Balidan Prem nu - 24 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 24

The Author
Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 24

પછી હુ પણ નિરાંતે એના સામે ના સોફા પર સુઈ ગઈ.જેથી વકીલ ને મારા પર કોઈ શક ના જાય. સવાર પડી ત્યારે પછી ફરી આવીશ નો વાયદો કરી ને ત્યાં થી નીકળી ગઈ.

હવે વારો હતો મારી મમ્મી અને વિહાન ને પહેલા થી સુરક્ષિત જગ્યા એ પહોંચાડવાનો.

વિહાન બધુ જ સમજતો હતો એટલે મેં પહેલે થી જ એને બહાર જવા માટે ની પરીક્ષા ની તૈયારીઓ કરાવી હતી. મેં વિહાન ને બહાર ભણવા માટે જવાનું છે કહ્યું અને એને ભણાવી ને બહાર ની કોલેજ માં ભણવા માટે મોકલી દેવાની તૈયારીઓ કરી નાખી. સાથે જ મોમ ને પણ મોકલી દેવાની તૈયારી કરી નાખી. કારણ કે મોમ અહીં સેફ નહતા.

મારો પાસપોર્ટ મેં વકીલ ને જ આપી દીધો જેથી એને મારા પર વિશ્વાસ થઇ જાય કે હુ એને મૂકી ને નહિ જઉ કે ના એને દગો આપીશ.

વિહાન અને મોમ ના જેવા વિઝા આવ્યા એવા તરત જ રોની ને ખબર ના પડે એમ વકીલ ની મદદ થી મેં બંને જણા ને હંમેશા માટે કેનેડા મોકલી દીધા. હવે બચી ફક્ત હુ...

એક વખત હુ જયારે હોટેલ માં કામ હોવા થી રોકાઈ ગઈ હતી અને સવારે જયારે ત્યાં નાહવા ગઈ ત્યારે મને નહતી ખબર કે ત્યાં પહેલે થી કેમેરા લાગેલ છે. અને એ જ વિડિઓ થી રોની મને ધમકાવતો રહેતો કે વાઇરલ કરી દેશે. હુ હંમેશા ડરતી કે ક્યાંક તારા સુધી પહોંચી જશે તો તુ મને ખબર નહીં શુ સમજીશ?

પણ એક વખત મેં રોની સાથે પણ છળ કર્યું અને એને પણ નશા વળી દવા પાણી માં નાખી ને આપી દીધી. એના રૂમ માં જતા મને કોઈ રોક ટોક નહતી. એટલે આસાની થી મેં એ રૂમ માં જઈ ને મારો વિડિઓ ડિલેટ કરી નાખ્યો હતો.

ત્યાર બાદ મેં મારા મોમ અને વિહાન ને કેનેડા મોકલી દીધા. એટલે હુ આસાની થી ત્યાં થી ભાગી શકુ.

હું ત્યાં થી ભાગી ને મારો જીવ બચાવવા માટે જંગલ ના રસ્તે નીકળી અને વિચાર્યું હતુ કે અમદાવાદ આવી ને તારી ઓફિસે તને મળીશ પણ મારુ નસીબ હતુ કે ભાગતા ભાગતા જે ગાડી જોડે હુ અથડાઈ હતી એ ગાડી તારી જ નીકળી.

એ દિવસ એ તે જે મારા કપડાં જોયા હતા ફાટેલા એ રોની મારી પાછળ પડ્યો હતો.. એ જબરદસ્તી મને એની બનાવા માંગતો હતો અને હું એના માથા માં કાચ ની બોટલ મારી ને ભાગી ગઈ હતી. એટલે મારા કપડાં ની હાલત એવી જ હતી. જે કપડાં મેં પહેર્યા હતા એ જૂની સાડી હતી એટલા પૈસા ક્યારેય મળતા જ નહીં કે નવા ખરીદી શકુ એટલે હોટેલ માં કોઈ આપી જાય એવા જ કપડાં રહેતા મારા પાસે કહેતા કહેતા નેહા રડી પડી.

મલય નેહા ને વળગી પડ્યો.. બંને જણા ની આંખો માં અશ્રુધારા વહી રહી હતી... જે જોઈ ને બાકી બધા ની આંખો પણ ભરાઈ આવી.

થોડી વાર પછી નેહા મલય થી અળગી થઇ બંને એ પોતાના આસું લુછ્યા અને રામુકાકા બધા માટે ફરી થી પાણી લાવ્યા... બધા હવે થોડા સ્વસ્થ થઇ ને બેઠા...

મલય એ નેહા ના બંને હાથ પોતાના હાથ માં લીધા અને બોલ્યો, નેહા હુ તારી સાથે જ છુ. આજ પછી તારા પર એક આંચ પણ નહીં આવા દઉ. તારે જેટલું સહન કરવાનું હતુ એ તે કરી લીધું. બસ હવે નહીં...

ત્યાર પછી મલય ખુરશી માં થી ઉભો થઇ ને નેહા ના પગ આગળ આવી ને ઘૂંટણિયે બેસી ને બોલ્યો, નેહા આઈ લવ યુ... હું તને ખુબ જ પ્રેમ કરતો હતો, કરુ છુ અને કરતો રહીશ. હુ દરેક કદમ તારી સાથે રહેવા માંગુ છુ. શુ તુ મને સાથ આપીશ?

વિલ યુ મેરી મી? નેહા સ્તબ્ધ થઇ ને જોઈ રહી.

નેહા,શુ તું મારા સાથે લગ્ન કરીશ? મલય એ ફરી થી પૂછ્યુ.

નેહા ની આંખો આ વખતે ભરાઈ ગઈ પણ ખુશી થી.. એને હકાર માં માથુ હલાવ્યું અને ફક્ત હા જ બોલી શકી. બધા જ ખુશ થઇ ગયા...

ત્યાં જ રાજ બોલ્યો, હુ હમણાં જ મીડિયા માં કોલ કરુ છુ કે આવી જાવ... મલય સિંઘાનિયા ઇસ ગેટિંગ મેરિડ...

નહિ રાજ! મીડિયા હાલ નહીં.. હમણાં લગ્ન ફક્ત પેપર પર જ થશે. નેહા બોલી..

મલય સહીત બધા નેહા ની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા...

આખરે કેમ નેહા? મલય પૂછે છે.

આપ ને પણ ઉતાવળ હશે ને જાણવાની આગળ... મને પણ આપ ના અભિપ્રાય ની રાહ છે...

આપ સ્ટીકર દ્વારા પણ પ્રોત્સાહિત કરી શકો છો મને અને આપ નો સુંદર અભિપ્રાય લખવાનું ભૂલતા નહિ મિત્રો..

આગળ જાણવા માટે મને ફોલો કરો અને જોડાયેલા રહો..

-DC