Zankhna - 79 - Lat Part in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 79 - લાસ્ટ એપિસોડ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 79 - લાસ્ટ એપિસોડ

ઝંખના @પ્રકરણ 79

કમલેશભાઈ ને મંજુલા બેન કામીની નુ બહુ જ ધ્યાન રાખતાં જાણે કામીની સગી દીકરી જ ના હોય ,ગીતા તો આખો દિવશ કયી ને કયી કામ મા ડુબેલી રહેતી એ જાણતી હતી કે મંજુલા બેન પોતાના કરતાં પણ વધારે સારી રીતે દીકરી ને સાચવી લેતા હતાં....બપોરે બધા જમી ને બેઠા હતાં ને કામીની ને અચાનક જ લેબર પેઈન ચાલુ થયુ ,.... ગયી વખતે આ જ રીતે જીણા દર્દ થી શરુઆત થયી હતી પણ એ વખતે કામીની ને આ બધી સમજણ જ નહોતી ,એટલે ના બનવાનુ બની ગયુ હતુ ,આજે તો જેવુ પેઈન ચાલુ થયુ તરત જ મંજુલા બેન ને જણાવ્યું ,મંજુલા બેન એ કમલેશભાઈ ને ગાડી કાઢવા કહ્યુ હતુ કે જલદીથી હોસ્પિટલ જવુ પડશે ,મીતા એ કહયુ હુ પણ આવુ છું, ગામની બહાર નજીક મા જ એક ગાયનેક ડોકટર ની હોસ્પીટલ હતી ત્યા જવાનું યોગ્ય લાગ્યુ, મંજુલા બેન એ જરુરી સામાન નો થેલો પેક કર્યો ને હોસ્પિટલ જવા નીકળ્યા, કામીની ની સહન શકિત પણ ગજબ ની હતી,
બપોરનો સમય હતો એટલે ડોક્ટર હાજર જ હતાં, કામીની ની જુની ફાઈલ ડોકટર ને આપી ને આની પહેલાં કામીનીનુ સિઝેરિયન ઓપરેશન થયી ચુકયુ છે એ જણાવ્યું, નર્સે કામીની ને સ્ટ્રેચર પર લયી સીધી ઓપરેશન થિયેટરમાં લીધી ,
નોર્મલ ડીલીવરી શક્ય જ નહોતી અને ઉદર મા ઝુડવા બાળકો હતાં ,કમલેશભાઈ એ ડોક્ટર ને બે હાથ જોડી ને વિનંતી કરી કે ,ભલે ગમે તેટલો ખર્ચ થાય, પણ બાળકો અને કામીની ને કયી
જ ના થવુ જોઈએ ,.......
મીતા ને મંજુલા બેન બહાર બેઠા ભગવાન ને પ્રાથના કરી રહ્યા હતા.....બે કલાક ના ઑપરેશન બાદ ઓપરેશન થિયેટરમાં થી બાળકો નો રડવાનો અવાજ આવ્યો, બન્ને બાળકો બાબા હતા ને હેલ્ધિ હતાં, ને ત્રણ, ત્રણ કિલો વજન ના હતાં, એટલે સિઝેરિયન તો કરવુ જરુરી જ હતુ ,ને કામીની ની આ બીજી ડીલીવરી હતી ,એ વાત ખાલી જયા બેન ,ને કમલેશભાઈ ને મંજુલા બેન જ જાણતાં હતાં.....થોડી વાર મા ડોકટર બહાર આવ્યા ને કમલેશભાઈ ને અભિનંદન આપ્યા ને કહયુ બન્ને બાળકો એકદમ.હેલધી છે ને કામીની ને પણ સારુ છે ,હા દવાઓ ની અસર ના લીધે ચાર, પાચં કલાક સુધી ભાનમાં નહી આવે ,ચિંતા ના કરતાં,....થોડી વાર માં નર્સે બન્ને બાબા ઓ ને નવડાવી ને ઝભલુ પહેરાવી બહાર લાવી ને કમલેશભાઈ અને મંજુલા બેન ના ખોળામાં આપ્યુ,....મંજુલા બેન ની આખં મા હરખ ના આશુ આવી ગયાં, મીતા ને એ જોઈ ને દુખ થયુ કે પોતે આ રીતે મમ્મી જી ને અને પપ્પા જી ને ખુશી ના આપી શકી ,એની આંખો પણ ભીની થયી ગયી ,કમલેશભાઈ એ બાબો મીતા ના ખોળામાં આપ્યો ,
જયારે મીતા પ્રગનેટ હતી ત્યારે મંજુલા બેન એ આવનાર બાળક માટે ,પોતાના પર પોતા માટે સરસ નાની નાની ગોદડીઓ અને લંગોટ ,બનાવ્યા હતાં,
એ સાથે થેલા મા લયી ને આવ્યા હતાં, ખુશ થયી એ લંગોટ કામીની ના બાળકો ને પહેરાવ્યા,કામીની ભાનમાં ના આવી ત્યા સુધી મીતા એ બન્ને બાળકો ને સાચવ્યા ને પાવડર નુ દુધ પીવડાવ્યું,.....
ગીતા ખેતરે ગયી હતી ,એ ઘરે આવી એટલે બા ,બાપુજી એ સમાચાર આપ્યા કે ગીતા કામુ એ બે દિકરા ને જન્મ આપ્યો છે એ હોસ્પિટલ માં છે ,....વંશ ગીતા માસી ને બાઈક લયી હોસ્પિટલ લયી ગયો ,ગીતા તો બે સુંદર મજાના ઢીંગલા જેવા રૂપાળા બાબા જોઈ ખુશ થયી ગયી ,મીતા એ બન્ને બાળકો વંશ ને રમાડવા આપ્યા, વંશ પણ ખુશખુશાલ થયી ગયો, ને વિચારી રહ્યો, પહેલી વખત જ્યારે કામીની એના બાળક ની મા બની હતી એ પણ આટલુ સુંદર જ હશે ,પણ અફસોસ કે એ જીવી ના શકયુ ,ને ફરીથિ મીતા પ્રગનેટ હતી એ બાળક પણ ભગવાન એ છીનવી લીધુ ,મારા ને મીતા ના નસીબ મા મમ્મી પપ્પા બનવાનુ સુખ કદાચ નથી લખાયુ ,એ વિચારી મન માં દુખી થયો ,.... ત્રણેક કલાક પછી કામીની ને ભાન આવ્યુ
ને આખં ખોલી જોયુ તો આખું ઘર એની આસ પાસ ઉભા હતાં, ને એની બાજુ મા સરસ મજાના બે બાબા સુતા હતા, કમલેશકાકા, કાકી ,ગીતા ને મીતા વંશ બધા એ હાજર હતાં,....
ઓપરેશન ના લીધે કામીની થી હલન ચલન પણ થયી નહોતુ શકતુ ,મીતા સતત કામીની ના પડખે જ રહી ને કામીની ને ટેકો આપતી , બા એ શીરો બનાવી ગીતા પાસે મોકલાવ્યો હતો, મીતા એ ચમચી લયી પોતાના હાથે મીતા ને ખવડાવ્યો, બદામ કેસર વાડુ દુધ પીવડાવ્યું ,સિઝેરિયન હતુ એટલે બે દિવશ હોસ્પિટલ મા રહેવાનુ હતું, મીતા ને મંજુલા બેન બન્નેએ કામીની ની દિલ થી સેવા કરી ,કમલેશભાઈ એ જયાબેન ને ફોન કરી ને સમાચાર આપ્યા ને જયા બેન બીજા દિવશે જ ત્યા ગામડે આવી પહોંચ્યા ને બન્ને બાબા ઓ ને જોઈને ખુશ થયી ગયા , કામીની એ બયુટીક કેવુ ચાલે છે ને ઘરે બધુ બરાબર છે ને ,એ પુછી લીધુ ,....કામીની નો જીવ એના બયુટીક મા જ હતો ,ને એના ઘરમાં...બે દિવશ પછી કામીની ને હોસ્પિટલ માં થી રજા આપી ને કમલેશભાઈ ગાડી લયી લેવા આવ્યા, મંજુલા બેન એ બન્ને બાબા ઓ ને પોતાની ગોદ મા લયી લીધા ને મીતા એ કામીની ને ટેકો આપી ગાડી મા બેસાડી
કામીની હોસિપટલ મા થી ઘેર આવી એટલે બા એ બન્ને બાળકો ની નજર ઉતારી ને કમલેશભાઈ એ ગામ આખામાં પેંડા વહેંચ્યા
બધા ને નવાઈ લાગી કે કમલેશભાઈ એટલા બધા ખુશ છે કે જાણે પોતાની દીકરી ના ઘરે બે ભાણીયા આવ્યા હોય ,....ઘરમાં બધા બહુ ખુશ ખુશાલ હતાં, બાબા ઓ ને રમાડવા માટે ઝગડતા હતાં, બા ,બાપુજી પણ બહુ ખુશ હતાં, કમલેશભાઈ એ બે પારણાં પણ મંગાવી લીધા ,સરસ રંગબેરંગી પારણાં ને સરસ મજાના રમકડાં પણ લયી આવ્યા, મીતા તો કામીની જાણે પોતાની સગી બેન હોય એ રીતે સેવા કરતી હતી ,કામીની ને ખવડાવવી ,નાના બાળકો ને માલિશ કરવી ,નવડાવી તૈયાર કરતી ,આંખો મા કાઝલ આજંતી ને નીત નવા નવા ઝભલા પહેરાવતી ,....
કામીની ને પલંગમાં થી ઉઠવા જ ના દેતી ,....મીતા નુ આવુ સ્વરુપ જોઈ કામીની ને પણ એવુ જ લાગતુ હતુ કે જાણે સગી બહેન જ હોય, ગીતા તો આખો દિવશ એના કામમાં રહેતી ,એને ખબર હતી કે કામીની ની સેવા કરવા માટે આખુ ઘર છે જ ,....પોતે મા હતી પણ પોતાના કરતાં વધારે મમતા મંજુલા બેન લુટાવતા હતાં, કમલેશભાઈ બહાર જાય એટલી વાર કયીને કયી લેતા આવતાં કામીની માટે અને બાળકો માટે તો આખો રૂમ રમકડાં થી ભરાઈ ગયો હતો ,......
કામીની આ બધુ જોઈ ને વિચારતી કે ખરેખર પોતે ગયા જનમ મા બહુ પૂણ્ય કર્યા હશે ત્યારે, આવો પરિવાર મડયો, ગીતા તો જન્મ આપવા વાડી મા હતી પણ મંજુલા બેન એની પાલક માતા હતા, ને કામીની ને બહુ સાચવતા,પોતાના હાથે સારુ સારુ જમવાનુ બનાવી જમાડતા,સવા મહીનો જેવુ કામીની વડાલી રહી ,,મંજુલા બેન અને મીતા એ કામીની ને ખવડાવી પીવડાવી તાજી,માજી કરી નાખી હતી, એનુ વજન સાત કિલો જેટલુ વધી ગયું, એક સાંજે બધા સાથે જમવા બેઠા હતાં ને કામીની બોલી ,કાકા હવે બે દિવશ પછી હુ મારા ઘરે જવા માંગુ છું, ત્યા ઘર કયાં સુધી પારકાં ના ભરોસે મૂકાય? ..
ને મારુ પોતાનુ બયુટીક પણ બહુ સરસ જામી ગયુ છે ,એટલે હવે એ પણ સંભાળવુ પડશે ,...ને વચ્ચે જ મંજુલા બેન બોલ્યા પણ દીકરી ત્યા શહેરમાં તારુ ને આ બન્ને ભાણીયા ઓ નુ ધ્યાન કોણ રાખશે ? અંહી તો અમે બધા છીએ ,ને ત્યા તુ એકલી ???? ના કાકી મા ત્યા જયા મા મારી સાથે જ રહેવાના છે ,ને ઘરકામ ને રસોઈ માટે ગંગા મા છે ને ,અને આ ભુલકા માટે એક આયા રાખી લયીશ ,
કમલેશભાઈ બોલ્યા પણ બેટા ત્યા પેલા મયંક નુ શુ વિચાર્યું છે પછી ? એ નાલાયક ની પર હુ પણ છેતરપીંડી, ચારસો વીસી નો કેશ કરવાની છું ને ડિવોર્સ પણ લયી લયીશ ,ને આમ પણ એ ઘર ને બયુટીક મારા નામે જ છે ,એટલે મને કોઈ વાત ની ચિંતા નથી ,.....પરમદિવશે રવિવાર છે તો તમે મને મુકવા આવશો ને ?? હા બેટા આવીશ જ ને ,અને જો ગીતા ની જરુર હોય તો એને લયી જા થોડા દિવશ ,ના કાકા અંહી મમ્મી વગર બધુ કામ રખડી પડે ,ત્યા શહેરમાં મારે કયી બહુ કામ ના હોય ,પણ આ બન્ને ભાણીયા ઓ નુ ધ્યાન એકલી કેમની રાખીશ ????
એ બધુ મેનેજ થયિ જશે તમે ચિંતા ના કરો ,. ..સારુ બેટા જેવી તારી મરજી ,મંજુલા કાલે કામુ ના જીયાણા ની તૈયારી કરો ,ને બીજા દિવશે સવારે કમલેશભાઈ ને મંજુલા બેન જયી કામીની માટે કપડાં ને સોનાના ઘરેણાં ને બન્ને ભાણીયા માટે ચેન ,કપડા ,રુમાલ, મોજા ,રમકડાં ખોયા ને બધુ લયી આવ્યા,....ગીતા ની આખં મા આશુ આવી ગયા ને બોલી ,મોટા શેઠ તમે તો ખરેખર મારી દીકરી ને કોઈ વાતે કમી ના પડવા દીધી ,મીતા અને સુનિતા એ એ બધી વસતુ ઓનુ પેકિંગ કર્યુ, ને છેવટે રવિવાર આવી ગયો ,કામીની ની બેગ પેક થયી ગયી ,મંજુલા બેન એ ગુંદર પાક,નો ડબ્બો પણ પેક કર્યો, બધા ની આંખો માં પણ આશુ આવી ગયા, ને કામીની બોલી ,કાકા હુ કયીક આપવા માગુ છું મીતા ને .....કમલેશભાઈ બોલ્યા તને અમારે આપવાનુ હોય લાવાનુ કયી ના હોય ,..
કામીની એ મંજુલા બેન ના હાથમાં થી એક બાબો લીધો અને મીતા ના ખોળામાં આપ્યો ને બોલી ,હુ માત્ર એક જ બાબા ની મા છું ને આ બીજો બાબો મીતા અને વંશ નો છે ,....આજથી મીતા જ એની મા છે ને વંશ એના પપ્પા, એને વંશ નુ નામ આપજો ,...કામીની ની વાત સાંભળી ને ઘડીભર તો બધા અવાચક થયી ગયાં ને
મીતા ની આખં મા હરખ ના આશુ આવી ગયા ,...મંજુલા બેન ને કમલેશભાઈ પણ ખુશ થયી ગયાં,...બા,બાપુજી ના આનંદ નો પાર ના રહ્યો, કમલેશભાઈ હવે સમજયાકે કામીની એ એટલે જ એક જ પારણું ગાડી મા મુકાવયુ ,
ગીતા પણ ખુશ થયિ કે પોતાની દીકરી એ પતાનુ આ પરિવાર પરતયે નુ રુણ ઉતાર્યું, કામીની બધા ને આવજો જજો કરી ને મંજુલા બેન સાથે એક બાબા ને લયી ગાડી માં બેઠી મંજુલા બેન ને કમલેશભાઈ પણ ખુશ થયી ગયાં હતાં ને કામીની એમને જોઈ ખુશ થયી ,કામીની ને ઘરે ઉતારી ને બીજા દિવશે સવારે કમલેશભાઈ ને મંજુલા બેન વડાલી પરત ફર્યા, કામીની એ મયંક પર કેશ કર્યો ને પોલિશ એ ડિવોર્સ પેપર પર મયંક ની સહી કરાવી લીધી ,મયંક ને પંદર વર્ષ ની જેલ થયી ,એને બિહાર જેલમાં મોકલી આપ્યો ,.....
કામીની નુ ઘર જયા બેન એ એક મા ની જેમ સંભાળી લીધુ ને કામીની એ બિઝનેસ
આમ કામીની નુ જીવન બહુ સરસ રીતે ,વ્યથિત થયી રહયુ હતુ ,.....ને ત્યા મીતા અને વંશ પણ મમ્મી પપ્પા બની ગયા ,કમલેશભાઈ ની ઈરછા પણ પુરી થયી ,એ કામીની ના બાળક ને અપનાવવા ની ,.....આમ પરેશભાઈ ને મીના બેન ની ચાર દીકરીયો પછી એક દીકરા ની ઝંખના પુરી ના થયી ,એના કારણે પરેશભાઈ ને દિકરા માટે થયી રુખી બા એ પાયલ સાથે બીજા લગ્ન કરાવ્યા હતાં,,સમાજ મા દીકરી ઓ ને બોઝ માનનારા લોકો આજે પણ ઘણાં છે સમાજ મા ,એક વારસદાર ની ,પુત્ર ની ઝંખના મા લોકો બીજા લગ્ન કરતાં પણ અચકાતા નથી ,.........બસ આટલે થી ઝંખના,,વાર્તા પુરી થાય છે ,આ લાસ્ટ પ્રકરણ છે ઝંખના નુ ,...............
જય માતાજી, મિત્રો......

લેખક @ નયના બા વાઘેલા
અમદાવાદ, ચાદંખેડા
@@@@@@@@@@