Prem - Nafrat - 110 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૧૦

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૧૧૦

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૧૦

મીતાબેનને રચના મા બનવાની હોવાની ખુશી અનુભવવાનો મોકો જ ના મળ્યો અને ખુશી સાથે એક આઘાતનો અનુભવ કરી રહ્યા હતા. રચનાએ ઘરે આવીને પોતે મા બનવાની હોવાની વાત કરી તેથી મીતાબેનને શંકા પડી જ હતી કે તેણે કોઈ કારણથી વાત છુપાવી હતી. પરંતુ રચનાનો બાળકનો જન્મ થવા ન દેવાનો નિર્ણય મીતાબેનને આકરો જ નહીં ખોટો લાગી રહ્યો હતો.

મા, મેં વિચાર કરીને જ આ નિર્ણય લીધો છે. હું એ પરિવારની આજ સુધી થઈ નથી અને થવાની નથી. એમની સાથે મારે એક દેખાવ પૂરતો અને સ્વાર્થનો સંબંધ રહ્યો છે. આરવના ભાઈઓ-ભાભીઓને હું હજુ સુધી સરખી રીતે ઓળખતી નથી. એમનાથી એક અંતર રાખીને જ જીવી છું. તેઓ એમ સમજતા હશે કે હું અભિમાની છું. જે પરિવારે આપણું અહિત કર્યું હોય એ પરિવારના વંશને આગળ લઈ જવા માગતી નથી. એમણે આપણાં પરિવારને હતો ન હતો કરી નાખ્યો હતો. એવી વ્યક્તિના પરિવારને હું શું કામ આગળ વધારું?’ કહીને રચનાને એક વાતનો વિચાર આવ્યો.

એણે આરવ સાથે ઘણી વખત ચર્ચા કરી હતી અને બહાનું બનાવી સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી કંપની ફરી ધમધમતી ના થઈ જાય ત્યાં સુધી તેઓ બાળક લાવવાનું વિચારશે નહીં. રચના લગ્ન પછી આરવને ક્યારેય શરીર સોંપવા ઇચ્છતી ન હતી. એને લાંબા સમય સુધી જુદા જુદા બહાના હેઠળ પોતાનાથી દૂર રાખ્યો હતો. પણ ધ્યેયમાં સફળતા મેળવવા અને આગળનો રસ્તો સાફ કરવા એને શરીર સોંપી ખુશ કરવો પડ્યો હતો. એ નિર્ણય ફાયદેમંદ સાબિત થયો હતો.

આરવ હવે એનો પડ્યો બોલ ઝીલતો હતો અને એની હામાં હા મિલાવતો હતો. આમ તો એ કહ્યાગરો પતિ હતો જ પણ હવે ડબ્બામા બંધ થઈ ગયો હતો. વારે- તહેવારે એને ખુશ કરીને પોતાનું કામ કઢાવી રહી હતી. બાકી કંપની અલગ કરવા સહિતના આટલા મોટા નિર્ણય લેવડાવવાનું સરળ ના બન્યું હોત.

બેટા, તું આવેશમાં અને બદલાની ભાવનામાં ખોટો નિર્ણય લઈ રહી છે. અત્યાર સુધી તે જે કર્યું એને મેં જાણે- અજાણે સમર્થન આપ્યું છે. પણ આપણી નફરતમાં આ જન્મ લેનાર બાળકનો શું વાંક? એની હત્યા કરવાનું પાપ તું શા માટે માથે લઈ રહી છે?’ મીતાબેન એને સમજાવવા લાગ્યા.

મા, મારી લખમલભાઈના પરિવાર સાથેની અદ્રશ્ય લડાઈમાં આ બાળક વચ્ચે કેમ આવી ગયું એની સમજ પડતી નથી. એમણે તારા પતિની હત્યા કરાવી એ જાણી બૂઝીને કરેલું પાપ હતું. હું તો આ બાળકને એમની દુનિયામાં આવવા જ દેવા માગતી નથી. એમણે આપણાં પરિવાર પર જે વીતાડયું છે એ તું ભૂલી ગઈ કે શું? પિતાની છત વગર મેં બાળપણ વીતાવ્યું છે. તે સફેદ સાડીમાં તારા બધાં આરમાનો દફન કરી દીધા છે. એને ભૂલીને એમના પરિવાર માટે બલિદાન આપવાની શું જરૂર છે?’ રચના પાસે અનેક દલીલો હતી.

બેટા, તું તારી જગ્યા પર સાચી હશે પણ સમય અને સંજોગો સાથે બદલાવું પડે ને? જૂના ઘાવના ડાઘ જોતાં રહીને મનમાં સદા એક નફરત લઈ જીવ્યા કરવાનો અર્થ શું?’ મીતાબેન એને નિર્ણય બદલવા દબાણ કરી રહ્યા હતા.

મા, હું મારા નિર્ણય પર અડગ છું. જો તું સાથ નહીં આપે તો... રચના કંઇક બોલવા જતી હતી પણ અટકી ગઈ.

મીતાબેન ચોંકી ગયા હતા. એમને થયું કે હવે રચનાને વધારે કહેવું નથી. આમ પણ એની તબિયત ખરાબ છે અને તણાવમાં એને નુકસાન થઈ શકે છે. એમણે એક રસ્તો વિચારી લીધો.

રચના વિચારવા લાગી કે દર વખતે આરવ સાથે સંબંધ બાંધતી વખતે પૂરતી તકેદારી લીધી હતી છતાં એ ગર્ભવતી કેવી રીતે બની ગઈ? એ મનમાં છેલ્લા થોડા દિવસોને યાદ કરવા લાગી.

ક્રમશ: