Prem Samaadhi - 32 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-32

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-32

પ્રેમ સમાધિ
પાર્ટ – 32

પોલીસ પટેલ શંકરનાથ સાથે વાત કરી રહેલાં અને ફોન કપાયો. એ દિંગ્મૂઢ થઈને કલરવ સામે જોવાં લાગ્યાં... એમનાં હાથમાં ફોન એમજ રહ્યો. કલરવે પૂછ્યું "અંકલ પાપા એ શું કીધું ? ફોન કપાઈ ગયો ?મારે વાત કરવી હતી... હું અહીં એકલો...એમણે..”.
પોલીસ પટેલે કહ્યું "તારા બાપે દુશમની વ્હોરી પોતાનું કુટુંબ રગદોળી... બરબાદ કર્યું હું આગળ વાત કરું એ પહેલાં તો ફોન કાપી નાંખ્યો... એમને તારી પણ ચિંતા નથી ? આ તો બાપ છે કે સાપ ? પોતાની દુશ્મની અને ગુનામરકીમાં એ માણસ...” પોલીસ પટેલ ગુસ્સાથી ધ્રુજી રહેલાં...
પોલીસ પટેલ કલરવની સામે જોઈ ક્રોધથી બોલી રહેલાં. કલરવની આંખમાં આંસુ સાથે અગ્નિ પ્રગટ્યો....
અગ્નિ જળ ભેગા થયા અને... કલરવે ફરીથી એ નંબર લગાવ્યો તો હવે સ્વીચઓફ આવ્યો. કલરવને આઘાત સાથે દુઃખ થયું પાપા મારી સાથે વાત કરવા નથી માંગતાં ? હું અહીં એકલો છું માં નાનકીનાં શબ પડ્યાં છે... એમને કુટુંબ માટે... એનાંથી ડૂસકું નંખાઈ ગયું...
કલરવથી આંખમાં આંસુની જગ્યાએ રોષ પ્રગટ્યો એણે કહ્યું “સર મને માં અને નાનકી બહેનનાં શબ સોંપી દો હું વહેલી સવારે એમનો અગ્નિદાહ દઈ દઈશ... મારે હવે મારાં બાપની પણ રાહ જોવી નથી...”
કલરવમાં જાણે અચાનક પરિપક્વતા આવી ગઈ એણે નિશ્ચય કરી લીધો ઉભો થઇ ગયો. પોલીસ પટેલ થોડાં નરમ પડ્યા બોલ્યાં... સવાર સુધી રાહ જોઈએ તારાં પાપા ફોન પર સમય બગાડ્યા વિના સીધા અહીજ આવવા નીકળી ગયાં હશે આમ અધીરો ના થા...”
કલરવનાં બે હાથ જોડાઈ ગયાં... ભીની આંખે બોલ્યો “સર મારાં ઘરે આ બંન્ને શબ પહોંચાડવાની વ્યવસ્થા કરી આપો હું ઉપકાર નહીં ભૂલું આમ અહીં મુર્દાઘરમાં નહીં રહે એ લોકો લાવારીસ નથી... સર અમે બ્રાહ્મણ છીએ હું ઘરે બધી પૂજા અર્ચન કરીશ... સવાર સુધી રાહ જોઇશ પાપાની પછી ક્રિયાકર્મ કરીશ.” પોલીસ પટેલે કહ્યું... “ભલે દીકરા.. એમ કહી કલરવનાં માથે પછી ખભે હાથ મૂકીને કહ્યું હું જાતેજ આવું છું”
“તારી સાથે બધી વ્યવસ્થા કરું છું તારે પૈસાની જરૂર હશે એ પણ તને આપું છું બ્રાહ્મણનું ખોરડું છે અચાનક આવી કારમી આફત આવી છે હું બધું સમજું છું આ તો સૌરાષ્ટ્રની સંતોની ઓલીયાઓની ધરતી છે... અહીંની ધરતીમાં ધબકાર છે એ ધબકાર આપણાં હ્ર્દયમાં પણ ધબકે છે કોઈ સંબંધ નાતો ના હોય તોય આવાં પ્રસંગે બધાં સાથે રહેવાનાં સંસ્કાર છે તું ચિંતા ના કર...”
કલરવનાં જોડાયેલાં બે હાથ એમનાં પગમાં પડી ગયાં એ ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડ્યો. કઠોર હ્ર્દયની પોલીસમાં પણ લાગણીનું ઝરણું ફૂટી નીકળ્યું પોલીસ પટેલની આંખો પણ ભીંજાઈ ગઈ એમણે કલરવને વળગાવી આશ્વાસન આપ્યું અને હવલદારને વ્યવસ્થા કરવા માટે હુકમ આપ્યો. કલરવને કહ્યું “ચાલ મારી સાથે...”
******
શંકરનાથે ફોન કાપ્યો... એમની આંખમાંથી અગ્નિજવાળા પ્રગટી ગઈ આંસુની ધાર અગ્નિને શાંત ના કરી શકી એમણે કહ્યું " ભુરાભાઇ મારાં માથે આકાશ ફાટ્યું છે પેલા નીચ નરાધમે મારું કુટુંબ મારી પત્ની, મારી દીકરીને ગોળીએ દીધાં મારો છોકરો બહાર મારી સાથે વાત કરવા આવેલો એજ બચ્યો હું એને નહીં છોડું...”
ભુરાની અને નારણ ટંડેલની આંખો ફાટી ગઈ સાંભળતાંજ આંખો લાલ થઇ ગઈ... નારણ ટંડેલે કહ્યું “એ આટલી નીચ પાયરીએ ઉતરી ગયો? કુટુંબ સાથે વેર લીધું ? પણ તારે તારાં દીકરાં કલરવ સાથે તો વાત કરવી જોઈએ? એ છોકરો કેટલો ગભરાઈ ગયો હશે ? તમારે તાત્કાલિક જૂનાગઢ જવું પડશે અહીં સમય નાં ગુમાવો...”
શંકરનાથે કહ્યું “હવે મારો દીકરો નાનો નથી હું એનાં માથે... પણ પણ ... વિજયને હમણાં પહેલાં ફોન કરીને પછી નીકળું.. હું ત્યાં બધી ક્રિયાવિધિ...” નારણટંડેલે કહ્યું “શંકરનાથ દુનિયા જાય ભાડમાં તમે જૂનાગઢ પહોંચો... હું પણ સાથે આવું છું ભૂરાં તું અહીંજ રહે પેલો જાનવર આપણી પાછળજ છે એનો હવે રસ્તો કરવોજ પડશે.”
ભૂરો બધી વાત સાંભળીને હબક ખાઈ ગયેલો. એ પૂરો રીઢો ગુનેગાર હતો છતાં શંકરનાથની હાલત જોઈને એ ઘા ખાઈ ગયો હતો એણે કહ્યું “તમે લોકો જાવ હું અહીં જોઈ લઈશ એ મધુ ટંડેલને ગોળીએ દઈ દઈશ...”
ભૂરો -શંકરનાથ અને નારણ ટંડેલ ડુંમમસની હોટલની બાલકનીમાં ઉભા ઉભા વાત કરી રહેલાં ત્રણેને ખુબ રોષ હતો હવે આ પાર કે પેલે પાર કરવાની વાત હતી... ભૂરો બોલ્યો “મધુ ટંડેલને ગોળીએ દઈ દઈશ” ત્યાંજ સામેથી ઝૂમ કરતી ગોળી આવી અને ભુરાનું કપાળ ચીરી આરપાર નીકળી ગઈ...
નારણ અને શંકરનાથ બાલ્કનીની દીવાલ નીચે બેસી ગયાં ગોળીઓ સતત વરસી રહી હતી નારણ ટંડેલે શંકરનાથને કહ્યું “પેલો નીચ અહીંયા પહોંચી ગયો આપણી પાછળજ લાગેલો છે ક્યાંથી પગેરું મળ્યું ?”
શંકરનાથે પૂછ્યું “નારણભાઇ તમારી પાસે રિવોલ્વર છે ને ? મને આપો હું એ નીચને પતાવી દઉં” એમની આંખમાં જ્વાળા અને હાથ સખ્ત થઇ ગયાં નારણ ટંડેલે કહ્યું " છે લો આ રિવોલ્વર પણ સાવધ રહેજો હું આ બાજુથી દાદરો નીચે ઉતરી જઉં છું તમે પાછળની બાજુ નીચે રહી છુંપાતા નીકળી જાવ જે સામો આવે પતાવી દેજો. પછી હવે સીધા દમણ મળીશું હવે સાથ રહેવાની રાહ નથી જોવી ...”







વધુ આવતાં અંકે - પ્રકરણ -33