Gumraah - 55 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 55

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

ગુમરાહ - ભાગ 55

ગતાંકથી...

"એ તો હવે મને ખુલ્લું સમજાઈ ચૂક્યું છે. તમે બહુ બહુ તો મને મારી નાખશો. ભલે સિદ્ધાંતથી ચલિત થવા કરતા મને મૃત્યુ મંજુર છે."

"શા માટે ખાલી ફિશિયારી કરો છો? રકમ ઓછી પડતી હોય તો કહો.વીસ લાખ ને બદલે પચાસ લાખ આપવામાં આવશે. એનો ખોટો વાયદો પણ નથી જુઓ ,અત્યારે જ નોટ ગણી લ્યો અને સુખી જીવન ગાળો ."એમ કહીને તેને એક બેગ ખોલી અને ચલણી નોટોની થોકડી કાઢીને
પૃથ્વી સામે ધર્યા.

હવે આગળ....

પૃથ્વી એ પોતાનું મોં ફેરવી લીધું. ઘડિયાળમાં પાંચના ટકોરા પડવા શરૂ થયા. બદમાશ ત્યાં સુધી થોભ્યો અને પછી ખુરશી ઉપર થી ઊભો થઈ,
ખુરશી જોરથી દૂર ધકેલી દઈ બોલ્યો : "જિદ્દી છોકરા, અડધા કલાક સુધી તે નકામી લમણાઝીક કરાવી, હવે એનું પરિણામ જે સહન કરવું પડે તે સહન કર."
"મોન્ટી, એને પકડી લ્યો ."એમ પોતાના માણસોને તેણે સૂચના આપી. આંખે કાળી પટીવાળા માણસો ઊભા થયા અને પૃથ્વીની આસપાસ ફરી વળ્યા.

બદમાશે ડ્રોઈંગરૂમની એક દિવાલની નીચેના ભાગમાં જમીનની થી એકાદ વાત ઊંચે લોખંડનો એક ચક્ર હતું ;તે ચક્કર ફેરવતા ડ્રોઈંગ રૂમના વચ્ચેના ભાગમાંથી આશરે ચાર ફૂટનું એક ઢાંકણ ખુલી ગયું‌.

"એના હાથ પગ બાંધી દો." બદમાશે બૂમ પાડી: "મોઢે ડુચો ભરાવી દો .આ ભોંયરામાં તે ભૂખ્યો તરસ્યો સબડીને ભલે મરી જાય."

માણસોએ પૃથ્વીને એ મુજબ હાલ કર્યા .તેને ભોંયરામમાં ફેંકી દીધો. દિવાલનું ચક્કર બદમાશે ઊલટું ફેરવ્યું .ભોંયરાનું ઢાંકણું બંધ થઈ ગયું. બદમાશો ત્યાર પછી ત્યાંથી ચાલ્યા ગયા.

પૃથ્વીને જે ભોંયરામાં ફેંકવામાં આવ્યો ,તે જમીન પર ઘાસ પાથરેલું હોવાથી તેના શરીરને કઈ ઈજા થઈ નહિ ;પણ ઊંચાઈએથી તેને ફેંકવામાં આવેલો હોવાથી તેનો મગજ સુન્ન થઈ રહ્યું .તે સ્થળે ચોગમ અંધકાર હતો. અજવાળું બિલકુલ ન હતું. પૃથ્વીને જ્યારે ઊંચેથી ફેંકવામાં આવ્યો ત્યારે એક સમયસૂચક તા તે ચુક્યો નહિ .તેણે આંખો મીંચેલી જ રાખી અને એ જ મીંચેલી આંખોવાળી હાલતમાં તે કેટલી વાર સુધી પડી રહ્યો.
તે કદાચ ગુંગળાઈને મૃત્યુ પામ્યો હોત, પણ વીસેક મિનિટ પસાર થતા ભોંયરાનું ઉપલું બારણું ખૂલ્યું અને હવા આવવા માંડી. ઉપરથી એક કોથળો ફેંકવામાં આવ્યો. એક દોરડું નીચે લટક્યુ. એ દોરડું ઝાલીને કોઈ માણસ નીચે ઉતરી આવ્યો. તેણે
ટોચૅ નો પ્રકાશ આમતેમ ફેંક્યો .પૃથ્વી જ્યાં પડ્યો ત્યાં જઈને તેણે મોંમાંથી ડૂચો કાઢી નાખ્યો. એના દોરડાના બંધ છોડી દીધા .બાદ તેને પૃથ્વીના કોટ અને પેન્ટ કાઢી નાખ્યા. પૃથ્વીના શરીર પર ફક્ત એક શર્ટ અને ટૂંકી પેન્ટી રહ્યા .જે કોથળો આ માણસે નીચે ફેંક્યો હતો તેમાં તેણે ઘાસ ભર્યું. પૃથ્વીના પેન્ટમાં પણ ઘાસ ભર્યું કોટ કોથળા પર વીંટ્યો .પેન્ટ તેની નીચે રાખી દોરડાના બંધ તે સ્ટેચ્યુને બાંધી દઈ તેણે એવી રીતે ગોઠવ્યું કે જાણે બંધાયેલો પૃથ્વી પડ્યો છે. પૃથ્વીની ટોપી સ્ટેચ્યુ પર માથા ની જગ્યાએ મૂકી. આ માણસે પોતાના ખિસ્સામાંથી એક બોટલ કાઢી અને પૃથ્વીના મોમાં તેમાં થોડોક લિક્વિડના ટીપાં રેડયા. પૃથ્વી તરત જ ભાનમાં આવ્યો. લાઈટના પ્રકાશમાં તે થોડીવાર આમતેમ જોઈ રહીને બોલ્યો :" તમે? ભૈયાજી !નક્કી હું આકાશ ખુરાનાના ઘાટકોપરના બંગલામાં છું." ભૈયો સ્મિત કરતો હોય એમ પૃથ્વીને લાગ્યું. આમ તેમ જોઈ વળી પાછો તે બોલ્યો: " પણ આ શું ?પેલી ઝવેરાતની પેટીઓ અહીં ક્યાંથી?"

ભૈયો ચોંકયો. જે દિશા પૃથ્વી બતાવી ત્યાં જ બરાબર લાઈટનો પ્રકાશ તેણે ત્યાં ફેંક્યો. પૃથ્વી છે સંબંધ હશે?" ભૈયાએ કંઈ જવાબ નહિ દેતા લાઈટના પ્રકાશમાં એક પેટી ખોલી. ઝવેરાતથી તે છલોછલ ભરેલી હતી. તેને ઝડપથી ત્યાં પડેલી તમામ પેટીઓ ખોલી જોઈ. તો તેમાં પણ ઝવેરાત હતું. પૃથ્વી પોકારી ઉઠ્યો :"આ તે જ પેટીઓ છે કે જે મેં પહેલા જોઈ હતી! ભૈયાજી , તમે કદી તે જોયેલી કે?"

ભૈયાએ જવાબ દીધો : "નહિં જી. મને તેની ખબર નહોતી .પણ હાલ તુરંત તમે અહીંથી ઝડપથી બહાર જાઓ, નહિતર જો બદમાશો આવી જશે તો મેં તમારો કરેલો બચાવ ફોગટ થઈ પડશે."

પૃથ્વીની એક ખાસ પ્રકૃતિ હતી,કોઈનો અવાજ એક વાર સાંભળ્યો હોય તો તે ભૂલતો નહિં . આ ભૈયાનો અવાજ તેને અગાઉ બીજા કોઈક ના અવાજની યાદ કરાવી રહ્યો. " ચાલો, જલ્દી ઉપર આવો." એમ કહી ભૈયાએ દોરડાની મદદથી ફરીથી ઉપર ચડવા માંડ્યું. પૃથ્વી પણ તેની પાછળ ઉપર ચડ્યો. બહાર આવતા તેણે કહ્યું: ભૈયાજી હું તમારો આભારી છું, પણ બે પ્રશ્નોના જવાબ આપો, પછી હું ચાલ્યો જઈશ. પેલો એ કે મિસ.શાલીની ક્યાં? બીજો એ કે બદમાશો તેના પર તેના પર જે આરોપ મૂકે છે તેનું રહસ્ય શું છે?"

"બદમાશાનો આરામ તદ્દન ખોટો છે. તેથી જ તે લેડી ને બચાવવા જ હું બદમાશો સાથે દેખાવ ખાતર ભળી ગયો છું."

"મિસ.શાલીની ક્યાં છે?" પોતાના પહેલા પ્રશ્નનો જવાબ માંગવા પૃથ્વીએ પોતાની પ્રકૃતિ મુજબ સવાલ કર્યો.

"મને ખબર નથી."
"સારું.; હું જાઉં છું, પણ જો તમે ખરેખર જ તે લેડી ને વફાદાર હો તો તે ક્યાં છે તે શોધી કાઢજો અને આ ઝવેરાત ની પેટીઓ અહીં ક્યારે ને કેવી રીતે આવી તેની તપાસ કરજો અને અહીં થી લઈ જવાય ત્યારે, તુરંત જ પોલીસને ખબર આપજો."

ભૈયાએ ભોંયરાનું બારણું બંધ કર્યું. પૃથ્વી ડ્રોઈંગ રૂમ ની બહાર આવ્યો. આસપાસ બધે જોઈ તે સ્વગત બોલ્યો : " નક્કી, મારું અનુમાન સાચું છે. ગટરના ભોંયરાને અને ડ્રોઈંગ રૂમને કંઈક સંબંધ હોવો જ જોઈએ."

તે મકાન બહાર નીકળ્યો. એક છોકરાએ બૂમ મારી:"બૂટ પા..લીધી...સ..." નજીક આવી તે છોકરાએ કહ્યું: સા'બ ,પાલીસ કરું કે?" એ છોકરાનો અવાજ પૃથ્વીને મોહક લાગ્યો. તેમાં કંઈક પરિચિતપણું પણ લાગ્યું .કોઈ બીજી વ્યક્તિનો તેને ખ્યાલ આવ્યો. પૃથ્વી તેના તરફ નિરખી રહ્યો. છોકરો કાંઈક ચાલક જણાયો. જયાં પૃથ્વીએ તેને અવલોકન કરવા માંડ્યું કે : "ગોતી લો...ગોતી લો.. " એ ગીત ગણગણતા મોઢામાંથી એ જ રાગની સીસોટી વગાડતો આમતેમ ઘૂમવા માંડ્યો.

માણસનું મગજ જ્યારે સંતાપથી ભરપૂર હોય છે ત્યારે આવા નિર્દોષ મોજીલા બાળકો તેને બે ઘડી મોજ આપે છે. પૃથ્વીને આ આનંદી છોકરો ગમ્યો. "ચલ ,એઈ... જલ્દી પાલિસ કર." પૃથ્વી એ તેને કહ્યું .છોકરાએ પોતાને ખભેથી જૂની પતરાની પેટી નીચે મૂકી, પૃથ્વીના બુટ પોલીસ કરવા માંડ્યા. તે છોકરાના હાથ પગ કાળા રંગથી ખરડાયેલા હતા. હું પણ ખૂબ કાળા લસરકા અને ડાઘાડૂઘી હતા. તેણે એક મોટી ટોપી જૂની પુરાણી ટોપી પહેરેલી હતી. અને તેના નાના હાથ અને નાના શરીર કરતાં બમણો ખૂલતો એક મોટો શર્ટ પહેરેલો હતો. સીટીઓથી ગાયનનો તે છોકરાનો રાગ ચાલુ રહ્યો.પાંચ મિનિટમાં તેણે પોતાનું કામ પૂરું કરી કહ્યું : "લાવો,સા'બજી દસ રૂપિયા."

પૃથ્વી દસ રૂપિયા આપી ચાલવા માંડ્યો .તે જરાક દૂર ચાલ્યો ત્યાં તેની પાછળ દોડી તે છોકરાએ બૂમ પાડી :"ઓ..સા'બજી આ પૈસા ખોટા છે, બીજા આપો."

"ખોટા પૈસા ?"

"હા...જી ...તદ્દન ખોટા!" આનંદ ઉપજાવનારી ઢબે તેણે ફરીથી કહ્યું. પૃથ્વીએ બીજા આપ્યા .તે લેતાં તે છોકરો ધીમેથી બોલ્યો : "નવ વાગ્યે તમારા 'લોક સેવક'ની ઓફિસમાં હાજર રહેજો. ત્યાં હું મળીશ. તમને કંઈક નવું જાણશો."

પૃથ્વી તેને વધુ કાંઈ પૂછે તેટલામાં તે છોકરો છુમંતર થઈ ગયો.

કોણ હશે આ છોકરો????
પૃથ્વી ને શું ખબર આપવાની હશે????
જાણવા માટે વાંચો આગળ નો ભાગ...
ક્રમશઃ......