Sandhya - 38 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 38

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

Categories
Share

સંધ્યા - 38

સુનીલનો જવાબ સાંભળીને પંક્તિ એકદમ આવેશમાં આવીને બોલી ઉઠી, "આ મારા લગ્નજીવનની હજુ શરૂઆત જ થઈ છે ત્યાં, આજીવનની ઉપાધિ આવી ગઈ છે."

"તું શાંતિ રાખ. હું નથી ઈચ્છતો કે, સંધ્યા તારી આવી વાત સાંભળીને દુઃખી થાય."

"સારું સાંભળી જાય તો, હું થાકી ગઈ છું. સંધ્યા, સંધ્યા, બસ સંધ્યા..."

સુનીલથી સંધ્યાનો વાંક નહોતો અને તેમ છતાં પંક્તિ આટલું બધું બોલી રહી હતી એ સુનિલથી સહન ન થતા સુનીલે પોતાની પાસે રહેલ તકિયાનો જોરથી ઘા કર્યો અને પગ પછાડતો બાથરૂમમાં જતો રહ્યો હતો.

પંક્તિ બેડપર રડતી બેસી રહી હતી. બંન્ને પોતાની જગ્યાએ સાચા જ હતા. એકબીજાને સમજવાનો અભાવ બંનેને તકલીફ આપી રહ્યો હતો. અતિશય ક્રોધના લીધે પંક્તિ પોતાના કન્ટ્રોલમાં નહોતી. એને સુનીલનું આવેલું પરિવર્તન સહન થઈ રહ્યું નહોતું.

સુનીલ નાહીને બહાર નીકળ્યો, પંક્તિને રડતી જોઈને દુઃખી થઈ ગયો હતો. હવે સુનીલનું મન શાંત થઈ ગયું હોય પોતાનું ગઈકાલનું એનું વર્તન ખુબ પોતાને જ શરમિંદગી અપાવી રહ્યું હતું. એ પંક્તિ પાસે ગયો અને એની સમીપ બેસીને બોલ્યો, "સોરી પંક્તિ! મારાથી જે ભૂલ થઈ એ ભૂલની હું માફી માંગુ છું. પ્લીઝ માફ કરી દે ને!"

પંક્તિએ કાંઈ જ પ્રતિભાવ આપ્યો નહીં અને એમ જ ચૂપ રડતી બેસી રહી હતી.

"પ્લીઝ પંક્તિ માફ કરી દે ને! હવે ક્યારેય આમ નહીં થાય!" એમ કહેતા સુનીલે પંક્તિના આંસુ લૂછ્યાં અને એને પોતાની બાહોમાં ભરી લીધી હતી.

પંક્તિ સુનીલના ખંભ્ભા પર માથું રાખીને રડી પડી હતી. સુનિલે થોડીવાર એનું મન હળવું કરવા દીધું હતું. ત્યારબાદ એના કપાળ પર એક ચુંબન કરી એની આંખમાં આંખ પરોવીને કહ્યું, ચાલ એક સરસ સ્માઈલ આપી દે!

પંક્તિનો ગુસ્સો પણ શાંત થઈ ગયો હતો. એને તરત એક સ્માઈલ આપી હતી. એટલી જ વારમાં સાક્ષી ઉઠી ગઈ હતી. પંક્તિએ એને ઝડપથી તૈયાર કરી અને ત્રણેય બહાર ચા નાસ્તા માટે ગયા હતા. સંધ્યાએ નાસ્તો બનાવી રાખ્યો હતો. સાક્ષીને જોઈને એ તરત બોલી, "સાક્ષી આજે મેં તારી પસંદના ઢોકળા બનાવ્યા છે." સહસ્મિત સાથે સંધ્યા બોલી હતી. સંધ્યાનો નિખાલસ પ્રેમ જોઈને પંક્તિને પોતાને થોડીવાર પહેલા સંધ્યા પર આવી રહેલા ગુસ્સા માટે શરમીંદગી મહેસુસ થઈ હતી.

"થેંક્યુ ફીયા..." ખુશ થતા સાક્ષી બોલી હતી.

અભિમન્યુએ ઢોકળાનું નામ સાંભળ્યું એટલે એનું મોઢું તરત પડી ગયું હતું. એના હાવભાવ જાણી તરત સંધ્યા બોલી, "અભી તારા માટે મેં ડ્રાયફ્રૂટશેક અને સફરજન રાખ્યું છે."

અભિમન્યુ મમ્મીની વાત સાંભળી ખુબ ખુશ થઈ ગયો હતો. એ પણ સૂરજની જેમ જ અમુક જમવાની ટેવ ધરાવતો હતો. બધાએ નાસ્તો કરી લીધો હતો. દક્ષાબહેન બોલ્યા, "સંધ્યા! તું આ ટેબલ સાફ કરવાની ચિંતા ન કર, તું રેડી થઈ જા. તારે જોબ માટે મોડું થશે."

"ના મમ્મી! મેં આજ રજા લીધી છે. હું આજે ઘરે જ રહેવાની છું. કેમ બેટા રજા લીધી? તારી તબિયત તો સારી છે ને?" હંમેશા પોતાને વ્યસ્ત જ રાખતી સંધ્યાએ આજે રજાની વાત કરી એટલે દક્ષાબહેન એકદમ વિચારમાં પડી ગયા હતા.

"હા, મમ્મી એકદમ સારી છે. તું ખોટી ચિંતા ન કર, મેં રજા એમ જ લીધી છે." ચોખવટ કરતા સંધ્યા બોલી હતી.

સુનીલને તો એજ ડર લાગ્યો કે, સંધ્યા આજે પંક્તિ સાથે જે બોલચાલ થઈ એ સાંભળી ગઈ હશે. સુનીલને આવું વિચારીને ખુબ દુઃખ થયું કે, હું સંધ્યાનું દુઃખ તો દૂર નથી કરી શકતો ઉલટાની એને તકલીફ આપું છું. સુનીલને ખુબ જ અફસોસ થઈ રહ્યો હતો.

સંધ્યાએ પંક્તિને કહ્યું,"ભાભી આજે હું સાક્ષી અને અભિમન્યુને સ્કુલ મૂકી આવીશ તમે આજે આરામ કરો."

"હા, સારું તમે મૂકી આવજો." હસતા ચહેરે પંક્તિ જવાબ આપ્યો હતો.

સંધ્યા બંને બાળકોને લઈને નીકળી, સુનીલ પણ એની સાથે જ નીકળ્યો. સુનીલે લિફ્ટમાં સંધ્યાને જોબ પર ન જવાનું સાચું કારણ પૂછ્યું, સંધ્યા એટલું જ બોલી કે, "આજે એ તારીખ છે જે તારીખે સૂરજને ફર્સ્ટ ટાઈમ મેં જોયો હતો. આથી આજે ફક્ત મારે મારા ઘરને જ સમય આપવો છે." આટલું બોલતા તો સંધ્યાનો અવાજ ખુબ ગળગળો થઈ ગયો હતો.

"ઓહ! સોરી સંધ્યા. મને એ યાદ નથી. હું તારી તકલીફ ને સમજી શક્યો નહીં." સુનીલને સંધ્યાને સમજી ન શકવાનો અફસોસ તો ખુબ થયો પણ એનાથી વધુ એ શાંતિ લાગી કે પંક્તિ અને પોતે જે સવારે પોતાના રૂમમાં ચર્ચા કરતા હતા એ સંધ્યાને ખબર નથી. આ વાતના લીધે સુનીલને ખુબ હાશકારો થયો હતો. સુનીલ પોતાની જોબ માટે એના રસ્તે ચડી ગયો હતો.

સંધ્યા બંને બાળકોને એમની સ્કુલ પર મૂકી ને થોડીવાર મંદિર ગઈ હતી. કૃષ્ણજીના મંદિરે દર્શન કર્યા અને ભગવાનની આંખનું તેજ એ પોતાનામાં જીલવા લાગી હતી. સંધ્યા એટલી ઘ્યાન મગ્ન થઈ ગઈ કે ભગવાનની આંખમાં એને સૂરજ દેખાવા લાગ્યો હતો. એ કૃષ્ણજીની મૂર્તિમાં પોતાના સૂરજને જોઈને ખુશ થઈ ગઈ હતી. એ પોતાની જ ધૂનમાં હતી. આસપસનું બધું જ વાતાવરણ સંધ્યા માટે ગૌણ થઈ ગયું હતું. સંધ્યા પોતની કાલ્પનિક દુનિયા ને જ વાસ્તવિકતા સમજીને ખુશ હતી. સૂરજ સામે પ્રત્યક્ષ પોતે છે એમ સમજી બોલી ઉઠી, "ભગવાને તમને મારા જીવનમાં આપ્યા એટલે મને બધું જ મળી ગયું!" પોતાના મનમાં જ ગણગણાવેલ શબ્દોનો પડઘો એના હૃદયને સ્પર્શીને એની તંદ્રા તોડે છે. સંધ્યા જેવી હકીકતમાં આવી કે, દુઃખી થઈ ગઈ હતી. હા, એ શાંતિ એને જરૂર થઈ કે, કુદરતે આજે ફરી મને સૂરજની પ્રત્યક્ષ કરી તો ખરા! ભલે સ્વપ્નની પળે પણ એ જ પળને પોતે અનુભવી તો શકી! બસ, આજ વિચાર એના મનને ખુબ પ્રફુલ્લિત કરી રહ્યો હતો. મંદિરે દર્શન કરીને સંધ્યા પોતાના ઘરે આવી હતી.

સંધ્યા ઘરમાં આવી ત્યારે એના ચહેરા પર સૂરજની જે કાલ્પનિક હાજરી જે એણે જીલી હતી એની અલગ જ ભાત ઉપજી રહી હતી. સંધ્યાએ ભાભીને કિચનનું થોડું કામ કરાવ્યું હતું ત્યારબાદ એ સિલાઇનું કામ કરવા બેઠી હતી. હવે, એનો સિલાઈ પર ખુબ ઝડપથી હાથ બેસી ગયો હતો. સાડીના ફોલછેડાંનો એને એટલો વર્કલોડ રહેતો કે એ ખુબ જ વ્યસ્ત રહેતી હતી. લગ્નગાળો ચાલી રહ્યો હોય અનેક રંગબેરંગી સાડીઓ જોઈને એને પોતાના જુના દિવસો યાદ આવી ગયા હતા. એ સાડીમાં ફોલ મુકતા પોતાના ભૂતકાળમાં સરી પડી હતી. સંધ્યા ખુબ સરસ તૈયાર થઈ હતી, એણે ઘેરા લીલા રંગની સારી પહેરી હતી. એ પોતાની સાડીનો છેડો પીનઅપ કરી રહી હતી એજ સમયે સૂરજે એને પાછળથી આવીને પોતાના હાથ સંધ્યાની કમર પર સરકાવીને એને પોતની બાહોમાં જકડી લેતા એના કાનમાં ધીરા સ્વરે એ બોલ્યો હતો, આઈ લવ યુ સંધ્યા, અને સંધ્યાનું અચાનક ધ્યાન ભ્રમિત થતા સંધ્યાના હાથમાં સેફટીપીન વાગી ગઈ હતી. સંધ્યાથી આઉચના ઉદગારથી સૂરજનું ધ્યાન સેફટીપિન આંગળીમાં વાગી ત્યાંથી નીકળતા લોહી પર ગયું હતું. સુરજે સંધ્યાની આંગળીને પોતાના મોઢામાં લીધી અને પોતાના મોઢાના હુંફાળા સ્પર્શથી સંધ્યાની તકલીફને દૂર કરી હતી. આજે આ વાતની યાદથી ભ્રમિત થવાથી સંધ્યાને સોય આંગળીમાં ખુંચી ગઈ હતી. સંધ્યાને સોયની ઇજાથી જે તકલીફ હતી એના કરતા વધુ તકલીફ સૂરજની દરેક પળે આવતી યાદના જખ્મથી જાજી હતી. સંધ્યા સમય સાથે હવે સૂરજ સાથેની યાદોમાં જ જીવતા શીખી ગઈ હતી.

શું હશે સંધ્યાના જીવનમાં આવનાર નવું પરિવર્તન?
સંધ્યાના આ પરિવર્તનમાં પરિવારનો એને સાથ મળશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻