Balidan Prem nu - 22 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 22

The Author
Featured Books
Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 22

એક વખત રોની એ મને લગ્ન માટે પ્રપોઝ કર્યો. મેં ના પાડી દીધી. કહેવાય છે ને કે કામિયાબી આવ્યા પછી માણસ ને ધમન્ડ પણ આવી જ જાય છે. રોની સાથે પણ આજ થયુ.
મારા સાથે હા પડાવા માટે એને મને હેરાન કરવાનુ ચાલુ કરી દીધુ.

રસોઈ નાસ્તા પાણી બધુ કામ મારા જોડે કરાવે પણ મને જમવા પણ ના આપે. ક્યારેક ક્યારેક વાસી જમવાનુ આપે. ઘરે ટિફિન તો આપે પણ એમાં ફક્ત ૨ જ જણ ને આયી રહે એટલુ જ મળે. એટલે એમાં મમ્મી અને વિહાન ખાઈ લેતા અને મને પૂછે તો હમેશા એમ જ કહેતી કે હુ જ તો ત્યાં રસોઈ બનાઉં છુ એટલે ત્યાં ખાઈ ને જ આવી છુ. અમુક વાર મમ્મી અને વિહાન ને ખાધા પછી વધે તો એ હુ છુપાઈ ને ખાઈ લેતી.

હોટેલ માં પણ ઘણી વખત છુપાઈ ને ખાઈ લેતી. જો રોની ને ખબર પડી જાય તો વિહાન ને ભણાવવા નો ખર્ચો કોણ આપે? એ તકલીફ હતી. એટલે ઘણી વખત હુ રોટલી કે તો કોઈ નાસ્તો હોય એ બધું ખિસ્સા માં ભરી ને ડૂચો મારી ને ખાઈ લેતી. ખબર નહી કેટલીય રાતો ભૂખી સુઈ ગઈ હોઈશ.
કહેતા કહેતા નેહા ના આંખો માં થી આંસુ વહી પડ્યા.

મલય એ એને ગળે વળગાડી દીધી.

નેહા મલય ને ગળે વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજ અને સોનિયા ની આંખો માં પણ આસુ આવી ગયા. રામુકાકા ની આંખો પણ ભરાઈ ગઈ એટલે એ બધા માટે પાણી લઇ આવ્યા. અને નેહા માટે જ્યુસ પણ. મલય એ પોતાના હાથ થી નેહા ને જ્યુસ પીવડાવ્યો.

બધા હજુ વિચારો માં જ ખોવાયેલા હતા. કે આગળ શુ થયુ...

રાજ એ પૂછ્યુ, આર યુ ઓકે નેહા?

નેહા એ હકાર માં માથુ હલાવ્યું અને હલકી સ્માઈલ આપી.

તો તે એ રેસ્ટોરન્ટ છોડી કેમ ના દીધુ? સોનિયા એ પૂછ્યુ.

નેહા એક ઊંડો શ્વાસ લીધો અને પછી સરી પડી ભૂતકાળ માં...

એનું કારણ પણ એ વકીલ જ હતો.. જયારે નેહા બોલી ત્યારે બધા અવાચક બની ને એના સામે જ જોઈ રહ્યા...

રાજ અને મલય એક સાથે પૂછી ઉઠ્યા કે વકીલ? એ તો અમદાવાદ માં હતો ને! રાજ બોલ્યો..

હા અમે જયારે અમદાવાદ છોડી ને આવી ગયા હતા ત્યારે લાગતુ હતું કે બધુ પાછળ છૂટી ગયુ છે પણ ના! એવું નહતુ.
મુંબઈ આવ્યા ના એક મહિના પછી મેં વકીલ ને અમારા ધાબા પર બેઠેલો ચા પીતા જોયો હતો. હુ રસોડા માં જ વધારે રહેતી પણ બહાર એને જોઈ ને ડરી ગઈ હતી. એ રોની સાથે કોઈક વાત માં માથાકૂટ કરી રહ્યો હતો. ચુપચાપ હુ અંદર જ રહી થોડી વાર પછી મેં જયારે નજર કરી બહાર તો ત્યાં કોઈ નહતુ.
મને લાગ્યું કે એ પણ નોર્મલી અહીં ચા પીવા આવ્યો હશે અને જતો રહ્યો હશે.
હુ જયારે રાત્રે ઘરે પહોંચી તો મેં જોયું કે દરવાજો ખુલ્લો છે.અંદર જઈ ને જોયુ તો મારા મમ્મી કોઈ ની સામે હાથ જોડી ને ઉભા હતા. વિહાન તો એના ટ્યુશન માં ગયો હતો કદાચ. મેં જોયું તો ખબર પડી કે આ તો વકીલ જ ઘર માં બેઠો છે.

હુ બહુ જ ડરી ગઈ હતી એને ત્યાં જોઈ ને પણ મારા ચહેરા પર એ ડર મેં આવવા ના દીધો અને પૂછ્યું મેં તુ? તુ અહીં શુ કરે છે?

અરે મારી જાન નેહા.. કહેતા કહેતા એ ઉભો થયો અને મારા પાસે આવ્યો. મને ગુસ્સો આવી રહ્યો હતો પણ ચૂપ રહી.

નીકળ મારા ઘર માં થી બહાર.. મેં ગુસ્સા માં કીધુ ત્યારે એ અટ્ટહાસ્ય કરી ને બોલ્યો, નેહા કહુ કે રાધા? હુ સમજી ગઈ કે આના મારા રેસ્ટોરન્ટ માં કામ કરવા વિષે ખબર છે.

જો નેહા, તુ મારી નહીં તો કોઈ ની નહીં... તને તો મેં બોવ પ્રેમ કર્યો છે. તને તો હું પામી ને જ રહીશ.

મને ગુસ્સો આવ્યો એટલે હુ બોલી કે એક વાર મારા મલય ને ખબર પડી ને તો તારા હાડકા તોડી નાખશે એ... મારા વિશે ભૂલી જા!

મલય? મલય મારા હાડકા તોડશે કે એની મોમ ના કરતૂત સાંભળી ને એની મોમ ના તોડશે? કે પછી પોતે જ તૂટી જશે! હે? બોલ તો મારી જાન! વકીલ ના ચહેરા પર એક લુચ્ચું સ્મિત ફરકી ગયુ.

પછી એણે મને એના કેમેરા માં એક વિડિઓ બતાવ્યો જેમાં અનિકા મેડમ અને વકીલ સાથે હતા... જે કદાચ તું જોવે તો ખબર નહિ તારી શુ હાલત થાય! સાથે સાથે એણે મને સિંઘાનિયા સર ને મારવા પાછળ અનિકા મેડમ નો હાથ છે એ પ્રૂફ પણ યાદ કરાવ્યુ.

હવે હુ ઢીલી પડી ગઈ. મારા મમ્મી એના સામે હાથ જોડી ને કહી રહ્યા હતા પ્લીઝ અમને છોડી દે. મારી દીકરી ને બક્ષી દે...

છોડી દઈશ.. બસ એક વાર મારા સાથે લગ્ન કરી ને મને ખુશ કરી દે!! પછી છોડી દઈશ... વકીલ લુચ્ચું હસી રહ્યો હતો...

શુ કરશે આગળ નેહા?

વકીલ સાથે લગ્ન કરી લેશે?

વકીલ જોડે બદલો કેવી રીતે લેશે નેહા?

શું વકીલ હાલ નેહા સુધી પહોંચી શકશે?

જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો...

આપ નો અભિપ્રાય જરૂર લખજો મિત્રો... આપ ને મારી લખેલી વાર્તા કેવી લાગી એના વિષે જરૂર જણાવજો...

-DC