Brahmarakshas - 28 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 28

Featured Books
Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 28


“ હવે એ બ્રહ્મરાક્ષકનો અંત નિકટ છે હું તેને નહિ છોડું." શિવમે આવેશમાં આવતાં કહ્યું.


“ બસ હવે બહુ થયું, હવે એક પણ માસૂમનું મોત તે રાક્ષકના હાથે નહિ થાય." કાલિંદી એ શિવમના સાદમાં સાદ પુરાવતા કહ્યું.



કાલિંદીના આ વાક્ય સાથે જ નંદિની કાલિંદીની પાસે ગઈ અને તેનો હાથ પકડી ટોળામાંથી બહાર નીકળી નિવાસ્થાન તરફ જવા લાગી.


“ મમ્મી તું મને ક્યાં લઇ જાય છે." કાલિંદી એ કહ્યું.

“ બસ તું ચાલ મારી સાથે." નંદિની એ કહ્યું.

“ પણ મમ્મી ક્યાં જવું છે એતો કે, બધાં તો અહીજ જ છે ને." કાલિંદી એ કહ્યું.


“ બસ હવે આપણે આ ગામમાં એક ક્ષણ પણ નહિ રોકાઈએ. હું આપણો સામાન પેક કરી દવ છું. જેવી પેકિંગ થઈ જાય એવું જ આપણે રાજસ્થાન નીકળી જઈશું." નંદિની એ સ્પષ્ટતા કરતાં કહ્યું.


નંદિનીના આટલા શબ્દો સાંભળતાં જ કાલિંદી એકાએક ચાલવાનું બંધ કરીને સ્થિર પગે ઉભી રહી ગઈ. તેણીએ એક નજર ગામલોકોના ટોળાં સામે કરી. બધા ગામવાસીઓ કાલિંદી સામે જોઇને જ રહ્યા હતા. કાલિંદી એ પોતાનો હાથ તેની મમ્મીનાં હાથમાંથી છોડાવી લીધો અને ટોળા પાસે આવી પહોંચી.


“ કાલિંદી મારી વાત માન અને ચાલ અહીંથી, તારા માટે આ ગામ શુભ નથી." નંદિની એ મોટેથી બૂમ પાડતાં કહ્યું.


“ હું આ ગામથી ત્યા સુધી નહિ જાવ જ્યાં સુધી એ દુષ્ટ બ્રહ્મરાક્ષસ નો અંત ના કરી દવ." કાલિંદી એ કહ્યું.


ગામલોકો આશા ભરેલી નજરે કાલિંદી સામે જોઇને રહ્યા. વિરમસિંહ હજુ પોતાની જગ્યાએ ચૂપચાપ જ ઉભા હતા.


નંદિની કાલિંદીની નજીક આવતાં કહ્યું...“ તું જાણે જ શું છે રાક્ષક વિશે..? એનો અંત વર્ષોથી કોઈ નથી લાવી શક્યું, તો તું બાળક છે. તારાથી એ શક્ય નથી."


“ હું જાણું છું, હું બધું જ જાણું છું. એ બ્રહ્મરાક્ષસ બીજું કોઈ નહિ પરંતુ મારા કાકા સમાન દુર્લભરાજ છે. એ પોતાના ખરાબ કર્મો દ્વારા એક શૈતાન બન્યો છે. " આખરે કાલિંદી એ કઈક એવું કહી દીધું જેમાંથી બધાને અચંબો લાગી ગયો.


“ કાલિંદી આ તું શું કહે છે." નંદિની એ ચિંતિત સ્વરે કહ્યું. નંદિનીને એમ કે ક્યાંય સચ્ચાઈ જાણી લીધા પછી તે પોતાની દીકરીને ખોઈ ના બેશે. પરંતુ કાલિંદી ને કાલે રાતે જ સચ્ચાઈની જાણ થઈ ગઈ છે એ નંદિની ને ખબર નહોતી.


“ કાલિંદી..." આખરે વિરમસિંહે પોતાની ચૂપી તોડતા કાલિંદી પાસે આવીને તેના હાથને સ્પર્શ કરતાં કહ્યું.


કાલિંદી એ આગળ બોલવાનું ચાલુ રાખ્યું...“ હું જાણી ચુકી છું કે હું આજ ગામના ઠાકુર માનસિંહ અને ભૈરવીની દીકરી છું."


“ હા હું પણ જાણું છું ભૈરવી તારી માતાનું નામ છે." શ્રેયા એ કહ્યું.


શ્રેયાની વાત સાંભળતા જ કાલિંદી ને ફરી એક જોરદાર ઝાટકો લાગ્યો.


“ તને ખબર હતી..તો પછી તે મને કેમ ના જણાવ્યું..?" કાલિંદી એ શ્રેયા તરફ નારાજ થતાં કહ્યું.


“ મે એ રાતે તને કહ્યું હતું ભૈરવી તારી મા છે. પરંતુ જયારે મને ખબર પડી હું કઈ જ સમજી શકી નહિ મે તને અચકાતાં આ વાત કરી હતું પરંતુ તું કંઈ સમજી શકી જ નહિ." શ્રેયાએ સ્પષ્ટતા કરતાં કહ્યું.


“ હા પરંતુ તુ મને બીજી વાર જણાવવાનો પણ પ્રયત્ન કરી શકતી હતી ને. શ્રેયા મને તારાથી આ ઉમ્મીદ ન્હોતી. તે મને આ રહસ્ય ના જણાવીને ખુબ જ દુઃખ પહોંચાડ્યું છે." આખરે કાલિંદી બોલતાં બોલતાં રડી પડી.


વિરમસિંહ, શ્રેયા અને શિવમે તેને સંભાળી.


“ પાપા આપ તો બધી જ વાત મારી સાથે શેર કરતા હતા ને તો મારા જ જીવનની આવડી મોટી વાત મારાથી કેમ છૂપાવી." કાલિંદી એ કહ્યું.


“ પણ લાડલી...."

“ અંકલ હું કાલિંદી સાથે કઈક વાત કરવા માગું છું." શિવમે વિરમસિંહને વચ્ચે જ અટકાવતાં કહ્યું.

“ મારે હાલમાં કોઈની સાથે વાત નથી કરવી." કાલિંદી એ ઉદાસ થતા કહ્યું.


“ પણ મારે તારી સાથે વાત કરવી છે...." આટલું બોલતાં જ શિવમ કાલિંદીનો હાથ પકડીને તેને નિવાસસ્થાનની અંદર જબરદસ્તીથી લઈ ગયો.


નંદિનીને જોરદાર ઝટકો લાગ્યો હતો તેને જ્યારે ખબર પડી કે કાલિંદી તેની સગી દિકરી નથી ત્યારથી તેને ખોવાનો ડર લાગ્યો રહેતો હતો. જે ડર આજે હકીકત બની ગયો હતો. નંદિની ત્યાં જ જમીન પર બેસીને રડી પડી. વિરમસિંહ અને શ્રેયા તેની પાસે આવતા હતા એટલામાં નંદિની ત્યાંથી ઉભી થઈને નિવાસ્થાન તરફ ભાગી.


ધડામ કરતો જોરથી દરવાજો બંદ થવાનો અવાજ આવ્યો. નંદિનીને પોતાની જાતને ઓરડામાં બંદ કરી દીધી.




શું કાલિંદીના જીવનનું સત્ય બહાર આવવાથી વિરમસિંહનો પરિવાર વિખરાઈ જશે કે પછી કોઈ નવો વળાંક આવશે તેમની જિંદગીમાં..? આ રહસ્ય જાણવા માટે બન્યા રહો આ ધારાવાહિક પર..

વધુ આવતા અંકમાં...


- jignya Rajput