Love you yaar - 36 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 36

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ યુ યાર - ભાગ 36

મીત અને સાંવરી બંને પોતાની ગ્રાન્ડ મેરેજ પાર્ટી એન્જોય કરી રહ્યા હતા અને એટલામાં ફરીથી મીતના મોબાઈલમાં જેનીનો ફોન આવ્યો એટલે મીત ફોન લઈને સાઈડમાં ગયો અને તેણે ફોન ઉપાડ્યો
જેની થોડી અકળાયેલી જ હતી અને મીતને પૂછી રહી હતી કે, "ક્યાં છે તું ? તારો ફોન કેમ નથી લાગતો ?"
મીત: હું બહાર છું અને થોડા કામમાં છું બોલને તારે શું કામ છે ?
જેની: તું અહીં આવવાનો છે કે નહિ ?
મીત: હા, આવવાનો છું.
જેની: ક્યારે આવે છે તું અહીંયા મારે અરજન્ટલી તારી મદદની જરૂર છે.
મીત: એ બધું હું તને પછી ફોન કરીને જણાવીશ અત્યારે હું થોડો બીઝી છું ચાલ મૂકું બાય. એટલું બોલીને મીતે ફોન કટ કરી દીધો જેનીનો નંબર ડીલીટ કરી દીધો અને ફોન ફરીથી સ્વીચ ઓફ કરી દીધો.

પરંતુ જેનીને એમ જપ થાય તેમ નહોતો તે ફરીને ફરી મીતને ફોન કરવાનો ટ્રાય કર્યા કરતી હતી પણ મીતનો ફોન સ્વીચ ઓફ હતો તેથી આગળ વધુ વાત થઈ શકી નહીં જેની થોડી નિરાશ થઈ ગઈ અને ફરી ક્યારે મીત સાથે વાત થાય તેની રાહ જોવા લાગી.

મીત અને સાંવરી બંને પોતાની ગ્રાન્ડ પાર્ટી એન્જોય કરીને ઘરે પરત ફર્યા અને બંને એટલા બધા તો થાકી ગયેલા હતાં કે એકબીજાની સાથે વાત કરવાના પણ હોંશ બંનેમાંથી કોઈને નહોતા એટલે ઘરે આવીને બંનેએ ડ્રેસ ચેન્જ કર્યો અને પોતાના બેડમાં લંબી તાણી સવાર પડજો વહેલી.
સવાર સવારમાં જ જેનીનો ફોન મીતની ઉંઘને ડિસ્ટર્બ કરી રહ્યો હતો સાંવરી પોતાના નિત્યક્રમ મુજબ સવારે થોડી વહેલી જ ઉઠી ગઈ હતી. મીતે ઉંઘમાં ને ઉંઘમાં જ જેની સાથે વાત કરી લીધી કે હું તને ચોક્કસ મળવા માટે આવીશ અને તને હેલ્પ પણ કરીશ યુ ડોન્ટ બોધર અબાઉટ ઈટ પણ ક્યારે આપણે મળીશું તે હજુ ફીક્સ નથી ઓકે અને હવે ફોન કરીને મને હેરાન ન કર્યા કરતી ઓકે ચલ મૂકું બાય... અને મીતે ફોન મૂકી દીધો.

મીતે લંડનની ટિકિટ બુક કરાવીને જ રાખી હતી બરાબર બે દિવસ પછી બંનેએ લંડન માટે રવાના થવાનું હતું. સાંવરી પોતાના નિત્યક્રમ મુજબ સવારે વહેલી ઉઠી અને સૂર્યના કિરણો જેટલી તેજસ્વીતા સાંવરીના માસુમ ચહેરા ઉપર ખુશનુમાં સવાર જેટલી જ લાલી પથરાએલી હતી.. સવારે વહેલા ઊઠીને નાહી ધોઈને ભગવાનની પૂજા આરતી કરીને તુલસી ક્યારે દીવો કરવો તે તેનો નિત્યક્રમ હતો. પોતાના નિત્યક્રમ મુજબ તેણે નાહી ધોઈને ભગવાનની પૂજા આરતી કરીને પોતાના બંગલામાં વચ્ચોવચ્ચ રહેલા તુલસી ક્યારે દીવો પ્રગટાવ્યો.. અને તેને જાણે કોઈ મીઠું સંગીત સંભળાવી રહ્યું હોય તેમ તે આજે પોતાના બગીચાનાં ઝાડ પાન અને તેની ઉપર બેઠેલા સવાર સવારમાં સ્ફુર્તિલા એવા પક્ષીઓનાં મીઠાં કલરવને સાંભળવા અને તેમની સાથે વાતો કરવા માટે બગીચામાં રહેલા હિંચકા ઉપર જ બેસી ગઈ અને વિચારવા લાગી કે,
જિંદગી પણ કેટલી અજીબ છે..! મારા શ્યામવર્ણ રંગને કારણે મારા લગ્ન નહોતા થતાં અને મારા મમ્મી પપ્પા સતત મારી ચિંતા કર્યા કરતા હતા અને આજે ભગવાનની મહેરબાનીથી ટોપ કેડરના બિઝનેસ મેનના એકના એક દિકરા મીતની સાથે મારા લગ્ન થયા સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે, હું ક્યારેક આઉટ કન્ટ્રી પણ જઈશ અને આજે લંડનમાં મારી પોતાની કંપની છે મારી પોતાની ઓફિસ છે અને મારું પોતાનું ઘર પણ છે. કિસ્મત માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે..!! આમ જેટલી સ્પીડમાં સવારના સમયનો મીઠો અને મધુરો પવન ફૂંકાઈ રહ્યો હતો તેટલી જ સ્પીડમાં... સાંવરી આ સુંદર ખુશનુમા સ્વચ્છ વાતાવરણમાં ખોવાઈ ગઈ હતી અને વિચારોના વમળો તેનાં શાંત ચિત્ત ઉપર ઘેરાયેલા હતા.

પવનની મીઠી લહેરથી મીતના રૂમની બારી જરા ખુલી ગઈ અને તે ઉઠી ગયો ઉઠીને બારી બંધ કરવા માટે ઉભો થયો તો તેણે નીચે બગીચામાં હીંચકા ઉપર ઝુલતી પોતાની સાંવરીને જોઈ, તેણે સાંવરીને બૂમ પાડી પણ સાંવરી એટલી બધી પોતાના વિચારોમાં ખોવાયેલી હતી કે તેણે મીતે પાડેલી બૂમ સાંભળી નહિ મીત દોડીને નીચે આવ્યો અને સાંવરીની પાછળ ઉભો રહ્યો સાંવરીના ખભા ઉપર તેણે હળવેથી હાથ મૂક્યો અને તેને પૂછવા લાગ્યો કે, શું વિચારે છે ડાર્લિંગ ? અને સાંવરી જાણે કોઈ મીઠાં મધુરા સ્વપ્નમાંથી ખેંચાઈને બહાર આવી હોય તેમ તેણે મીતની સામે જોયું અને મીતને પોતાની બાજુમાં જોઈને તે ખુશ થઈ ગઈ અને તેને કહેવા લાગી કે, જિંદગી પણ કેવી છે મીત નહીં..!
એક મીઠાં મધુરા સ્વપ્ન જેવી..!
બસ ગમે તે પરિસ્થિતિ હોય તમને એને જીવતાં આવડવી જોઈએ નહીં તો એ તમારા માટે બોજારૂપ બની જાય છે.
મીત: એય સાનુ, કેમ આજે આમ આવા બધા વિચારોમાં ખોવાઈ ગઈ છે ?
સાંવરી: બસ એકદમથી ભૂતકાળ યાદ આવી ગયો અને પછી થયું કે એકાએક માણસનું જીવન કેવું બદલાઈ જતું હોય છે અને તેને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે? ક્યાં ઈન્ડિયા અને ક્યાં યુરોપ?
મીત: તને ન ગમતું હોય લંડન જવું તો, આપણે કેન્સલ કરીએ..
સાંવરી: ના ના એવું કંઈ નથી હું તો જસ્ટ વાત કરું છું. આપણે તો જવાનું જ છે બલ્કે જવું જ પડે આપણો ત્યાં બિઝનેસ ચાલે છે ન જઈએ તો ત્યાં શું ચાલે છે તેની કંઈજ ખબર ન પડે! અને આપણો ધંધો એમ બીજાને ભરોસે મૂકી ન દેવાય અને જ્યાં વર ત્યાં ઘર.. હું તારો પડછાયો છું. સુખ અને દુઃખ બંનેમાં હંમેશા તારી સાથે રહીશ એટલે મારા માટે એવું કંઈ વિચારવાનો કોઈ સવાલ જ નથી.
મીત: હા સાનુ, સાચી વાત છે તારી..આઈ લવ યુ સો મચ માય ડિયર અને આ બંદા તમારી આ અદાઓ ઉપર તો ફિદા છે યાર... અને મેડમ હવે તમે તમારા આ વિચારોમાંથી બહાર આવ્યા હો તો આપણાં માટે સરસ આદુવાળી ચા બનાવશો?
સાંવરી: (એકદમ હસી પડી અને બોલી) હા સ્યોર. અને મીત અને સાંવરી એક સમજુ સુખી અને સુંદર કપલ એકબીજાનાં હાથમાં હાથ પરોવીને પોતાના આલિશાન બંગલામાં પ્રવેશ્યા... રામુકાકા તેમને આમ ખૂબજ ખુશ જોઈને ખુશ થઈ ગયા અને મનમાં ને મનમાં આશીર્વાદ આપવા લાગ્યા કે બંનેની જોડી સદા સલામત રહે અને આમજ બંને સદાય હસતાં રહે..

બે દિવસ તો જાણે બે ઘડીમાં પસાર થઈ ચૂક્યા હતા સાંવરી તેમજ મીતનું બધુંજ પેકીંગ થઈ ગયું હતું અને તેમને ઈન્ડિયા છોડવાનો દિવસ આવી ચૂક્યો હતો આજે સવારથી જ અલ્પાબેન થોડા ઉદાસ ઉદાસ હતા.
રાત્રિનું આઠ વાગ્યાનું ફ્લાઈટ હતું પાંચ વાગ્યે ઘરેથી નીકળી જવાનું હતું, કુળદેવી માંના દર્શન અને સાંવરીના મમ્મી પપ્પાને મળવાનું કામ સવારમાં જ પતાવી દીધું હતું. અલ્પાબેન પોતાના વ્હાલા દિકરા મીત માટે તેનો ફેવરિટ ચોખ્ખા ઘીનો મગસ (અને તે પણ પોતાની મોમના હાથનો જ ભાવે) તે બનાવી રહ્યા હતા.

પાંચ વાગવા આવ્યા એટલે મીત અને સાંવરી તૈયાર થઈને પોતાના બેડરૂમમાંથી બહાર આવ્યા. સાંવરીએ પાણિયારે અને મંદિરમાં દીવો પ્રગટાવ્યો. અલ્પાબેને બળજબરીપૂર્વક ક્યારનાં પોતાના આંસુ રોકી રાખ્યા હતા તે મીત અને સાંવરીને નીકળવા માટે તૈયાર થયેલા જોઈને જ ઠલવાઇ ગયા. સાંવરી પોતાના સાસુને ભેટી પડી અને તેમને સમજાવવા લાગી કે, મોમ તમે આમ ઢીલા ન પડી જાવ એવું હોય તો ચાલો અમારી સાથે.. પણ અલ્પાબેન માથું ધુણાવીને ના પાડી રહ્યા હતા. તો પછી થોડા દિવસ પછી મીત તમારી ટિકિટ બુક કરાવી દેશે તો તમે ત્યાંજ આવી જજો પછી આપણે સાથે ઈન્ડિયા પાછા ફરીશું.
આપણો ત્યાં બિઝનેસ ચાલે છે તો જવું પડે ને મોમ? એમ કહીને સાંવરી અલ્પાબેનના ગાલ ઉપર પોતાના નાજુક હાથ ફેરવતી જતી હતી તેમનાં આંસુ લુછી રહી હતી અને તેમને સમજાવીને શાંત પાડી રહી હતી.
કમલેશભાઈ, અલ્પાબેન સાંવરીના મમ્મી પપ્પા, બંસરી તેની નાનકડી લાકડી દીકરી હેત્વી તેમજ સાંવરીના જીજુ બધાજ સાંવરીને તેમજ મીતને વિદાય કરવા માટે એરોડ્રામ ઉપર આવ્યા હતા. સાંવરી તેમજ મીત બધાને પગે લાગ્યા. સાંવરીએ પોતાની લાડકી ભાણી હેત્વીને ખૂબજ વ્હાલ કર્યું, કીસ કરી અને તેની આંખો સ્હેજ ભરાઈ આવી...
બધાને બાય કહીને બંનેએ વિદાય લીધી અને લંડન તરફ ઉડાન ભરી...
મીત અને સાંવરી, કંપનીના બોસ લંડન આવી રહ્યા છે જાણીને લંડનની ઓફિસમાં થોડી ચહલપહલ થઈ ગઈ અને જેની જેના વારંવાર મીત ઉપર મેસેજ આવી રહ્યા હતા કે, તું ક્યારે મને મળવા માટે આવે છે? તે જેની ક્યાં છે અને મીત તેને મળવા માટે કઈ જગ્યાએ જશે? જોઈએ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
4/1/24