The story of sati in Gujarati Spiritual Stories by Bipin Ramani books and stories PDF | સતીની કથા

Featured Books
Categories
Share

સતીની કથા

સતીની કથા

ભગવાન બ્રહ્માનો એક પુત્ર રાજા દક્ષ હતો. દક્ષને ઘણી પુત્રીઓ હતી. એમાંથી સત્તાવીસના લગ્ન અત્યંત દેખાવડા ચંદ્રદેવ સાથે થયા હતા અને બાકીનામાંથી એક દક્ષયનીએ શિવ સાથે લગ્ન કરેલા.

દક્ષને એની આ એક દીકરીની પસંદગી જરાયે નહોતી ગમી. શિવ પોતાનો મોટાભાગનો સમય બરફથી છવાયેલા હિમાલયમાં કૈલાસ પર્વત પર ગાળતા હતા અને ત્યાં ન હોય ત્યારે સ્મશાનમાં બેઠા હોય. એમનો દેખાવ પણ ભારે બિહામણો હતો. લાંબા, કાળા ભમ્મર ગૂંચવાયેલા કેશ અને ગળામાં સાપની માળા જોઈને સામેવાળા આંખો મીંચી જાય દક્ષને લાગતું હતું કે એની સુંદર દીકરીને શિવથી વધુ સારો પતિ મળવો જોઈતો હતો.

દક્ષયનીનું બીજું નામ રૂદ્રાણી હતું. એ જોકે પોતાના પતિ શિવ સાથે બહુ સુખી હતી. શિવ જ્યાં હોય ત્યાં એમની સાથે જ રહેવું એને ગમતું

એક દિવસ દક્ષએ મોટો યજ્ઞ કરવાનું નક્કી કર્યું. એમાં પધારવા માટે બધાં દીકરી-જમાઈ, સગાંવહાલાં અને મિત્રોને આમંત્રણ આપ્યું અને સહુ આવ્યાં પણ ખરાં.

યજ્ઞના દિવસે દક્ષ મંડપમાં દાખલ થયા, ત્યારે એમને આવકારવા માટે બધાં મહેમાનો ઊભાં થયાં. માત્ર બ્રહ્મા અને શિવ પોતપોતાની જગ્યાએ બેસી રહ્યા.

દક્ષનું મગજ ફરી ગયું. શિવ ભલે ભગવાન હોય, પણ એના જમાઈ હતા અને સસરા આવ્યા ત્યારે ઊભા થવાને બદલે બેસી રહીને શિવે એમનું અપમાન કરેલું. - કમસે કમ દક્ષને આવું લાગ્યું.

ત્યારે તો જોકે દક્ષે પોતાનો ગુસ્સો દબાવી રાખ્યો, પણ થોડા મહિના પછી એણે બીજા મોટા યજ્ઞનું આયોજન કર્યું. આ વખતે એણે બીજાં બધાંને બોલાવ્યાં, પણ શિવ અને દક્ષયનીને જાણ સુધ્ધાં ન કરી.

દક્ષયનીને ખબર પડી કે એની બધી બહેનો પિતાને ઘેર જવા માટેતૈયાર થઈ રહી હતી. ત્યારે એને પણ મન થઈ ગયું. “મારે પિતાજીને પેટ થશ માટે જવું છે. તમે મારી સાથે આવશો?"

શિવ હળવું હસીને બોલ્યા, “પિતાનું ઘર હોય તોથે આમંત્રણ વિના

ત્યાં ન જવાય." "માબાપને મળવા માટે દીકરીને આમંત્રણની જરૂર ન હોય." દક્ષવનીએ

"ઠીક છે. પણ એક વાતનું ધ્યાન રાખજો કે તમારા પિતાજી કદાચ મારા વિશે વસાતું, થોડું ખરાબ બોલી જાય, એવું બની શકે, તમારાથી સહન નહીં થાય તોયે શાંતિ રાખજો. હું તો તમારી સાથે નહીં આવું. પણ મારી શુભેચ્છા. આશીર્વાદ તમારી સાથે છે." શિવે કહ્યું.

દક્ષયનીએ જલદીથી થોડી ભેટ-સોગાદ ભેગી કરી અને શિવના વાહન ગણાતા નંદી (સફેદ બળદ) પર બેસીને પિતાને ઘેર જવા નીકળી પડયાં. પરંતુ ત્યાં પહોંચ્યા તો દીકરીને જોઈને ખુશ થવાને બદલે દક્ષે મોડું બગાડીને પૂછયું, “મેં તને ક્યારે આમંત્રણ મોકલેલું? શું તારો અસભ્ય પતિ પણ પાછળ આવી રહ્યો છે?"

દક્ષયની પોતાનો ગુસ્સો દબાવીને શાંતિથી એક તરફ બેસી ગઈ. વજ્ઞ શરૂ થયો પણ દક્ષનો બબડાટ ચાલુ રહ્યો “પ્રિય પુત્રી, તને તો મારાથી વધુ તારો પતિ વહાલો છે. એની પાસે જતી રહે. એણે મારું જે અપમાન કરેલું એ હું ક્યારેય ભૂલવાનો નથી. તમારે તો મારા ઘરમાં પગ પણ ન મૂકવો જોઈએ."

દક્ષ બોલતા રહ્યા. છેવટે દક્ષયનીએ જાત પર રાખેલો સંયમ છૂટી ગયો. વધુ અપમાન સહન કરવાની એનામાં શક્તિ નહોતી બચી. આંખો મીંચીને એણે પતિને પ્રાર્થના કરી. "હે મારા પ્રભુ, તમારી વાત નહીં માનીને મેં મોટી ભૂલ કરી નાખી. તમે સાચું જ કહેલું પિતાના શબ્દોથી મારા મન પર જે થાવ થયા છે એ ક્યારેય નહીં રૂઝાય એની પીડા સાથે જીવતા રહેવું મારા માટે અશક્ય છે." દક્ષવનીએ પછી ઊભા થઈને હવનકુંડમાં ઝંપલાવી દીધું, જોનારા સ્તબ્ધ થઈ ગયા, પણ કોઈ કશું કરી ન શક્યા. જોતજોતામાં દક્ષપુત્રીનું શરીર બળીને રાખ થઈ ગયું જીવતેજીવત અગ્નિસ્નાન કરનારી દક્ષયની ત્યારથી સતી તરીકે પણ ઓળખાય છે.

શિવને આ વાતની જાણ થઈ ત્યારે એમણે દુઃખ અને ક્રોધથી જે ચિત્કાર કર્યો. એણે આખી દુનિયાને ધ્રુજાવી દીધી. ભયાનક ગુસ્સામાં આવી ગયેલા શિવે વીરભદ્ર નામના અત્યંત શક્તિશાળી, બિહામણા અવતારનું સર્જન કર્યું.


શિવ શંભુ 🙏