Sandhya - 40 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 40

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 40

"હા, તું સાચું જ કહે છે! હું જ ખુબ નેગેટિવ વિચારતી થઈ ગઈ છું. હવે હું આવું ક્યારેય વિચારીશ નહીં." સંધ્યાએ પોતાના ખોટા વિચારને દૂર કરવાના પ્રયત્ન કરતા કહ્યું.

દક્ષાબહેન સંધ્યાને પાણી આપીને પોતે મૌન રહી હિમ્મત આપી રહ્યા હતા. એ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા, આથી કંઈ કહી શકે એવી પરિસ્થિતિમાં જ નહોતા. પણ સંધ્યા એમની હૂંફને અનુભવી શકતી હતી. પંકજભાઈ મહા મહેનતે એટલું બોલ્યા કે, "જો બેટા! જીવનમાં ક્યારેય નબળા વિચાર કરવાના જ નહીં. તું તારું જીવન શાંતિથી જીવ અમે બધા તારી સાથે જ છીએ!

સંધ્યા હવે થોડી સ્વસ્થ થઈ ગઈ હતી. પંક્તિ પણ સાક્ષી અને અભિમન્યુને લઈને આવી ગઈ હતી. બધા જ પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે ગયા હતા.

સુનીલ હજુ કાલના પોતાના વર્તનના વિચારમાં જ હતો, પોતે રૂમમાં જ ઊંઘવા ન આવ્યો ને સોફા પર જ સુઈ રહ્યો એ વાત પંક્તિને કેટલી તકલીફ આપી હશે એ હવે સુનીલ સમજી શકતો હતો. પંક્તિએ સાક્ષીને ઊંઘાડી દીધા બાદ એ સુનીલ પાસે ગઈ હતી. પંક્તિ જેવી સુનીલની નજીક આવી કે તરત જ સુનીલે એનો અઢળક પ્રેમ પંક્તિ પર વરસાવ્યો હતો. બંને પોતપોતાની ભૂલને સ્વીકારીને મનથી હળવા થઈ ગયા હતા. અને આ મનની હળવાશમાં બંનેનો પ્રેમ ખુબ એકબીજા પર વરસ્યો હતો. એકબીજાની લાગણીઓ મેળવી બન્ને તૃપ્ત થયા હતા.

સંધ્યા માંટે નવા દિવસની શરૂઆત એક નવી ચુનોતી લઈને આવી હતી. ગઈકાલના બનાવની ચર્ચા જેટલા મોઢા એટલી નોખી વાતું એમ બધેય ચર્ચાય રહી હતી. સંધ્યાને પોતાને જ પોતાની વાતો ફ્લેટમાં શું થઈ રહી છે એની જાણ નહોતી.

સંધ્યા તો એના રોજના ક્રમ મુજબ જોબ પર જતી હતી. ત્યારે જ પોતાના ફ્લેટના પાર્કિંગમાં એક કામવાળી બાઈ અને વોચમેનની પત્નીની વાતો સંધ્યાના કાને પડી હતી. એ બંને વાતો કરી રહી હતી કે, "જરાય શરમ છે? કાલ એક પરપુરૂષે ભરબજારે એને પકડી હતી. વળી, એક દીકરાની મા છે એ ભૂલીને આમ ફરતી હોય! વિધવા છે, મેં તો સાંભળીયું તો મને શરમ આવે છે, ને આ વિધવા છે ને લાજને હેઠી મેલી છે."

સંધ્યાને વાતની શરૂઆતમાં તો એમ થયું કે, હશે કોઈકની વાત! આખી વાત સ્કૂટર પાર્કિંગ માંથી કાઢતા સાંભળીને સંધ્યાના પગ તળે જમીન સરકી ગઈ હતી. એ અત્યારે પણ સ્કૂટર સાચવી શકે એવી સ્થિતિમાં નહોતી. એને પોતાની જ વાત આમ ખોટી રીતે બોલાઈ રહી હતી એ સહન નહોતી થતી. એ એમ જ માથું ટેકવી સ્કૂટર પર બેસી રહી હતી. ત્યાં જ પંક્તિ પણ સાક્ષી અને અભિમન્યુને સ્કુલ મુકવાનો સમય થયો હોય એ પણ નીચે આવી પહોંચી હતી.

પેલી બંને હજુ બોલી જ રહી હતી, એ વાત પંક્તિએ પણ સાંભળી ત્યાં જ આગળ સંધ્યાને આમ ઉભેલી જોઈ ને તરત એની પાસે દોડી ગઈ હતી. સંધ્યા આખી પરસેવે રેબઝેબ હતી. એનું શરીર આખું ઠંડુ થઈ ગયું હતું. પંક્તિએ સંધ્યાને કહ્યું, "સંધ્યા... શું થાય છે?"

"ચક્કર આવે છે."

પંક્તિએ સાક્ષીની બોટલમાંથી પાણી સંધ્યાને પીવડાવ્યું હતું. સંધ્યાને હવે થોડું સારું લાગ્યું હતું. એણે પોતાનું માથું હવે ઉચ્ચું કર્યું હતું. પંક્તિ બોલી, "શું તમે આમ હતાશ થાવ છો? જીવન હજુ તો ઘણું જીવવાનું છે? આમ લોકોની વાતો સાંભળીને હારવાનું નથી. એક વાર ચૂપ રહેશો એટલે આવા લોકો કાયમ નહોર ભરાવશે, એક ખોટી વાત એટલા રૂઆબથી કરે છે તો તમારે સાચી વાત એક અલગ જ જુનુન સાથે એમને કહીને એનું મોઢું બંધ કરી દેવું જોઈએ. શું તમને ખુદને આમ ચૂપ બેસી રહેવું ગમે છે?"

"ના, નથી ગમતું. પણ..."

"શું પણ? સંધ્યા! આમ ક્યાં સુધી લાચાર બનીને બેઠી રહીશ? જવાબ દેતા શીખી જા! આજ નહીં તો કાલ તારે જવાબ દેતા શીખવું જ પડશે તો આજ કેમ નહીં? અત્યારે તમે ચાલો ઘરે, સ્કૂલ આજ નથી જવું. તમારી તબિયત ઠીક નથી."

"ના હું એકદમ ઠીક છું. તમે ચિંતા ન કરો. તમારી વાતથી મને ખુબ હિંમત મળી છે. થેંક્યુ ભાભી." સંધ્યાએ ભાભીની વાતને સમજીને એનો આભાર માન્યો અને મનોમન નક્કી પણ કર્યું કે, હવે ક્યારેય કોઈની ખોટી વાત નહીં સાંભળી લઉં. આ નિર્ણયની મક્કમતા સાથે એ સ્કૂલ માટે નીકળી હતી.

પંક્તિને પણ મોડું થતું હતું આથી પેલી બંનેને કાંઈ જ કહ્યા વગર એ પણ બાળકોને મુકવા માટે જતી રહી હતી. પંક્તિએ વિચાર્યું કે, આ બંનેને બોલતા તો અટકાવવા જ પડશે! મોકો જોઈને એને હું જવાબ આપીશ.

સંધ્યા સ્કૂલમાં પહોંચી ત્યારે મનમાં એજ વિચાર આવ્યા કરતા હતા કે, મારી હાજરીમાં લોકો આવું બોલે છે તો ગેરહાજરીમાં કેવું બોલતા હશે?આ વિચારણાની અસર સંધ્યાના ચહેરા પર દેખાય રહી હતી. બીજા અન્ય શિક્ષકોએ પૂછ્યું પણ ખરા, પણ સંધ્યાએ ગોળ ગોળ વાત રજુ કરીને મૂળ વાતને ફગાવી દીધી હતી.

સંધ્યાએ બ્રેકટાઇમમાં એના ગ્રુપની અપડેટ જોઈ હતી. ગ્રુપમાં બધા જ એની જ વાત કરતા હતા, એની તબિયતની જ વાતોની ચર્ચાના મેસેજ હતા. કુલ ૪૫પ મેસેજનો આંકડો હોય સંધ્યા ઉપરછલ્લી નજર ફેરવીને છેલ્લે એક વોઇસ મેસેજ નાખ્યો કે, "મારી તબિયત સારી છે ચિંતા ન કરશો. હું આજ સાંજે તમને બધાને મળવા ઈચ્છું છું. આપણા એજ કોફીશોપમાં પાંચ વાગ્યે મળશું. હું સ્કૂલમાં વ્યસ્ત હોવ ફરી કોઈ જવાબ આપી શકીશ નહીં. પણ આજ સાંજે આપણે મળીયે એ નક્કી છે." હજુ તો મેસેજ સંધ્યાએ ડ્રોપ કર્યો કે તરત જ, એક પછી એક બધાના મેસેજ આવ્યા કે, ઓકે ડન. બધા સંધ્યાની વાત સાથે સહમત થઈ ગયા હતા.

સંધ્યા સ્કુલથી ઘરે આવી ત્યારે ફરી પેલી બે બહેનોની સાથે બીજી બે બહેન સવારની જ વાત કરી રહી હતી. સંધ્યાને જોઈને એટલી ખરાબ રીતે હસતા બોલી કે, "જો આવી બેશરમ."

સંધ્યાએ સ્કૂટર પાર્ક કર્યું એણે સાંભળ્યું જ હતું છતાં વાત વણસે નહીં એટલે એ ચુપચાપ લિફ્ટ પાસે જતી રહી હતી.

સંધ્યાની સરળતા એ લોકો માટે કદાચ આનંદની વાત હતી આથી જ ફરી એક બેન બોલી, વર વિનાની છે ને બિચારી! અને બધા હસી રહ્યા હતા.

સંધ્યાએ લિફ્ટ બોલાવી હતી પણ એ હજુ ગ્રાઉન્ડફ્લોર પર આવે ત્યાં જ સંધ્યાએ આવા શબ્દો સાંભળ્યા હતા. એ દુઃખી થઈ ગઈ! આંખમાં આંસુ પણ છવાઈ ગયા હતા. એને સવારના પંક્તિના શબ્દો યાદ આવ્યા અને પોતાનામાં એટલી હિંમત આવી ગઈ કે, પાછી વળીને એ બધી જ બહેનો પાસે ગઈ અને દરેક બહેનને એક પછી એક જોરદાર તમાચો મારી દીધો હતો. સંધ્યાને એ લોકોને તમાચો મારવો અને ફ્લેટના ગેટમાં પંક્તિને બાળકોને સ્કૂલથી લઈને આવવું, એ સંધ્યાની હિમ્મત જોઈને ખુશ થઈ ગઈ હતી. સંધ્યાએ એ બહેનોને ચીમકી આપતા કહ્યું પણ ખરું કે, "આજ પછી મારી વાતો તો ઠીક પણ બીજા કોઈની પણ એલફેલ વાતો તમે કરી તો જેલની હવા ખવડાવીશ. માનહાનિનો દંડ ભરાવો હોય તો જ આ સડેલું તમારું થોબડું ખોલજો. હું ચૂપ છું એ મારી મજબૂરી નથી. મારુ નામ મગજમાં ફિટ કરી લેજો હું સંધ્યા જો વિફરી તો તમારો પગ જેલમાં હશે!" એટલું અક્કમતાથી અને આંખમાંથી આગ વરસાવતા સંધ્યા સડસડાટ બોલી અને એ બધાની બોલતી સાવ બંધ થઈ ગઈ હતી. કોઈના માં એટલી હિમ્મત નહોતી કે, સંધ્યાના તમાચાનો જવાબ આપે કે એની સામે કોઈ શબ્દ ઉચ્ચારે!

શું આવશે સંધ્યાના આ સ્ટેપનું પરિણામ?
શા માટે સંધ્યાએ એના ગ્રુપને આજ મળવા બોલાવ્યું હતું?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻