Besharm Ishq - 17 - Last part in Gujarati Fiction Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | બેશર્મ ઈશ્ક - ભાગ 17 - છેલ્લો ભાગ

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

Categories
Share

બેશર્મ ઈશ્ક - ભાગ 17 - છેલ્લો ભાગ

બેશર્મ ઇશ્ક ભાગ ;17

(આપણે આગળ જોયુ સિયાના લગ્ન પછી ઘરમાં ઉદાસી છવાઈ જાય છે, સિયાના સાસુના મોઢે પ્રધ્યુમ્નના વખાણ સાંભળી સિયા તો ખુશ થાય જ છે,પણ એક બીજુ પણ હોય છે જે એ હોય છે સિયાની નણંદ વૃષ્ટિ જે મનોમન પ્રધ્યુમ્નને ચાહવા લાગે છે પ્રધ્યુમ્નને પામવો એની મંઝીલ બની જાય છે, આ બાબતે રિયાન સિયા અને સૌ પરિવાર અજાણ છે,પ્રધ્યુમ્નનું કંપનીમાં પ્રમોશન થાય છે સાથે સાથે પી.એચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરે છે આ જોઈ સિયા અને સાસરીવાળા સૌ ખુશ હોય છે પરંતુ વૃષ્ટિના મનમાં પ્રધ્યુમ્ન માટે માન વધી જાય છે.પ્રધ્યુમ્ન યુવાન થઈ ગયો હોવાથી તેના કામની સાથે અભ્યાસમાં પણ પ્રગતિની ચર્ચા આખાય સમાજમાં થાય છે.સારી સારી છોકરીઓના
માંગા આવે છે,એમાં વૃષ્ટિ પણ હોય છે,લિસ્ટમાં.પ્રધ્યુમ્ન આનાકાની કરે છે,આ કરવાનું કારણ જાણવા ઉત્સુક હોય છે સૌ જવાબમાં પ્રધ્યુમ્ન શ્રેયાની વાત કરે છે તો ઘરમાં તોફાન આવી જાય છે,સુનંદાબહેન અને મનોહરભાઈ દિકરાની જીદ્દ સામે ઝુકી જાય છે.શ્રેયા અને એના પરિવારને તેના ઘર આગળ જોઈ પ્રધ્યુમ્ન અને તેનો પરિવાર ચોકી જાય છે,સુનંદાબહેનને શ્રેયા ગમી ગઈ.પણ શ્રેયાની શરત સાંભળી તેઓ અવાક રહી ગયા.એ શરત શું હવે જોઈએ....)

વધુ માં હવે આગળ....

આ સબંધ નક્કી કરીએ એ પહેલાં હું અને પ્રધ્યુમ્ન એકબીજાને સમજવા માંગીએ છીએ;અરે...રસિકભાઈ અને રસીલાબહેન પોતાની દિકરીને સમજાવતા કહે;"દિકરા ઓફિસમાં તો સાથે રહો છો હવે કેટલું સાથે રહેવું છે,તમે સમજતા થઈ ગયા હશો....આજ તો ઉંમર છે લગ્ન ની...સમયે સમયે બધું થઈ જાય તો સારું..."

દિકરા આટલો સરસ છોકરો છે આમ જતો ન કરાય સાંભળ્યુ નહીં તે નોકરીની સાથે તેને પી.એચ.ડી.ની પરીક્ષા પાસ કરી.આટલો સરસ દેખાવડો છોકરો બધી જ રીતે સંપૂર્ણ આપણા સમાજને જ્ઞાતિમાં નથી.તો દિકરા જીદ્દ છોડ....

શ્રેયાએ પોતાની શરત મુકતા કહ્યું;"મમ્મી પપ્પા અંકલ આન્ટી પ્રધ્યુમ્ન મને ખોટી ન સમજો તો સારું છે,મારે એક વર્ષ પ્રધ્યુમ્ન જોડે લગ્ન કર્યા વગર સાથે રહેવું છે,શું તમને મારી આ શરત મંજૂર છે તો બોલો નહીં તો પપ્પા આપણે આ વાત અહીં જ પુર્ણવિરામ મુકીએ."

મમ્મી સુનંદાબહેન અને મનોહરભાઈ તરફથી પ્રધ્યુમ્ને કહ્યું કેમ નહીં આપણે ઓફિસમાં તો સિનિયર જુનિયર પોસ્ટની મર્યાદાથી બંધાયેલા હોવાથી નથી સરખી રીતે વાત નથી થઇ શકતી તો તારો આ વિચાર સરસ છે....

રિયાન સિયાને હળવી મુક્કી મારતા કહે"મારો સાળો તો મારાથીય ચડિયાતા નિકળ્યા હું તો અભિમાનમાં જીવતો હતો માર સાળાએ તો આજે મારુય અભિમાન ઉતાર્યું.વાહ પ્રધ્યુમ્ન મને તારા ઉપર ગર્વ છે.

સિયા રિયાન પર થોડી અકડાઈ ને કહે"એ....નથી સારા લાગતા....આમ દાંત કાઢતા...થોડો ગંભીર થા બધી વસ્તુમાં પણ મજાક ન હોય અને આમપણ સિયા પોતાના ભાઈનુ સમર્થન કરતાં કહે "ભાઈની જીંદગી છે,તો ભાઈ પર છોડી દો...પપ્પા..."

પ્રધ્યુમ્ન પોતાની મતને સમર્થન કરતાં કહે પપ્પા લગ્ન કરતાં પહેલાં એકબીજાને સમજવા જરૂરી હોય છે,એકબીજા સાથે રહીએ ત્યારે જ એકબીજાના સાચા સ્વભાવની ખબર પડે.

"એ છોકરા...તારી મમ્મી અને મેં જીવન ન વિતાવ્યું સાથે!
અમારે કંઈ વાંધા પડ્યા!લગ્ન પછી થોડી સહનશક્તિ રાખવી પડે..."

તમારે કંઈ સહન કર્યા વગર બધું મેળવવુ છે તો એમ કેમ થાય...આજની પેઢીને તો સબંધોની સમજ જ નથી.
તમારા બેઉની વાત અમે માનીએ તો આડોશી પાડોશી લોકો ચૂંટી ખાય,તને ભાન પડે આપણી બેન સિયાને પણ સાસરીમાં નીચા જોયા જેવું થાય.આપણા જમાઈ મજાક કરતાં હતા જો..."તમે બેઉ આવા ગાંડપણ છોડી દો....
આ વાત બંન્ને પક્ષથી થતી હતી.

પ્રધ્યુમ્ન તને મળશે બીજી છોકરી આ છોકરીનો મોહ છોડો.તને બીજી છોકરી મળશે...

પ્રધ્યુમ્ન પોતાની વાત કરતાં કહે"પપ્પા તમને મેં પહેલા જ કહ્યું છે,લગ્ન કરવા તો શ્રેયા સાથે નહીં તો નહીં કરવા ક્યાંય મારે..."
પપ્પા આ મારો અને શ્રેયાનો નિર્ણય છે,અને અટલ નિર્ણય છે,પપ્પા આ નિર્ણય અમારો ફાઈનલ છે,તમને એમ ન લાગે કે અમને ન કહ્યું.

"આમને લગ્ન પહેલાં જોવો એકબીજાને ટ્રાય કરવા છે,એ.....થોડા માણસ થાવ આ કપડાંની દુકાનના કપડાં થોડી છે...!કે જો પહેરવા ના હોય..."
તમારુ જોઈ આજુબાજુનો માહોલના બાળકો શું શીખશે...."

આટલું કહી રસીકભાઈ શ્રેયા ઉપર તો મનોહરભાઈ પ્રધ્યુમ્ન ઉપર બગડ્યા.

તમે લગ્ન કરો એ પહેલાં એકબીજાના સ્વભાવ જાણી લો એ જરૂરી છે,તમે પાચ મિનિટમાં કેવી રીતે કોઈનો સ્વભાવ ઓળખી શકો!આવા નિર્ણય આમ ઉતાવળે ન લેવાય....શ્રેયા આ બાબતે પોતાની દલીલ રજુ કરે છે.

"તમે સતત સાથે રહો ત્યારે તો એકબીજાને જાણી શકો" પ્રધ્યુમ્ન પણ શ્રેયાનો સપોર્ટ કરે છે.

"તમે ગમે એ કરો પણ હું આ નિર્ણય નહીં બદલું અમારી પાછળની જીંદગી સાથે કોઈ જોખમ નહીં ખેડવા માંગતા...."

આખરે મનોહરભાઈ અને રસીકભાઈએ મોં બગાડીને ને ઉકળાટ કાઢે છે,"હવે આપણે આ દિવસ તો જોવા માટે રહ્યા છીએ તો,આ ખેલ પણ જોવો જ રહ્યો

રસીલાબહેનનું મનોહર સામે શરમથી માંથુ ઝુકી જાય છે,ભાઈ આજે હું તમારી બેઉની હાથ જોડી માંફી માંગુ છું,અમને નોહતી ખબર કે અમારી દિકરી આવી કોઈ શરત મૂકશે..."

" અમારો જ સિક્કો ખોટો હોય તો તમને શું દોષ આપી શકીએ..."મનોહરભાઈએ રસીકભાઈ અને રસીલાબહેન સમક્ષ પોતાની રજુઆત કરી...

ચર્ચા વિચારણાને અંતે નિર્ણય એ લેવાયો કે "છ મહિના અમારી દિકરી તમારે ત્યાં આવશે,તો છ મહિના પછી તમારો દિકરો અમારા ત્યાં આવી ને રહેશે..."બોલો હવે કંઈ પ્રશ્ન...

દિકરા અને થનારી વહુ પર અમારી ચાંપતી નજર હશે....

પ્રધ્યુમ્ને શ્રેયાનુ પ્રતિનિધિત્વ કરતા કહ્યું એ.....પપ્પા.... અંકલ....આ શુ તમે બોલી રહ્યા છો કોઈની પ્રાઈવસીમાં આમ તમારે દખલ ન કરાય,સમાજમાં છૂટાછેડાના કેસ જોઈને જ અમે આ નિર્ણય પર આવ્યા છીએ અમે કંઈ ગુનો થોડી કરીએ છીએ.તો તમે આમ ચંચુપાત ન કરો આ તમારો જમાનો નથી...કે કોઈ ગાળો ભાડી કે કોષતા કોષતા લગ્નસબંધ ને ટકાવી રાખે...ઘડીક માં છુટાછેડા તમે છાપામાં શું વાંચો છો....!મને એ નથી સમજાતું."

"તમે અને અંકલ કંઈ પણ વિચારો અમારો આ નિર્ણય નહીં બદલાય તો મહેરબાની કરીને તમારી શક્તિનો બગાડ ન કરો તો સારું છે...
"વધુમાં પ્રધ્યુમ્ન પપ્પા અને અંકલ(શ્રેયાના પપ્પા)ને અવગણતા કહે:"ચાલ શ્રેયા આપણે લોન્ગ ડ્રાઈવ પર જઈએ,શ્રેયા શરમથી સહેજ સ્મિત આપી હા...મી ભરી રહી હતી તેનો શરમાળ ચહેરાથી છલકાઈ રહેલી લાલીમા તેની સુંદરતા વધારી રહી હતી....

તો ચાલો ત્યારે આપણી લિવ ઈન યાત્રાના શ્રી ગણેશ કરીએ....

"આ રેડ ગાઉન જેમાં તુ બહુ સુંદર લાગે તુ સુંદર તો છો એન્જલ પણ તારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે વ્હાલી...😘,પણ તું આ પહેરી ને મને બતાવ તું કેવી સુંદર લાગે છે...મારા દિલમાં તને જોવાની ઉત્સુકતા વધી ગઈ છે....તો જલ્દી.... જલ્દી...."
આટલું કહી પ્રધ્યુમ્ને શ્રેયાની સુંદરતાની પ્રશંસા કરી....

શ્રેયા પ્રધ્યુમ્નની ખુશીઓનુ ધ્યાન રાખતી હતી.તે ફટાફટ પહેરી આવી ઉત્સાહથી પ્રધ્યુમ્નને પ્રેમથી આલિંગન આપી કહ્યું ડિયર પ્રધ્યુમ્ન હું કેવી લાગું છું....દિલથી કહેજો...આટલું કહીને શ્રેયા ઉત્સાહમાં આવી ગઈ.

"લાગવાનું શું હોય તુ કંઈ પણ પહેરે કપડાની સુંદરતા તો તારાથી જ છે,તુ કોઈપણ કપડાં પહેર પણ આ તારી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે મારી સિન્ડ્રેલા🌹😍😘 "આટલું કહીને પ્રધ્યુમ્ન અને શ્રેયા પ્રેમસંવાદ કરી રહ્યા હતા,અને ઘરનાં વડીલો ઉકળાટ કાઢી રહ્યા હતા.

"શ્રેયા પ્રેમથી પ્રધ્યુમ્નને કહે"જાવ હવે શું તમે પણ...જુઠી પ્રશંસા કરો છો તમે તો મારી....જાવ...આટલું કહી શરમથી લાલ થઈ ગઈ.
વધુમાં શ્રેયાએ કહ્યું;તમને શું કહેતી હતી હું,હા....તમે પણ રેડ શર્ટ પહેરો...આપણા વિચારો તો મળી ગયા કપડામાં થોડું પણ મેચીંગ કરીએ તો કેવું રહે..."

"પ્રધ્યુમ્નના ચહેરા પર ખુશી છવાઈ ગયેલી,હા...બાકી😁🤣😍 વિચાર તારો જબરદસ્ત છે હો ,હમણાં જ અમલમાં મુકુ પ્રિયે તુ રહે...હું ફટાફટ આવ્યો...😘😍🌹

થોડીવારમાં પ્રધ્યુમ્ન દોડતો દોડતો આવ્યો,ચાલ હવે જાશું આપણે લોન્ગ ડ્રાઈવ પરથી "એન્જલ કેફે તરફ રિટર્ન ટર્ન જે અહીં નજીક અને પાછું નવું જ બન્યું છે,આ કેવો આઈડિયા છે,મારી વ્હાલી...ત્યાં તારી ફેવરેટ કોલ્ડ ચોકલેટ કોફી પીશુ... "

શ્રેયાની ખુશીનો કોઈ પાર ન રહ્યો,"વાહ....તને ખબર છે.....મારી પસંદ વાહ તમે કેટલા સારા છો.....😍મારી પસંદગીનું કેટલું ધ્યાન રાખો છો ...."

કાલે આપણે કેન્ડેલાઈટ ડિનર કરીશું ડિયર તને મારે એટલું એન્જોય કરાવવું છે કે તું જીવનભર આ સ્મૃતિ દિલમાં અકબંધ રાખે.....પ્રધ્યુમ્ને ફિલ્મી અંદાજે કહ્યું...આટલું કહીને તેઓ નિકળી ગયા....બંન્ને ખુબ ફર્યા.... આ સફર રોમેન્ટિક સફર ઘણી રોમાંચક રહી.

બંન્ને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી રહેલા "ચાલો આપણી સફર શરૂ થાય છે,હવે ","તુ મેરા હમસફર હૈ"ગાડીમાં વાગી રહેલું આ ગીત બેઉને એકબીજા તરફ આકર્ષી રહ્યું હતું.

બીજા દિવસે કેન્ડેલાઈટ ડિનર પછી કપલમિત્રો સાથે માઉન્ટાબુ ટીપ...આમને આમ મહિનાઓ વિતતા રહ્યા બંન્ને એક જ રુમમાં રહેતા છતાંય પોતાની મર્યાદા જાળવી એ બહુ સરહનીય બાબત છે.ધિરજ એ દરેક સબંધની પાયાની શરત છે,ધિરજ,સમજણ બે તરફથી હોવી જોઈએ આમાં શ્રેયા અને પ્રધ્યુમ્નમાં આપણે જોયું.

જનરેશન ગેપ જે વૈશ્વિક સમસ્યા છે એ આમાં પણ હતી એકતરફ મનોહરભાઈ તો બીજી તરફ રસીકભાઈ આ વાક્યો ઉચ્ચારી રહ્યા હતા"આ બંન્નેની મતિ ફરી ગઈ લાગે છે,વિનાશકાળે વિપરિત બુદ્ધિ" રસીકભાઈથી આ વાક્ય નિકળ્યા વગર નથી રહેવાતું.ભગવાન આમને સમજણ આપે બીજુ તો શું કહેવું બોલો....

"એ શ્રેયાના બાપુ છોકરાવ વાદે ચડતા તમે જરાય લાજતા નથી કે શું આમપણ છોકરાવનું જીવન છે એમને એમની રીતે જીવવા દો તો સારું છે,ખોટા વિવાદના મૂળ રોપાય આમાં ને આમાં....
સુનંદાબહેન પણ રસીલાબહેનનું સમર્થન કરવા જોડાઈ જાય છે,ઘરમાં બીનજરૂરી વિવાદ ટાળવા રસીકભાઈ અને મનોહરભાઈ થોડા ઠંડા પડે છે.

સુનંદાબહેન તેમના ઘરમાં જે બની રહ્યું હતું એની તમામ ડિટો ટુ ડિટો ખબર રસીલાબહેનને આપી રહેલા.આ વસ્તુ રસીલાબહેન તરફથી પણ થતી આમને આમ બેઉ વેવાણ મટી સખીઓ બની ગઈ.
શ્રેયાનો વૃદ્ધ અને અનાથ પ્રત્યેનો પ્રેમ પ્રધ્યુમ્ન શ્રેયાની તમામ વાતનુ સમર્થન કરતો હતો.પણ પ્રધ્યુમ્ન પ્રકૃતિપ્રેમી અને પ્રાણીપ્રેમી હતો,શ્રેયાએ પ્રધ્યુમ્ન માટે નોનવેજ ખાવાનું છોડી દીધું.પ્રધ્યુમ્ન અને મનોહરભાઈ વચ્ચે જે પંદરવર્ષથી મતભેદો હતા એનો અંત આવ્યો જે આ સબંધ સુધારવાનુ માધ્યમ બની શ્રેયા.

શનિ રવિ દિવસ ફાળવેલો,અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાત જરૂર કરતાં,શ્રેયાની આવી કામગીરી જોઈ ઘરના સૌ સભ્ય ખુશ હતા,બંન્નેના લીવ ઇન રિલેશન પવિત્ર હતાં.બંન્ને મજાક કરતાં પણ એકબીજાને સ્પર્શ સુધાય નોહતો કર્યો.તેમને આ સબંધની મર્યાદા જાળવી હતી.બંન્ને શરતો મુજબ કામ વહેંચી દીધેલું,મમ્મી પપ્પાની લાગણીઓને માન રાખ્યું હતું.શ્રેયા અને સિયા બંન્ને સખીઓ જ જોઈ લો,નણંદ ભાભી જેવી લાગણી જ નહીં શ્રેયા પણ સિયા જેવી સખી મેળવી ખુશ હતી,ઓફિસથી આવી શ્રેયા વધુને વધુ સમય

શ્રેયા અને પ્રધ્યુમ્ન ઓફિસમાં સિનિયર જૂનિયરની જેમ રહેતા,ત્યાં અંગત સબંધોને કામમાં લાવ્યા ન હતા,આ બાબત બહુ નોંધપાત્ર છે.મનોહરભાઈને શ્રેયા માટે અણગમો હતો એ દૂર થઈ ગયો એ જોઈ પ્રધ્યુમ્ન અને સુનંદાબહેનની આંખમાં ખુશીના આંસુ છલકાઈ રહ્યા હતા

આમને આમ એક વર્ષ વીતી ગયું,
શુભઘડી જોઈ
પ્રધ્યુમ્ન અને શ્રેયાના ઘડિયા લગ્ન લેવાયા,ચોતરફ આનંદનો માહોલ હોય છે,મનોહરભાઈ અને સુનંદાબહેન,રસિકભાઈ અને રસીલાબહેનથી નિરાંતના શ્વાસ લેવાતા હતા.

આ લઘુ નવલકથાનો અંત લાવુ છું વડીલો તમારા મત જરૂરથી જણાવજો,કે તમને આ લઘુ નવલકથા કેવી લાગી તમારા મતની અભિલાષા....

******************

..…...સમાપ્ત.....