Who was that in Gujarati Horror Stories by Sandy books and stories PDF | કોણ હતું !!!

The Author
Featured Books
Categories
Share

કોણ હતું !!!

બહુજ અત્યંત જુના ગામ મા રાજા શાહી વખત ની એક હવેલી હતી. જે આખા રાજ્ય મા મોટા મા મોટી હવેલી પ્રસિદ્ધ હતી.તે ગામ મા આજે પણ અમુક મકાનો હતા.અને લોકો વસતા હતા.હવેલી બહુજ ભયાનક અને ડરાવની હતી.જેની આજુ બાજુ મા લોકો જવાનુ બહુ પસંદ ના કરતા અને હવેલી વારા રસ્તા પર પણ કોઇ લોકો નીકળે તો તે હવેલી તરફ આંખ ઉંચી કરી ને જોવાની પણ હિંમત ના કરતા.

        ત્યાં ના લોકો અત્યારે સામાન્ય પરિસ્થિ મા જીવન જીવત હતા.જ્યા લોકો ને ખાવા માટે પણ પુરતૂ અન્ન ના મળી રેહતુ. આખુ ગામ બીમારી અને ગરીબી થી પરેશાન હતું. તે ગામ ના કોઇ પણ જાતનો સંપ કે સાથ સહકાર પણ ના હતો એક બીજા ને કોઇ પણ મદદ ના કરતુ. તે ગામ મા રાત્રી ના સમયે 7 વાગ્યે એટલે આખે આખું ગામ જાણે સન્નાટા મા ફેરવાય જાય તેમ અંધારાપટ થઇ જતું.લોકો પોતાના ઘર ના બારી દરવાજા બંધ કરી ને ઘર મા જ પુરાય રહી જીવન ગુજારતા આમ તે રોજ બરોજ ની જીંદગી કાઢતા ગામ મા કોઇ પણ જાત ની વ્યવ્સ્થા ના હતી. ના શેરી મા લાઇટ કે ના રોડ રસ્તા કે ના પાણી ની વ્યવ્સ્થા સરકારી કર્મચારી પણ આ ગામ મા જવા નુ ટાળતા હતા.લોકો ને પોતાનુ જીવન એક જેલ ના કેદી ની જેમ લાગતુ. ગામ મા નદી પણ એક જ હતી.જે આ હવેલી ની એક્દમ પાછળ હતી.ત્યા થી જતી આ નદી નુ પાણી પણ રાત્રે જેમ કોઇ અવાજ કરે તેમ અવાજ કરતુ જેથી પણ લોકો ને ડર લાગતો. આમ તે નદી પાસે દિવસ ના પણ જવુ હોઇ તો કોઇ એક વ્યક્તિ ને સાથે લઇ  ને જવુ પડતુ જેથી ત્યા જવા મા કોઇ એકલા માણસ ને બીક ના લાગે. આખુ ગામ જાણે કોઇ જંગલ મા હોઇ તે રીતે ચારે કોર વ્રુક્ષો અને પશુ પંખી નો કલરવ થતો.

        ગામ મા એક જ મહાદેવ નુ મંદીર હતુ અને તે પણ હવેલી ના દરવાજા પાસે જ્યા લોકો મહાદેવ ના દર્શન આઘે થી જ કરતા કોઇ પણ આ મંદીર ની બાજુ મા ના જતુ લોકો ના જતન વગર મંદીર ની હાલત એવી થઇ ગઇ હતી જેવી હાલત હવેલી ની હતી.ધુળ અને બાવા ના ગંજ થી આખે આખુ મંદીર જાણે કોઇ ખંડેર બની પડયુ હોઇ તેમ આ મંદીર ની હાલત હતી ગામ મા કોઇ જાણે રાત્રી ના સમયે કોઇ બાળક ના રડવાનો આવાજ અને ઢોલ નગારા અને સંગીત નો પણ અવાજ લોકો ને ખુબજ હેરાન કરતો હતો લોકો જાણે આ પરિસ્થિ મા રેહવા ટેવાય ગયા હોઇ તેમ રેહતા રાત્રે કોઇ પણ જાતનો આવાજ ઘર કે રરોડા મા ના કરતા અને બધા ગામ ના લોકો વેહલુ જમી ને સુઇ જતા

ગામ મા એક અંધ અને ઘરડા પતી પત્ની રેહતા હતા. જે ની એક જ દિકરી હતી જે વિદેશ મા ભણતી હતી તે તેના દિકરી ની દિકરી હતી. નાનપણ થી તેને તેના મા બાપ ખોઇ ચુકી હતી.જે એક એક્સિડન્ટ મા બંને ના મોત થયા હતા ત્યાર થી જ તે એક સંસ્થા અને તેના દાદા દાદી એ તેની મોટી કરી હતી.અને જરુરત ની બધી વસ્તુ જેમ કે ભણવાનો ખર્ચ રેહવાનો ખર્ચ બધુ સંસ્થા આપતી.તેના દાદા અને દાદી નુ મકાન હવેલી ની એકદમ બાજુમા જ હતું પણ આ દાદા દાદી ને કોઇ પણ જાત નુ ક્યારે પણ પરેશાની થઇ ના હતી. કેમ કે તેને હંમેશા લોકો ને મદદ કરી હતી અને તે હવેલી પાસે આવેલ મહાદેવ ના પુજારી હતા તે રાજા શાહી વખત થી આ મહદેવ ની પુજા કરતા હતા ઉંમર અને આંખે દેખાતુ  ના હોવા ને લીધે તે પણ હવે મહાદેવ ની પુજા કરવા ના જતા

તેની દિકરી ની દિકરી નુ  નામ હતુ વૈશાલી જે ભણવામા બહુ હોશિંયાર હતી અને બહુ હિંમત વાન હતી.કોઇ થી એ ના ડરતી. પણ તે નાનપણ થી જ વિદેશ ભણવા જતી રહી હતી તેથી તેને આ ગામ વિશે બહુ ખ્યાલ ના હતો ત્યાર ના જમાના મા કોઇ ફોન કે મોબાઇલ ના હતા એટલે તે દર મહીને પત્ર લખી ને દાદા દાદી ના હાલ હવાલ પુછતી તેના દાદા દાદી ગામ વિશે તેને કાંઇ પણ ના કેહતા તે સામે પત્ર લખી ના શક્તા કેમ કે તેના દાદા અને દાદી બંને કાંઇ ભણેલા ના હતા આમ તેને પત્ર લખવા સંસ્થા ને કેહવામા આવતુ.

દિવસો ના દિવસો પસાર થતા ગયા એક દિવસ વિદેશ થી તેની પોતી નો પત્ર આવ્યો કે તેનુ ભણવાનુ પુરુ થઇ ગયુ છે અને તે હવે તેના દાદા દાદી પાસે આવે છે આ પત્ર મળતા ની સાથે તેના દાદા દાદી ની આંખ મા ખુશી ના આંસુ આવી ગયા અને વૈશાલી ની આવવાની  રાહ જોતા હતા. બે દિવસ પછી વૈશાલી તેના દાદા દાદી પાસે પોંહચી.વૈશાલી આવી ત્યારે બપોર ના 12 વાગ્યા હતા વૈશાલી ને ગામ વિશે કશુ ખ્યાલ ના હતો અને તેના દાદા દાદી પણ ના ઇછ્તા કે આ ગામ વિશે વૈશાલી ને ખબર પડે.આમ સાંજ પડવા ની તૈયારી હતી.તેના દાદા દાદી એ દરવાજા અને બારી બારણા બંધ કરી દિધા ત્યારે વૈશાલી કહે દાદા દાદી આ શુ કરો છો કેમ બારી બારણા બંધ કરો છો મારે તો જમીને બહાર ગામ મા ચક્કર મારવા જવુ છે પણ વૈશાલી ને કોણ સમજાવે કે આ ગામ મા 7 વાગ્યા પછી કાળો કાગડો પણ નથી દેખાતો.વૈશાલી તેના દાદી ને પુછે છે કે કેમ દાદી તમે મને બહાર જવાની ના પાડો છો હું હવે કાંઇ નાની નથી કે તમે મને બહાર જવાની ના પાડો છો. હવે દાદી એ કહ્યુ કે બેટા વૈશાલી આજ તુ આરામ કરી લે થાકી ગઇ હોય અટ્લે કાલ તુ દિવસે ગામ મા આંટો મારી આવજે. આમ બિજા દિવસે કામ ના હિસાબે તે ગામ મા ના જઇ શકી અને પાછી સાંજ પડી ગઇ અને રાબેતા મુજબ દાદા દાદી એ કર્યુ તેથી વૈશાલી ને મન મા કાંઇક શંકા જાગી તે દાદી ને પછવા લાગી કે દાદી હુ 2 દિવસ થી જોવુ છું કે તમે સાંજ ના સમય પછી બહાર નથી જવા દેતા તેનુ શું કારણ છે મને આજ જણાવો મારે આજે આ વાત જાણવી જ છે તે સાંભળી ને દાદી કહે કાહી નહી બેટા વૈશાલી એ તુ અહિ નવી નવી આવી છે અને ગામ મા તે કાંઇ જોયુ ના હોઇ ને અટલે તને જવાની ના પાડુ છું બાકી કાંઇ નથી એમ કરી ને દાદી એ વૈશાલી ને સમજાવી દીધી.

આમ ત્રીજા દિવસે પણ રાબેતા મુજબ થયુ.ત્યારે વૈશાલી એ ફરી દાદી ને પુછુયુ કે તમે બહાર જવાની ના પાડો છો નક્કી કાંઇક વાત છે જે તમે મારા થી છુપાવો છો.તે દિવસે દાદી ને ના છુટકે વૈશાલી ને બધી વાત જણાવી પડી અને દાદી એ વાત કેહવાની ચાલુ કરી .તે દિવસે અમાસ ની રાત હતી  જ્યારે દાદી વૈશાલી ને વાત કેહતા હતા.જો બેટા વૈશાલી તુ અહી રહી નથી એટલે તને આ ગામ મા શુ છે તેની ખબર ના હોય આ વાત છે 1870 મા જ્યારે હુ અને તારા દાદા આ ગામ મા આવ્યા આ ગામ બહુજ સુખી સ્મરુધ હતુ તારા દાદા હવેલી ની બાજુ મા આવેલ મહાદેવ ની પુજા કરતા હતા અને આખા ગામ ના આ બહુ મોટી હવેલી હતી અને આ હવેલી મા 200 રૂમ 10 મોટા હોલ બાગ બગીચા અને એક મોટું રાજ્ય સભા હતા અને અહી ના રાજા નુ નામ હતુ જયરાજ સિંહ અને તેના 2 નાના ભાઇ પણ હતા રાજા જયરાજ સિંહ આખા ગામ ને મદદ કરતા અને કોઇ પણ ગરીબ ની દેખરેખ રાખતા આમ તે એક સુખી રાજા હતા રાજા ને 1 કુંવર હતો તે કુંવર ગામ ની એક છોકરી સાથે પ્રેમ મા પડ્યો હતો જે રાજા ની જાણ ની બહાર હતુ તે કુંવર તે છોકરી સાથે લગ્ન પણ કરવાનો હતો. અને બાકી રાજા ના બંને ભાઇ ઓ ના લગ્ન નો હતા થયા બંને ભાઇ ઓ ને પોતાના મોટા ભાઇ ઓ નુ સન્માન જોઇ શકાતુ ન હતુ તે બંને ને જલન થતી હતી આમ એક દિવસ રાજા તેની પત્ની અને કુંવર પોતાના રૂમ મા આરામ કરતા હતા ત્યારે રાત્રી ના સમયે બંને ભાઇ ઓ એ રાજા ના પત્ની અને કુંવર સહીત બધાને મોટ ને ઘાત ઉતારી ને રાજ પાઠ માંથી ખજાનો લુંટી ને ત્યા થી ચાલ્યા ગયા આમ આ ગામ આખુ નોધારુ બની ગયુ અને આ હવેલી સમય સાથે આત્મા અને પ્રેત નો વાસ બની ગઇ અને આખુ ગામ શાપિત બની ગયુ લોકો અહી થી બહાર જઇ ના શકે આમ આ ગામ મા એ હવેલી મા આજે પણ પ્રેત આત્મા ભટકે છે આ સાંભળી વૈશાલી કહે દાદી આ આત્મા જેવુ કાંઇ હોતુ નથી આ બધા ગામ નો એક ડર છે હુ કાલે જ એ હવેલી ની મુલાકાત કરવા જવાની છું અને આખા ગામ નો ડર દુર કરવાની છુ તમે પણ મારી સાથે આવજો આ સાંભળતા દાદી એ વૈશાલી ને ત્યા જવાની ના પાડી કે બેટા તુ એવુ કાંઇ નહી કરે.પણ ત્યારે તો વૈશાલી એ હા પાડી કે હા દાદી તમે કહો તેમ…….