અંતિમ રાત હતી એમને બન્ને જાગતા હતા,
સમય પાસે જાણે થોડો સમય માંગતા હતા.
દબાયેલ લાગણી એ કાલે રાતે મને કહી ગઈ,
હું પણ તને ચાહું છું, એ જતા-જતા કહી ગઈ.
અમારા પ્રથમ પ્રણયની એ અંતિમ રાત હતી,
હોઠો બંધ હતા બંનેના, મૌનમાં એ વાત હતી.
મને ખબર ન રહી કઈ રીતે દિવસો પસાર થયા,
આંખો બંધ કરી મેં તેમના ત્યારે તો દીદાર થયા.
સમાજ અને પરિવારના બંધનમાં એ રહેતી હતી,
છુપાવી આંખ પાછળ આંસુ ખુશ છું કહેતી હતી.
મારા એક પથ્થર હૃદયનો એ આત્મા બની ગઈ છે,
દેહથી થશે એ બીજાની દિલથી મારી થઈ ગઈ છે.
સમાજનો ડર અને પરિવારની તેનામાં ચિંતા હતી,
હસતી તો એ લાગતી પણ, એ ક્યાં જીંદા હતી.
લાજ રાખવા પરિવારની, એને લગ્ન કરવા પડ્યા,
મારી સાથે આવવામાં એને બંધન બધા નડ્યા.
ધ્રુજતા હાથે એને પતિ સાથે હસ્તમિલાપ કર્યો,
શુ એના પતિને દિલરૂબાના આવવાનો ફરક પડ્યો?
એક નાજુક હૃદય, એક મશીનના હાથમાં જાય છે,
લાગણી એક નાજુકવંતી ક્યાં અહીં સમજાય છે.
અંતિમ રાતના અંધકારમાં મારી પાસે એ બેઠી હતી,
હૃદયની ભાવના એ આજે ખુલા હૃદયે કહેતી હતી.
તમને ખબર છે આત્મા મારા, જીવ ગભરાઈ છે,
આ સમાજના નિયમોમાં આપણું ધાર્યું ક્યાં થાય છે.
હું તો ચાલી આવેત તમારી સાથે, મા નું શુ થાત?
તેને દર્દ ખૂબ સહ્યા, વાત સમાજને શુ સમજાત?
એકલી સ્ત્રીની આત્મા સમાજ દુર્દશા કેવી કરે છે,
મને ખબર છે એ સ્ત્રી જ્યારે અંદરથી રોજ મરે છે.
આત્મા, મારુ આ જીવન ક્યાં મારા હાથમાં છે,
લાગણી ચકનાચૂર બની ને સમાજની બાથમાં છે.
રોજ નોચાય રહી છે આઝાદી હું જોઈ રહી છું,
અસ્તિત્વ એક માણસનું રોજ હું ખોઈ રહી છું.
થઈ ગઈ છે મોડી રાત, હજુ કેમ જાગી રહ્યા છો,
કાલે લગ્ન છે બીજા સાથે, મારો હાથ માંગી રહ્યા છો.
હવે સુઈ જાઓ આપ, કુદરતની આ જ ઈચ્છા છે,
મારા સંગાથમાં અને મારા નસીબમાં કોઈ બીજા છે.
દેહ તો કાલે જતો રહેશે, તમને આત્મા આપી જાઉં છું,
જોવું છું હું તમને, હું સ્વયં તમારા માં જ દેખાઉં છું.
મારા આત્મા, તમે પોતાની જાતને સાચવજો,
એક કવિતા તમે આપણા પર્ણયની બનાવજો.
મળે જો કોઈ બીજી તો એને જીવ બનાવજો,
આ તૂટેલા તમારા સપનાંને ફરી તમે સજાવજો.
બસ આટલું માંડ કહી શકી, આંસુ સરી પડ્યા,
અંતિમ રાતના મને સન્માન પણ ખૂબ મળ્યા.
કાલે એ શણગાર સજી, દુલહન એક બનવાની છે,
આ તેની વ્યથા અમારે તો જીવનભર સહેવાની છે.
શુ કરી શકીએ અમે, એના નિર્ણય પર મજબુર છીએ,
અને લાગશે જગતને કે અમે પણ કેવા ક્રૂર છીએ.
નથી એ બેવફા કે નથી એ કોઈ દગાબાજ કોઈ મારી,
સમયની આ રમત છે પ્રેમમાં અને નસીબની બલિહારી.
જા, સંસારમાં તું ખુશીનું જીવન જીવી લેજે,
જો મુંજાય હૃદય તારું તો તું કાગળે લખી દેજે.
આંખના આંસુ લૂછી આપું, હજુ વિદાયને વાર છે,
આત્મા હંમેશા તારા સાથે છે અશ્રુની કેમ ધાર છે?
આંસુને સાંભળીને રાખ જીવ આંસુ અણમોલ છે,
નથી કહી શકતા જે હોઠ, એના તો એ બોલ છે.
તું સંસારના હરેક ધર્મને ખુશી નિભાવજે,
જાય છે જે ઘરમાં તું એને સ્વર્ગ બનાવજે.
જીવ, પ્રેમ તો અમર છે, એમાં દેહનું કામ છે.
મરે છે જેઓ જીસ્મ પર એ પ્રેમ બદનામ છે.
લાવ અંતિમ વાર તારા કપાળને હું ચૂમી લઉ,
વિતાવેલો આપણે સમયે ફરીવાર જીવી લઉ.
ઓહ મારા જીવ, દેહને તારા તું સાંભળજે,
ઉદાસી આવે તો મારી કવિતા વાંચી મારજે.
આ અંતિમ રાતનું, અંતિમ મિલનનું કવન છે,
જે થવાનું હતું એ થઈ રહ્યું શાનું આ રુદન છે?
હું જાઉં છું તારા દેહ પાસેથી મને ગલત ન સમજતી,
આ આત્મા તને મેં અર્પણ કર્યા, રહેજે સદા હસતી.
મનોજ માંથી આત્માનું આજે તને અર્પણ થાય છે,
તારું સુખમાં વિતે પૂરું જીવન, મનોજ હવે જાય છે.
મનોજ સંતોકી માનસ