Chorono Khajano - 50 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 50

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 50

સિમા અને સિરત

सीरत: क्या सचमें तुम्हारी बात हुई थी उससे? સિરતના ચેહરા ઉપર અત્યારે ચિંતાના વાદળો છવાયેલા હતા. તે પોતાના રૂમમાં એકદમ ઉદાસ થઈને ડૉ.સીમા સાથે બેઠી હતી. અત્યાર સુધીમાં તે ઘણીબધી વાર સીમાને પૂછી ચૂકી હતી કે તેણે ડેનીને કોલ કર્યો હતો કે નહિ, તેમ છતાં ફરી એકવાર તેણે પૂછ્યું.

डॉ सीमा: हां सीरत, मैने उससे बात की है, और वो बिल्कुल ठीक है। उसने मुझे यकीन दिलाया है की वो ये संभाल लेगा। मैने उसे वो सब बताया है जो उसे जानने की जरूरत थी। ડૉ.સીમાએ પણ તેને ભરોસો અપાવતા કહ્યું.

सीरत: उसे कुछ होगा तो नही न? अगर उसे कुछ भी हुआ तो मैं अपने आप को कभी भी माफ नही कर पाऊंगी। मैं उसके बगैर जी भी नही पाऊंगी। સિરત પોતાનો ડર બતાવતા બોલી.

डॉ सीमा: प्लीज सीरत, तुम्हे यकीन करना होगा। उस पर, खुद पर और मुझ पर। मातारानी सब सही करेगी। ડૉ.સિમા તેને શાંત કરાવતા બોલી.

सीरत: मुझे यकीन है, पर थोड़ा डर भी लगता है। उसे खोने का, उससे दूर होने का, उसके बगैर जीने का। चाहे कुछ भी हो जाए हम डेनी के बगैर इस सफर में नही जायेंगे। સિરત જાણતી હતી કે ડેની એક બહાદુર યુવાન છે, તે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી શકે એમ છે તેમ છતાં તેને પોતાનાથી દૂર થયાનો ડર સતાવતો હતો. તે ડેનીને કેટલો પ્રેમ કરતી હતી તે પ્રેમ આ ડરમાં દેખાઈ રહ્યો હતો.

डॉ सीमा: ठीक है, मैं तुम्हे प्रोमिस करती हु, हम उसे लेकर ही जायेंगे। तुम बस शांत रहो। किसीको भी इस बात की खबर नही लगनी चाहिए की मीरा हमे धोखा दे रही है। बस एकबार डेनी हमारे पास आ जाए उसके बाद हम मीरा को वही सजा देंगे जो तुम तय करोगी। लेकिन तब तक हमे मीरा के साथ ऐसे पेश आना है जैसे कुछ हुआ ही न हो। मुझे यकीन नहीं हो रहा है कि मेरी सबसे अच्छी और करीबी दोस्त मीरा ही हमे धोखा दे सकती है। ડૉ.સીમા પોતાના મનમાં ગુસ્સો લાવતા બોલી.

सीरत: धोखे की यही तो खासियत है की जो हमारे दिल के बहुत करीब होता है, वही देता है, लेकिन मुझे खुशी इस बात की है की तुम सच्चाई का साथ दे रही हो। मेरा और डेनी का साथ देने केलिए थैंक्स सीमा। तुम अपने पापा की तरह एक अच्छी दोस्त ही नही बल्कि एक अच्छी और नेक इंसान भी हो। थैंक्स। સિરત હવે ડૉ.સીમાને ગુસ્સે થતા જોઈ પોતે થોડી શાંત થઈ અને તેના બંને હાથ પકડીને તેનો આભાર માનતા બોલી.

डॉ सीमा: सीरत, तुमने जबसे डेनी गया है तबसे ठीक से कुछ खाया नही है, क्या मेरा इतना भी हक नही की मैं अपनी दोस्त को खाना खिलाने केलिए थोड़ा जोर दे सकू। अगर , अगर तुम मुझे अपनी अच्छी दोस्त समझती हो तो प्लीज मेरी बात मान कर थोड़ा खाना खा लो। ડૉ.સીમા જાણતી હતી કે જ્યારથી ડેની ગયો હતો ત્યારથી સિરતે કંઈ જ જમ્યું ન્હોતું, એટલે તે જમવા માટે રિક્વેસ્ટ કરતા બોલી.

सीरत: हम्म, ठीक है। चलो केंटिन चलकर कुछ खा लेते है। સિરતને પણ ભૂખ તો લાગી હતી એટલે ડૉ.સીમાની વાતને ટાળી ન શકી અને તે પણ હસતા ચેહરે ડો.સીમા સાથે જમવા જવા માટે તૈયાર થઈ ગઈ.

डॉ सीमा: ठीक है, चलो। તેઓ કેન્ટિનમાં ગયા.

જ્યારે તેઓ કેન્ટિનમાં બેઠા હતા ત્યારે આસપાસ બીજું કોઈ હતું નહિ, એટલે સિરતને ડાઇનિંગ ટેબલ પાસે બેસાડી અને ડૉ.સીમા કિચનમાં ગઈ. ત્યાં રસોઈ બનાવનાર મહારાજ અને તેમના પત્ની હતા તેમને બે પ્લેટ તૈયાર કરી અને લઈ આવવા કહ્યું. સરદાર સિરત જમવા માટે ત્યાં આવી હતી એટલે મહારાજ તરત જ કામે લાગી ગયા.

ડૉ.સીમા અને સિરત વળી પાછા વાતોએ વળગ્યાં.

सीरत: तुम्हे कैसे पता चला की वो हमे धोखा दे रही है? સિરતે પોતાના મનમાં ક્યારનો ઘોળાઈ રહેલો પ્રશ્ન ડૉ.સીમાને પૂછ્યો.

डॉ सीमा: दरअसल, वो कई दिनों पहले एक शाम की आरती में नही आई थी, तो मैं उसे ढूंढने गई। तब मैंने उसे कुछ नक्शे और तुम्हारी उस डायरी के बारे में मोबाइल पर किसीसे बात करते सुना। मुझे लगा वो अगर इस बारे में किसी और से बात कर रही है तो जरूर वो हमे धोखा दे रही होगी। लेकिन फिर भी मुझे उसके ऊपर भरोसा था, की वो ऐसा कुछ नही करेगी। થોડા દિવસ અગાઉ હવેલીના પરિસરમાં મીરા સાથે બનેલા બનાવ વિશે સીમા સિરતને કહેવા લાગી.

सीरत: क्या तुम्हें कई दिनों से उसके ऊपर शक हो चुका था? फिर तुमने किसीसे इस बारे में बात क्यों नहीं की? થોડા દિવસ પહેલાંથી સીમાને મીરા ઉપર શક હતો તેમ છતાં આ વાત તેણે બધાથી છુપાવી એ વાત સાંભળીને સિરત થોડીક આશ્ચર્યમાં પડી ગઈ.

डॉ सीमा: हां, लेकिन तब मुझे सिर्फ शक था। इसीलिए मैंने उसके ऊपर नजर रखना शुरू किया। उसके बाद वो कई बार शाम की आरती में नही आती थी। फिर एक दिन मैंने उसे आरती के समय तुम्हारे कमरे में घुसते देखा। સિરતના મનનું સમાધાન કરતાં સીમા બોલી.

सीरत: तो क्या उसने डायरी और नक्शा चुरा लिया है? સિરતને હવે ડાયરી અને નકશાની ચિંતા થઈ એટલે તે પૂછી બેઠી..?

डॉ सीमा: देखो सीरत, मुझे पता है की तुम्हारे लिए वो डायरी और नक्शा दोनो कितने जरूरी है? लेकिन उससे भी जरूरी कुछ और है। સિરત માટે ડાયરી અને નકશો કેટલા જરૂરી હતા તે વાત સીમા જાણતી હતી. પણ તેની પાસે અમુક એવી જાણકારી હતી જે સિરતને જાણવી ખુબ જરૂરી હતી.

सीरत: और वो क्या है? સિરતે જોયું કે સીમા તેની ડાયરી અને નકશા કરતા પણ વધારે મહત્વની વાત જણાવવા માગે છે એટલે તે વાત જાણવા માટે તેની ઉત્સુકતા વધી ગઈ.

डॉ सीमा: मैने एक दिन उसे तुम्हारे कमरे में उस वक्त आते देखा जब तुम कमरे में मौजूद थी। સીમા પોતાની વાત સિરતને જણાવતાં આગળ કહેવા લાગી.

सीरत: क्या? लेकिन मैने उसे कभी अपने कमरे में अकेले नही देखा। वो हमेशा तुम्हारे साथ ही आती थी। સિરતે ક્યારેય મીરાને પોતાને મળવા આવી હોય એવું જોયું ન્હોતું એટલે તે વચ્ચે જ બોલી પડી.

डॉ सीमा: हां, क्यों की उस वक्त तुम सो रही थी। उसने अपनी कमर में से गन निकाली और तुम्हारे ऊपर तान दी। मैं बहुत डर गई थी। मुझे लगा वो तुम्हे मार देगी। मैं चाहती थी की मैं दौड़ कर आऊं और उसे जान से मार दूं। लेकिन फिर उसने कुछ ऐसा किया की मैंने खुद को रोक लिया। उसने अपनी जेब से फोन निकाला और तुम्हारे ऊपर तनी हुईं गन का कुछ इस तरह से फोटो निकाला जिससे उसका चेहरा न दिखे। और फिर वो फोटो उसने किसीको भेज दी। સીમા બધી વાત સિરતને જણાવતાં બોલી.

सीरत: मतलब की वो मुझे मारने केलिए नही लेकिन सिर्फ फोटो लेने केलिए मेरे कमरे में आई थी। ताकि उस फोटो को डेनी को दिखाकर डरा सके और उससे अपना काम निकलवा सके। સિરત સમજી ગઈ હતી કે મીરા તેના રૂમમાં શા માટે આવી હતી એટલે તે બધું સમજી ગઈ હોય એવું જતાવતા બોલી.

डॉ सीमा: हां, बिलकुल सही कहा, और फिर उसने आपके ड्रॉवर में से डायरी और नक्शा निकाल लिया। अभी नक्शा और डायरी दोनो उसी के पास है। इससे पहले की वो उसे किसी और को देने केलिए निकल जाए, हमे उसे पकड़ना होगा। અંતે સીમાએ એ વાત પણ કહી દીધી કે હા, મીરા સિરતની ડાયરી અને નકશો લઈ ગઈ હતી.

सीरत: लेकिन ये कितना अजीब होगा। एक डॉक्टर को हम चोरी करने के इल्जाम में पकड़ेंगे। સિરત બધી વાત જાણ્યા પછી મીરા વિશે વિચારતા બોલી.

डॉ सीमा: लेकिन एक प्रॉब्लम है? ત્યાં જ સીમા વચ્ચે બોલી પડી.

सीरत: कैसी प्रॉब्लम? પ્રોબ્લેમ ની વાત આવી એટલે સિરત વળી પાછી ચોંકી અને પૂછવા લાગી.

મીરાને પકડવા માં આખરે શું પ્રોબ્લેમ હતી..?
કેવી હશે તેમની આ સફર..?
પેલા બીજની શું કહાની છે?
શું તે લોકો ડેની ને છોડાવી શકશે..?

એવા અનેક પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'