હવે હુ ઢીલી પડી ગઈ. મારા મમ્મી એના સામે હાથ જોડી ને કહી રહ્યા હતા પ્લીઝ અમને છોડી દે. મારી દીકરી ને બક્ષી દે...
છોડી દઈશ.. બસ એક વાર મારા સાથે લગ્ન કરી ને મને ખુશ કરી દે!! પછી છોડી દઈશ... વકીલ લુચ્ચું હસી રહ્યો હતો...
મલય એ આટલુ સાંભળતા જ પોતાના હાથ માં જે કાચ નો ગ્લાસ હતો એ છૂટો દીવાલ પર ફેંક્યો જેના અવાજ થી બધા સ્તબ્ધ થઇ ગયા..
મલય ગુસ્સા માં ભડકી ઉઠ્યો,... એ વકીલ એક વાર મારા હાથ માં આવી જાય.. હુ છોડીશ નહિ એને!! જાન થી મારી નાખીસ એને હુ...
બસ આજ ગુસ્સો મને હતો પણ! તારો વિચાર આવતા જ બધુ મૂકી દીધુ ... મેં એને કહ્યુ કે હું તારા સાથે લગ્ન કરવા તૈયાર છુ બસ એક વાર મને અનિકા મેડમ ને મળવા જઉ છે.
એણે તીરછી નજર થી મારા સામે જોયુ અને કહ્યું કે ઠીક છે આવતી કાલે અનિકા ડાર્લિંગ અહીં આવી જશે... એટલે મેં ના પાડી કે નહિ અહીં નહીં.. બહાર ક્યાંક..
એણે બીજે દિવસ એ એક હોટેલ માં અમને બોલાવ્યા.. હુ ત્યાં ગઈ.. મને ખબર હતી કે એને ત્યાં કંઈક એવુ મુક્યુ હશે જેના થી એ બહાર બેસી ને પણ અમારી વાતો સાંભળી શકે...
એટલે હુ એક ચિઠ્ઠી લઇ ને આવી હતી જે એમને મળી ને ગળે મળતી વખતે જ મેં આપી દીધી અને એમને કહ્યું કે તમે વૉશરૂમ માં જઈ ને વાંચો...
અનિકા મેડમ બોલ્યા,
હું એક વાર વોશરૂમ જઈ ને આવુ પછી વાત કરીએ...
મેં હા પાડી એટલે એમને વોશરૂમ માં જઈ એટલે એમને એ ચિઠ્ઠી વાંચી અને બહાર આવ્યા..
પછી કઈ ખાસ થયું ના હોય એમ રિલેક્સ થઇ ને બેઠા અને બોલ્યા, હા નેહા બોલ શુ કહેવું છે તારે?
મેં એમને મારી એક ચેન આપી અને રડવાનુ નાટક કરતા બોલી, હુ વકીલ સાથે આગળ નું જીવન કદાચ જીવીશ પણ તમે પ્લીસ આ ચેન એને જ આપજો જેના લગ્ન મલય સાથે થાય..
હુ મલય ને બોવ પ્રેમ કરુ છુ.
અનિકા મેડમ એ એ ચેન લઇ ને નાખી દીધી અને મને જોર થી એ તમાચો લગાવ્યો... પછી બોલ્યા, પ્રેમ? મને આ પ્રેમ પર કોઈ વિશ્વાસ જ નથી રહ્યો, અને એમ પણ તારા જેવી તો હજાર મળે મારા મલય ને.. નીકળ અહીં થી...
એમ પણ મારો મલય સોનિયા સાથે લગ્ન કરવાનો છે. મારી વહુ તારા જેવી ભિખારી નહિ પણ સોનિયા બનશે...
એટલુ કહી ને એમણે મને તારા અને સોનિયા ના ફોટોસ બતાવ્યા... જે જોઈ ને હુ તૂટી ગઈ એમ ત્યાં જ બેસી ગઈ.
એ રૂમ માં થી બહાર ગુસ્સા માં નીકળી ગયા...
હું રડી રહી હતી. વકીલ અંદર આવ્યો, એને મને ઉભી કરી અને મારા પાસે ના ફોટોસ લીધા એણે અને મને કહ્યું, જોયુ? મલય તને પ્રેમ નથી કરતો એ ફક્ત તારો ઉપયોગ કરે છે.
હું રડી રહી હતી અને પછી અચાનક હુ ગુસ્સા માં ઉભી થઇ મારા આંસુ લુછ્યા અને મારી ચેન હાથ માં પકડી ને બોલી, આનો બદલો તો હું જરૂર લઈશ અનિકા સિંઘાનિયા અને મલય સિંઘાનિયા જોડે થી..
વકીલ તુ મારો સાથ આપીશ? બોવ ઘમંડ છે ને એને એના રૂપિયા નુ? તો એ રૂપિયા તો હુ બધા એના જોડે થી છીનવી લઈશ. તું આપીશ મારો સાથ?
વકીલ પહેલા મને જોઈ રહ્યો પછી એને મારા સાથે હાથ મિલાવ્યો. અને બોલ્યો, પણ તુ ફરી ગઈ તો?
ફરી ને પણ ક્યાં જવાની છુ? હવે મારા પાસે કઈ જ નથી ખોવા જેવુ.. પણ અનિકા સિંઘાનિયા ની બધી દોલત આપણી.. બોલ મંજુર?
વકીલ એ હાથ મિલાવી ને સહમતી આપી.
ત્યાર બાદ હુ રાધા બની ને એ જ રેસ્ટોરન્ટ માં કામ કરતી હતી વકીલ અને રોની મિત્રો હતા પહેલા થી એટલે વકીલ ત્યાં અવર જ્વર કરતો પણ રોની ને ખબર નહતી કે અમે એક બીજા ને ઓળખીએ છીએ...
આગળ મેં વકીલ નો વિશ્વાસ જીતવા માટે ક્યારેય તારો કે અનિકા મેડમ નો કોન્ટેકટ નહતો કર્યો.. જયારે વકીલ ઘણી વખત મારા ઘરે આવતો.. મારો જે પ્લાન હતો એના લીધે એને મારા સાથે લગ્ન કરવા માટે રાહ જોવા મેં તૈયાર કરી લીધો હતો એને.
એટલે એ ફક્ત અમારા ઘરે મળવા આવતો અને મારા પર નજર તો ૨૪ કલાક ની રાખતો.
આખરે ૨ વર્ષ ની સફળતા બાદ મેં એને વિશ્વાસ જીતી લીધો હતો.
રોની મને હેરાન કરતો એ વાત એ જાણતો હતો અને રોની મારા સાથે લગ્ન કરવા માંગે છે એ પણ વકીલ જાણતો હતો પણ સિંઘાનિયા ઈન્ડિસ્ટ્રી ની મિલકત ની જે લાલચ મેં આપી હતી એના સામે એ ચૂપ રહેતો.. અને એ જાણતો હતો કે જો રોની ને ખબર પડી કે વકીલ પણ એની રાધા ને પામવા માંગે છે તો વકીલ નો જીવ જશે. રોની એની બધી કરતૂતો પહેલા થી જ જાણતો હતો.
સળંગ ૪ વર્ષ ત્યાં કામ કાર્ય પછી એક દિવસ હુ હિમ્મત કરી ને વકીલ ના ઘરે ગઈ. અમે રાતે બેસી ને બોવ વાતો કરી અને વાતો વાતો માં મેં જે પાણી એને આપ્યું એ પી ગયો.. હવે વકીલ બેભાન હતો.. મારે અનિકા મેડમ ના ખિલાફ માં જે પ્રૂફ હતા એ શોધવાના હતા જે મેં શોધી કાઢ્યા અને એના કમ્પ્યુટર માં થી હંમેશા માટે ડીલીટ કરી નાખ્યા...
જેટલા ફોટોસ હતા અને કેમેરા માં જેટલા પણ વિડિઓ હતા એ બધા મેં ડીલીટ કરી નાખ્યા...
પછી હુ પણ નિરાંતે એના સામે ના સોફા પર સુઈ ગઈ.જેથી વકીલ ને મારા પર કોઈ શક ના જાય. સવાર પડી ત્યારે પછી ફરી આવીશ નો વાયદો કરી ને ત્યાં થી નીકળી ગઈ.
હવે વારો હતો મારી મમ્મી અને વિહાન ને પહેલા થી સુરક્ષિત જગ્યા એ પહોંચાડવાનો.
શુ કરશે આગળ નેહા?
એના મમ્મી અને વિહાન ને ક્યાં મોકલ્યા છે નેહા એ?
રોની ક્યાં છે હાલ માં?
વકીલ ક્યાં છે?
નેહા મલય પાસે કેવી રીતે આવી?
જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરજો..
વાર્તા ગમી હોય તો આપ નો કિંમતી અભિપ્રાય જરૂર લખજો.
-DC