક ગુલાબ માટે."

ફક્ત ચાંદ ની ચાંદનીના પ્રકાશ માં પણ ખબર પડી જાય તેમ હતું કે પ્રિયાના ગાલ લાલ થઈ ગયા છે.

"મોટી ખુશી? કઈ વળી મોટી ખુશી ની વાત કરે છે તું? તારું પ્રમોશન આવ્યું કે શું? કે પછી કઈ બીજું છે? અરે બોલ ને જલ્દી શું છે? બોલતો કેમ નથી?"

સંકેત એ પોતાનો હાથ પ્રિયાના મોઢા પર રાખી દીધો જેથી પ્રિયા શું બોલી રહી હતી તે સમજાતું ન હતું.

"તું મને બોલવા દઈશ તો હું બોલું ને. અને આટલા બધા સવાલો એક સાથે તો પેલો ન્યૂઝ રિપોર્ટર પણ નથી પૂછતો." સંકેત એ વ્યંગ માં કહ્યું.

"ચાલ તો હવે બોલ બસ" આમ કહી ને પ્રિયા એ પોતાના મોઢા પર એક આંગળી મૂકી દીધી.

"એક કામ કરું હુ બોલતો નથી તેને બતાવી દવ. ચાલ તારી આંખો બંધ કર અને હું ના કહું ત્યાં સુધી ખોલતી નહિ."

"સારું." આમ કહી ને પ્રિયા હાથ માં ગુલદસ્તો લઈ ને આખો બંધ કરી ને ઉભી રહી.

"1, 2 અને 3. હવે ખોલ." સંકેત એ કહ્યું