બકુલાદેવી માનસિંહના હસતાં ચહેરાને જોઈને બધાં દુઃખો ને ભૂલી ગયા. અને ખુશી ખુશી તેમના લગ્નની શુભેરછાઓ સાથે અનહદ પ્રેમ અને આર્શિવાદ આપ્યાં. આજે આખી હવેલી ખુશીમાં નાચી રહી હતી.
બધાએ માનસિંહ અને ભૈરવીને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવ્યું. માનસિંહ આજે ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા છે. જે ભૈરવી સાથે તેઓ જીવનસાથી બનીને તેમની સાથે રહેવા માંગતા હતા આજે તેમનું એ સ્વપ્ન પૂરું થયું. બધાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
“ અમારા માટે વધારી કે નહિ મીઠાઈ." હવેલીમાં પ્રવેશતાં જ વિરમસિંહ બોલ્યાં.
માનસિંહે બહારના દરવાજા તરફ નજર કરી તો ત્યાં વિરમસિંહ અને તેમના પત્ની નંદિની આવી રહ્યા હતાં.
“ આવો આવો... મિત્ર. બહુ વહેલા આવ્યા હો..!" માનસિંહે તેમનું સ્વાગત કરતા કહ્યું.
“ અરે ભાઈસા તમે તો જાણો જ છો રાજસ્થાનના ઉદયપુરથી અહી ગુજરાતના અમરાપુર સુધી પહોંચતા વાર તો લાગી જ જાય ને." નંદિની ને માફી માંગતા કહ્યું.
“ અરે વિરમસિંહ તેમને અંદર તો આવવા દો." અમરસિંહે કહ્યું.
“ પ્રણામ કાકાસા, પ્રણામ કાકીસા." વિરમસિંહ અને નંદિનીએ પગે લાગતાં કહ્યું.
“ નંદિની તમારી તબિયત તો બરાબર છે ને મુસાફરી દરમિયાન કોઈ અડચણ તો નહોતી આવીને." બકુલાદેવીએ એ ગર્ભવતી નંદિનીને પૂછ્યું.
“ હા , કાકિસા મારી તબિયત એકદમ ઠીક છે. પણ મને જણાવો તો ભાભીસા ક્યાં છે...!?"
“ આ છે આપણા ભાઈસાના ધર્મપત્ની ભૈરવીદેવી. આપણા ભાભીસા." રાજેશ્વરી એ કહ્યું.
વિરમસિંહ અને માનસિંહ એક બાજુ જઈને બેઠા. જ્યાં લોકોની ભીડ બીલકુલ નહીંવત્ પ્રમાણમાં હતી. નાનપણથી જ વિરમસિંહ અને માનસિંહ સારા એવા મિત્રો હતાં. તેમને ભૈરવી વિશે બધી જ માહિતી હતી જે માનસિંહે તેમને આપી હતી.
“ માનસિંહ તમે ખૂબ જ મહાન છો, ભૈરવી ની સચ્ચાઈ જાણતા હોવા છતા તમે તેમને અપનાવ્યા. ધન્ય છે તમારી મહાનતાને" વિરમસિંહે કહ્યું.
“ તમે તો જાણો જ છો. ભૈરવીના પિતા કેવા છે. તેમને જ્યારથી ખબર પડી કે ભૈરવી અને રક્ષિત વચ્ચે સબંધ છે ત્યારથી ભૈરવી ને ઘરની બહાર પણ નીકળવા નહોતા દેતાં. એવું નહોતું કે તે તેમની દીકરીને ચાહતા નહોતા, પણ એય એક બાપ છે ને નાનપણથી જે દીકરીને સોનાની થાળીમાં જમાડી, હંમેશા તેની દરેક જીદ પૂરી કરી. ક્યારેય કોઇ પણ વાતે તેમને દુઃખ ના પહોંચવા દીધું. ભૈરવીને હમેશાં એક રાજકુંવરીની જેમ રાખી છે. એટલે તેઓ નથી ઈચ્છતા કે ભૈરવી ના લગ્ન રક્ષિત સાથે થાય." કારણ કે રક્ષિત એક ગરીબ ઘરનો છોકરો છે." માનસિંહે વાતને સ્પષ્ટ કરતા કહ્યું.
“ શું પ્રેમમાં પણ અમીરી - ગરીબી હોય..? પ્રેમ તો સાચા હદયથી થાય છે ને તો તેમાં આવો ભેદભાવ કેમ..? જ્યાં લોકોના વિચારો, તેમની લાગણીઓ એકમેક થાય ત્યાંજ પ્રેમનું કોમળ ફૂલ ખીલે છે. પરંતુ એ કોમળ ફૂલને સમાજના અમુક રિતી રિવાજો વેરવિખેર કરી દે છે. હંમેશને માટે તેને મુરઝાવી દે છે. ખરેખર આ ભેદભાવો કેટલાય નવા ખીલેલા ફૂલોને મુરઝાવી દે છે." વિરમસિંહના શબ્દો આજે કઈક વધુ જ વેદના ભરેલા હતાં.
“ હા, તમારી વાત એકદમ સાચી છે મિત્ર.પરંતુ ક્યારેય પરિસ્થિતિ જ એવી આવી બને છે કે એના માટે પ્રેમની પણ કુરબાની આપવી જ પડે છે. બસ ભૈરવી એ પણ કઈક એવું જ કર્યું. તે એવી સ્થિતિમાં આવીને ઊભા રહ્યા હતા કે જ્યાંથી તેઓ નતો આગલા વધી શકે એમ હતા કે નાતો પાછલ ની તરફ પોતાના પગલાં ભરી શકે એવી હાલતમાં હતાં. બસ એવી સ્થિતિમાં મે મારી નાનપણની સખી ભૈરવી નો હાથ થામ્યો. આમેય જો હું તેની મદદ ના કરું તો ભૈરવીના પિતા ભૈરવીના લગ્ન બીજે કરાવી દોત.જે હું કોઈ પણ ભોગે થવા દોત નહિ." માનસિંહે પોતાની બધીજ વાતો વિરમસિંહ આગળ બેજિજક કહી દીધી.
વિરમસિંહ જાણતા હતા કે માનસિંહ ભૈરવીને ઘણા સમયથી પસંદ કરતા હતા, પણ તેઓ ક્યારેય આ વાત ભૈરવી આગળ કહી શક્યાં નહિ. આજે કપટી પરિસ્થિતિના કારણે માનસિંહ ભૈરવીને પામી શક્યાં છે નહિતર તેઓ ક્યારેય સામેથી ભૈરવીને પામવાની કોશિશ ના કરોત.
“ તમારી વાતો પૂરી થઈ ગઈ હોય તો અહીં આવશો...! બધાં સાથે મળીને ભોજન ગ્રહણ કરી લઈએ. " અમરસિંહે માનસિંહ તથા વિરમસિંહ ને બોલાવતા કહ્યું.
બધાજ ભેગા થઈને ભોજન કરવા બેઠાં હતાં ત્યાંજ........
વધુ આવતા અંકમાં...