સનાતન ધર્મની ભૂંસાતી જતી સંસ્કૃતિ
સનાતન ધર્મ એ માનવજીવનનો પાયો છે. માણસ કઈ રીતે પોતાનું ઉત્તમ જીવન જીવી શકે એ માટે પ્રેરણા આ ધર્મે આપી છે. ભારતવર્ષ પર એના કારણે જ અનેક આક્રંતા આવ્યા અને સનાતન ધર્મને ખંડિત કરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા. સાંસ્કૃતિક સ્થાપત્યની નષ્ટ કરવાના પ્રયાસ થયા. અને ઘણા ખરા અંશે એ લોકો સફળ પણ રહ્યા છે.
આ દેશની સંસ્કૃતિ અને સંસ્કાર અને ઉદારતાનો લાભ અનેક પ્રજાએ પોતાનું આધિપત્ય જમાવ્યું. સેક્યુલર શબ્દ તો ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સીના દોરમાં બંધારણમાં ઉમેર્યો એ પહેલાં પણ આ દેશ સર્વધર્મસમભાવ ધરાવતો હતો એટલે જ વિશ્વની સૌથી જૂની મસ્જિદ ભારતમાં છે. બાહ્ય લોકોનો, ધર્મનો સ્વીકાર મારા ભારતવર્ષે કર્યો છે. અને ભૂતકાળમાં જે કઈ ભૂલ થઈ તેના પરિણામો આ દેશની સંસ્કૃતિ, ધર્મ, આર્થિક અને સામાજિક સ્તર પર પડ્યા છે.
ભારતના ઇતિહાસને યુરોપના લેખકો અને ઘણા ખરા ભારતના જ લેખકોએ એસી રૂમમાં માં બેસી ગરીબ, કૃશ અને નિર્માલ્ય ચિતરી નાખ્યો છે. અને આજની જનરેશન એ જ ઇતિહાસને સાચો માની આંધળું અનુકરણ કરી રહી છે.
ભારત ઉપર બે ધર્મોના લોકો ચઢાઈ કરીને આવ્યા છે. (1) ઇસ્લામ. જેને પોતાની તલવારની ધાર પર પોતાનો વિસ્તાર અને વિચારધારા અને મઝહબનો પ્રભાવ જમાવ્યો. અનેક સનાતન પરંપરાના દેવાલયો, સ્થાપત્ય, કલા, પુસ્તકો, નો નાશ કરી ઇસ્લામનો પરચમ લહેરાવ્યો. (2) ઈસાઈ. જેને આજે સભ્ય ધર્મ કહેવામાં આવે છે. આ લોકો સનાતન ધર્મને ખૂબ જ ગંદો ધર્મ કહે છે. સનાતન ધર્મ આ લોકોના વિચારે માટે અંધશ્રદ્ધા જ છે. આ લોકોએ ચર્ચના આદેશ પર વિશ્વના બિન ઈસાઈ દેશોમાં જઈ નગ્ન લૂંટ ચલાવી છે. કરોડો લોકોને ધર્મની સ્થાપના કરવા માટે રહેંસી નાખ્યા છે. હમણાં જ એક વાઈટ હાઉસનો વિડિઓ જોયો જેમાં નાતાલનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો. આ એ જ અમેરિકા છે જે અગિયાર કરોડ રેડઇન્ડિયનની લાશો પર ઉભું છે.
ઇસ્લામનો પ્રચાર આક્રમતાથી અને જોર-જબરજસ્તીથી થાય છે જ્યારે ઈસાઈની ફેલાવો ધીમા અને મીઠા ઝેરની માફક થાય છે. અને ઈસાઈના ફેલાવવામાં ક્યાંકને ક્યાંક આપણી વર્તમાન સમાજ વ્યવસ્થા પણ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભાગ ભજવી રહી છે. ભારત દેશમાં જુદા જુદા NGO ચાલે છે અને મોટા ભાગના આદિવાસી વિસ્તારમાં કાર્યરત છે. ઘણા NGO સામાજિક રીતે, આર્થિક રીતે પછાત લોકોને મદદ કરી રહ્યા છે.
અમેરિકા અને યુરોપના મોટા ચર્ચ આવા NGOને પૈસા ની સાથે એક ગાઈડલાઈન પુરી પાડે છે. સેવામાં નકાબની પાછળ એક ધર્મપરિવર્તનની કાળો ચહેરો છુપાયેલ હોઈ છે જેને પ્રથમ નજરે અને બાહ્ય રીતે આપણે જોઈ શકતા નથી. શિક્ષણ, અન્ન, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરી ધીરેધીરે પોતાના ધર્મ તરફ લોકોને ખેંચે છે અને લોકો ભળી પણ જાય છે.
ભારતમાં જે લોકો ઈસાઈમાં કન્વર્ટ થાય છે એ નવ્વાણું ટકા લોકો પછાત, ગરીબ અને સામાજિક રીતે જાતિવાદથી પીડિત પરિવારો કે વ્યક્તિ હશે. હાલની આપણી સામાજિક વ્યવસ્થા જે પરિવાર અને જાતિને હડધૂત કરી મૂકે છે એને આવા NGO મદદ કરી ધર્મપરિવર્તન કરાવે છે. ધર્મપરિવર્તન માટે આપણે અને આપણી જે વ્યવસ્થા છે એ પણ એટલા જ જવાબદાર છીએ જેટલા પેલા NGO છે. કારણ કે આપણ ને ત્યાં સુધી એ પરિવારની દરકાર નથી હોતી જ્યાં સુધી એન ધર્મપરિવર્તન ન કરે. અને એ પરિવારો ધર્મપરિવર્તન કરે ત્યારે આપણે છાજીયા લઈએ છીએ.
આપણા કથિત ધર્મ ગુરુઓને પોતાની સુખ સુવિધાની પડી છે, અને કયારેક ક્યારેક લોકોને ખુશ કરવા માટે ઇસ્લામ વિરુદ્ધ એકાદ વાક્ય બોલી નાખે એટલે ફરી આ અંધ પ્રજા વાહ વાહ કરવા લાગશે. જો આપણી કથિત ધર્મસત્તાએ દેશમાં છેવાડાના ગામો અને કબિલા પર પોતાનું ધ્યાન કેદ્રીત કરી યોગ્ય સુવિધાની સાથે સનાતન ધર્મના વિચારોના બીજ રોપણ કર્યા હોત તો આજે મોટી સંખ્યામાં આદિવાસી પરિવાર ઈસાઈ ન બન્યા હોત. હજુ પણ આપણે દલિત પરિવારને સ્વીકારી નથી શકતા. ઘણા ખરા હજુ મંદિરમાં પણ પ્રવેશ નથી. હજુ પણ આપણી માનસિકતા એવી છે કે એમની જોડે બેસવું એટલે જાણે મહાપાપ કર્યું હોય. હજુ પણ ઘણી જગ્યાએ દલિત નો દીકરો ઘોડા પર ફુલેકુ કાઢે તો પથ્થરમારો કરવામાં આવે છે. આવા અનેક કારણે છે જે સનાતન ધર્મથી અનેક પછાત પરિવારોને વિમુખ કરે છે.
ઈસાઈની જે ધર્મપરિવર્તન કરાવવા ની પદ્ધતિ છે એ એક યોજનાબદ્ધ છે. જેમાં ઘણા ખરા ન્યૂઝ પેપર, ન્યૂઝ ચેનલ, સામાજિક કથિત સેવકો, મોટી હસ્તીઓ, રાજકારણીઓ, સામાજિક આગેવાનો પણ એ ચક્રનો એક હિસ્સો છે. હિન્દૂ સંસ્કૃતિ પર વૈચારિક પ્રહાર કરવો, લોકોને એક ભ્રમક જગતનો ખ્યાલ કરાવવો કે યુરોપમાંથી જે કઈ વિચાર આવે છે એ પૂર્ણ વૈજ્ઞાનિક અભિગમથી જ આવે છે. અને હિન્દુ ધર્મ તો મૂર્ખાઓથી ભરેલો ધર્મ છે. માત્ર એક જ ધર્મ એવો છે જે તમારા જીવનધોરણ ઉપર લાવી શકે છે અને એ છે ઈસાઈ ધર્મ. આવા જ પ્રચારનો મારો ચાલુ થાય છે.
સનાતન ધર્મ વિરોધ યુરોપમાં અને ખાસ કરી બ્રિટનમાં જે કાવતરા રચાય રહ્યા છે અથવા રચાય ગયા છે અને ત્યાંના બુદ્ધિજીવીઓ સનાતન ધર્મ વિશે શું બોલે છે અથવા બોલી ગયા છે તેના શબ્દો જોઈએ તો સર જ્યોન મેકફરસન કહે છે કે, "હિન્દૂ તો પૂર્ણપણે સ્વકેન્દ્રિત છે, સ્વાર્થ એનો સાચો માર્ગદર્શક હોય છે, જે તેના સ્વભાવની અનેક ખાસિયત પૈકી એક છે." વિલિયમ વિલ્બરફોર્સ કહે છે, "તેમના દેવો વિષયવાસના, અન્યાય, નીચતા અને ક્રુરતાભર્યા રાક્ષસો જ છે. ટૂંકમાં, તેમની સમગ્ર ધર્મવ્યવસ્થા ખૂબ જ ધૃણાજનક છે." લોર્ડ કલાઈવ કહે છે, " અમારા લાંબા અનુભવને અંતે અમે જાણી શક્યા છીએ કે આ દેશના લોકોને ઉપકારની કોઈ કદર નથી." અને અંતે ટોમસ બેબિગ્ટન મેકોલે કહે છે, " એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે સંસ્કૃતમાં લખાયેલ બધા જ પુસ્તકોની ઐતિહાસિક માહિતી એકઠી કરવામાં આવે તો પણ એ ઇંગ્લેન્ડની એક પ્રાથમિક શાળા માટે તૈયાર કરવામાં આવેલા સંક્ષિપ્ત માહિતી સમાવતા પુસ્તકથી પણ ઓછી છે."
વિચાર કરો આ લોકોએ સનાતન ધર્મ અને ભારતની એ સમયની ઉન્નત વ્યવસ્થા પર કેવા બયાનો આપ્યા છે. આ એ જ દેશના લોર્ડ છે જેનો દેશ દુનિયાના અનેક રાષ્ટ્રોને લૂંટીને પોતાના દેશને સજાવતો રહ્યો છે. અનેક દેશ પર ધર્મના નામ પર બર્બરતા આચરી છે. પોતાના ધર્મથી ભિન્ન લોકોને કીડા મકોડા ની માફક મસળી ને મારી નાખ્યા છે. અને આજ ની પેઠી જે અનેક કલમઘસુના વિચારથી પ્રેરિત થઈ સનાતન સભ્યતા ને ગાળો આપતી જાય છે. પોતાના અસ્તિત્વના મૂલ્યની જ એને ખબર નથી કે આ એ જ ભૂમિ છે જ્યાંથી ધર્મ, સભ્યતા, જીવનધોરણ, કર્મના સિદ્ધાંતનો ઉદય થયો છે. એટલે જ ભારતના સનાતન સભ્યતાનસ ધર્મગ્રંથોનો અભ્યાસ ટોચના વૈજ્ઞાનિકો અને વિજ્ઞાન શાખા કરી રહી છે.
(ક્રમશ:)
મનોજ સંતોકી માનસ